Challenge - 16 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | ચેલેન્જ - 16

Featured Books
Categories
Share

ચેલેન્જ - 16

ચેલેન્જ

કનુ ભગદેવ

(16)

કપૂરની તપાસ !

ઇન્સ્પેક્ટર જવાબ આપે એ પહેલાં જ ઇન્ટરકોમ ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.

‘હલ્લો…’ રીસીવર ઊંચકીને એણે કહ્યું.

‘સાહેબ...એક માણસ રાજેશ્વરીના ખૂન વિષે તમને મળવા માંગે છે.’ સામે છેડેથી તેને કહેવામાં આવ્યું.

‘મોકલ…’ કહીને એણે રીસીવર મૂકી દીધું.

થોડી વાર પછી એકવડીયા બાંધાનો, ઉંચો અને ચહેરા પરથી જ બુદ્ધિશાળી લાગત આકર્ષક લાગતો આકર્ષક વસ્ત્રો પહેરેલો એક માણસ અંદર આવ્યો.

‘મારું નામ ધીરજકુમાર છે.’ ઈન્સ્પેક્ટરે સંકેત કરેલી ખાલી ખુરશી બેસીને એણે કહ્યું, ‘અને હું જીવન વીમા કંપનીમાંથી આવું છું.’ પછી એણે પોતાની બાજુમાં બેઠેલા કેપ્ટન દિલીપ સામે જોયું અને પુનઃ ઇન્સ્પેક્ટરને કહ્યું, ‘આ સાહેબ કોણ છે?’

‘એમનું નામ કેપ્ટન દિલીપ છે અને રાજેશ્વરીના કેસમાં તેમને અંગત રીતે ઘણો રસ છે.’

‘ઓહ, તો રાજેશ્વરીની લાશ સૌથી પહેલાં તમે જ જોઈ હતી ખરું ને?’ ધીરજકુમારે પૂછ્યું.

‘હા…’ દિલીપ બોલ્યો, ‘અને એ જ કારણે સરલાએ કરેલા ગુનાની કબુલાત કરતાં પેલા મને જ ખૂની તરીકે શકદાર માનવામાં આવતો હતો.’

‘સાહેબ…’ ધીરજ્કુમારે દિલીપને જવાબ આપ્યા વગર ઇન્સ્પેક્ટર સામે જોઇને કહ્યું, ‘લગબગ એકાદ કલાક પહેલાં વડોદરાની ઓફીસ તરફથી મને ફોન આવ્યો હતો. ફોનમાં મને કહિવામાં આવ્યું હતું કે અમારી વીમા કંપનીએ રાજેશ્વરી નામની એક યુવતીનો મોટી રકમનો વીમો ઉતાર્યો હતો. રાજેશ્વરી કયા કારણસર મૃત્યુ પામી છે તેમ જ એના મોત પાછળ કોનો હાથ છે એની તપાસ કરવાનું કામ મને સોંપવામાં આવ્યું છે. કારણ કે આ કેસ ઘણોબધો અટપટો લાગે છે એટલે તેની પુરતી તપાસ થવી જરૂરી છે. મને જાણવા મળ્યું છે કે તે અહીં નામ બદલીને રહેતી હતી. આ વાત સાચી છે?’

‘હા...અહીં એણે પોતાનું ઉપનામ આરતી જોશી રાખ્યું હતું.’ ઈન્સ્પેક્ટરે જવાબ આપ્યો, ‘મોટે ભાગે લેખકો, પત્રકારો અને ફિલ્મ અભિનેતા-અભિનેત્રીઓમાં આવા ઉપનામ રાખવાનો ચીલો ઘણો જુનો છે, એટલે ફક્ત એ જ કારણસર ક્ષ અટપટો થયો હોય એમ હું નથી માનતો.’

‘છોકરીના ખૂનના સમાચાર તો હું પણ છાપાઓમાં વાંચી છુક્યો છું પરંતુ એ સમાચારમાં એણે વિષે ખાસ કંઈ જાણવા જેવી માહિતી નહોતી છપાઈ. શું તમે એના વિષે કંઈ જણાવી શકો તેમ છો?’

‘એ વડોદરાની વતની હતી. એની ઉંમર આશરે ત્રેવીસ વર્ષની હતી, અને પિતાનું નામ દીનાનાથ છે. એના પિતા વડોદરામાં ફિલ્મનું નિર્માણ કરે છે.’

