Muhurta - 14 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | મુહૂર્ત (પ્રકરણ 14)

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મુહૂર્ત (પ્રકરણ 14)

મેં ટેક્ષી ડ્રાઈવ કરતા કરતા બે ત્રણ વાર વિવેકના ચહેરા તરફ નજર કરી. એના ચહેરા પર એ જ દુ:ખ અને ગુસ્સાના ભાવ હતા. મોનિકા અને તપનના અપમૃત્યુના સદમાથી એ બહાર આવી શક્યો નહોતો. મેં ટેક્ષી રોડ પર પાર્ક કરી અને ફરી અમે એ જ હોટલ પર ગયા જ્યાંથી નંબર ટુનું લોકેશન મેળવ્યું હતું.

અમે નબર થ્રીનું લોકેશન મેળવ્યું.

વિવેક તપનના મૃત્યુ પછી એકદમ બદલાઈ ગયો હતો. એ ન તો કોઈ કોડ લેંગવેજમાં વાત કરતો હતો ન એ હસતો હતો. એ જાણે મારી સાથે અમુક સમયથી ફરતો હતો એ વિવેક રહ્યો જ ન હતો. હોટલ પર ક્લાર્ક સાથે એણે જયારે ગુસ્સાથી સીધું જ મને નંબર થ્રીનું લોકેશન જોઈએ એમ કહ્યું ત્યારે એ ઘરડા વ્યક્તિએ વિવેકની આંખોમાં ગુસ્સો જોઈ જાણી લીધુ હતું કે નંબર ટુ સાથે શું થયું હશે. એ પણ કોઈ કોડ લેન્ગ્વેજમાં વાત કરવાને બદલે આઈ એમ સોરી કહી અને અમને નબરથ્રીનું લોકેશન આપી ઉદાસ આંખે અમને જતા જોઈ રહ્યો હતો.

હોટેલ બહાર નીકળી અમે ફરી ટેક્ષીમાં ગોઠવાયા. ટેક્ષી અમારે ખુદ જ હંકારવાની હતી કેમકે ડ્રાઈવર સાથે ન હતો. અમે એને સાથે લીધો જ ન હતો. અમે એનું વિહિકલ ભાડા પર લીધું હતું. એ પણ દિવસના ત્રણ હજારના ભાડા પર. ત્યારે મને એ ભાડું મોઘું લાગ્યું હતું કેમકે મને ખબર ન હતી કે જયારે અમે એને ટેક્ષી રીટર્ન કરીએ ત્યારે ટેક્ષીના શું હાલ હશે.

“કપિલ તારો કોઈ ગાર્ડિયન હતો?” આખરે વિવેકે વાતની શરૂઆત કરી.

“હા, પણ એની સાથે શું થયું એ મને ખબર નથી. લોકો કહે છે કે અશ્વીનીના મમ્મી પપ્પા સાથે એ પણ અકસ્માતમાં માર્યો ગયો હતો. પણ ખરેખર ત્યાં શું થયું હતું એ કોઈને ખબર નથી. એ અકસ્માત તો ન જ હતો.” મેં કહ્યું. હું છેકથી જાણતો હતો કે મારા ગાર્ડિયન સાથે કઈક થયું હતું. એ કુદરતી મૃત્યુ ન હતું કે ન અશ્વિનીના મમ્મી પપ્પાનું મૃત્યુ કુદરતી હતું. એ અકસ્માત હતો જ નહિ. એ કોલ્ડ બ્લડ કતલ હતા જેને પાછળથી અકસ્માતમાં ફેરવી દેવામાં આવ્યા હતા.

“તારે રક્ષક હતો મતલબ તું જાણતો હોઈશ કે રક્ષકનો અર્થ શું છે?” વિવેકનો અવાજ ઉદાસ હતો.

