Prem Angaar - 1 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ અંગાર - પ્રકરણ : 1

Featured Books
Categories
Share

પ્રેમ અંગાર - પ્રકરણ : 1

નવલકથા

પ્રેમ અંગાર

એક અતૂટ પ્રેમ બંધન

આસ્થા + વિશ્વાસ

આ નવલકથા એક પ્રેમ કથા છે. બે જીવનો ખૂબ પવિત્ર સાચો પ્રેમ દર્શાવેછે. વાર્તાનો નાય કકુદરતનાં ખોળે અને સંકેતો સાથે ઉછરે છે અને જીવનમાં વૈદી કવિ જ્ઞાન-ગણિત શાસ્ત્રનાં સથવારે આધુનિક વિજ્ઞાનમાં સમન્વય કરીને વિરાટ પ્રગતિ કરેછે. વાર્તાની નાયિકા પણ કુદરતી વાતાવરણ અને સંસ્કારી ખોરડામાં ઉછરી મોટી થઈ છે. નાયિકાનાં દાદા કાકુથ ખુબ વિદ્વાન–શાસ્ત્રનાં જાણકાર વૈદિક વિજ્ઞાન અને ગણિતનાં ઉપાસક અને શિક્ષક છે એ નાય કનાયિકાને જ્ઞાન આપે છે.

વાર્તામાં અવારનવાર વળાંકો સ્થિતિ સંજોગ પ્રમાણે આવે ચે બીજી નાયિકાનો પોતાનો આગવો મોભો છે. બીજા પાત્રો વાર્તામાં પોતાને મળેલ કાર્ય પ્રમાણે ભાગ ભજવે છે.

પ્રેમ એ કેવો પવિત્ર અને ઇશ્વર સમ છે એ આ નવલકથામાં દર્શાવવામાં આવ્યું છે. પ્રણય ત્રિકોણ ના હોવા છતાં છે. માણસ પોતાની પ્રસિદ્ધ અને પૈસા મેળવી પાત્રતાગુમાવે છે અને પાછો કુદરતનાં ખોળે આવે છે આમ ખૂબ જ રસ પડે એવી સુંદર નવલકથા છે.

- દક્ષેશ ઇનામદાર


પ્રકરણ : 1

પ્રેમ અંગાર

ચઢી પર્વતની ટોચે હું વિચારમગ્ન બેસી રહ્યો.

અકળગતિ કુદરતની સમજવાની કોશિષ કરતો રહ્યો...

ના ગતિ ના રૂપ, નથી સમજાઈ કદી લીલા તારી પ્રભુ.

કયા રૂપ અસ્તિત્વમાં તને જોઊં શોધું ના સમજાયું કદી...

માઁ બાબા ગુરુ તને કયા નામ કયા રૂપમાં જોઊં પુકારું ?

જે છું તું એ શક્તિ બસ તને જે રૂપમાં જોઊં એમાં પામુ...

ધુમ્મસ છે ચારેકોર લીલી વનરાજી સાથે ફેલાયેલું..

કર બધું સ્પષ્ટ દૃશ્ય પ્રભુ મનની આંખોને સમજાય એવું.

હું શું કરું શું ના કરું ? અટવાયેલાને હવે બુધ્ધિ આપી દે.

વિચારવા આપી બુધ્ધિ હવે ખોવાયેલાને જ્ઞાન આપી દે..

તારો જ આધાર નોંધારાને હવે આવી આશિષ આપી દે..

જોઊં સમજું છું તારી આ દુનિયા પંચતત્વમાં સમાઇ.

છતાં તારી આ અકળ લીલાની ગતિ મને ના સમજાઈ...

પાછું વળી જોઊં છું જીવનમાં શું મેં કર્યું શું ના કર્યું ?

પથદર્શિ બની પથ બતાવ “દીલ”ને જે મેળાપ તારો કરે...