‘આ બધું તો બરાબર છે.’ ધીરજ્કુમારે ગજવામાંથી નાનકડી ડાયરી કાઢીને કંઈક વાંચ્યા બાદ કહ્યું, ‘હવે મહત્વનો મુદ્દો ઓળખનો છે. મરનાર આરતી જોશી જ રાજેશ્વરી હતી?’

‘એમાટે તમારે કેપ્ટન દિલીપ સાથે વાત કરવી પડશે.’ ઈન્સ્પેક્ટરે જવાબ આપ્યો, ‘આરતી જોશીના નામની જાતને ઓળખાવતી યુવતી રાજેશ્વરી દીનાનાથ જ હતી કે કેમ તે ફક્ત દિલીપ જ ખાતરીપૂર્વક તમને કહી શકે એમ છે.’

‘ઉ એકલો જ શા માટે? પાકી ઓળખ્કારનારા બીજા પણ બે માણસો છે.’ દિલીપે કહ્યું, ‘એક તો રાજેશ્વરીના પિતા દીનાનાથ! એક બાપ પોતાની દીકરીને નૈન ઓળખે તો બીજું કોણ ઓળખશે? બીજા મહાશય છે રાજેશ્વરીના ફુઆ અજીત મર્ચન્ટ કે જે વર્ષોથી એણે ઓળખે છે અને ત્રીજો હું? એનું ખૂન થયા પહેલાં હું એણે મળ્યો હતો અને વાતો પણ કરી હતી. દીનાનાથે મને એનો ફોટો પણ આપ્યો હતો. એટલે હું ખાતરીપૂર્વક કઈ શકું તેમ છુકેજે છોકરીને મેં મારેલી જોઈ તે દીનાનાથે આપેલા ફોટાવાળી જ યુવતી હતી. મ એની સાથે જ વાતો કરી હતી અને એની સાથે જ રાત્રે અગિયાર વાગ્યા પછી બહાર ફરવા જવાનો પ્રોગ્રામ પણ બનાવ્યો હતો, પરંતુ અફસોસ કે હું પહોંચ્યો ત્યારે એ મરેલી પડી હતી.’

‘રાજેશ્વરીના પિતા દીનાનાથ અહીં કરે પહોંચવાના છે?’ ધીરજ્કુમ્મારે પૂછ્યું.

‘આજે બપોરે લગભગ પાંચેક વાગ્યે. તમારે મળવું હશે તો હું તમને મુલાકાત કરાવી આપીશ.’ કહીને અચાનક જ જાણે કંઈક યાદ આવ્યું હોય એમ ઈન્સ્પેક્ટરે ધીરજ્કુમાંર્રને પૂછ્યું, ‘રાજેશ્વરીની વીમા પોલીસીનના વારસદાર કોણ-કોણ છે?’

‘હું દીલીર છું કારણ કે મારી પાસે પોલીસીની કોપી નથી. ખેર, તમે રાજેશ્વરીની ઓળખ બાબત મને તમારી એફિડેવિટ આપી શકો.’

‘જરૂર…’

‘આભાર…’ કહીને ધીરજકુમાર ઇન્સ્પેક્ટર સામે એક કાર્ડ લંબાવતા બોલ્યો, ‘મારું વીઝીટીંગ કાર્ડ હ્હું તમને આપતો જાઉં છું સાહેબ! જો કંઈ જાણવા જેવું હોય તો મને ફોન કરવાની તકલીફ લેશો. જોકે હું જ તમારો સંપર્ક સાધતો રહીશ.’ કહીને તે ઈલીપ સામે ફર્યો, ‘તમારે પણ એફિડેવિટ કરાવી આપી પડશે કેપ્ટન સાહેબ…’

‘જરૂર...હું આજે જ તૈયાર્કારવી આપીશ.’ દિલીપ બોલ્યો, ‘વારુ, પોલીસીની રકમ કેટલી છે એ તમે કહી શકશો?’

‘પાંચ લાખ રૂપિયાની.’ જવાબ આપી, બને સાથે હસ્ત્ધનુન કરીને ધીરજકુમાર ત્યાંથી બહાર નીકળી ગયો.