હું સમજી ગયો એ શું કહેવા માંગે છે. એ કહેવા માંગતો હતો કે એ રક્ષક બનવાને કાબીલ નથી. કદાચ એ રક્ષકની જવાબદારીને કઈક વધુ પડતી સીરીયસ લઇ રહ્યો હતો.

“યુ ટ્રાઈડ યોર બેસ્ટ વિવેક.” મેં તેના ખભા પર હાથ મુક્યો, “તે પૂરી કોશિશ કરી હતી વિવેક. એ અમારા નશીબ છે જે કદાચ બદલી નહિ શકાતા હોય. આમેય એનો રક્ષક પણ એને ક્યાં સલામત રાખી શક્યો હતો? મારો રક્ષક પણ ક્યાં અશ્વિનીના મમ્મી પપ્પાને બચાવી શક્યો હતો? તકદીરના ફેસલા સામે લડી નથી શકાતું.” મેં રોડ ઉપર નજર રાખીને તેને હૈયાધારણ આપી.

“હા, એ રક્ષકો નિષ્ફળ ગયા પણ એમના મરી ગયા પછી એ બધાને દુશ્મન મારી શક્યા જેમની સુરક્ષાનું રક્ષકોએ વચન આપ્યું હતું. પણ મારા તો જીવતે જીવ, મારી આંખોની સામે એ લોકોએ તપનને મારી નાખ્યો એ પણ મેં એને વચન આપ્યું એ જ દિવસે.. એ જ કલાકમાં...” તે ગળગળા અવાજે બોલ્યો અને મારી તરફ જોયું, “મોનિકાએ શું કર્યું એ તે ન જોયું કપિલ..? જો મારા પર બીજા નાગને બચાવવાની જવાબદારી ન હોત તો હું પણ એ જ કરોત. એના મૃત્યુનો બોજ માથા પર લઈને ફરવા કરતા હું મરવાનું પસંદ કરોત.”

મેં તેની સામે નજર કરીને ફરી રોડ પર ધ્યાન આપ્યું પણ તેની આંખોમાં પાણી મારી નજર બહાર ન રહ્યું. તે જેટલો ચાલક હતો જેટલો મજબુત હતો તેટલો જ લાગણીશીલ હતો.

“હા, મેં જોયું.. મોનિકા... એ તપનને બેહદ ચાહતી હતી.. કદાચ ઇતિહાસમાં થઇ ગયેલા અમર પ્રેમીઓ કરતા પણ વધારે..” મને લાગ્યું કે એમનો પ્રેમ મારા અને નયનાના પ્રેમ કરતા પણ વધુ ગહેરો હતો અને એટલે જ કદાચ તપનના મૃત્યુની ગહેરી ઉદાસી મોનિકાને મરવા માટે મજબુર કરી ગઈ.

“પણ નાગ-નાગિનના પ્રેમનો ઈતિહાસ કોણ લખે છે? એ લોકો સાથે શું થાય છે એ દુનિયાને ખબર પણ નથી હોતી. મોટાભાગના લોકો તો એ માનવા જ તૈયાર નથી કે નાગ નાગિન હોય પણ છે. તેઓ માત્ર એને એક ક્રીએચર માને છે.. મોટા ભાગના લોકો નાગને એક સરીસૃપ જીવ માને છે જેની સાથે અંધશ્રદ્ધાઓ જોડાયેલ છે.” વિવેકે ઉદાસ સ્વરે કહ્યું.

