નમસ્તે મિત્રો, કેમ છો બધા? મારી પહેલી ધારાવાહિક " વફા અમે કરી બેવફાઈ તમે કરી" ને તમે બધા એ પસંદ કરી તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. મિત્રો તમારા બધા ના પ્રોત્સાહન થી હુ તમારી સમક્ષ નવી ધારાવાહિક " પ્રેમ ની સજા" પ્રસ્તુત કરુ છુ, આ ધારાવાહિક ના બધા ભાગ વાંચ્યા પછી તમને આ ધારાવાહિક કેવી લાગી એનો અભિપ્રાય જરૂર આપજો. તો ચાલો હવે જોઈએ ધારાવાહિક નો પહેલો ભાગ.
ગુજરાત જિલ્લા મા વસેલુ શહેર વડોદરા થી ૮૦ કીમી ના અંતરે એક નાનકડુ ગામ વસેલુ છે નામ છે કુંડી. આ ગામ મા મનોજ નામ નો એક યુવક હતો, તે ખુબ મહેનતી અને હોંશિયાર હતો. એણે ગામ ની જ પ્રાથમિક શાળા મા શિક્ષણ લીધુ, ૧૨ પાસ કર્યા પછી તેણે શહેર ની કોલેજ મા એડમિશન લીધુ. ગામ થી કોલેજ દુર હતી એટલે એ અભ્યાસ માટે તેના પપ્પા ના એક મિત્ર જે શહેર મા રહે છે એમની ત્યા રહેવા આવ્યો. મનોજ ના પપ્પા નુ નામ રતીલાલ હતુ, માતા નુ નામ શારદા અને એક બહેન જેનુ નામ જશોદા હતુ. મનોજ ના પપ્પા ના મિત્ર નુ નામ જસુભાઈ હતુ. એમની પત્નિ નુ નામ રમાબેન હતુ એમને પણ સંતાન મા એક દિકરી જેના લગ્ન ઼થઈ ગયા છે અને એક દિકરો જેણે પણ કોલેજ મા એડમિશન લીધુ છે નામ એનુ વિજય.
મનોજ અભ્યાસ માટે શહેર મા જસુભાઈ ના ઘરે રહેવા આવ્યો. જસુભાઈ એ ઘર ના બધા સભ્યો સાથે મનોજ નો પરિચય કરાવ્યો. વિજય થોડો મજાકીયા સ્વભાવ નો હતો, મનોજ શાંત સ્વભાવ નો હતો. પણ થોડા ક જ સમય મા એ બંન્ને ની મિત્રતા એવી થઈ ગઈ કે જાણે એ બંન્ને સગા ભાઈ જ હોય. બંન્ને આખો દિવસ સાથે જ હરતા ફરતા મોજ મસ્તી કરતા . કોલેજ પણ સાથે જ જતા. કોલેજ મા પણ એ બંન્ને ના બે એકદમ પાક્કા મિત્રો બની ગયા. એક નુ નામ સંજય બીજા નુ નામ સુજલ. કોલેજ મા આ ચારેય જણ સાથે જ રહેતા, જોતા જોતા મા કોલેજ નો એક મહિનો ક્યારે પસાર થઈ ગયો એ ખબર જ ના પડી. મનોજ ને પણ શહેર મા આયે મહિના ઉપર થઈ ગયુ પણ એને કોઈ પણ પ્રકારે શહેર મા એકલો પડી ગયો હોય એવુ ન લાગ્યુ. થોડા સમય મા જસુભાઈ ના ઘર ની લાઈન મા કોઈ નવા લોકો રહેવા આવ્યા. ત્રણ જ સભ્ય હતા , એક છોકરી અને એના મમ્મી પપ્પા. એ જ્યારે સામાન લઈને આયા ત્યારે મનોજ અગાશી પર ઊભો હતો. મનોજ ની નજર એ છોકરી પર પડી મનોજ એ છોકરી ને જોતો જ રહી ગયો એ એ છોકરી ને જોવા મા એટલો મગ્ન હતો કે એને ખબર જ ના પડી કે વિજય એને ક્યારનો બૂમો પાડી રહ્યો છે. વિજય મનોજ ની નજીક જઈને જોયુ તો મનોજ ક્યાક ખોવાયેલો હોય એવુ લાગ્યુ. વિજયે મનોજ જ્યા જોતો હતો ત્યા નજર કરી તો નીચે એક છોકરી સામાન ઉતારતી હતી. પછી વિજયે હલ્કા હાથે મનોજ ના માથા મા મારી ને કહ્યુ કે ઓ ભાઈ બહેરો થઈ ગયો છે કે શુ? ક્યાર નો તને બોલાવુ છુ ક્યા ખોવાઈ ગયો છે.
મનોજ : ના યાર કશે નઈ ખોવાયેલો.
વિજય : રહેવા દે યાર બધુ જ જોવ છુ હુ તુ ક્યારનો પેલી છોકરી ને જોવે છે.
મનોજ : હા, યાર ખબર નય કેમ પણ આ છોકરી ને જોઈ ને એ મને ખુબ જ ગમી ગઈ છે, મારો પરિચય કરાવ ને એની સાથે.
વિજય : ઓ ભાઈ હજુ હમણા તો એ લોકો રહેવા આવ્યા છે, હજુ તો હુ જ એ છોકરી ને નય ઓળખતો તો તારો પરિચય કેવી રીતે કરાવુ? શાંતિ રાખ થોડા દિવસ પછી કંઈ ક કરુ છુ.
મનોજ : સારુ પણ જે કરે એ જલ્દી કરજે કેમ કે એને જોઈ છે ત્યાર થી બસ એના જ વિચારો આવે છે.
વિજય : હા ભાઈ જલ્દી કરીશ પણ હમણા ચાલ નીચે જઈએ જમવાનો સમય થઈ ગયો છે.
એ પછી બંન્ને નીચે જમવા ગયા. જસુભાઈ પહેલે થી જ જમવાની બધી તૈયારી કરી ને બેઠા હતા એમની દિકરી કવિતા પણ થોડા દિવસ પિયર મા રહેવા આવી હતી. વિજય અને મનોજ બંન્ને જણ જમવા બેઠા. રમાબેન જમવાનુ લઈને આવ્યા, કવિતા એ જમવાનુ પીરસ્યુ, બધા એ જમવાની શરુઆત કરી.
કવિતા : મનોજ ને આજે જમવાનુ અલગ લાગશે કેમ કે રોજ તો મમ્મી બનાવે છે પણ આજે મે બનાવ્યુ છે.
પણ મનોજે કંઈ જવાબ ના આપ્યો, એ પેલી છોકરી ના વિચાર મા ખોવાયેલો હતો.
જસુભાઈ : મનોજ કવિતા તને કશુ કહી રહી છે તારુ ધ્યાન કયાં છે?
એટલા મા વિજય કોઈ ને શક ના જાય એટલે વચ્ચે બોલ્યો કે એ તો આ ભણેશ્રી ને ભણ્યા સિવાય કશુ દેખાતુ નથી એટલે એ પરિક્ષા ને લઈ ને ચિંતા મા છે.
મનોજ : હા , અંકલ થોડો નર્વશ છુ.
જસુભાઈ : જમવાના સમયે બધી જ ચિંતા મુકી દેવાની અને પરિવાર સાથે હસતા મજાક કરતા જમી લેવાનુ.
મનોજ : હા, અંકલ બરાબર છે હવે હુ જમવાના સમયે કોઈ પણ ચિંતા નય કરુ અને કવિતા જમવાનુ ખરેખર ખુબ જ સરસ બનાવ્યુ છે.
આમ બધા વાતો કરતા કરતા જમવાનુ પતાવ્યુ અને પછી વિજય અને મનોજ ઉપર એમના રુમ મા જતા રહ્યા.
વિજય : ઓ ભાઈ હવે એવુ કંઈ ના કરતો પેલી છોકરી ના વિચારો મા કે ઘર મા ખબર પડે સમજ્યો.
પણ મનોજે કંઈ જવાબ ના આપ્યો વિજયે જોયુ તો એ પાછો વિચારો મા ખોવાઈ ગયો. વિજયે એને હલ્કા હાથે માર્યુ.
મનોજ : હા બોલ શુ થયુ.
વિજય : શુ થયુ વાળી આ ખયાલી પુલાવ બનાવવાનુ બંધ કર.
મનોજ : શુ કરુ યાર એ છોકરી ને જોઈ છે ને ત્યાર થી કશુ સુજતુ જ નથી ક્યારે એની સાથે વાત કરુ એમ જ થાય છે.
વિજય : હવે આનુ કંઈ કરવુ જ પડશે નય તો એની સાથે સાથે મને પણ ગાંડો બનાવી દેશે હુ કાલે જ કંઈ કરુ છુ બરાબર પણ ત્યા સુધી તુ આ વિચારો માથી બહાર નીકળ.
મનોજ : તારો આભાર ભાઈ હુ બોવ જ ખુશ છુ ભાઈ.
વિજય : સારુ હવે ઊંઘી જઈએ સવારે વહેલુ ઊઠી ને કોલેજ પણ જવાનુ છે.
. બંન્ને જણ ઊંઘી ગયા વિજય ઊંઘતા ઊંઘતા વિચારવા લાગ્યો કે મનોજ નુ કંઈ કરવુ પડશે એ છોકરી સાથે એનો પરિચય કરાવવો પડશે પણ કેવી રીતે કરાવુ? પછી એને અચાનક યાદ આવ્યુ કે એની બહેન કવિતા ને કહેશે અને એને એ છોકરી ના ઘરે મોકલશે બધી એ છોકરી ની ડીટેઈલ કઢાવશે. બસ વિચારતા વિચારતા એ ઊંઘી ગયો.
વિજય એની બહેન ને એ છોકરી ની ડિટેઈલ લેવા મોકલશે, કવિતા એ છોકરી વિશે શુ ડિટેઈલ લાવશે, શુ મનોજ નો એ છોકરી સાથે પરિચય થશે? એમનો પરિચય થશે પછી એમની જીંદગી મા શુ થશે? મનોજ એ છોકરી ને એના મન ની વાત કહેશે, જાણો આવતા ભાગ મા આવજો. . . . . . . . . . . . . .