‘પાંચ લાખની રકમ કંઈ નાનીસુની તો ન જ કહેવાય ઇન્સ્પેકટર સાહેબ! આટલી રકમ ખાતર લોકો એક નહીંન બે-ત્રણ ખૂનો કરી શકે તેમ છે.’ કહીને દિલીપ ઉભો થયો.

‘જાઓ છો?’ ઈન્સ્પેક્ટરે પૂછ્યું.

‘હા...ચૌહાણ સાહેબને મળવા જઉં છું. ગુલાબ્રયની ફાટ બહુ વધી ગઈ છે એટલે હવે એનો રસ્તો કર્યા વગર છૂટકો જ નથી.’ કહીને તે બહાર નીકળ્યો.

થોડી વાર પછી તે ચૌહાણ સાહેબને ત્યાં પહોંચી ગયો.

ગુલાબરાય, જોની, નારંગ, માદક પદ્દાર્થો વિગેરેની એણે અર્ધા કલાક સુદ્ધી ખુબ જ ગંભીરતાપૂર્વક ચૌહાણ સાહેબ સાથે ચર્ચાઓ કરી.

છેવટે ચર્ચા પૂરી થતા ત્યાંથી નીકળીને એ ઉષાના ફ્લેટ પર પહોંચી ગયો.

એણે વગાડેલી ઘંટડીના જવાબમાં ઉષાએ બારણું ઉઘડ્યું. એના ચહેરા પર ચિંતાના હાવભાવ છવાયેલા હતા.

દિલીપ અંદર દાખલ થયો.

ઉષાએ બારણું બંધ કરી દીધું.

દિલીપે એક સિગરેટ સળગાવીને નિરાંતે સોફા પર બેસી ગયો.

‘આ બધું શું છે મિસ્ટર દિલીપ?’ ઉષાએ તેની સામે બેસતાં પૂછ્યું.

‘એટલે? તમે કંઈ બાબતમાં પૂછો છો?’ દિલીપે સ્મિત ફરકાવતાં સામું પૂછ્યું.

‘જુઓ, ગઈ કાલે રાત્રે આપણે બંને સાથે જે કંઈ બન્યું તેમાં મારો વાંક છે.’ ઉષાએ કહ્યું, ‘મારે એ હરામખોર જોનીની વાત નહોતી માનવી જોઈતી.’

‘એમાં તમારો કંઈ જ વાંક નથી.’ દિલીપ તેનીવાતને વચ્ચેથી જ કાપી નાન્ખ્હતા બોલ્યો, ‘મારે જોનીને મળવું હતું એટલે મેં જ તમને તેની વાત માની લેવાની સલાહ આપી હતી. પરંતુ આ મામલામાં આપણી મોટામાં મોટી ભૂલ એ થઇ ગઈ કે આપણે પુરેપુરી સાવચેતી નહોતી રાખી.’

‘આરતી જોશીનું સાચું નામ રાજેશ્વ્વારી છે અને તમે એક જાસુસ છો એ વાત સાચી છે?’

‘હા…’ દિલીપે હકારાત્મક ઢબે માથું હલાવતાં કહ્યું, ‘ગઈ કાલે રાત્રે શું થયું હતું એ કંઈ યાદ છે?’

‘મૂનલાઈટ ક્લબમાં ડ્રીન્કસ લીધા પછી શું બન્યું એ વિષે મને કંઈ યાદ જ નથી. ટોઇલેટમાં પહોંચતા જ હું બેભાન થઇ ગઈ હતી એવું મને લાગે છે.’

‘તમારી વાત સાચી છે. આપણા બંનેના દ્રીન્ક્સમાં ઘેનની દવા ભેળવેલ હતી. જોગનુજોગ્તામે આખો પેગ પૂરો કરી નાંખ્યો હતો અને મેં માત્ર એકાદ બે ઘૂંટડા જ ભર્યા હતા.’

‘હું બેભાન થઇ ગઈ પછી શું થયું?’