“કદાચ એ જ ઠીક છે કેમકે જો આ જાદુગરો અને મદારીઓ જેમ બધા એ હકીકતને જાણતા હોત તો અમારા જીવન પર હમણાં કરતા પણ વધુ જોખમ હોત કેમકે આ દુનિયામાં સારા કરતા ખરાબ માણસોની સંખ્યા વધુ છે અને એમાય જે સારા છે એ મોટા ભાગના કમજોર છે. એ બિચારા પોતાની પણ રક્ષા કરવા અસમર્થ છે તો કોઈની રક્ષા કઈ રીતે કરી શકે?” મને ખબર નથી કે હું સાચો હતો કે ખોટો પણ મને એમ લાગતું કે અમારી હકીકત દુનિયાથી છુપી રહે એ સારું હતું. અમારી હકીકત જાણ્યા પછી મોટા ભાગે લોકો અમારા દુશ્મન બની જતા હોય છે. પણ મને ઊંડેથી ખબર હતી કે ભલે અમારો ઈતિહાસ કોઈ માનવ નહિ લખે પણ વિવેકની વાતો લોકો તાપણા ફરતે ટોળું વળીને કરશે.

એ પછી વિવેક કે હું કશું બોલ્યા નહી. કાર જામનગર તરફ આગળ વધતી રહી. અમને નંબર થ્રીનું લોકેશન મળ્યું હતું - એ દ્વારકા નજીક શિવરાજપુર બીચ પર હતો. ત્યાં પહોચ્યા પહેલા મને ખબર ન હતી કે એ સ્થળ એક છુપા ખજાના જેવું છે. એ દ્વારકા રોડ પર - ટોરટોઈઝ ગ્રોવિંગ સેન્ટરથી થોડુ જ દુર છે.

શિવરાજપુર બીચ એક સુંદર સ્થળ છે જ્યાં લોકો મિત્ર કે પરિવાર સાથે પીકનીક કરવા જાય છે પણ અમે ત્યાં કઈક અલગ કામથી જતા હતા. પીકનીક અને આનંદ એ શબ્દ અમારા માટે બન્યા જ નથી. કદાચ એ કોઈ નાગ માટે નથી બન્યા.

*

અમે ત્રણેક કલાકમાં એ બીચ પર પહોંચ્યા. અમે એ શાંત બીચ પર હતા પણ અમારા મનમાં એ શાંતિની કોઈ અસર ન હતી. મારું અને વિવેક બંનેનું મન અશાંત હતું.

લોકો માટે એ સ્થળ જરૂર માનસિક શાંતિ આપનારું નીવડતું હશે કેમકે કિનારાનું પાણી પણ એકદમ શાંત હતું અને કિનારા પર રેતીનું પ્રમાણ પણ સારું એવું હતું. કદાચ અમારા પર પણ એક નાગ નાગીનના મોતનો બોજ ન હોત તો એ અમેઝિંગ સેન્ડી બીચ જોઈ અમારું મન પણ પ્રસન્ન થઇ ઉઠ્યું હોત!

અમે પહોચ્યા ત્યારે સાંજ થવા આવી હતી. અંધારું ઘેરાવા લાગ્યું હતું પણ હજુ બીચ પર લોકો હતા. કેટલાક પેચ થોડાક રોકી હતા બાકી એકંદરે એ સારો બીચ હતો એને ફેન્ટાસ્ટીક સેન્ડી બીચ કહી શકાય તેમ હતું એટલે ત્યાં લોકોની મોડે સુધી ભીડ રહેતી.

સેન્ડી એરિયાથી થોડેક દુર અમે કાર પાર્ક કરી અને નંબર થ્રીને શોધવા લાગ્યા. મેં આમતેમ નજર ફેરવી ત્યાં મારી ઉમરના કેટલાય લોકો હતા. એક નાગ અને માનવ વચ્ચે બાહ્ય દેખાવમાં કોઈ ફરક નથી હોતો એટલે એ બધા જુવાનીયા ફરી રહ્યા હતા એમાંથી કોણ નંબર થ્રી હશે એ અંદાજ લગાવવો જરાક અઘરું કામ હતું.

“ધેટ બોય...?” એકાએક વિવેકે મારા ખભે હાથ મુક્યો અને દુર એક મહિલા સાથે ફરતા છોકરા તરફ ઈશારો કર્યો.

