Super Star - 9 in Gujarati Fiction Stories by Sandip A Nayi books and stories PDF | સુપરસ્ટાર - ભાગ 9                                                  

Featured Books
Categories
Share

સુપરસ્ટાર - ભાગ 9                                                  

સુપરસ્ટાર

ભાગ 9

અમદાવાદ એટલે અમદાવાદ ! અમદાવાદની વાત જ અલગ છે.આ જ અમદાવાદનાં પ્રેમમાં પડી ગઈ હતી માર્ટિના.....!!! માર્ટિનાને અમદાવાદ આવ્યે આજે તેર દિવસ થઈ ગયા હતા પણ જાણે આ તેર દિવસમાં જ અમદાવાદને તેર વર્ષથી જાણતી હોય એમ એની સાથે દોસ્તી કરી બેઠી હતી.કબીરના ફિલ્મની સક્સેસથી માર્ટિના અને કબીર બંને ખુશ હતા.ફિલ્મ હિટ થયા પછી કબીર લોકોના વચ્ચે જ રહેવા લાગ્યો હતો.તેના એક બોલ પર લોકો ઘાયલ થઈ જવા લાગ્યા હતા.તેના ફેસબુક પર ના જાણે હજારો ફેક અકાઉંટ બની ગયા હતા.નાના-નાના છોકરાઓ કબીરના ફિલ્મમાં રહેલા કેરેકટરની સ્ટાઈલ મારવા લાગ્યા હતા.માર્ટિના આ બધુ જોઈને બહુ જ ખુશ હતી.કબીરના સાથે માર્ટિના અમદાવાદની બને એટલી બધી કોલેજ ફરી ચૂકી હતી.અમદાવાદના કાંકરીયામાં જવાનું સપનું હજુપણ તેનું અધૂરું હતું પણ કબીરના બીજી શેડ્યુલમાથી ટાઈમ જ નહોતો મળતો.કબીરે માર્ટિનાને પ્રોમિસ કર્યું હતું કે તે એક દિવસ ટાઈમ નીકાળીને જરૂર તેને કાંકરીયામાં ફરવા લઈ જશે.આજે કબીર અને માર્ટિના પોતાના બીજી શેડ્યુલમાથી ટાઈમ નીકાળીને કાંકરીયાની સફર કરવા નીકળ્યા હતા.કબીરના માટે માર્ટિના સાથે હોવું એટલે ખુદ ખુદાના સાથે હોવા બરાબર હતું.તેના માટે માર્ટિના બસ માર્ટિના નહોતી પણ એનાથી પણ વધારે બની ગઈ હતી.............

“તને પ્રેમ થયો છે કદી.....”માર્ટિનાએ અચાનક જ પોતાના બંને હાથ સામે દેખાતા કાંકરીયા તળાવની તરફ ફેલાવતાં કહ્યું.

કબીર માર્ટિના સામે ઘડીકવાર જોઈ રહ્યો.તેના ફેસ પર હલકી સ્માઇલ આવી ગઈ.કબીર અને માર્ટિના કાંકરીયા તળાવની પારે આવીને બેઠા હતા.કબીર માર્ટિના માટે ભૂટો લઈને આવ્યો હતો કેમકે વરસાદના મૌંસમમાં માર્ટિનાને ભૂટો બહુ ભાવતો એની એને ખબર હતી.વરસાદના સમયે કાંકરીયા આવીને બેસવું એ પણ સામેથી મસ્ત ઠંડો પવન ફૂંકાતો હોય તો ઔર મજ્જા પડે!

“તે કેમ આવું પૂછ્યું ?”કબીરે સામે દેખાતા કાળા ડિબાંગ વાદળો સામે જોઈને કીધું.