‘એ તો હું પણ નથી જાણતો. હું તમને શોધવા માટે ટોઇલેટમાં ગયો ત્યારે મારા માથા પર પ્રહાર કરીને મને બેભાન કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આ કામ જોનીએ કર્યું હોય એવું મને નથી લાગતું.’ દિલીપ વિચારવશ અવાજે બોલ્યો, ‘જોનીએ કોઈ ખોટા હેતુથી તમને ત્યાં નહોતાં બોલાવ્યા. તમારી અને સરલાની જુબાનીથી પોતે શંકાની પરિધિમાં આવી જશે એનો તેને ભય લાગતો હતો એટલે તમે જીભ બંધ રાખો એટલા માટે તે તમને કોઈક લાંચ આપવા માંગતો હતો. પરંતુ એણે તમારી સાથે વાત કરવાની તક જ મળી નહીં. ઇન્સ્પેક્ટર ગુલાબરાય મને ક્લબમાં દાખલ થતો જોઈ ગયો હતો એટલું હું તેનું અહિત કરવા મત્તે ત્યાં આવ્યો છું એમ તે માની બેઠો હતો.’

‘ઓહ...પરંતુ તમે એનું શું અહિત કરવાના હતા?’

‘અગાઉ એક-બે કેસમાં તે મારી સામે આરી ગયો છે તળે ત્યારથી તે મારા પ્રત્યે ઈર્ષ્યા રક્ખે છે. હું એના નારંગ સાથેના સંબંધો તથા માદક પદાર્થોના ધંધામાં તેનો જે હત છે તેની પોલ ઉઘાડી પાડવા માટે લલિતપુર આવ્યો ચુ એમ માનીને તે ભયભીત બની ગયો હતો.’

‘તો ગુલાબરાય એક ભ્રષ્ટ અને બેઈમાન પોલીસ ઓફિસર છે અને આપણને બંનેને બેભાન કરાવવામાં એનો જ હાથ હતો એમ તમે કહેવા માંગો છો?’

‘હા...અને એમાં જયારે તેને ખબર પડી કે રાજેશ્વરીના ખૂનકેસમાં તમે જોનીની વ્વીરુદ્ધ સાક્ષી તરીકે છો ત્યારે તે વધારે ચિંતાતુર બની ગયો કારણ કે એ મૂનલાઈટ ક્લબનો ભાગીદાર છે અને જયારે આવી કોઈ વાત તપાસ સાથે સંકળાય છે ત્યારે બધી પોલ છતી થઇ જવાનો ભય રહે છે.’

‘ઓહ...તો એટલા માટે એણે આપણી સાથે આવી ભયંકર રમત કરી હતી?’

‘હા...અને હવે હું કંઈ જ ન કરું એટલા માટે તે એ ફોટાઓના રૂપમાં મારા માથા પર લટકતી તલવાર રાખશે. બીજા અર્થમાં મને બ્લેકમેઈલ કરશે. જો હું તેની ધમકી અને તમારી બદનામીની પરવાહ કર્યા વગર એ ફોટાઓ છપાઈ જવા દઉં તો પણ એનાથી મને કંઈ ખાસ લાભ થવાનો નથી. એ સંજોગોમાં જોનીની વિરુદ્ધ તમારી જુબાની પણ કોઈ જ મહત્વની નહીં રહે કારણ કે એ ફોટો દ્વારા તે તમને ચારિત્ર્યહીન પુરવાર કરી દેશે.’

‘ઓહ...તો એ ફોટાઓના આધારે આપણને બ્લેકમેઈલ કરવામાં આવશે?’

‘હા...તમે તમારી જીભ બંધ રાખો અને હું તેની વિરુદ્ધ કોઈ પગલાં ન ભરું એટલા ખાતર જ એણે તે ફોટા પડાવ્યા છે.’

‘મને મારી બદનામીની જરા પણ પરવાહ કે ચિંતા નથી.’ થોડી પળો સુધી વિચાર્યા બાદ ઉષાએ કહ્યું, ‘તમે તમારે ખુશીથી જેમ કરવું હોય તેમ કરો.’

‘બરાબર છે. પણ હવે એ બધું નકામું છે. સરલા મારી ચુકી છે એટલે તમારી જુબાનીને કોઈ જ સમર્થન આપી શકે તેમ નથી. અને કદાચ તમારી જુબાની પર ભરોસો કરવામાં આવે તો પણ શું વળવાનું હતું? તમારી જુબનીસરલા અને જોની, બંને તરફ રાજેશ્વરીના ખૂની હોવાનો સંકેત કરે છે અને સરલા મરતાં પહેલાં જ પોતે રાજેશ્વારીનું ખૂન કર્યું હતું એ વાત કબુલી ચુકી છે.’