એ છોકરો એકદમ પાતળો અને ઉમરમાં મારાથી ઘણો નાનો દેખાતો હતો પણ મને ખબર હતી કે અમે એક જ મુહુર્તમાં જન્મેલ હતા એટલે એ મારાથી અડતાળીશ મિનીટ કરતા વધુ નાનો ન હોઈ શકે.

અમે એ તરફ ગયા.

“તમે એના ગાર્ડિયન છો?” વિવેકે એ મહિલા પાસે જતા જ કહ્યું. મને નવાઈ લાગી બીજી કોઈ વાતચીત કરવાને બદલે વિવેકે સીધો જ એ સવાલ કરી નાખ્યો. એ મહિલા ઘડીભર વિવેક તરફ જોઈ રહી. એને કઈ સમજાયુ ન હોય એમ લાગ્યું.

“એ મારી મમ્મી છે.. એમણે મને ગોદ લીધો છે.” એ છોકરે કહ્યું. એણે ફોર્મલ કપડા પહેરેલા હતા. બ્લુ ચેક્સ સાથેનો ટેઈલર શર્ટ અને કાળા રંગનું પાટલુન એ પણ ટેઈલર મેઈડ અને આઈરનડ – કદાચ એને રેડીમેઈડ પસંદ નહિ હોય.

“તારું નામ અંશ છે?” વિવેકે એની તરફ જોયું. વિવેક એની આંખોમાં ધારીને જોઈ રહ્યો જેથી એ જુઠ્ઠું બોલે તો પકડાઈ જાય. એક નાગની આંખો અરીશા જેવી હોય છે. બધું જાદુ અને બધી કમજોરી એની આંખોમાં જ હોય છે. હું નયનાને પ્રેમ કરું છું એ વાત મેં નયનાથી છુપાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આ આંખોએ જ તો દગો કર્યો હતો. એ બધું સાચું બયાન આપી ચુકી હતી. મારા ના કહેવાથી કોઈ ફરક ન પડ્યો..

“હા. હું જ અંશ છું..” એ છોકરો જુઠ્ઠું ન બોલ્યો. એની ઉમર મારા જેટલી જ હતી પણ એના દેખાવને જોતા મને એના માટે છોકરો સર્વનામ વાપરવું યોગ્ય લાગયું.

“તારો ગાર્ડિયન ક્યાં છે...? તું અહી શું કરી રહ્યો છે..?” વિવેકને પણ અંશ જુઠ્ઠું ન બોલ્યો એ જોઈ નવાઈ લાગી કેમકે અમે કોણ છીએ એ તેને હજુ ખબર ન હતી તો એણે અમને સાચું જ કેમ કહી દીધું કે એ અંશ છે. એણે પોતાની ઓળખ છુપાવવાનો પ્રયાસ કેમ ન કર્યો??

“એ નથી રહ્યો...” અંશે જવાબ આપ્યો.

“તમે શું વાત કરી રહ્યા છો? એ મારો દીકરો છે અને ગાર્ડિયન એ શું ચીજ છે?” મહિલાએ વિવેક અને અંશ તરફ નવાઈ પૂર્વક જોઈ કહ્યું અને અંશનો હાથ પકડ્યો.

“હું બધું સમજાવું મમ્મી, તું એક મિનીટ શાંતિ રાખ.” અંશે કહ્યું અને તે વિવેક તરફ ફર્યો, “તમે કોણ છો? અને મારા અને મારા ગાર્ડિયન વિશે કઈ રીતે જાણો છો?”

“હું વિવેક છું અને મારા સાથે છે એ કપિલ છે. એ નબર આઠ છે.” વિવેકે કહ્યું.

“નબર આઠ..? મને કાઈ સમજ ન પડી કોઈ માણસને નંબર પણ હોઈ શકે?” અંશ કન્ફયુઝ થયો.

“વ્યક્તિને..? તું તારી જાતને માનવ સમજે છે..?” હું હેરાન રહી ગયો.