“બસ એમ જ કદાચ તને થયો હોય તો કેમકે મને નથી થયો એટલે જાણવું હતું”માર્ટિનાએ પોતાના આંખના બંને ડોળા ઊંચા કરતાં કહ્યું.કબીરના સામે આ સવાલ ફેકીને હવે બંને જણા ફસાઈ ગયા હતા.કોઈ પોતાની લાગણી એકબીજા સામે કહી નહોતા શકતા.તેમના માટે પ્રેમ એટલે બસ આ ક્ષણ જ હતી ! એ પળ જેમાં તમને ખબર હોય કે તમને પ્રેમ થઈ ગયો છે પણ તમે સામે વાળા વ્યક્તિને કહી નથી શકતા, બસ એ પળ જે પળમાં તમે ખુદને ભૂલીને એક થઈ જવા માંગતા હોય,બસ એ પળ જેમાં તમે ના કહેલી એ બધી જ વાતો પોતાના દિલથી સામે કરી દેતા હોય,એ પણ જેમાં તમે ના જોયેલી ના ક્લ્પેલી દરેક કલ્પના કરવા માગતા હોય બસ આ જ પ્રેમ એટલે એ ક્ષણ,એ પળ,એ અહેસાસ,એ બધુ જ!!!

“હા મને થયો હતો એક વખતે પણ કદાચ એ પ્રેમ હતો કે શું એ નથી ખબર......મારા સ્કૂલના મેથ્સના ટીચર સાથે થયો હતો.તેમની દરેક વાતો મને ગમતી.મારા સિવાય જો તે કોઈને બોલાવે તો મને જેલસ ફિલ થતું,તેમની દરેક વાત માનવા મારૂ મન હમેશા તૈયાર રહતું.એકદિવસ તો મે મારા દોસ્તને કહી દીધેલું કે કાલે મેડમને હું કહી દઇશ કે મારા સાથે લગન નહીં કરે તો હું સ્કૂલ છોડીને જતો રહીશ.....”કબીરે માર્ટિના સામે હસતાં કહ્યું.માર્ટિના કબીરના ભોળા ફેસ સામે જોઈ રહી.કબીર કેટલા નિસ્તેજ ભાવથી બધુ કહી રહ્યો હતો.કબીરની દરેક વાત માર્ટિનાને ગમવા લાગી હતી.

“શું થયું....?”કબીરે માર્ટિનાના વિચારોને તોડતા કહ્યું ને અચાનક જ માર્ટિના કબીર સામે જોતી બીજીબાજુ જોવા લાગી.

“પાગલ એને પ્રેમ ના કહેવાય તું એ વખતે કેટલો નાનો હતો.......”માર્ટિનાએ કબીરના પગ પર પગ મારતા કહ્યું.

“તને નથી થયો ?”કબીરે તરત જ માર્ટિના સામે સવાલ ફેકતા કહ્યું.માર્ટિના કબીર સામે જોઈ રહી.

“હા થયો છે ને મને મારા કામ સાથે પ્રેમ થયો છે.....”માર્ટિનાએ પોતાના બંને હાથ પાછા આકાશ સામે ફેલાવતા કહ્યું.

‘તું આવું કેમ કરે છે ?”કબીરે માર્ટિનાને બંને હાથ ફેલાવતા જોઈને કહ્યું.

“શું ?”માર્ટિનાએ હાથ ફેલાવતાં જ કહ્યું.

“આ બંને હાથ આકાશમાં ફેલાઈ દે છે મે તને પહેલા પણ આવું કરતાં જોઈ છે.....”કબીરે તેના સામે જોતાં કહ્યું.

“હા જ્યારે પણ મને કૈંક સારું લાગે યા તો કૈંક સારી ફિલિંગ થાય ત્યારે હું મારા બંને હાથ હવામાં આકાશ સામે ફેલાઈને પોતાના અંદર આ સમયને આ ક્ષણને ભરી લઉં છું......બસ મને આમાં ખુશી મળે છે.હું બહુ બધી ભાવનાઓ એકસાથે મારા અંદર ભરી લેવા માગું છું.”માર્ટિનાએ પાછા પોતાના બંને હાથ ફેલવતાં કહ્યું અને કબીર સામે જોયું.

“તું પણ કર....મજા આવશે”માર્ટિનાએ કબીરને કહ્યું.કબીર તેના બંને ફેલાઈ રહેલા હાથ સામે જોઈ રહ્યો હતો પણ એને ખ્યાલ નહોતો કે માર્ટિના પણ તેને કરવા કહેશે.

“કરને.....સારી ફિલિંગ થશે.....”માર્ટિનાએ કબીરના હાથને ઊંચા કરવા પ્રત્યન કરતાં કહ્યું.