‘સરલાએ આવી કોઈ જુબાની આપી હોય એ વાત મારે ગળે નથી ઉતરતી.’ ઉષા મક્કમ અવાજે બોલી, ‘મને તો આમાં ગુલાબરાયની જ કોઈક ચાલબાજી હોય એવું લાગે છે.’

‘હા...પરંતુ છતાં ય તેને ખોટી પુરવાર કરવાનું સહેલું નથી.’

ઉષા ચુપ રહી. દિલીપ થોડી પળો સુધી કંઈક વિચારતો રહ્યો પછી ઉભા થઈને, એણે ટેલીફોનનું રીસીવર ઊંચકીને કપૂર સાહેબનો નંબર મેળવ્યો.

‘હલ્લો…’ સામે છેડેથી રીસીવર ઉંચકાયા બાદ કપૂર સાહેબનો અવાજ ઓળખીને એણે કહ્યું, ‘હું દિલીપ બોલું છું. કામ થઇ ગયું?’

‘હા…’ સામે છેડેથી કપૂરનો અવાજ તેને સંભળાયો.

‘શું રીપોર્ટ છે?’ દિલીપે ઉત્તેજીત અવાજે પૂછ્યું.

‘બોટલની વચ્ચેના ભાગમાં બે જાતના આંગળાની છાપો છે. એમાંથી એક છાપ વધારે છે અને બીજી ઓછી છે. જે છાપ વધારે છે તે મારા અનુમાન મુજબ કોઈક પુરુષની છે અને ઓછી છે તે કોઈક સ્ત્રીની છે.’

એ બંને છાપો પોતાની તથા આરતીની છે એ વાત દિલીપ સમજી ગયો. પરંતુ તેમાં એણે કંઈ રસ નહોતો.

‘બોટલના ઉપલા મોં વાળા ભાગ પર આંગળાની કોઈ છાપો નથી કપૂર સાહેબ?’ એણે ઉત્સુકતાથી પૂછ્યું.

‘છે. પરન્તુત કોની છે, એની ખબર કેવી રીતે પડે?’

‘એ બધી છાપો એક જ માણસની છે?’

‘હા...પણ તે ઉપલા ભાગ પર જ છે. બોટલના નીચલા ભાગ પર બે-ત્રણ છાપો છે. પરંતુ ઉપલા ભાગની છાપો તો એક જ માણસની છે.’

‘શું એ છાપનો ઓળખ માટે ઉપયોગ કરી શકાય તેમ નથી?’

‘મેં એ ચાપનો ખુબ બારીકાઈથી અભ્યાસ કરીને ખુબ જ ચોકસાઈથી તેની પ્રિન્ટ બનાવી છે. એ પ્રિન્ટને આધારે તેની પાકી ઓળખ થઇ શકે તેમ છે.’

‘વારુ, બોટલ પરથી મળી આવેલાં ત્રણેય જાતના આંગળાની એન્લાર્જ પ્રિન્ટ તમે બનાવી શકો તેમ છો?’

‘હા…’

‘કેટલી વાર લાગશે?’

‘લગભગ બે કલાક…!’

‘ઓ.કે...તો હું મારા મિત્રને બે કલાક પછી તમારે ત્યાં મોકલીશ. તમે તેને આંગળાની છાપોના ફોટાઓ, બોટલ વિગેરે બધું જ આપી દેજો.’

‘ભળે...જો કે એક વાત તો તમે મને પૂછી જ નથી મિસ્ટર દિલીપ?

‘કઈ વાત?’

‘બોટલના ઉપરના મોં વાળા ભાગ પરથી જે છાપ મળી તે કોઈ પુરુષની છે કે સ્ત્રીની?’

‘ઓહ, એ તો હું ભૂલી જ ગયો હતો. વારુ, કોની છે એ છાપ?’

‘એ છાપ કોઈક એક જ પુરુષની છે મિસ્ટર દિલીપ!’

‘એટલે કે ખૂની કોઈ સ્ત્રી નથી ખરું ને?’

‘ખૂની કોણ છે એનો પત્તો મેળવવાનું કામ તમારું છે.’