“તું કહેવા શું માંગે છે? હું માણસ છું તો મારી જાતને માણસ જ માનું ને..? મને લાગે છે કે તમે કોઈ ખોટા વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો...” અંશ જરાક ચિડાયો.

“કા’તો તને ખબર નથી કે તું કોણ છે અથવા તું એવો દેખાવ કરી રહ્યો છે પણ એ બંને સ્થિતિમાં તારું નુકશાન છે કેમકે તારા જીવ પર જોખમ છે એ લોકો તને શોધતા આવી રહ્યા છે.” વિવેક જરાક વધુ ઉતાવળો બની ગયો. કદાચ એ નંબર ટુ સાથે જે થયું એના લીધે હતું. વિવેકના મનમાં ડર હતો કે ક્યાંક નંબર થ્રી સાથે પણ કઈક અજુગતું ન થઇ જાય.

“મને ખાતરી છે કે તમે કોઈ ખોટી જગ્યાએ કે ખોટા વ્યક્તિ સામે આવી ગયા છો. એ મારો દીકરો છે. એ બાળપણથી મારી સાથે રહે છે. એનું કોઈ દુશ્મન જ નથી તો એને શોધતું કોઈ કેમ આવે?” અંશની મમ્મીએ કહ્યું.

“કેમ ન આવી શકે? અમે એની મદદ કરવા નથી આવ્યા. અમારી જેમ જ એ લોકો પણ તમારા માટે અજાણ્યા હશે પણ એ તમારા વિશે બધું જાણતા હશે.” મેં કહ્યું.

“પણ મારે કોઈની સાથે કોઈ દુશ્મની છે જ નહિ તો કોઈ મને મારવા કેમ આવે?” અંશે જરાક ઊંચા અવાજે કહ્યું. કદાચ એ અમારી વાત સાંભળી ચિડાઈ રહ્યો હતો. સારું હતું કે સાંજ થઇ ગઈ હતી અને અંધારું ઘેરાવા લાગ્યું હતું એટલે બીચ પર માણસોની સંખ્યા દિવસના પ્રમાણમાં ઓછી હતી અને જે હતા એ પણ અમારાથી બહુ દુર હતા. મોટા ભાગના માણસો સેન્ડી એરિયાની બહાર પાર્ક કરેલ પોત પોતાના વાહનો પાસે હતા.

“તારે દુશ્મની છે. જયારે તું જન્મ્યો પણ ન હતો એ પહેલાથી.. આ જનમથી નહિ પણ તારે એ લોકો સાથે જન્મ જન્મની દુશ્મની છે કેમકે તું માનવ નહિ એક નાગ છે. ઈચ્છાધારી નાગ.” વિવેકે કહ્યું.

“વોટ? આર યુ મેડ? હું માણસ નથી અને નાગ છું?” અંશે કહ્યું. તે આંખો ફાડીને અમને બંનેને જોઈ રહ્યો. તેની મમ્મીની પણ એ જ હાલત થઇ.

“હા.” વિવેકે મક્કમતાથી કહ્યું.

“એ અશક્ય છે. કદાચ તમે પાગલ છો.” અંશે કહ્યું.

“પાગલ તો તું છે શું તારા શરીર પર આજે એક અજીબ જખમનું નિશાન નથી પડ્યું? જે એક નાગમંડળના આકારનું છે અને એક એવુ જ નિશાન એક દિવસ પહેલા રચાયું હશે અને એ સમયે તને અપાર વેદના થઇ હશે..” મેં કહ્યું.

“હા, બે નિશાન થયા છે પણ એ કેવા આકારના છે એ મેં ધ્યાનમાં નથી લીધા.” અંશ કોઈ જ વાતમાં જુઠ્ઠું બોલતો નહોતો.

“એક મિનીટ, તું આ બધું નાટક કેમ કરી રહ્યો છે..?” વિવેકે જરાક ખિજાયો.

