Sambandho ni aarpar - 22 in Gujarati Love Stories by PANKAJ books and stories PDF | સંબંધો ની આરપાર... પેજ - ૨૨

The Author
Featured Books
Categories
Share

સંબંધો ની આરપાર... પેજ - ૨૨


અંજલિ મન માં ને મન મા જ....અંતર ને વલોહી રહી હતી...તથા તેનાં અને વિશાલ નાં સંબંધો...તથા તેના જીવન માં અનુરાગ નાં મહત્વ ને સમજી રહી હતી.

હવે....આગળ....

******** પેજ -૨૨ ********

પરફેકશન ની આગ્રહી અંજલિ ને બધુંજ પરફેક્ટ જ જોઇએ. જમવાનું પતાવ્યું અને તેની ચેર પર બેઠી અને નજર સામેની દિવાલ પર લાગેલી ઘડીયાળ પર પડી...બરાબર ૨.૩૦ થયા હતા.

દરવાજા પર નોક થયું....!

અંજલિ એ વગર જોયે જ કહી દીધું....યસ કમ ઇન મહેતા સાહેબ.

ગુડ આફટરનુન મેડમ...! કહી ને મહેતા સાહેબ કેબીનમાં આવ્યા.

પ્લીઝ....આપ બેસો મહેતા સાહેબ...!!
અંજલિ એ વિવેક પુર્વક બેસાડ્યા.

મેડમ....આપણે વાત થયા મુજબ બેંગ્લોર ના મોટાભાગના કામોની પ્રોપર વ્યક્તિ ઓ ની નિમણુંક થઈ ગઈ છે. મી.ભટ્ટાચાર્ય આપણી બેંગ્લોર ઓફીસ ને જોશે.

ઓકે...ફાઈન મહેતા સાહેબ...!

મેડમ...એક નાનો પ્રોબ્લેમ છે...એક ઓફિસર આપણે જરૂરી એવુ એક લાઈસન્સ ઈસ્યુ નથી કરી રહ્યા..જેના માટે મારે કદાચ અનુરાગ ગ્રુપ ની મદદ લેવીજ પડશે. એમના કહેવા થી આપણુ કામ એકદમ ઝડપી અને સરળતાથી થઈ જશે.
મહેતા સાહેબ...આ કામ નથી પતાવી શક્યા તેનુ દુઃખ તેમની વાત માં સ્પસ્ટ વર્તાઈ રહ્યું હતું.

ઠીક છે...મહેતા સાહેબ...આપણે કામ લઈને બેસી એ ત્યારે આવા નાનાં મોટાં પ્રોબ્લેમ તો આવવાના જ છે. તમે પ્રયત્ન કરો અને જો આપણા થી ના થાય તો અનુરાગ ગ્રુપ હંમેશા આપણી સાથેજ હોયછે ને...તેમને વાત કરી લેજો.
અને તેમ છતાં પણ જો ના પતે કામ તો મને કહેજો...કામ તો થઈ જ જશે.

અંજલિ એ મહેતા સાહેબને...વિશ્વાસ પુર્વક સમજાવી દીધુ.

ઓકે...મેડમજી...હાલ તો મને કશુ જ મેજર પ્રોબ્લેમ ઉભા થાય તેવુ નથી લાગતું, અને હું પોતે જ અહીંથી આખા પ્રોજેક્ટ પર નજર રાખી રહ્યો છુ. તેમ છતાં પણ જરુરીયાત જણાશે તો હું પોતે જ બેંગ્લોર જઈ આવીશ. અને આપને ડે ટુ ડે નો રીપોર્ટ આપતો રહીશ. તથા કશુજ મેજર પ્રોબ્લેમ જણાશે તોજ આપને ડીસ્ટર્બ કરીશ.

ઓ.કે. મહેતા સાહેબ....ધેટ્સ નાઇસ. કશું પણ હોય મને જણાવજો.

જી...મેડમજી....સો...મે આઈ લીવ નાઉ ???