‘એ ફિંગરપ્રિન્ટના અભ્યાસથી બીજું કંઈ જાણવા મળી શકે છે?’ દિલીપે થોડી પળો વિચાર્યા પછી પૂછ્યું.

‘હું પ્રયાસ કરી જોઉં છું.’

‘એમાં કેટલી વાર લાગશે?’

‘એ તો કહી શકાય તેમ નથી.’

‘તો પાછુ હવે મારે શું કરવાનું?’

‘મિસ્ટર દિલીપ, હું ફિંગરપ્રિન્ટની એક કોપી મારી પાસે રાખીને બાકીની તમામ વસ્તુઓ તમારા મિત્રને આપી દઈશ. ત્યારબાદ એ ફિંગરપ્રિન્ટનો અભ્યાસ કરીને કંઈ જાણવા મળે તો તમને જણાવી દઈશ. મારે તમારો સંપર્ક ક્યાં સાધવો એ મને કહી દો.’

‘હું ક્યારે, ક્યાં હોઈશ કંઈ જ નક્કી નથી એટલે ઘુ પોતે જ તમારો સંપર્ક સાધીને પૂછી લઈશ.’

‘ઠીક છે…’

દિલીપે તેનો અભાર માનીને સંબંધ વિચ્છેદ કરી નાખ્યો. પછી એણે પોતાના મિત્રને ફોન કરીને તેને બે કલાક પછી કપૂર સાહેબને ત્યાંથી બોટલ વગેરે લઈને ઉષાને ઘેર પહોંચાડી દેવી સૂચન આપી. એણે તેને ઉષાનું સરનામું જણાવી દીધુ.

ત્યારબાદ રીસીવર મુકીન તે પાછો સોફા પર બેસી ગયો. એ વખતે તેના હોઠ પર સીટ ફરકતું હતું અને આંખોમાં જાણે કોઈક સાચા નિર્ણય પર આવ્યો હોય તેમ વિશેષ ચમક પથરાયેલી હતી.

‘શું વાત છે?’ ઉષાએ પૂછ્યું, ‘તમે એકદમ ખુશ દેખાઓ છો?’

‘સરલાની જુબનીવાળી આખી વાત ઉપજાવી કાઢેલી છે તેની હવે મને પૂરી ખાતરી થઇ ગઈ છે.’ દિલીપે જવાબ આપ્યો.

‘માત્ર ખાતરી થવાથી સુ વળે? તમે એણે પુરવાર કરી શકો તેમ છો?’ ઉષાએ પૂછ્યું.

‘હું પુરવાર કરવાનો પ્રયાસ કરી શકું તેમ છું પરંતુ તેમાં એક જોખમ છે.’ દિલીપ વિચારવશ અવાજે બોલ્યો.

‘શું?’

‘હું એની જુબાનીને ઉપજાવી કાઢેલી હોવાનું પુરવાર કરવાનો પ્રયાસ કરીશ અને જો એમાં મને સફળતા નહીં મળે અથવા તો ગુલાબરાયને જો આ વાતની ખબર પડી જશે તો તે એ ફોટા છાપામાં છપાવી નાખશે અને નાહક જ તમારી બદનામી થશે.’

‘તમે મારી ફિકર ન કરો.’

‘કેમ?’ દિલીપે આશ્ચર્યથી પૂછ્યું.

‘કહું છું. પરંતુ એ પહેલાં મને એ જણાવો કે શું આરતીનું ખુન્ન સરલાએ કર્યું છે એમ તમે માનો છો?’

‘ના…’

‘તો તો પછી આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી.’

‘પરંતુ…’ દિલીપ વિચારવશ અવાજે બોલ્યો.

‘પરંતુને ગોળી મારો મિસ્ટર દિલીપ!’ ઉષાએ તેની વાતને વચ્ચેથી જ કાપી નાખતા કહ્યું, ‘હું ડરપોક નથી. તેમ જ મને મારી બદનામીની પણ પરવાહ નથી. કારણ કે આ દુનિયામાં મારું કોઈ જ સગું-વહાલું નથી એટલે કદાચ મારી બદનામી થશે તો કોઈને ય દુઃખ નહીં થાય. હું મારી રીતે જીવવાને ટેવાયેલી છું. જો હું મારી બદનામીની પરવાહ કરીને તમને કંઈ કરવાની ના પાડીશ તો હું મારી જ નજરમાં હલકી પડી જઈશ. જિંદગીભર મારે એ બોજાની પીડા સહન કરી પડશે. દરેક પળે, હું જોખમ લેતાં અચકાઈ ઓવને કરને એક ખૂની પોતાની ગુનાની સજા ભોગવવાને બદલે ખુલ્લેઆમ માથું ઊંચકીને ફરે છે એનો વસવસો મને રહી જશે. ના, મિસ્ટર દિલીપ, હું આવું નથી ઈચ્છતી.’

દિલીપે પ્રશંશાથી તેની સામે જોયું.

‘અને આવું ન કરવા પાછળ એક બીજું કારણ એ પણ છે કે સરલા મારી બહેનપણી હતી. હું એણે ખુબ જ સારી રીતે ઓળખાતી હતી. એ ન તો કોઈનું ખૂન કરી શકે તેમ છે કે ન તો નિરાશ થઈને આપઘાત કરે તેમ છે! આ વાત હું પૂરી ખાતરીથી કહી શકું તેમ છું.’

‘તો એનું ખૂન કરવામાં આવ્યું છે એમ તમે કહેવા માંગો છો?’

‘હા…’

‘હું પણ એમ જ માનું છું.’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો.

‘અને અત્યારના સંજોગોમાં સરલાનું કું જોનીએ જ કર્યું હોય એવું લાગે છે.’

‘બરાબર છે. પણ એ પુરવાર કરી શકાય તેમ નથી.’ ઉષાએ અર્થસૂચક અવાજે કહ્યું.

દિલીપ ચુપ રહ્યો. પછી અચાનક કોઈક મહત્વની વાત સુઝી હોય એવા હાવભાવ તેના ચહેરા પર છવાઈ ગયા. તે ઉભો થઈને ટેલીફોન પાસે પહોંચ્યો.

પાંચ મિનીટ પછી તે બલરામપુર-લલિતપુર વચ્ચેની ડાઈરેકટ ટેલીફોન લાઈન પર પોતાના મિત્ર દિવાકર સાથે વાતચીત કરતો હતો. આ દિવાકર જ દીનાનાથને લઈને બલરામપુર રાજેશ્વરીને શોધી કાઢવાની કામગીરી તેને સોંપવા માટે આવ્યો હતો.

‘હલ્લો…’ સામે છેડેથી દિલીપનો દિવાકરને અવાજ સંભળાયો.

‘દિવાકર, હું લલિતપુરથી દિલીપ બોલું છું.’

‘હા, બોલો...મારા સ્નેહીની પુત્રીનો પત્તો લાગ્યો?’ દિવાકરે પૂછ્યું.

‘એ બધી વાતો હું નિરાંતે કરીશ.’ દિલીપે ઉતાવળા અવાજે કહ્યું, ‘હાલ તુરત તો મારે તાબડતોડ રાજેશ્વરીનો ફોટો જોઈએ છે. કંઈ વ્યવસ્થા થઇ શકે તેમ છે?’