“હું નાટક કરી રહ્યો છું...? નાટક તો તમે કરી રહ્યા છો.” અંશ પણ ગુસ્સામાં આવી રહ્યો હતો.

“તને ખબર નથી કે તું કોણ છે તો તને કઈ રીતે ખબર હોય કે કોઈ તારો ગાર્ડિયન હતો?” વિવેકે ગુસ્સે થઇ કહ્યું.

“કેમકે એણે મને કહ્યું હતું કે એ મારો ગાર્ડિયન છે એ મારા પિતા નથી. જયારે હું છ સાત વર્ષનો થયો ત્યારે હું એમને પપ્પા કહેતો પણ એ મને રોકતા અને કહેતા કે મારા મમ્મી પપ્પા નથી એ મારા ગાર્ડિયન છે મારે એમને પપ્પા ન કહેવા જોઈએ.”

“એની સાથે શું થયું હતું?”

“મને ખબર નથી એક દિવસ તેઓ મને અનાથાશ્રમમાં મુકીને ચાલ્યા ગયા હતા.” અંશે કહ્યું.

“અશક્ય છે કોઈ ગાર્ડિયન કોઈને અનાથાશ્રમમાં ન મુકે....” મેં કહ્યું, “એ તારા માટે પોતાનો જીવ પણ આપી શકે તું જુઠ્ઠું બોલી રહ્યો છે.”

“એ જુઠ્ઠું નથી બોલી રહ્યો... મેં એને અનાથાશ્રમમાંથી ગોદ લીધો હતો. જયારે હું આશ્રમ ગઈ ત્યારે મને એ બાળક ગમી ગયો અને મેં એને ગોદ લીધો.” એની મમ્મીએ કહ્યું પણ હજુ મને વિશ્વાસ થતો ન હતો કેમકે હું જાણતો હતો કે એ જે કહી રહ્યા હતા એ અશક્ય છે.

“એ અશક્ય છે.” મેં કહ્યું.

“આ કાળા કપડાવાળાની એટલી હિંમત કે મારી માને જુઠ્ઠી કહે...?” અંશે મારી તરફ આંગળી કરી મુઠ્ઠી વાળી. મારે હજુ એ જ કપડા હતા જે થોડાક મેલા પણ થયા હતા.

“શક્ય છે કપિલ.” અંશનો ગુસ્સો ધ્યાનમાં લીધા વગર જ વિવેકે બોલ્યો.

“વોટ? એક ગાર્ડિયન કોઈને એકલો છોડી શકે એ શક્ય છે એમ તું કહી રહ્યો છે?”

“હા, શક્ય છે જયારે ગાર્ડીયને એને અનાથાશ્રમ છોડી દીધો હશે એ સમયે ગાર્ડીયનને ખબર હશે કે હવે એની પાસે સમય નથી અને એ અંશને વધુ સાચવી નહિ શકે માટે પોતે આ દુનિયા છોડે એ પહેલા એને એક અનાથાશ્રમમાં મૂકી દીધો કેમકે એને ખબર હશે કે એના ગયા પછી આ દુનિયામાં કોઈ અંશની કાળજી લેવા માટે નથી અને એટલે જ કદાચ અંશને ખબર નથી કે એ કોણ છે.” વિવેકે કહ્યું.

“મતલબ એને એની કોઈ શક્તિઓનો ઉપયોગ કરતા નહિ આવડતું હોય?” મેં પૂછ્યું. દરમિયાન અંશ અને તેની મમ્મી સ્તબ્ધ થઈને અમારી વાત સાંભળી રહ્યા.

“હા, અને કદાચ એ દુશ્મનના હાથ લાગશે તો એમને અંશને મારતા એકાદ પળ કરતા વધુ સમય નહિ લાગે.” વિવેકે કહ્યું.

“કોઈ એને શું કામ મારવા માંગે?” અંશની મમ્મીએ વિવેક તરફ નવાઈથી જોયું..

