Ruhan prakaran - 1 in Gujarati Motivational Stories by Artisoni books and stories PDF | રુહાન - પ્રકરણ - 1

Featured Books
Categories
Share

રુહાન - પ્રકરણ - 1

?આરતીસોની?

પ્રકરણ : 1

આજકાલ બાળકોના નખરા, મોજશોખ વધતાં ગયાં છે, માતા-પિતાને એટલી જ તકલીફોનો સામનો કરવાનો વખત આવે છે.. મને આનંદ થશે કદાચ કોઈ દીકરો મારી વાર્તા પરથી કંઈ બોધપાઠ લેશે તો.. અને તમને વાર્તા ગમી હોય તો ફક્ત એક નાની કૉમેન્ટ કરી ઉત્સાહિત કરશો તો આગળ લખવાની પ્રેરણા સાથે મારો ઉત્સાહ બમણો વધશે.. આભાર..

                ?રુહાન?

રુહાન ભણવામાં હોશિયાર.. પણ તોફાની બારકસની ગણત્રીમાં આવતો.. એના નિતનવા કારનામોથી કૉલેજમાંથી પણ એકવખત રસ્ટિકેટ કરવામાં આવ્યો હતો. એના પપ્પા બીપીનભાઈ રુહાનના આવા વર્તનને કારણે બહું સ્ટ્રીક રહેતાં હતાં.

રુહાને બર્થડેનું શાનદાર સેલીબ્રેશન કરવું હતું.. એણે એની મમ્મીને તો મનાવી લીધી, પણ પપ્પાને મનાવવા બહુ મુશ્કેલ કામ હતું. એણે મમ્મીને માથે નાખી દીધું અને કહ્યું,

"મમ્મી તું જ મનાવી લે ને પપ્પાને."

"સાંભળો એકનો એક દીકરો છે એને બર્થડે સેલિબ્રેશન કરવી છે કરવા દો.!!"

"હું તો અત્યારે પણ ના જ પાડું છું.. મારી તો ના જ છે..  હું ક્યારેય હા પાડીશ નહીં.."

"આ વખતે માની જાવ."

"બગાડે છે તું જ એને.. તને આગળ કરી બધું ધાર્યું કરાવી લે છે.. કરો તમારે મા દીકરાને ભેગાં મળીને જે કરવું હોય તે.."

"સારું સારું હવે એની સામે કકળાટ ના માંડતા પાછાં. એનાં રૂમમાંથી આવતો જ હશે."

રુહાન રોજની જેમ આજે પણ આંગળી પર ગોળ ગોળ ચાવી ફેરવતો ઘરેથી નીકળી ગયો.

"મમ્મી ફ્રેન્ડસ ગ્રુપમાં ઇન્વીટેશન આપી આવું છું.."

"જમવાનું તૈયાર જ છે, જમીને જા બેટા.."

"ના મમ્મી મારે અત્યારે જલ્દી છે.. આવીને જમીશ.."

"અરે રુહાન સાંભળ તો ખરો..!!"

મીનાબેન બોલતાં રહ્યા અને રુહાન ઘરેથી નીકળી ગયો..

બહું મોડે સુધી રુહાન ન આવતા મીનાબેનને ચિંતા પેઠી, એમણે બિપીનભાઈને કહ્યું,

"અરે સાંભળો છો? રુહાન બાર વાગવા આવ્યા તોયે હજુ આવ્યો નથી. ક્યાં ગયો હશે.?"

"મને શું ખબર! તમારી મા દીકરાની ગોષ્ઠિ અત્યંત નીકટ છે. તમને કહીને નથી ગયા લાડ સાહેબ..?!!"

"ઇન્વીટેશન આપીને આવું છું. એટલું કહીને નીકળી ગયો. એ ક્યાં ક્યારેય કશું જ કહે છે. અને હા કે ના સાંભળવા પણ ઉભો રહે છે.."

"મોબાઇલ તો અપાવ્યો છે લાડ સાહેબને, ફોન કરતાં શું આંગળીના ટેરવાઓમાં દુઃખાવો થાય છે.. એક ફોન નથી કરી શકતો એ.?"

"લાવોને હું જ ફોન કરું છું. તમારી કચકચથી કંટાળી ગઈ છું.."

"આવવા દે એ નાલાયકને બર્થડે પાર્ટી બાજુ પર રહી આજે મોબાઇલ પણ લઈ લઉં છું કે નહીં જો તું. એ હરામખોરના આજે તો ટાંટિયા ભાગી નાખું જોજે તું.."

"અરે શું તમે પણ.!! આટલો બધો ગુસ્સો ના કરો, મગજ થોડું શાંત રાખોને.."

"બાર બાર વાગ્યા સુધી ઘરે નથી આવતો. નબીરાના પેટનો.."

"પણ આવી ગાળો શું ભાડતા હશો. આવી ગાળો મને ને તમને જ ચોંટે છે."

"ચોટવા દે હું એને છોડવાનો નથી આજે."

"તમને કશી વાત કરવી જ નકામી છે."

"તારા મોબાઈલમાંથી ફોન લગાવ. મારો નંબર જોઈને પાછો ફોન નહીં ઉપાડે."

"એજ તો કરી રહી રહી છું. દેખાતું નથી. મગજ થોડું શાંત રાખો લગાવું છું ફોન.!!"

"હેલો."
સામે છેડે કોઈ ભળતો અવાજ સાંભળી મીનાબેન થોડાં અકળાઈ ગયાં ને બોલ્યા,
"આ કોને ફોન લાગી ગયો વળી. કોઈ બીજું જ બોલે છે."

મીનાબેને નંબર ચેક કર્યો.. આશ્ચર્ય સાથે બોલ્યા,
"નંબર તો બરાબર છે!! રુહાનના મોબાઇલમાં કોણે વાત કરી!!??"

"તું લાવને ફોન મને આપ. ડોબી છે એક નંબરની, ફોન લગાવતાય નથી આવડતું.!!

"અરે.. ફોન નંબર બરાબર છે, શું તમે પણ કોઈની સામે આમ ઉતારી પાડો છો.."

"મોબાઇલમાં અજાણી વ્યક્તિ સામે પણ તું ઉતરી જાય છે.!¿ લે ખરી છે..!!"

"પણ આમ છણકા કરો છો તે શું કહું.. ફોનમાં તો એ સાંભળતો હશેને આપણી વાતો. તમારા આ તુંકારા ને હુંકારાથી કંટાળી ગઈ છું. ડફોળ જ સમજે છે દરેક વાતમાં.."

બીપીનભાઈએ પોતાનો ફોન કાઢ્યો ને રુહાનને ફોન લગાવ્યો,

મોબાઇલમાં રિંગ વાગી પણ સામે છેડે કોઈ અજાણી વ્યક્તિનો અવાજ સાંભળી એ પણ અકળાઈ ઉઠ્યાં.

"એ ગધેડો ક્યાં છે? તે તું ફોન ઉપાડે છે.. આપ એ નાલાયકને ફોનમાં જ ટાંટિયા તોડી નાખું.. ક્રિકેટ અને એક્ટિવા બેઉં છોડાઈ દઉં.."

"સાહેબ.. મારી વાત તો સાંભળો. છેલ્લાં અડધો કલાકથી મને તો તમે બોલવા જ નથી દેતાં.. તમે ઝગડી લો પહેલાં સવારે વાત કરું.."

"હવે બકને તું શું કહે છે.. રુહાન ક્યાં છે?"

"એનો એક્સિડેન્ટ થયો છે. અને એ હૉસ્પિટલમાં છે, હું તો એને રહેમરાહે રોડ ઉપર કણસતો પડ્યો હતો તે રીક્ષામાં ઘાલીને અહીં સાલ હૉસ્પિટલમાં લઈ આવ્યો છું."

"હેં.. શું કહે છે."

ક્રમશઃ વધુ આગળ પ્રકરણ 2 વાંચો ખરેખર શું થયું છે રુહાનને..

-આરતીસોની ©