મહેતા સાહેબ....આપણે નેકસ્ટ સન્ડે ના ખાત મુહુર્ત નુ આયોજન કરવાનું નક્કી કર્યું છે, તો એમાં કોઈ ફેરફાર નથી ને ???
અંજલિ એ રજા માંગી રહેલા મહેતા સાહેબ ને છેલ્લો પ્રશ્ન કર્યો.

મોસ્ટલી યસ...મેડમ...બસ આ પરમીશન નું કામ પતે એટલે વાંધો નથી. જો તે ડીલે થાય તો કદાચ એક્સટેન્ડ કરવું પડે.

ઓ.કે. મહેતા સાહેબ....વાંધો નહી, તમે મને ડેઈલી પ્રોજેક્ટ ની અપડેટ આપતા રહેજો.
બાકી...આપ જઈ શકો છો.

****
સાંજ પડતા પડતા તો મહેતા સાહેબ તેમનાં કામ ને પરફેક્ટ ઓપ આપી ચુક્યા હતા. દરેક વ્યક્તિ સ્ટાફ ની બેંગ્લોર પ્રોજેક્ટ માટે તેમના ભાગે આવેલા કામ ને પતાવવા માં વ્યસ્ત હતા.

સમય થતા જ અંજલિ તથા તેનો પરિવાર પોત પોતાના કામને પતાવીને ઘરે પરત ફરી ચુક્યા હતા.

સમય નું ચક્ર આગળ વધી રહ્યું હતું.

આજે ગુરુવાર હતો અને હજુ સુધી બેંગ્લોર પ્રોજેક્ટ માટે જરુરી એવી પરમીશન નુ કામ હજુ પણ પુરું થયું નહોતું. અંજલિ અને તેનો પરિવાર આવી રહેલા સન્ડે નાં ભુમિ પૂજન કરવા માટે જવાનાં હતાં. મહેતા સાહેબ ને હવે હળવી ચિંતા સતાવી રહી હતી.

સૌથી પહેલાં મહેતા સાહેબે ઓફીસમાં આવી ને અનુરાગ ગ્રુપ નાં બેંગ્લોર ના હેડ મી.રાવ ને ફોન કર્યો.

હેલો...ગુડ મોર્નિંગ મી.રાવ...ધીસ ઈસ મી.મહેતા ફ્રોમ પ્રયાગ ગ્રુપ.

ઓહ...યસ..યસ..વેરી ગુડ મોર્નિંગ...મી.મહેતા...હાઉ આર યુ ??
એન્ડ વોટ્સ ગોઇંગ ઓન..એટ પ્રોજેક્ટ ?? ઈફ યુ નીડ એની કાઈન્ડ ઓફ હેલ્પ...પ્લીઝ ઈન્ફોર્મ મી...વી એન્ડ હોલ ધ અનુરાગ ગ્રુપ ઈસ ધેર વીથ યુ..

ઓહ...થેન્ક યુ મી.રાવ...એક્ચ્યુઅલી આઈ નીડ યોર હેલ્પ..
વી આર નોટ ગેટીંગ વન લાઈસન્સ ફ્રોમ મીનીસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રીઝ. વન મી.રોય ઈસ ધેર...!

ઓહ....ધેટ મી.રોય ?? હી ઈસ નોટ અ બીગ પ્રોબ્લેમ.
વેઈટ ફોર અ વ્હાઈલ...આઈ એમ જ્સટ ટ્રાઈંગ ટુ કનેક્ટ હીમ એન્ડ વી વીલ ટેલી કોન્ફરન્સ વીથ હીમ...ઈમીડીએટ.
આટલુ બોલી ને રાવ સાહેબે તેમનો અને મહેતા સાહેબ ના ફોન ને હોલ્ડ પર રાખ્યો. મહેતા સાહેબ ને મનોમન શાંતિ થઈ ગઈ.


શહેજ વાર ની શાંતિ ફરી પાછી મોબાઈલ ના કનેક્શન માં પરિવર્તિત થઈ ગઈ.
હેલ્લો...મી.રોય...ધીસ ઈસ મી.રાવ ફ્રોમ અનુરાગ ગ્રુપ..