“કેમકે એ માનવ નથી એ નાગ છે. બસ એને ખબર નથી એટલે એ નાગ તરીકેની કોઈ શક્તિઓનો ઉપયોગ નથી કરી શકતો.” વિવેકે સમજાવ્યું.

“પણ એ નાગ કઈ રીતે હોઈ શકે? મેં એને મારા હાથે ઉછેર્યો છે. આ શક્ય નથી... તમે કોણ છો અને અમારી સાથે આ રમત કેમ રમી રહ્યા છો? તમે મને મારા દીકરાથી દુર કરવા માંગો છો? તો સાંભળી લો એ મારા માટે સગો દીકરો જ છે. અમે ક્યારેય અલગ નથી થવાના કે નથી મારા દીકરાને એના દાદાની મિલકતમાં કોઈ રસ જો તમને એના કાકા કે મોટા બાપાએ મોકલ્યા હોય તો એમને કહી દેજો કે એ જમીન અમારે નથી જોઈતી પણ અમને મા દીકરાને દુર કરવાનો પ્રયાસ ના કરે.” અંશના મમ્મી આખરે પહેલા જોરથી અને પછી વિનતી કરતા હોય તેમ બોલ્યા, “અમને શાંતિથી જીવવા દો.”

હું અને વિવેક બંને સમજી ગયા કે તેઓ ખરેખર કઈ જાણતા નથી. અને એ ચીજ એમના માટે કેટલી ખતરનાક અને જીવલેણ હતી એ તો કદાચ તમે પણ જાણી ગયા હશો બસ અમારે એ જ વાત એમને ક્નવેન્સ કરાવવાની હતી અને એનો એક છેલ્લો રસ્તો જ બચ્યો હતો.

મેં પોતાનું રૂપ બદલ્યું... ફરી એકવાર મેં માનવને બદલે નાગ સ્વરૂપે કોઈની સામે આવવાનું સાહસ કર્યું. તેઓ મને જોઈ રહ્યા. અંશ અને એના મમ્મી મને નવાઈ પૂર્વક જોઈ રહ્યા. તેમને હજુ પણ વિશ્વાસ તો ન જ થયો પણ છતાં હવે અમારી વાત માનવા સિવાય છૂટકો ન હતો.

“હવે તમને વિશ્વાસ થયો કે દુનિયામાં ઈચ્છાધારી નાગ હોય છે?” મેં ફરી માનવ સ્વરૂપ ધારણ કરી કહ્યું.

“પણ હું એ કઈ રીતે હોઈ શકું? હું નાગ છું તો હું કેમ નાગ બની શકતો નથી...?”

“કેમકે તને એ માટે તાલીમ નથી મળી, રૂપ બદલવા માટે તને કોઈએ ટ્રેન્ડ નથી કર્યો. એક નાગમાં એના સિવાય પણ અનેક શક્તિઓ હોય છે પણ એ બધી શક્તિઓ કેળવવી પડે છે.. જયારે તું તો તારી જાતને માનવ સમજીને જીવ્યો છે માટે તારામાં અત્યારે એક માનવ જેટલી જ શક્તિઓ છે.” વિવેકે કહ્યું.

“મને કોઈ કેમ મારવા માંગે છે?” અંશને હવે અમારી વાત પર વિશ્વાસ થઇ રહ્યો હતો.

“એ બહુ લાંબી કહાની છે. એ હું તને પછી સમજાવીશ. અત્યારે તો તારું જીવન જોખમમાં છે. તારે મારી સાથે આવવું જોઈએ.” વિવેકે કહ્યું.

“પણ હું મમ્મીને છોડીને કઈ રીતે આવી શકું?” અંશે કહ્યું.