‘દીનાનાથ તો ગઈ કાલે સાંજે વડોદરા પાછો ચાલ્યો ગયો છે એટલે હવે એનો ફોટો...થોભો...થોભો...મને યાદ આવે છે.’ સામે છેડેથી દિવાકર કહેતો ગયો, ‘મારી પાસે રાજેશ્વરીનો ફોટો પડ્યો છે એ હવે મને યાદ આવે છે. આશરે પાંચ-છ મહિના પહેલાં એક દિવસ રાજેશ્વરી ફિલ્મ અભિનેત્રી બનવાની ધૂનમાં ઘર છોડીને ક્યાંક ચાલી ગઈ હતી. ત્યારબાદ ત્રીજે દિવસે દીનાનાથે ટપાલમાં મને એનો ફોટો મોકલ્યો હતો અને એણે શોધી કાઢવાની વિનંતી કરી હતી. પણ જોગાનુજોગ મને ફોટો મળ્યો એ જ દિવસે રાજીશ્વરી પોતાને ઘેર પાછી પહોંચી ગઈ. દીનાનાત્થે તરત જ બીજા પત્રથી આ બાબતની જાણ કરી દીધી હતી. એ કાગળ તો મેં ફાડીને ફેંકી દીધો પણ ફોટો એક પુસ્તકમાં મુકીને આ વાત હું ભૂલી ગયો હતો. પછી જયારે એકાદ મહિના પહેલાં કંઈક કામસર દીનાનાથ વડોદરાથી બલરામપુર આવ્યો ત્યારે એણે મને રાજેશ્વરીના ફોટા વિષે પૂછ્યું હતું પણ એ વખતે મને યાદ ન આવ્યું કે મેં તે ક્યાં મુક્યો છે. મેં તેને કહી દીધું કે ફોટો મારાથી ક્યાંક ખોવાઈ ગયો છે. ત્યારે એણે ખુબ જ ચિંતાતુર અવાજે મને ફોટો શોધી કાઢીને પોતાને મોકલી આપવાની વિનંતી કરી હતી, હું તમારી પાસે એણે જયારે લઇ આવ્યો ત્યારે પણ એણે મને ફોટા વિષે મને પૂછ્યું હતું. પણ એ ક્યાં મુક્યો છે તે મને કેમે ય કરીને યાદ જ ન આવ્યું. સાચી વાત તો એ છે કે ફોટાને મેં બહુ મહત્વ નહોતું આપ્યું એટલે જ તે યાદ નહોતું આવતું. હવે જયારે તમે માંગો છો ત્યારે અચાનક જ યાદ આવે છે કે મેં એ ફોટો જોડણી કોશમાં મુક્યો છે.’

‘સરલા…’ દિવાકરને દિલીપનો સામે છેડેથી છુટકારાનો શ્વાસ લેતો સંભળાયો.

‘પણ એ ફોટાની તમારે આટલીબધી…’

‘દિવાકર…’ દિલીપ વચ્ચેથી જ તની વાતને કાપીને બોલ્યો, ‘ટુ એ ફોટો લઈને તાબડતોડ અહીં લલિતપુર આવી જા અને આ નંબર પર…’ દિલીપે દયાળ પર લખેલો નંબર વાંચી સંભળાવ્યો, ‘મને ફોન કર. અથવા તો પછી ઉસ્માનપુરાના પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહને મારે વિષે પૂછી લેજે.’ કહીને જવાબની રાહ જોયા વગર દિલીપે રીસીવર મૂકી દીધું. એકાદ મિનીટ પછી પુનઃ રીસીવર ઊંચકીને એણે ઉસ્માનપુરા પોલીસ સ્ટેશનનો નંબર જોડ્યો. સામે છેડે ઘંટડી રણકી ઉઠી.

‘હલ્લો…’ તેને ઈયરપીસમાંથી ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહનો અવાજ સંભળાયો.

‘કેપ્ટન બોલું છું ઇન્સ્પેક્ટર સાહેબ..! બોલો, શું સમાચાર છે?’

‘મારી પાસે ઘણાં બધા સમાચાર છે કેપ્ટન…! બોલો, તમારે કયા સમાચાર જાણવા છે?’

‘જે હોય તે બધા જ સંભળાવી દો.’ દિલીપે કહ્યું.

‘ફોન પર…?’

‘હા…’

‘એનાં કરતાં તમે એમ કરો કેપ્ટન, કે અહીં રૂબરૂ જ આવી જાઓ.’

‘રૂબરૂ આવવાની એટલી બધી જરૂર છે?’ દિલીપે પૂછ્યું.

‘હા, હું જે સમાચાર જણાવવા માંગુ છું, તે એટમબોમ્બ જેવા છે.’

‘ભળે, હું હમણાં જ આવું છું.’ રીસીવર મુકીને તે ઉષા પાસે જઈને બોલ્યો, ‘હું પોલીસ સ્ટેશને જઉં છું. અહીં મારો એક મિત્ર આવીને મારે માટે એક સંપેતરું આપી જશે. તે તેને જોયા-તપાસ્યા વગર કે એની સાથે છેડછાડ કર્યા વગર ખુબ સાચવીને મૂકી દેજો.’

‘ભલે, બીજું કંઈ?’ ઉષાએ પૂછ્યું.

‘બસ, અત્યારે તો આટલું જ કરજો.’ કહીને તે બહાર નીકળી ગયો.

થોડી વાર પછી એક ટેક્સીમાં બેસીને તે ઉસ્માનપુરા પોલીસ સ્ટેશને પહોંચી ગયો.

***