કબીરે પણ પોતાના બંને હાથને હવામાં ફેલાવ્યા અને બધી સારી ફિલિંગને પોતાની અંદર સમાઈ લીધી.આ કરવાનો પણ તેમને એક આનંદ આવતો હતો.સામેથી આવતો મસ્ત પવન પોતાના અંદર ભરી લેવા માટે પોતાની બંને બાહોને ઓપન કરીને એક સુંદર અહેસાસ કરવો એટલે દુનિયાની બધી ખુશી મળી જવા બરાબર હતી.એ સાથે જ માર્ટિનાએ પોતાના બંને હાથને કબીરના હાથ સાથે સ્પર્શ કર્યા અને ત્યાં કબીરના હાથમાં થયેલા સળવળાટને શાંત કરતો તેના સામે જોઈ રહ્યો.વરસાદનું આગમ થવાના અણસાર દેખાઈ રહ્યા હતા.માર્ટિના હાથ ઠંડા હતા અને કબીરના ગરમ બંનેની ઊર્જા એક હાથમાં ભેગી થતાં ત્યાં અનેરો માહોલ પેદા થયો હતો.ધીરે-ધીરે માર્ટિનાની લાંબી પાતળી આંગળીઓ કબીરની સ્ખત આંગળિયો ઓર ફરવા લાગી,બંનેના વચ્ચે એક આહલાદયક સમય પસાર થઈ રહયો હતો.જ્યારે બધુ ભૂલીને તમે એકબીજામાં ખોવવા લાગો ત્યારે બીજા બધા તમારી માટે ડુંધલા થઈ જતાં હોય છે.માર્ટિનાની આંગળિયો કબીરના હાથમાં કૈંક અલગ જ ધ્વનિ પેદા કરી રહી હતી.કબીરની પણ આંગળિયો હવે ધીરે-ધીરે માર્ટિનાની આંગળીઓ વચ્ચે રમી રહી હતી.બંનેના હાથ એકબીજાના હાથમાં આવી જવા ઉત્સુક થઈ રહ્યા હતા.વાદળોના ગડગડાટ વચ્ચે વરસાદ ધીમી ધારે સ્ટાર્ટ થઈ ગયો હતો.માર્ટિના કબીરના થોડા નજીક આવી ગઈ હતી.વરસાદમાં કાંકરીયા ખીલી ઉઠ્યું હતું.ચારે બાજુ દેખતા તળાવ વ્ચ્ચે વરસાદના ટીપાં પોતાનો અહેસાસ કરાવી રહ્યા હતા અને બીજીબાજુ માર્ટિના અને કબીર પોતાના પ્રેમની હયાતીનો અહેસાસ પામી રહ્યા હતા.માર્ટિનાના પાતળા નરમ હાથ હવે કબીરના હથેળીમાં આવીને અટકી ગયા હતા.કબીરના હાથ પણ હવે તેના હાથને કાબૂ નહોતા રાખી શક્યા.એકબીજાના વચ્ચે છવાયેલું મૌન તેમના હાથના સ્પર્શ વડે બધુ જ બોલી રહ્યું હતું,હવે કોઈને પ્રેમનો એકરાર કરવાનો હતો નહીં કેમ કે ખુદ બંનેના હદયએ હાથ વડે એકરાર કરી લીધો હતો.

“માર્ટિના.......”કબીરે ઉપર પડતાં વરસાદ સામે જોઈને કહ્યું.

“હમ્મ....કબીર.....”માર્ટિનાએ કબીરના હાથને વધારે સખ્તાઈથી પકડતા કહ્યું.

“કેવી રીતે કહું તને ખબર નથી પડતી? ક્યારનો કેટલા સમયનો કહેવાનો ટ્રાય કરું પણ હમેશાં તારા સામે આવું ને મારી બોલતી બંદ થઈ જાય છે.મને નથી ખબર કે હું શું કહેવા જઈ રહ્યો છું ? મારા આ કહેવાથી કદાચ આપણાં સબંધો બદલાય પણ ખરા ને કદાચ બહુ સારા પણ થાય......”કબીર આટલું કહીને માર્ટિના સામે જોવા ઊભો રહ્યો.હજૂપણ માર્ટિના કબીરના હાથને પકડીને તેના સામે જોઈ રહી હતી.

“કબીર શું કહેવા માગે છે તું ?”માર્ટિનાને ખબર હોવા છતાં પણ તેણે ના ખબર હોવાનો ડોર કરીને કબીરને કહ્યું.છોકરીઓને બધી ખબર પડી જાય કે છોકરો શું કહેવાનો છે કે શું કરવાનો છે? કોણ તેના સામે જોવે છે કોણ નથી જોતું ? બધી જ દિશાઓનું નોલેજ હોય એમના પાસે.....!!!

“માર્ટિના તને જ્યારે પહેલીવાર મળ્યો ત્યારથી લઈને આજ સુધી બસ તારામાં જ ખોવાયેલો રહ્યો છું.તને જોતાં જ મને શું થઈ જાય ખબર નહીં પણ મને એમ લાગ્યા કરે છે કે કોઈ છે મારૂ પોતાનું જેના સાથે હું મારી બધી લાગણીઓ વહેચી શકું છું.તારા સાથે દિવસમાં વાત ના થાય તો મારૂ મન બેચેન થઈ જાય છે.મગજમાં રોજના લાખો વિચારો આવે એમાથી અડધા ઉપર તારા વિચારો હોય છે.”કબીર આટલું બોલીને હાફવા લાગ્યો.તે બધુ એકસાથે બોલી ગયો હતો.

“શાંતિ શાંતિ કબીર ધીરે-ધીરે......”માર્ટિનાએ કબીરના મોઢા પર પોતાની એક આંગળી મૂકતાં કહ્યું.

વરસાદ હવે ફાસ્ટ પડવા લાગ્યો હતો કદાચ આ બંનેની વાતો સાંભળવાની એને પણ ઊતાવર હતી.કબીર અને માર્ટિના પોતાની બહુ જ નજીક આવી ગયા હતા.બંનેના હાથ એકબીજાના હાથમાં હતા.કબીરના ખભા પર માર્ટિનાનું માથું ટચ થતું હતું.

“માર્ટિના હવે સીધી વાત પર આવું તો મને લાગે છે કે આઈ થિંક આઇ લવ યૂ.......”કબીર આટલું કહીને કઈ ના બોલ્યો.અચાનક જ તેના પાંચસોની ગતિએ ચાલતા ધબકારા અટકી ગયા.માર્ટિના કબીરના પાસેથી હટીને થોડી દૂર થઈ ગઈ.કબીર આમ દૂર થઈ ગયેલી માર્ટિના સામે જોઈ રહયો.કબીરને થયું કે કદાચ તેણે ભૂલ કરી નાખી છે.કબીરે લાગ્યું માર્ટિનાને આ બધુ નહોતું કહેવું જોઈતું.માર્ટિનાએ તેને કેટલી મદદ કરી હતી પણ તેણે એના સાથે શું કર્યું.......

કબીરે પોતાનું માથું નીચે જમીન પર નમાવી દીધું હવે તે માર્ટિના સામે જોઈ શકે તેમ નહોતો.માર્ટિના કબીરથી દૂર હટીને જ્યાં તે બંને બેઠા હતા એ પાળી પર ઊભી થઈ ગઈ અને બંને હાથ સામે ફેલાવીને બોલી,

“આઈ લવ યુ ટૂ કબીર આજે આ દિવસને આ ક્ષણને હું મારી બાહોમાં મારી અંદર ભરી લેવા માગું છું.......”કબીર આટલું સાંભળતા જ એકદમ ઊભો થઈ ગયો અને માર્ટિના સામે જોવા લાગ્યો.આજે બંને માટે એક ના ભૂલાય એવો દિવસ હતો.કબીર અને માર્ટિના બંને એકબીજાની નજીક આવી ગયા.પોતાના બંને ફેલાવેલા હાથ હવે તેમના બાહોમાં સ્થિર થઈ ગયા હતા.બંનેની આંખો એકબીજાની આંખોમાં ખોવાઈ ગઈ હતી.વરસાદ સતત પોતાનો પ્રેમ વરસાવી રહ્યો હતો.કબીરે માર્ટિનાને કમરથી ખેંચીને પોતાની પાસે લાવ્યો અને માર્ટિના એ સાથે જ કબીરના ગાલ પર કિસ કરી દીધી.માર્ટિનાના અચાનક સ્પર્શથી કબીર ખુશ થઈ ગયો.વરસતા વરસાદમાં પણ કબીરે પોતાના બંને હોઠોને માર્ટિનાના હોઠો પર મૂકી દીધા........