“મેં આજે જ મારી આખો સામે એ લોકોને એક નાગને મારતા જોયો છે હવે હું તને મરતા જોવા નથી માંગતો... પ્લીઝ તું બીજી કોઈ દલીલ કર્યા વિના અમારી સાથે ચાલ.” મેં કહ્યું.

“પણ...”

“જા દીકરા મને એકલીને કાઈ વાંધો નથી. તારું જીવન જોખમમાં છે તો તારે જવું જોઈએ.” અંશ કઈક બોલવા જતો હતો પણ તેની મમ્મીએ તેને વચ્ચે જ અટકાવી દીધો.

“અને હા આ બધું જલદી ખતમ થઇ જશે... આ બધું પતી જાય એટલે તું ફરી તારી મમ્મી પાસે આવી જજે.” વિવેકે કહ્યું.

“ક્યાં જવાનું છે?” તેણે પૂછ્યું.

“નંબર ચારને શોધવા કેમકે એનું જીવન પણ જોખમમાં છે.” મેં કહ્યું.

“નબર ચાર..?” એણે નવાઈથી કહ્યું.

“હા, આપણે એક જ મુહુર્તમાં જન્મેલા કુલ નવ નાગ છીએ અને એ આપણને દરેકને મારી નાખવા માંગે છે. હું નંબર આઠ છું તું નબર ત્રણ છે એમણે એક અને બે નંબરને મારી નાખ્યા છે. આપણે બાકી બચેલા નાગને શોધવાના છે અને એમનાથી બચાવવાના છે.” મેં કહ્યું.

અંશ તેની મમ્મીને છેલ્લીવાર ગળે મળ્યો. કદાચ એ એક નાગ તરીકે જીવન જીવેલ હોત તો એને મમ્મીને છોડીને જવાનું એટલું દુ:ખ ન થાઓત કેમકે એને કાયમથી અંદાજ હોત કે એકને એક દિવસ એ થવાનું જ હતું પણ એ એક માનવ તરીકે જીવ્યો હતો અને એને એ વાતનો જરાય અંદાજ ન હતો માટે તેનું દુ:ખ એક માનવ જેટલું ઊંડું અને ગહેરું હતું.

અમે કાર તરફ જવા લાગ્યા. અંશ ઉદાસ હતો એ વાર વાર પાછળ જોઈ રહ્યો હતો. એ પોતાની મમ્મીને છોડવા તૈયાર ન હતો. એ સાચો પણ હતો એની મમ્મીનું કોઈ ન હતું એ એકલી હતી. એ પોતાની એ માતાને એકલી છોડીને જઇ રહ્યો હતો જે માતાએ એ નાનો અને એકલો હતો એ સમયે કોઈ પણ લોહીના સંબંધ વિના તેને પુત્ર તરીકે સ્વીકાર્યો હતો. હું અંશનું દુ:ખ સમજી શકતો હતો પણ અમારા નશીબમાં એ લખાયેલ હતું... અમારા નશીબમાં અમને ચાહવાવાળા દરેકથી અલગ રહેવાનું લખાયેલ હતું... અમારામાંથી કોઈએ એ ધાર્યું પણ નહિ હોય કે જે અંગ્રેજીના ડબલ્યુ આકાર રચતા સિતારાઓ દરમિયાન અમે જન્મ્યા હતા એમાં ફોલ્ટ હતો. મેં શેક્સપીઅરના કોઈ એક પ્લેનું વાંચેલ વાક્ય મારા મનમાં રમવા લાગ્યું - ધ ફોલ્ટ ઇન અવર સ્ટાર.

પાછળ દરિયો ફૂંફાડા મારતો હતો. તેમાં અંશની માં દીકરાને જતા જોઈ રહી. ફરી હું સ્ટીયરીંગ નીચે ગોઠવાયો. વિવેક મારી પાસે બેઠો અને અંશ પાછળની શીટમાં. કાર ઉપડી પણ અંશની નજર ક્યાય સુધી તેની મા તરફ તકાયેલી રહી...

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky