chapter 1 પરિણામનું રણ -કાચું કપાયું
ગુરુવાર ,2018
અમદાવાદ
રોજ જેવો જ દિવસ , સાંજે ખુલ્લુ ને મોકળું આકાશ જરાક એવા કેસરીલીસોટા દેખાતા હતા.રોજ જેમ જ મિત્રો હોસ્ટેલની પાળીએ બેઠા બેઠા એક બીજાના કાન ખેંચવા અવનવા ગતકડાં કરતા હતા.મિત્રોની સવારી એ જ આનંદ હોય છે આ સંઘર્ષભરી જીંદગીમાં..
અચાનક મોબાઇલમાં ટિક ટિક અવાજ આવ્યો.મેસેજ ખોલું એટલામાં આજુ બાજુ શોરબકોલ સંભળાયો કે, રિઝલ્ટ આવ્યું , રીઝલ્ટ આવ્યું!
પરિણામનો દિવસ! , ધ્રૂજતી આંગળીઓ ,માઁ- બાપના ચેહરા સ્ક્રિન પર દેખાતા હતા, મોબાઈલ પણ હાથમાં હોવાથી ધ્રુજવા લાગ્યો હતો.GPSCનું MAINS EXAM નું પરીણામની PDF ડાઉનલોડ કરી પણ કન્ફરમેશન નંબર મળતો નથી.થોડી ઘડી તો બોવ કપરી લાગી શ્વાસ પણ ધીમો પડી ગયો હતો!
અંતે મારો કનફેરમેશન નંબર નાખ્યો..પણ result unsucessfull candidate લિસ્ટમાં નામ...અચાનક બે ઘડી તો શ્વાસ થંભી ગયો.તરત જ બાપુજીની ખેતરમાં ઉભા હોઈ ને પાણી વાળતાં પરસેવે રેબઝેબ હોઈ એવો ચહેરો જ દેખાયો અને બાની હતાશા ભરી આંખ દેખાણી! મારું બનાવેલું વિશ્વ એક ઘડીમાં જ ઢળી ગયું હોય એમ હતાશા અને નિરાશા મારામાં વ્યાપી ગઈ!
હતાશા- નિરાશા અચાનક જ માનવને કેટલો નીચોવી નાખે છે એ અનુભવ થયો. થોડી જ મિનિટો પેહલાં વરસાદમાં દેખાતા મેઘધનુષ્ય જેવું જીવન હવે સાવ કોરું રણ જેવું થઈ ગયું. હું સમજી ન શક્યો કે ,આવું મને શું થઈ રહયું છે.બા બાપુજી અને ઘરની સમસ્યાઓનો ઘેરો મારા મગજની ફરતે વળતો દેખાયો અને ત્યાં જ હું સજાગ થયો.હોસ્ટેલના કૅમ્પસમાં મિત્રોમાં કોઈક પાસ તો કોઈક ફેલ થયેલા હતા.સર્કસમાં જેમ ખોટો મુખોટો પેરીને લોકો પાત્ર ભજવતા હોઈ એમ પાસ થયેલા મિત્રોને અંદારની અકળામણ બતાવ્યા વગર હું અભિનંદન પાઠવતો હતો પણ મારી અંદર જે આગ સળગતી હતી , હે વિદ્રોહ હતો નિયતિ સામે એ હું જ અનુભવી રહયો હતો..
હું જ કેમ?
મારી સાથે જ કેમ બે વર્ષોથી આવું થઈ રહ્યું છે?
દુનિયા કેમ દુશમન બની છે મારી?
શુ મારુ નસીબ જ આવું છે ?
નબળા ને નબળાં વિચારનો ધોધ વરસી રહ્યો હતો.ત્યાં જ પાછળથી એક મિત્રએ ખભે હાથ મુક્યો અને બોલ્યો :
"રાજ, ચલ આપડે એક આંટો મારીને આવીએ"
મેં તરત જ એને પૂછ્યું કે, " જતીન , તારું શું થયું?"
જતીને અંગુઠો નીચે કરીને બતાવ્યો અને હું એના બોલ્યા વગર સમજી ગયો કે બેવ પાણીમાં જ બેસી ગયા છે પણ જતીન સામાન્ય લાગતો હતો જેમકે, પરિણામ આવ્યું જ ન હોઈ, એનુ કોઈ મહત્વ જ ન હોઈ એમ!
ડુંબતે કો તીનકે કા સહારા કાફી!
બસ , આવી જ પરિસ્થિતિમાં બંને હોસ્ટેલ બહાર ચાલવા નીકલ્યા.હું ગુસ્સામાં સુરતીભાષામાં અને સૌરાષ્ટના લેહકામાં ભો*** , ભે*** ગાળો બોલ્યો ને કહ્યું કે, મારે ઘરે જતું રહેવું છે, મૂકી દેવું છે ભણવાનું , આની કરતા તો મજૂરી કરું તોય બે પાંચ રૂપિયા મળશે, કૂતરાની જિંદગી સારી મારી કરતા તો , કૂતરો રોડ પર રખડી તો શકે મોજથી , આપડે તો ચારદીવાલમાં એક જ ખુરશી પર બેસી આખા ગામની લીલા કરંટમાં શુ ચાલી રહ્યું છે , આ પેલું , ફલાનું વાંચ વાંચ કરવાનું ને...તોઈ વર્ષ પૂરું થાય ત્યારે મુઠ્ઠી ખાલીની ખાલી..એક જ શ્વાસે આ બળાપો જતીન સામે બોલી ગયો..
પણ હજુ પૂરું થયું નહોતું...
હું બોલ્યો : મારે તો જતીન્યા ઘરે ય નથી જવું ત્યાં બા પાસે કયું મોઢું લઈને જાવ, બાપુજીને હું કેમ મારુ મોઢું બતાવીશ.મારે ભણવું જ નથી .હું આજે જ સમાન પેક કરીને સુરત જતો રવ છું. UPSCની બે પ્રિલીમ ફેઈલ થયાનું ગમ હજુ તો ગળેથી ઉતારેલું જ હતું ત્યાં આ નવી નિષફળતા..હું તો કવ આની કરતા તો રણમાં ખેતી કરવી સારી..
ચકલાંની *** જેવી જિંદગી છે મારી તો..
આ બધું હું ૧૫ મિનિટ સુધી બોલતો રહ્યો પણ જતીન શાંતિથી સાંભળતો હતો.
મારો ગુસ્સો આ જોઈને વધ્યો.
મેં કીધું , ટોપા , **** કઈંક તો બોલ તું.