“કબીર.......કબીર............કબીર..........”અચાનક કબીરના કાને અનુજાના આવજો પડ્યા.કબીર પોતાના ઘરની બાલ્કનીમાથી દેખાતા મુંબઇને જોતાં માર્ટિનાની યાદમાં સરી પડ્યો હતો.કબીરના માટે માર્ટિના સાથે ગાળેલી દરેક પળ એ બહુ જ મહત્વની હતી.

“કબીર........”ફરીથી અનુજાએ કબીરને બોલાવ્યો.

આ વખતે કબીર માર્ટિનાના વિચારોમાથી બહાર આવ્યો અને અનુજા સામે જોયું.

“હા......શું થયું....?”કબીરે અનુજા સામે જોતાં કહ્યું.

“કબીર.....માર્ટિનાના ઘરની કી (ચાવી) તારા પાસે રહેતી હતી તો દરેક વખતે તો એ તું લઈને સાથે નહીં ફરતો હોય તો એ ક્યાં રહેતી.....???”અનુજાએ પોતાના કરેલા રીસર્ચને જોતાં કહ્યું.

“મે માર્ટિનાને ના પાડી હતી કે મને તારા ઘરની ચાવી ના આપીશ પણ જ્યારે માર્ટિના તેના ઘરે ના હોતી ત્યારે તે મને ચાવી આપીને જતી.નોરમલલી તેના ઘરની ચાવી મારા કારની સીટમાં જ રહેતી.”કબીરે બધી સ્પસ્ટા કરતાં કહ્યું.

“જ્યારે તું શૂટ પર હોય તો તારી કાર તારા લોકો જ સાચવે એ દિવસે પણ જ્યારે તું એવાર્ડ ફંકશનમાં હતો ત્યારે કદાચ તારા જ કોઈ માણસે જ તેના ઘરની ચાવીનો દુરપરયોગ કર્યો હોય???”અનુજાએ પેનને પોતાના માથે અડકાતા કહ્યું.

“તમે મારા માણસો પર શક કરો છો ?”કબીરે તરત ઊભા થતાં કહ્યું.

“હું એવું નથી કહેતી કબીર પણ મારે બધા પાસાને તપાસવા પડે.....”અનુજાએ તેને સમજાવતા કહ્યું.

“એ હું સમજુ છું પણ મારા બધા માણસો પર મને વિશ્વાસ છે કે કોઈ આવું કામ ના કરી શકે....”કબીર બધાના વિશે જાણતો હોવાથી તેણે કહ્યું.કબીર બધાની પર જલદી વિશ્વાસ કરી લેતો હતો પણ આ માણસો સાથે એ વર્ષોથી હતો તેથી કોઈ આવું કામ કરી શકે એવી એને કોઈ આશા નહોતી.કબીર બધાને પોતાના જેવા જ ગણતો અને હમેશા બધાની હેલ્પ કરતો.તેના ઘરમાં પહેલા કામ કરતાં મિરાજભાઈના બંને બાળકોના ભણવનો ખર્ચ કબીરે ઉપડયો હતો.જ્યારે પણ કોઈને જરૂર પડતી હમેશા કબીર તે બધાની માટે ઊભો રહેતો અને એ બધા પણ કબીર માટે બધુ કરી જતાં.......

“એમણે ના કર્યું હોય પણ એમણે કોઈ પાસે કરાવ્યું હોય યા કોઇની આ કરવામાં મદદ કરી હોય......???”અનુજાએ પોતાનો અંદાજો લગાવતા કહ્યું.અનુજા માટે બધા પાસા જોવા જરૂરી હતા.જો કબીરને નિર્દોષ સાબિત કરવો હશે તો તેણે બધા અલગ-અલગ પાસાઓથી વિચારીને જોવું પડશે અને અનુજા એ જ કરી રહી હતી.