વિશાળ અને ઊંચી હિમાલયની શ્વેત બર્ફીલી ગિરીમાળામાં આવેલી એક ઊંચી ટેકરી પર બેસીને વિશ્વાસ... સૂર્યનારાયણનાં તેજ કિરણોથી પ્રકાશી રહેલાં હિમપર્વતોને સોનેરી રંગે રંગાયેલા જોઈ રહ્યો છે. ગિરીમાળામાં પહાડો ઉપરથી નીકળતા ઝરણાંના ઝુમખાં વહી રહ્યા છે. ક્યાંક ધોધ રૂપે વરસી રહ્યા છે કુદરતનું અમાપ સુંદર દશ્ય રચાઈ રહ્યું છે. સમગ્ર ગિરીમાળામાં ઊગેલા ઉછરેલા વૃક્ષો, શ્રૃપો, લતાઓ અનુપમ સુંદરતા વધારી રહ્યું છે સમગ્ર અંબર વાદળીઓ ભરાયેલું પવનની લહેરે સાથ દઈને સંતાકૂકડી રમી રહ્યું છે. ચારેકોર ફેલાયેલી લીલોતરી આંખોને ઠારે છે. મંદ મદં પવનની લહેરખીઓ મનને આનંદ આપે છે. આ પંચતત્વનાં શામિયણામાં એક રમણીય ટેકરી ઉપર એનું રસપાન કરતો બેઠો છે. કુદરત સાથે સંવાદ કરતો પોતાનાં જીવનમાં વિતી ગયેલી પળોને ઋતુઓ બદલાય એમ વિચારતો અનુભવતો અંતરંગ યાદોને સ્મરણ કરતો રહ્યો.

લીલા આચ્છાદીત પહાડથી આ કુદરતની સુદંર રંગીન તસ્વીર જોતો રહ્યો. એક ધ્યાનમગ્ન યોગીની જેમ કુદરતનાં આ રમણીય નજારાને આંખોથી કેદ કરી જાણે સમાધિમાં સરકી ગયો. મનોમન કુદરતનાં આ રૂપને વંદી રહ્યો. આ ઇશ્વરીય વાસ્તવ રૂપમાં ધ્યાનમગ્ન થઈ ગયો. જેમ જેમ કુદરતનાં આ ચુંબકીય રૂપનાં આકર્ષણે વધુ ને વધુ મગ્ન થતો ગયો એમ આંખોમાંથી અશ્રુધારા વહી રહી.. એક આનંદનો જાણે અતિરેક હૈયું જીરવીના શકે એવો આનંદ અનુભવી રહ્યો. એને થયું આટલું સુંદર સ્વર્ગ પણ નહીં જ હોય. દૂર દૂર સુધી હિમાલયની પર્વતમાળાનાં આ નાના મોટા પહાડ-નદી-ઝરણાં-વૃક્ષો-જંગલ-વનરાજી-ઊંચા વૃક્ષોનાં સમૂહ જાણે અંબરને આંબી રહ્યા છે. ફૂલો-કળીઓ રંગબેરંગી અનેરી ભાત દર્શાવી રહ્યા છે. નીત નવા પક્ષીઓની ચેહક, સુંદર મનપ્રફલ્લિત કરે એવી સોડમ આ નયનરમ્ય દશ્ય જોઈને કુદરતની અનોખી રચનાનો જ એહસાસ થઈ રહ્યો છે.

વિશ્વાસ આજે કુદરતનાં સૌંદર્યનાં આ અનુપમ એહસાસ સાથે કોઈ અગમ્ય સંવેદના અનુભવી રહ્યો.કોઈ શ્લોક-રુચા કે પ્રાર્થના વિના...નિઃશબ્દ હદયના એહસાસ સાથેજ જાણે ઈસ્વર પામી ગયો એવા આનંદ સાથે બેસી રહ્યો. ના કોઈ ચિતા, ફીકર ના ભૂતકાળ, વર્તમાન કે ભવિષ્યની ખબર – જે ક્ષણ છે અત્યારે એમાં જ અભિભૂત થઈ આનંદી રહ્યો છે. કાંચનજંઘાના રમણીય શિખરો હિમાઆચ્છાદીત સૂર્યના કિરણોને કારણે સોનાની જેમ ચળકી રહ્યા છે. સાક્ષાત ઈશ્વરની અનૂભૂતિ છે. કુદરત સાક્ષી છે. આવા અનુપમ સુંદર એહસાસે ખૂબ આનંદ આવી રહ્યો છે. છેલ્લા કેટલાય દિવસોથી ઉત્તરાખંડની આ સુદંર ટેકરીની આસપાસ જ એ ટહેલતો રહ્યો છે. જીવનનો એને આજે સાચો આનંદ આવી રહ્યો છે.

ઉત્તરાખંડ થી નજીક આવેલી ધુમ ટેકરી પર આવીને આજે એને 10 દિવસ પુરા થઈ ગયા. અહીં આવીને બધું જ ભૂલી પંચતત્વની આ ઈશ્વરીય રચના જ એને ભક્તિ જેવી લાગે છે. અહીં આવીને હદય એનું વધું સ્પષ્ટ અને નિખાલસ થતું લાગ્યું છે. એનાહદયમાં ઊંડે ઊંડે કુદરત સાથેનો સંબંધ જ એને અનુભવાયેલો. જીવનમાં ઘટી ગયેલી બધી પરિસ્થિતિ ભૂલવા જ માંગતો હતો એને નશ્વર જીવનમાં બની ગયેલી ઘટનાઓ ભૂલવી છે. પણ... એ આસ્થાને એક પળ ભૂલાવી ના જ શક્યો. સતત એનાં જ વિચારોમાં વધુ ઘેરાયેલો રહ્યો જેટલો ભૂલવા પ્રયત્ન કરે વધુ જ નજીક આવે. મનમાં વિચારોમાં હદયનાં ધબકારમાં જાણે બસ આસ્થા જ ધબકી રહી છે.

આટલા દિવસોમાં આજે કુદરતને માણતાં માણતાં પહાડોમાં દૂર ઉપરથી આવી નદીઓ ધોધરૂપે પડતો જોઈ રહ્યો આ એક નિયમિત ચક્ર છે ધોધ રૂપે ઝરણાઓનુંપડવું પછી નદી રૂપેમેદાનોમાં વહેવું... એક ગતિશીલ પ્રક્રિયા અહીં કુદરતનાં બની રહી છે. આસપાસનાં વૃક્ષોનાં સમૂહ એનાં સાથી છે. પોતાનાં જીવનમાં બાળપણથી શરૂ કરી ઘટનાઓ નાના-નાના ઝરણાં રૂપે શરૂ થઈ ઊંમર વધતી ગઈ ગતિ વધી-ઘટનાઓ વધી- ક્યાંક ખળખળ અવાજ ક્યાંક પરિસ્થિતિ વળાંક લે છે. ધોધરૂપે નીચે પછડાય પાછું નદી સ્વરૂપે આગળ વહેવું નવા નવા પ્રદેશો પાર કરતાં અનુભવતાં છેલ્લે દરિયામાં ભળી જવું આ જ ક્રમ? પોતાના જીવનમાં શું થયું?ઝરણાની જેમ નાનાં રૂપમાં શરૂઆત કરી અલગ અલગ રસ્તે અથડાતાં કુટાતા ખળખળ વહેતા ક્યાંક ધમાલ ખુશી ક્યાંક નીચે પડતાં પાછા સંભાળી નદી સ્વરૂપે જીવન આગળ ચલાવતા પરંતુ મંઝીલ-નિશ્ચિંત પૂર્ણવિરામના થઈ શક્યું... પોતાના નદી રૂપ જીવનનું કાયમી પ્રેમમિલન દરિયા સાથે પ્રેમસાગર સાથે ના થઈ શક્યું આમ ને આમ બચપણથી આજ સુધીનાં વર્ષો વિતી ગયા...

વિશ્વાસનાં માનસપટ ઉપર અત્યાર સુધીનાં પોતાના જીવનમાં વિતી ગયેલા સ્પર્શી ગયેલા બધા જ પાત્રો એક પછી એક બચપણથી આજ સુધીનાં યાદ આવવા લાગ્યા. બાળપણથી આજ સુધીની બધી યાદો તાજી થઈ ગઈ. ઊંમંરનાં આ ઊંબરે એને બધું જ યાદ આવી ગયું. ઉછરતા અને વિતતા વર્ષોની યાદ આજે એના મનચક્ષુ પર એક ચિત્રપટની જેમ તાદશ્ય સામે આવી ગઈ. જે છોડીને આવેલો એનાં છૂપા સંસ્કાર યાદો અધૂરી રહેલી વાતો ફરી પાછી એક પછી એક દશ્ય સામે આવવા લાગ્યા...

પ્રકરણ 1 સમાપ્ત…..