Jaane-ajane - 12 in Gujarati Fiction Stories by Bhoomi Shah books and stories PDF | જાણે-અજાણે (12)

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

જાણે-અજાણે (12)

નિયતિ પોતાની સાથે જ વાતોમાં ફસાઈ ગઈ. કદાચ એટલી હદ સુધી તુટી ગઈ હતી કે દુનિયા નું ભાન નહતું. રસ્તામાં એક ખૂણો શોધી છુપાયી રહી હતી. જાણે કોઈનાં નજરમાં આવવાં નહતી માંગતી. એક ખુણામાં માત્ર બેસી રહી- ચેતનાહીન બનીને.
વિચારોમાં વાતો અને વાતોમાં રોહન ના ચાહતે પણ આવી રહ્યો હતો. ઊંડા વિચારોમાં ખોવાયેલી નિયતિ ઘણાં લાંબા સમય સુધી ત્યાં બેસી રહી. સવારથી સાંજ પડી ગઈ હતી પણ નિયતિને તેનું ભાન જ નહતું. રસ્તામાંથી નિકળતા એક વૃદ્ધ માણસે નિયતિને જગાડી અને ધીમેથી, બહું જ સહજતાથી તેને બહાર કાઢી. નિયતિની હાલત બીલકુલ સારી જણાતી નહી એટલે વૃદ્ધ માણસે પૂછ્યું "શું થયું બેટા?... શા માટે તું આમ સંતાઈ રહી છે?... કોઈ મુશ્કેલી હોય તો મને જણાવ... " નિયતિની આંખો પાણીથી છલકાઈ ગઈ પણ તે કશું બોલી ના શકી. એટલે પેલા માણસે જે તદ્દન અજાણ્યા હતાં ફરીથી માથે હાથ ફરવીને કહ્યું "જો બેટા, શું થયું છે તેનું મને જાણ નથી. પણ આટલા વર્ષો ના અનુભવ પછી હું અંદાજે કહીં શકું છું કે કોઈક કારણથી તારું મન દુખ્યુ છે. પણ એક વાત યાદ રાખજે. જીવન છે તો ઉતાર ચઢાવ આવશે અને જીવનની ગાડી ડગમગી જશે. પણ જે વ્યક્તિ આ ગાડીને સ્થિર કરી પોતાનાં મન પર કાબુ કરી શકે છે તે જ જીતી શકે છે....
... આજે મનદુઃખ થયું છે તો તેની પાછળ આંસુ વહાવ્યા વગર તું તેનો સામનો કર... શું સાચું છે કે ખોટું છે તેની તપાસ કર. જો તને પોતાનાં પર વિશ્વાસ ના હોય તો કોઈ એવી વ્યક્તિ ની પાસે જા જે તને સાચું માર્ગદર્શન આપે. ...
પણ હાલ પુરતું તું તારાં ઘેર જા બેટા. તારાં માં-બાપ રાહ જોતા હશે..."
આટલી વાત કહી તે વૃદ્ધ માણસ ત્યાંથી ચાલ્યા ગયાં. પણ નિયતિને એક રાહ બતાવતા ગયાં. જાણે પ્રકૃતિ જાતે નિયતિ માટે એક ગજબની નિયતિ ઘડી રહી હતી.
નિયતિ જાણતી હતી હવે તેને શું કરવાનું છે. તેણે નિશ્ચય કરી લીધો હતો કે એક આખરી મુલાકાત અને રોહન સાથે સામસામી આંખે સ્પષ્ટપણે વાત. નિયતિ ફટાફટ ગાર્ડન તરફ દોડી. અને જેવી જ તે અંદર પ્રવેશવા લાગી સામેથી આવતાં રોહન સાથે તે અથડાઈ ગઈ. રોહન એકલો હતો. સાક્ષી થોડીવાર પહેલા જ ચાલી નિકળી હતી ઘર માટે...
"તો બોલ રોહન. શું હતું આ બધું?.... શા માટે તેં મને જાણીને પણ અજાણી બનાવી દીધી?... મારી બહેન સાક્ષી સાથે તારાં શું સંબંધ છે? અને ક્યારથી છે?" નિયતિનાં પ્રશ્નોની ધાર થંભી નહતી રહી. એક અતુટ સાહસ તેની આંખોમાં ઝલકી રહ્યો હતો. ભરપૂર હીંમત અને ગુસ્સા સાથે નિયતિ રોહનની આંખોમાં જોતી રહી. પોતાની દરેક વાતના જવાબ પૂછતી રહી. રોહન નિયતિની હીંમત સામે વધારે વાર સુધી જુઠ્ઠું બોલી શક્યો નહીં. પોતાનાં સ્વભાવ થી તદ્દન જુદા સ્વભાવ સાથે તેણે નિયતિને એક બીક લાગે તેવી સ્માઈલ આપી અને વાત શરૂ કરી...
"નિયતિ..નિયતિ..નિયતિ.... તને જોઈને મને બહું તરસ આવે છે... સપનામાં જીવવા વાળી નિયતિ.. તને શું લાગ્યું કોઈ લાલ બાઈક વાળો પ્રિન્સ આવશે અને તને તારી જાતથી વધારે ચાહશે?... મને તારામાં કોઈ પણ રસ નથી બકા
.. હું માત્ર મારું કામ કરતો હતો. બાકી કહેવુ પડશે હા... પહેલાં પહેલાં તો તારો ભરોસો જીતવા બહું મહેનત કરવી પડી. પ્રશ્ન પર પ્રશ્ન પુછતી હતી તું. એક ક્ષણ માટે લાગ્યું હતું કે તું મારાં પર ક્યારેય વિશ્વાસ નહીં કરે. પણ તું તો ગાંડી નિકળી. થોડા પ્રયત્ને જ માની ગઈ... પણ સાચ્ચે એક વાત કહું?.. તું છે ને ખરેખર emotional fool છું. મને કેટલું irritation થતું તારી જોડે સમય વિતાવતા. જ્યારે જોવો ત્યારે સપનાની દુનિયામાં ખોવાયેલી વાતો. ...." નિયતિ દરેક વાત પર આશ્ચર્ય ભાવ સાથે સાંભળી રહી હતી. જરાક પણ વિચાર્યું નહતું કે કોઈ માણસ પોતાની આટલી હદ સુધી બેઇજ્જતી કરશે. નિયતિને ગુસ્સો આવ્યો અને રોહનને અડધી વાતે અટકાવી બોલી" અચ્છા! જો આટલી જ પ્રોબ્લેમ હતી મારાં થી તો શું કરવાં મારી પાછળ પાછળ આવ્યો? શા માટે મારાં દરેક પ્રશ્ન પર તારો એક ઈમોશનલ જવાબ આપ્યો? શા માટે મારી આટલી નજીક આવ્યો. પોતાની લાગણીઓ..ઓહ ભૂલ થઈ ગઈ... પોતાની નકલી લાગણીઓ શા માટે મારી પાછળ વેડફી?...."
રોહને જવાબ આપ્યો " તેની પાછળ એક મોટું કારણ હતું મારી પાસે. " "શું કારણ?" નિયતિ ફટાફટ બોલી.
"તારે જાણવું જ હોય તો સાંભળ..." રોહન ગુસ્સામાં લાલ થઈ ને બોલ્યો...

એવું તો શું કારણ હતું રોહન પાસે?....


ક્રમશઃ