“અનુજા મને મારા બધા માણસો પર વિશ્વાસ છે છતાં પણ તને એવું હોય તો તું એમની સાથે વાત કરી શકે છે.”કબીરે સ્પસ્ટા કરતાં કહ્યું.

અનુજાએ પોતાના પાસે પડેલા રેકોર્ડરને ઓફ કર્યું અને કબીરના સામે જોઈને એક હાશકારો લીધો.

****************

“મને નથી લાગતું કબીરનું કોઈ દુશ્મન હોય મને માર્ટિનાની ખબર નથી.....”આશુતોષે સામે બેઠેલા શોભિતના સામે જોતા કહ્યું.આશુતોષ અને શોભિત કબીરના ઘરના નીચે આવેલા ગાર્ડનમાં બેઠા હતા.શોભિત બને એટલી સારી રીતે તેની પાસે વાત નીકાળવા માગતો હતો.હવે તેના પાસે લાસ્ટમાં આશુતોષ જ બચ્યો હતો જેના પર તેને આશા હતી.આશુતોષ પાસે બને એટલી બધી વાતો નિકાળવી જ રહી.આશુતોષ બને એટલા સારી રીતે જવાબ આપે અને પોતાને કૈંક કડી મળે એવા જવાબ આપે એ એના માટે જરૂરી હતી.કબીર અને અનુજા બહાર ગયા હોવાથી શોભિત માટે આ સમય હતો કે તે આશુતોષ પાસે બધી વાત નીકાળી શકે.........

આંખે પાતળી ફ્રેમના પહેરેલા ચશ્મા, વચ્ચે પાડેલી આડી પાંથી,કપાળની વચ્ચે કરેલ નાનો તિલક,પોતાની અંદર દેખાતું અલગ કોન્ફિડેંસ અને મનને ગમી જાય એવું સુડોળ શરીર સાથે આશુતોષ શોભિતના સામે બેઠો હતો.આશુતોષ આ પહેલા કોઈ નેતાને ત્યાં કામ કરતો હતો પણ જ્યારે કબીર ફેમસ થયો એ પછીથી કબીર સાથે જ તે કામ કરવા લાગ્યો હતો.આશુતોષ કબીરના દરેક કામ પોતાની ખરી મહેનતથી કરતો હતો એટલે જ તે કબીરનો વિશ્વાસ જીતી શક્યો હતો.

“તારા માટે કબીર કેટલો મહત્વ ધરાવે છે ?”શોભીતે આશુતોષ સામે સીધો સવાલ કરતાં કહ્યું હવે શોભિત બને એટલી બધાની પરીક્ષા કરવા માગતો હતો.

“આ કેવો સવાલ છે ? મારા માટે કબીર એટલો જ મહત્વનો છે જેટલો એ બીજા માટે હોય હું એમનો મેનેજર છું મારે તેમના બધા કામ સંભાળવાના હોય એટલે એમની સાથે હમેશા રહેવું પડે.....”આશુતોષે બને એટલો સારી રીતે જવાબ આપતા કહ્યું.

“એમ નથી કહેતો કદાચ કોઈ સારી ઓફર આવે અને કબીરના વિરુદ્ધમાં કામ કરવાનું કહે તો કોઈ......”શોભીતે પોતાની બિછાવેલી જાલ ફેકતા કહ્યું.હવે શોભિત બને એટલુ જલ્દી બધાને આ કેસમાં ઇનવોલ કરીને તેમની પાસેથી વાત નીકળાવા માગતો હતો.

આશુતોષે પોતાના ખિસ્સામાથી રૂમાલ નિકાળીને પોતાના ફેસ પર લૂછતા શોભિત સામે જોઈ રહ્યો.શોભિતના બિનજરૂરી લાગતા સવાલો હવે તેને કોઈ અસમંજસમાં નાખી રહયા હતા.

“તમે એમ કહેવા માગો છો કે મારે કબીર સાથે બેઈમાની કરવી જોઈએ એ પણ તમારા માટે.....”આશુતોષે પોતાના પાતળી ફ્રેમના ચશ્મા સરખા કરતાં કહ્યું.

“ના.....ના.....મારે એવી કોઈ જરૂર નથી મારા પાસે માણસો છે જે આ કામ કરી શકે.....”આશુતોષે પોતાની વાત સ્પસ્ટ કરતાં કહ્યું.

“તું એ દિવસે શું કરતો હતો જ્યારે આ થયું ત્યારે ??”શોભીતે આશુતોષને સીધા જવાબો પૂછવાનું સારું લાગ્યું.

“હું એ દિવસે આખો દિવસ કબીર સાથે જ હતો કેમકે રાતે એવાર્ડ ફંકશન હતું એટલે કબીરના લુકથી લઈને બધી જ જવાબદારી મારા પર હતી.કબીર અને હું રાતે એક જ કારમાં એવાર્ડ ફંકશનમાં ગયા હતા અને ફંકશન પૂરું થયા પછી અમે સાથે જ ઘરે આવ્યા હતા.આવીને અમે નીચે ઊભા હતા અને કબીર માર્ટિનાને સપરાઈજ આપવા ઉપર ગયો હતો પણ પછી માર્ટિના ડોર ઓપન નહોતી કરી રહી તો તેણે મને બોલાવી ઘરની ચાવી મંગાવી હતી અને અમે ઉપર જ જઈને જે જોયું એ તો તમને ખબર જ છે પછી શું થયું......”આશુતોષે પોતાની વાત પૂરી કરતાં કહ્યું.

“માર્ટિના સાથે તમારા સબંધ કેવા હતા ??”શોભીતે પોતાની જાતે બનાવેલો સવાલ તેના સામે ફેકતા કહ્યું.

“તમે મારા પર શક કરો છો ?”આશુતોષે શોભિત સામે જોતાં કહ્યું.શોભીતે બને એટલી સારી રીતે આશુતોષના દરેકે દરેક એક્સપ્રેસનને નોટીસ કરતો હતો તેના માટે બધાના હાવભાવ પણ આ કેસ માટે જરૂરી બની જતાં હતા.આ પહેલા પણ શોભિત માટે આવા જ કેસોમાં સામે વાળાના એક્સપ્રેસનથી કેસને જડ સુધી પહોચવાના રસ્તા મળી જતાં હતા.દરેક ફેસ પર દેખાતા અલગ અલગ સવાલો હમેશા શોભિતને જવાબો રૂપે મળી જતાં........

“તારા પર શક કરી શકાય એવા કોઈ સબુતો અમારી પાસે નથી બસ અમે ખાલી ફોર્માલિટી વાળી જ વાતો તારા પાસે કરી રહ્યા છીએ.”શોભીતે આશુતોષના સામે જોતાં કહ્યું.

શોભીતે આશુતોષ સાથે બને એટલી બધી વાતો કરી હતી પણ તેને અહીથી પણ કઈ ખાસ જાણવા મળ્યું નહોતું.શોભિત માટે હવે આ કેસ વધારે ગૂંચવણ ભર્યો બની રહ્યો હતો.આશુતોષ પાસેથી કૈંક માહિતી મળી જશે એની એને આશા હતી પણ આશુતોષ પણ કઈ જાણતો નહોતો.હમેશા કબીર પાસે રહેવા વાળો આશુતોષ પણ કબીર વિશે કાઇપણ બોલવા માટે સમર્થ નહોતો........

આશુતોષ સાથે હાથ મિલાવીને શોભિત ગેટના બહાર આવીને ઊભો હતો.શોભિતના મનમાં હવે શું કરવું તેની મથામણ ચાલતી હતી....કઈ રીતે આ કેસ તેના અંજામ સુધી પહોચશે એની એને ખબર નહોતી.આશુતોષ પર શક કરાય એવા કોઈ કારણો મળતા નહોતા.ત્યાં જ કબીરના ઘરમાથી એક ધડાકો થયો અને એના સાથે જ કૈંક પડવાનો અવાજ આવ્યો ત્યારે શોભિત ચોંકી ઉઠ્યો હતો.શોભીતે પોતાના કમરે લાગેલી ગન લઈને કબીરના ઘરની અંદર દોટ મૂકી હતી......... શું થયું હતું??? આ અવાજ શેનો હતો ?? અચાનક આવેલા અવાજથી ચારેકોર એક સન્નાટો વ્યાપી ગયો હતો............

(કમ્રશ:)