Mane maaru baadpan sambhare re in Gujarati Short Stories by Harshika Suthar Harshi True Living books and stories PDF | મને મારું બાળપણ સાંભરે રે

Featured Books
Categories
Share

મને મારું બાળપણ સાંભરે રે

મને મારું બાળપણ સાંભરે રે


એકવાર છોકરાઓની ટોળી સાતોડિયું રમતી હતી. તે ટોળકીમાં બે સગા ભાઈઓ પણ રમી રહ્યા હતા. મોટાભાઈનું નામ મહેશ અને નાનાભાઈનું નામ રમેશ હતું. બંને એકબીજા સાથે હળીમળીને રહેતા હતા. હવે સાતોડિયુંમાં માર દડી મારવાનો દાવ રમેશનો હતો. તેનો ભાઈ સામેની ટુકડીમાં હતો તેઓ રોજની જેમ મોજમાં જ રમતા હતા. દાવ પ્રમાણે રમેશે મારદડી મારી પણ દુર્ભાગ્યે દડી કેચ કરી લેવાના આશાયથી સામે નમી રહેલા મહેશના માથામાં તે સાતોડીયાની પતેડી સીધી ઊડીને ઘુસી ગઈ અને તરત જ લોહી ટપકવા માંડ્યું. તે નાનકડો રમેશ આ જોઈ ખૂબજ ડરી ગયો. ગામલોકો દ્વારા મહેશને તરત જ સારવાર માટે લઈ જવાયો પણ એ તિક્ષ્ણ પતેડીની ધાર ખૂબજ ઊંડે સુધી ઘા કરી ગઈ. થોડાક દિવસો પછી ઉપચારથી રમેશ ઠીક થઈ ગયો.

વરસો વીતી ગયા પછી બંને મોટા થઈ ગયા. તે બંનેના લગ્ન પણ થઈ ગયાં. રમેશ નોકરી માટે શહેરમાં ચાલ્યો ગયો. હવે મહેશ ગામમાં જ ખેતી કરી ગુજરાન ચલાવતો હતો. ખેતીમાં તે દિલ પરોવી મહેનત કરતો. સાંજે રાત પડે ઘરે આવતો ક્યાં તો ખેતરમાં જ સૂઈ જતો. ઘરે તેનીમાં અને પત્ની બંને રહેતાં.

એક દિવસ ખેતરે રોજ કરતા વધારે કામ હતું. મહેશે ભર બપોરે તડકામાં ખૂબજ મહેનત કરી ડાંગરના બીજ રોપ્યાં. ખેતરે કામ પતાવી તે રાત્રે ઘરે આવ્યો ત્યારે તેના માથામાં અત્યંત દુખાવો થવા લાગ્યો. તેણે અને સામાન્ય દુખાવો સમજી અવગણી દીધું.

સવારે તેનાથી પથારીમાંથી બેઠું જ ન થવાયું. આખરે તેની તબિયત ખૂબજ બગડતાં તેને શહેર લઈ જવાની ફરજ પડી. તેની પત્ની સુલેખા તેણે શહેર ના દવાખાને લઈ ગઈ. સારવાર જલદી ન મળતાં મહેશની હાલત અત્યંત દયનીય બની ગઈ. ત્યાં તેની સારવાર કરતાં ડોકટરે અભણ સુલેખાને જણાવ્યું કે તેના પતિને માથામાં ફ્યુમર છે પરંતુ સુલેખા સમજી ન શકી કે ડોકટરે કેન્સર્ર જેવા અસાધ્ય રોગની વાત કહી છે. તેણે આ વાત મહેશને કહી તે પણ ન સમજી શક્યો કે તેને શું થયું છે. તેણે એકાંતમાં ડોક્ટરને પૂછ્યું. તેને જાણવા મળ્યું કે જ્યારે તે નાનો હતો ત્યારનો જુનો કોઈ ઘા પાછો ઉભરાઈને કેન્સરમાં પરિવર્ત્યો છે. તેને યાદ આવ્યું કે બાળપણમાં રમેશના કારણે તેને પતેડી વાગેલી જેનો ઘાવ આજે પાછો ઉભરાયો છે. રમેશને મહેશના બીમાર હોવા ના સમાચાર મળ્યા. તે તેની ખબર જોવા દવાખાને આવ્યો ત્યારે જ મહેશની મા તેના પહેલાં જ ત્યાં આવી ગયેલી.

માએ મહેશની વેદના જાણી લીધી. મહેશ જાણતો હતો કે રમેશને ખૂબજ દુઃખ થશે જો તે જાણશે કે એના લીધે તેની આવી હાલત છે. રમેશ આ વાતને સહન નહિ કરી શકે તે મહેશને તેના મોટાભાઈ તરીકે ખૂબજ ઈજ્જત આપે છે આથી મહેશે આ વાત બધાથી છુપાવી રાખી અને ત્યારે રમેશ આવ્યો તેણે પૂછ્યું, "કેમ ભાઈ? શું થયું શું કામ આમ અંધારી મહેનત કરો છો કહું છું ચાલો મારી સાથે શહેરમાં જ રહેજો. સત્કાળે સાજા થઈ જશો." તેમ કહી રમેશે મહેશનો હાથ પકડ્યો અને મહેશના દિલમાંથી અણધારી વહેણ વહી આખો થી અનાશાર્ર થઈ ગયું તેનાથી રડી જવાયું.

ત્યારે જ ડોક્ટર આવે છે ને કે છે હવે તમે ઘરે જઈ શકો છો તમારે કોઈ સારવાર કરાવાની જરૂર નથી. ત્યારે મહેશે ડોક્ટરને અટકાવતાં કહ્યું, "હા સાહેબ, આ હું મારા ગામ ચાલ્યો જાવ છું. તેણે વિચાર્યું કદાચ આ ડોક્ટરને રમેશને કહી ન દે કે તેણે કેન્સર છે ડોક્ટરને સમજાઈ ગયું કે મહેશ બધાંથી છુપાવી રહ્યો છે. આથી તેમણે કહ્યું મહેશભાઈ તમે કોઈ ચિંતા કરશો નહિ. તમને કંઈ થયું નથી. માફ કરજો પૂર્ણ રીતે દિલથી દિલગીર છું મારાથી ભૂલ થઈ છે ખરેખર આ કેન્સરની ફાઈલ તમારી નથી પણ તમારો તમારા ભાઈ પ્રત્યે પ્રેમ જોઈને મને આનંદ થયો.

હવે રમેશ કંઈ સમજી શક્યો. મહેશે તેને પૂરી ગેરસમજણ સમજાવી. બંનેને પોતાનું બાળપણ સંભાળે છે. રમેશે કહ્યું, "મોટાભાઈ તમે મને એટલો બધો માન્યો ને હું તમને છોડીને શહેર ચાલ્યો ગયો આજે મને એ બાળપણ સંભાળે છે જ્યારે આપણે બંને સાથે

રહેતા હતા. નથી રે'વું મારે શહેરમાં મારે ગામડે આવવું છે. તમારી સાથે વિતાવેલા બાળપણને ફરી જીવવું છે.

આમ બંને ખુશી ખુશી ગામડે ચાલ્યા ગયા.