ઓહ હલ્લો મી.રાવ...વેરી ગુડ આફટર નુન... નાઇસ ટુ ટોક યુ
હાઉ આર યુ ?? એન્ડ હાઉ ધ બીઝનેસ ઇસ ગોઇંગ ઓન ??

યસ...મી.રોય...એવરીથીંગ ઈસ ગોઇંગ વેલ...એસ ઓન નાઉ.

ઓહ...ધેટ્સ ગ્રેટ...મી.રાવ..
ધેન...સે...વોટ કેન આઈ ડુ ફોર યુ ??
મી.રોય પણ હોશીયાર હતા...કામ વગર કંઈ ફોન નહિ કર્યો હોય..
રાવ સાહેબે સમજતા હતાં...એટલે સામેથી જ પુછ્યુ.

મી.રોય...આઈ નીડ યોર સ્મોલ ફેવર રીગાર્ડીંગ વન લાઈસન્સ ઈસ્યુ ઓફ પ્રયાગ ઇન્ટરનેશનલ. એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થીંગ ઈસ ધેટ..સર..
પ્રયાગ ઈન્ડસ્ટ્રીઝ એન્ડ પ્રયાગ ગ્રુપ ઈસ ઓલ્સો અ પાર્ટ ઓફ અનુરાગ ગ્રુપ.
મી.રાવ ...ઓફીસર મી. રોય ને કનવીન્સ કરી રહ્યા હતા.

ઓહ..ઈસ ઈટ ટ્રયુ ??? સો..સૉરી...આઈ એમ નોટ અવેર એબાઉટ ધેટ.. મી.રોય લગભગ તૈયાર થઈ ગયા હતા હવે.

મી.રોય....મી.મહેતા ઈસ ફોલોઈંગ યુ...સીન્સ ફ્યુ ડેસ...કહી ને રાવ સાહેબે...મહેતા સાહેબ નો પરિચય કરાવી દીધો.
સર...ઈફ યુ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ....કેન આઈ કનેક્ટ હીમ...??
મી.રાવ એટલા ચબરાક હતા...કે હાથ માં આવેલા ઓફીસર ને યેન કેન પ્રકારે કનવીન્સ કરી લઈ અને આજે જ કામ પતાવી દેવુ.

ઓહ...યસ..મી.રાવ...યુ કેન...કનેક્ટ હીમ...આઈ ડોન્ટ માઇન્ડ.
ફાઈન...સર...પ્લીઝ હોલ્ડ ફોર અ વ્હાઈલ...આટલુ કહી ને તરતજ રાવ સાહેબે મી.મહેતા ને બોલવાનું ક્હયું ...

હલ્લો...મી.રોય...ગુડ આફટરનુન....સર..ધીસ ઈસ મહેતા હીઅર ફ્રોમ પ્રયાગ ગ્રુપ ઓફ કંપની...

ઓહ..નાઈસ ટુ ટોક યુ...મી.મહેતા..
સે...હાઉ કેન આઈ હેલ્પ યુ ?? એન્ડ વાય યુ નેવર ટોલ્ડ મી ધેટ ? પ્રયાગ ગ્રુપ ઈસ અ પાર્ટ ઓફ અનુરાગ ગ્રુપ..
યુ...મસ્ટ હેવ ટુ...ઈન્ફોર્મડ મી...
એનીવેસ...નાઉ ધેર ઈસ નો પ્રોબ્લેમ..યુ કેન કલેકટ યોર લાઈસન્સ બાય ટુમોરો ઈવનીંગ એરાઉન્ડ ૪.૩૦.

ઓહ..થેંક્યુ સો મચ સર...વી વીલ મીટ બાય ટુમોરો ઈવનીંગ એટ શાર્પ ૪.૩૦ ઈવનીંગ.

ઓકે..વેલ કમ મી.મહેતા...વીલ મીટ યુ ટુમોરો..!! એનીથીંગ એલ્સ મી.મહેતા એન્ડ મી.રાવ ??? રોય હવે ફોન પતાવવા ના મુડ માં હતા...અને મહેતા સાહેબ પણ.

નો...નો...સર...બન્નેવ જણા...મહેતા સાહેબ અને રાવ સાહેબે રોય નો આભાર વ્યક્ત કર્યો અને ફોન માંથી રોય ને વિરામ આપ્યો.
હવે...મહેતા સાહેબ અને રાવ સાહેબ લાઈન પર હતા.

મી.મહેતા ઈસ ઈટ ઓકે ?? રાવ સાહેબે પુછ્યુ...મહેતા સાહેબ ને.

સર..થેંક્યુ સોમચ...યુ હેવ મેડ માય ડે...! મહેતા સાહેબ વિનમ્રતાથી બોલ્યા.

નો...નો મી.મહેતા ઈટ્સ માય ડ્યુટી...અનુરાગ સર ની સૂચના નું પાલન અમારે કરવાનું જ હોય...એમાં આભાર નાં આવે ... રાવ સાહેબે ક્હયું.

યસ...આઈ નો ધેટ...સર..કન્વે માય રીગાર્ડસ ટુ અનુરાગ સર. આઈ વીલ બી ધેર બાય ટુ મોરો એટ ડીસાઈડેડ ટાઈમ ટુ ફીનીસ ધ ફોર્માલીટીઝ, એન્ડ આઈ વીલ ઈન્ફોર્મ યુ...એબાઉટ ધ રીસલ્ટ ઓફ ધ મીટીંગ.
ઓકે નો પ્રોબ્લેમ..મહેતા સાહેબ...ઈફ યુ નીડ એની હેલ્પ...પ્લીઝ ઈનફોમ મી...
ઓ.કે..સર થેન્કસ...અગેન... કહી ને બન્નેવ પક્ષે ફોન મુકાયા.

ફોન પતાવીને તરતજ મહેતા સાહેબે અંજલિ ને ઈન્ટરકોમ પર ફોન લગાવ્યો.
મેડમ...ઈફ યુ આર ફ્રી ...આઈ વોન્ટ ટુ મીટ યુ..ફોર ૨ મીનટસ.

ઓ.કે. મહેતા સાહેબ આપ આવી શકોછો...કહી ને અંજલિ એ મહેતા સાહેબને બોલાવી લીધા.

બીજી જ મિનિટે અંજલિ ની ચેર સામે મી.મહેતા હાજર હતા.

મેડમ..હાલ જ મારે બેંગ્લોર અનુરાગ ગ્રુપ ના હેડ મી.રાવ સાથે વાત થઈ...આપણા લાઈસન્સ ના પ્રોબ્લેમ અંગે વાત કરી તો તેમણે તરતજ ઓફીસરને અને મને ટેલી કોન્ફરન્સ કરાવી દીધી છે. ઓફિસર રોય ને...મી.રાવે આપણી ઓળખાણ અનુરાગ ગ્રુપ નો જ એક ભાગ પ્રયાગ ગ્રુપ છે તેમ કહેતા જ આપણું કામ સરળ થઈ ગયું. આવતી કાલે સાંજે ૪.૩૦ વાગ્યે મારે તેમને મળવા જવાનું છે. આવતી કાલે આપણું લાઈસન્સ આવી જશે.

મહેતા સાહેબ ની વાત માં અનુરાગ ગ્રુપ નુ નામ સાંભળતા જ અંજલિ સમજી ગઈ હતી કે...કામ પતી ગયું છે.
દરેક નાની મોટી તકલીફ માં આજે પણ અનુરાગ સર અંજલિ ને દૂર રહીને પણ મદદ કરી રહ્યા હતા.
ઓ.કે. ધેટસ અ ગુડ ન્યુઝ મહેતા સાહેબ...આપ કાલેજ જાઓ બેંગ્લોર અને કામ પતાવીને જ રીટર્ન થજો.

ઓ.કે. મેડમ હુ...બેંગ્લોર જતો આવુ છુ..આવતી કાલે...અને અનુરાગ સર ને પણ ફોન કરી ને થેન્કસ કહી દઈશ તો ચાલશે ?
કે રૂબરૂ જઉ ???

મહેતા સાહેબ હજુ આપ અનુરાગ સર ને જાણતાં જ નથી, તે ક્યારેય કોઈ પણ કામ અથવા કોઈ ને પણ મદદ કરે તો કોઈ તેમનો આભાર માને તેવી ઈચ્છા કે આશા સાથે કરતા જ નથી. આતો પ્રયાગ...ગ્રુપ સાથે તેમને વિશેષ લાગણી છે....એટલે....
અંજલિ આટલું બોલી ને અટકી ગઈ....કંઈક કહેવા જતી હતી અંજુ...પણ ના કહી શકી...અથવા તેને ઠીક નાં લાગ્યું...કહેવુ.

આપ એક કામ કરજો ફક્ત ઈ.મેલ કરી દેજો અનુરાગ સર ને તો પણ ચાલશે, તેમણે ક્યારેય કોઈ ને પણ અપેક્ષા થી મદદ કરી જ નથી.
એનીવે..મહેતા સાહેબ આપ જાઓ અને આપની તૈયારીઓ કરી લો.

યસ..મેડમ હું આવતી કાલે જ બેંગ્લોર જઉ છુ અને ત્યાંથી જ આપને રીપોર્ટ કરીશ.

ઓ.કે. ફાઈન...મહેતા સાહેબ...!
અંજલિ એ રજા આપી મહેતા સાહેબ ને.

*****

સાંજે ફરી થી એજ ઘટમાળ....ફરી થી એજ રૂટીન....અંજલિ અને તેનો પરિવાર સાથે સાંજે સાથે બેસી ને ડીનર ટેબલ પર ડિસ્કશન કરી રહ્યા હતા...

હંમેશા ની જેમજ પ્રયાગ બોલ્યો....પહેલા..
મમ્મી...મારા એબ્રોડ જવા માટે મે જરુરી ક્લાસીસ શરુ કર્યા છે અને તેની તૈયારીઓ પણ શરુ કરી દીધી છે. સાથે સાથે મારી એક્ઝામ પણ નજીકમાં જ છે. કોલેજ માં આટલાં વર્ષો થી અમારું જે ગ્રુપ છે તે ખુબ નજીક ના ભવિષ્ય માં જ વિખેરાઈ જશે હવે. બધાજ ફ્રેન્ડસ આ વાતને લીધે બહુ દુઃખી છે. છતાં બધાજ સમજે પણ છે કે આજ સમય છે જ્યારે આપણે સમજી ને આપણાં આવનારા ભવિષ્ય ને નિખારવા નુ હોય છે એટલે જ એના વિશે વિચારવાનું પણ હોય છે.

અંજલિ..પ્રયાગ ની ભાવનાત્મક વાત ને શાંતિ થી સાંભળી અને સમજી રહી હતી.

વિશાલ ના ચહેરા પર કોઈપણ જાત ની પ્રતિક્રિયા નહોતી. નરોવા કુંજરોવા જેવી મનોસ્થિતિ માં હોય તેવુ જ જણાતું હતુ. વિશાલ ચૂપ હતો..અને ચૂપ જ રહ્યો.

અંજલિ એ...વિશાલ ની સામે જોયું પરંતું...મૌન જ હતો વિશાલ.

અંજલિ..બોલી...આપણા બેંગ્લોર પ્રોજેક્ટ મા એક સરકારી અડચણ આવી હતી....જે અનુરાગ સર ની બેંગ્લોર ઓફીસ ના હેડ ના ઈનવોલ્વમેન્ટ માત્ર થી ઉકેલાઈ ગઇ છે, એટલે આ સન્ડે આપણે ત્રણેય જણા ને ભૂમિ પૂજન માટે બેંગ્લોર જવાનું છે.

અરે...વાહ..મમ્મી...કોન્ગરેટસ....
અને ..શું વાત છે...અનુરાગ સર બેંગ્લોર માં પણ ??

હા..બેટા...અનુરાગ સર ની ઈન્ડીયા માં અને દુનિયા ના ધણા બધા દેશોમાં ઓફીસ છે, અને ઘણા બધા બીઝનેસ છે તેમનાં, એટલે આપણને ક્યારેય કોઈ જગ્યાએ કામ અટકતું નથી. તેમની મોટી મોટી ઓળખાણ નો લાભ આપણને મળી જાય છે.

તો ..તો..બહુજ મોટા વ્યક્તિ કહેવાય ને મમ્મી...? અનુરાગ સર તો..
પણ મને તો એવું કશુંજ લાગ્યું નહી તેમની સાથે વાત કરવામાં પણ..ખુબ સરળ અને સહજ રીતે વાત કરતાં હતા...એતો.
આટલા મોટા માણસ છે પણ ઘમંડ તો બિલકુલ નહોતું તેમની વાત માં.

હા...બેટા...... મોટા કામ અને નામ થી માણસ મોટા ના કહેવાય,તેમના વ્યવહારમાં સહજતા હોવી જોઈએ અને દરેક વ્યક્તિ માટે સમાન આદરભાવ હોવા જોઈએ,વ્યક્તિ ક્યારેય એના કામ થી મહાન નથી હોતી બેટા તેના વ્યવહાર થી જ મહાન હોયછે.
અંજલિ એ વાત વાત માં જ સાચી સમજ આપી દીધી પ્રયાગ ને...અને આ ગુણ પણ તે અનુરાગ પાસે થીજ શીખી હતી. અંજલિ નાં જીવનમાં અનુરાગ નો વણ લખ્યો અને વણ કીધેલો બહુજ મોટો હિસ્સો હતો.

અંજલિ એ ઘર માં હંમેશા સંવાદ થાય તેવો માહોલ રાખ્યો હતો.કારણકે જ્યાં સંવાદ નથી થતો ત્યાં વિવાદ થાય છે. અને વિવાદ થી ઘર અને પરિવાર બધું જ વિખેરાઈ જાય છે.

હા મમ્મી...સાચી વાત... અને આ બધીજ તારી વાતો ને હું આજીવન મારા દિલ અને દિમાગ માં સંધરી રાખીશ.
પણ...મમ્મી આપણે તો અનુરાગ સર નાં આભારી રહીશું ને હંમેશા...??

અંજલિ...મન મા જ કશું બોલી ....કેટલી અને કેવી કેવી વાતો નો આભાર માનું હું તો બેટા ?? અનુરાગ સર તો મારાં માટે...!!

અંજલિ મન માં બોલી અને છતાં અટકી ગઈ. દુનિયા માં આવા વ્યક્તિ બહુ ઓછા મળે બેટા, અને સદ્દનસીબે આપણ ને અનુરાગ સર મળ્યા છે. કેમ બરાબરને વિશાલ....??
કહી ને અંજલિ એ વિશાલ ને પણ સાક્ષી માં લીધો.

હા....એગ્રી...અંજુ ....તારી વાત સાથે, આટલું મોટું કામ અને એટલું જ મોટું નામ પણ...અને છતાં પણ ક્યારેય અભિમાન નો તો છાંટો પણ નહી. મને પણ મારા કામ અને જીવન માં ઘણીવાર તેમણે કેટલી બધી હેલ્પ કરેલી છે તે અત્યારે મને પણ યાદ નથી. અને તે પણ કોઈપણ જાતની અપેક્ષા વગર જ.

અંજલિ ને પણ વિશાલ ની વાત સાંભળી ને નવાઈ લાગી, કારણકે તે પોતે પણ અનુરાગ ની આટલી બધી નજીક હોવા છતાં પણ ક્યારેય અનુરાગે હરફ સુધ્ધા ન્હોતો ઉચ્ચાર્યો કે તેણે વિશાલ ને પણ કેટલી મદદ કરી હતી. અંજલિ નાં મન માં અચાનક જ અનુરાગ માટે જબરજસ્ત માન થઈ આવ્યું. લાગણી માં જ અંજલિ ની આંખ માંથી સરરરરરરર કરતા મોતી વહી ગયા.

વિશાલ નું ધ્યાન હજુ પણ અંજલિ નાં આંસુઓ પર નહોતું પડ્યું,જ્થારે પ્રયાગ નું ધ્યાન એક ધાર્યું તેની મમ્મી અંજલિ પર જ હતુ.
તરતજ પ્રયાગ ઊભો થયો અને અંજલિ ની પાસે પડેલા પાણી નાં ગ્લાસ માંથી પાણી પીવડાવ્યું....અને અંજલિ ના માથા પર હાથ ફેરવ્યો.

વિશાલ હજુ પણ બોલતો જ હતો....અંજુ તુ ખરેખર ખુબ નશીબદાર છુ કે તને આવી વ્યક્તિ સાથે કામ કરવાનો અને તેમની સાથે રહી ને શીખવા નો અને સમજવાનો મોકો મળ્યો હતો.

એક..ગલાસ ભરી ને સડસડાટ પાણી પી ને અંજલિ એ તેના સાડી ના પાલવ નાં છેડા થી આંખો લૂછી નાખી અને નોર્મલ થવા પ્રયત્ન કર્યો.

અંજુ....તમે બન્ને જઈ આવજો બેંગ્લોર પ્રોજેક્ટ ના ભુમિ પૂજન માટે, મારે એક અગત્યની મીટીંગ છે એટલે હું નહીં આવી શકુ. ફરી ક્યારેક જો શક્ય હશે તો હું આવીશ નહિ તો પછી સીધા જ ઓપનિંગમાં હું આવીશ.
વિશાલ હંમેશા ની જેમ આજે પણ આવોજ કોઈ જવાબ આપશે તેવી અંજલિ ની ધારણાં સાચી જ પડી. છતાં પણ અંજલિ એ મૌન સેવી લીધું. અંજલિ ને બહુ નવાઈ ના લાગી વિશાલ નાં જવાબ થી, કારણકે વર્ષો થી આજ પ્રણાલી ચાલી રહી હતી.અંજલિ હંમેશા વિશાલ ના દરેક પ્રસંગે હાજર રહે અને વિશાલ ને અંજલિ ના પ્રસંગે કામ આવી જાય....આ કામ આવી જતુ હતુ કે ઊભુ કરવામાં આવતુ હતુ તે અંજલિ સારી રીતે સમજતી હતી....તેમ છતા મૌન રહેતી હંમેશા.

ઠીક છે. .વિશાલ જેવી તમારી અનુકૂળતા....આમ તો આ વખતે આવ્યા હોત તો .... બસ આટલું કહી ને અંજલિ એ વાત ને ટૂંકાવી દીધી.
પ્રયાગ હજુ સમજી રહ્યો હતો તેની મમ્મી અંજલિ ના કામ ને...તથા તેનાં મમ્મી અને પપ્પા ના સંબંધો ને પણ....!!
આ સંબંધો મા કોણ કેટલુ જતું કરી રહ્યું છે અને કોને સંબંધો ની કેટલી અગત્યતા છે....તેની પ્રયાગ ના મન માં એક છાપ અંકિત થઈ રહી હતી.

*******

બીજા દિવસે જ્યારે મહેતા સાહેબ અને રાવ સાહેબ ની મીટીંગ હતી તેના પહેલાજ અંજલિ એ રાવ સાહેબ ને ઈ.મેલ કરી અને આભાર વ્યક્ત કરી લીધો હતો.
સાંજે ૫ વાગે મહેતા સાહેબ નો ફોન અંજલિ ના મોબાઈલ પર આવી ગયો.
મેડમ...ગુડ ઈવનીંગ...એન્ડ કોન્ગરેચ્યુલેશન....આપણું કામ થઈ ગયું છે. હમણાં જ મને લાઈસન્સ મળી ગયુ છે અને થોડીક વાર માં જ મારી મીટીંગ મી.રાવ અને મી.રોય સાથે તાજ વીવાન્ટા માં છે, જે પતાવીને હું આપને અપડેટ કરીશ.
આપને પણ અભિનંદન મહેતા સાહેબ...આપનું કામ આરામ થી પુરુ કરો અને પછી મને અપડેટ કરજો. અંજલિ એ ટુંકાણ મા જ કામ અને ફોન બન્ને પતાવી દીધું.
થોડીક વારમાં જ અંજલિ ની સુચના મુજબ તેની પોતાની તથા પ્રયાગ ની સન્ડે ના બેંગ્લોર ની ફ્લાઈટ ની ટીકીટ બની જાય છે.

સાંજે રૂટિન મુજબ પ્રયાગ બંગલો માં ચાલી રહ્યું હતું. અંજલિ સમય ની પાક્કી હતી એટલે તે મુજબ પ્રયાગ ને બોલાવવા તેનાં રૂમમાં ગઈ,
જ્યાં પ્રયાગ તેની એક્ઝામ ની તૈયારીઓ કરી રહ્યો હતો.
ચલો બેટા....નીચે...કહેતાં પ્રયાગ ના રુમમાં અંજલિ પ્રવેશી...
હા....ચલો મમ્મી....કહેતાં પ્રયાગે તેની બુક્સ તેના ટેબલ પર મુકી, અને અંજલિ ને હગ કરીને ઊભો રહ્યો...
શુ...વાત છે ???? મમ્મી.... કેમ તારી આંખોમાં હલકી હલકી ચિંતા જેવું દેખાય છે મને ???

અચ્છા...શુ સાચે જ બેટા ???

હમમમ....આમ બીજા ને ખ્યાલ નાં આવે પણ....મને તો....અરે તુ તો જાણે જ છે ને કે આપણને બન્ને ને એકબીજા ની ખબર પડી જાય છે.

હમમ...ખાસ તો તારી બેટા...આ જો ને તારી એક્ઝામ આવી...અને તું જવાનો...

અમમહહહ......મમ્મી વાત ખાલી એજ નથી...કહેતાં પ્રયાગે તેની વહાલી મમ્મી ને પીઠ પર હતો તે હાથ તેનાં ખભા પર લાવી ને ફરીથી વ્હાલ કર્યું.

હોંશિયાર....!!! મારો દિકરો...કહેતાં અંજલિ એ પણ પ્રયાગ ના કપાળ પર કીસ કરી....અને પ્રયાગ ના માથે વહાલ સભર હાથ ફેરવ્યો.
કશું જ ચિંતા જેવું નથી બેટા... આતો અમથું જ...મહેતા સાહેબ નાં મેસેજ અથવા ફોન ની રાહ જોતી હતી. એક અગત્ય નુ કામ હતું જે પુરું તો થઈ ગયું છે પણ તેના અનુસંધાનમાં જ એમના ફોન કે મેસેજ ની રાહ જોતી હતી.

ઓ.કે....મમ્મી...
એનીવે ચાલો નીચે જઈએ...કહેતાં અંજલિ અને પ્રયાગ બન્ને તેના રૂમમાં થી નીચે ડાઇનીંગ રુમમાં આવ્યા. જ્યાં વિશાલ પહેલેથી જ તેની ચેર પર બેઠેલો હતો. સેવકે તેની ફરજ રુપે પરિવાર ના સભ્યો ની ડીસ તૈયાર કરી ને ગોઠવી દીધી હતી.
એટલા માં જ અંજલિ ના મોબાઈલ પર મહેતા સાહેબ નો મેસેજ આવી ગયો. ગુડ ઈવનીંગ મેડમ...વર્ક કમ્લીટ....
અંજલિ એ જવાબ માં ઓ.કે નો રીપ્લાય પણ આપી દીધો.
પ્રયાગ નુ ધ્યાન પણ આ સમગ્ર ઘટના પર હતું...એટલે તરતજ બોલ્યો..હવે જમીલેજો બરોબર...કહી ને હસ્યો અંજલિ સામે જોઈને.

સામે અંજલિ એ પણ...હમમમ કહી ને પોતાની પ્રતિક્રિયા આપી.

જમવાનું પતાવીને અંજલિ એ મહેતા સાહેબને ફોન કર્યો...
ત્યાં મહેતા સાહેબ પણ તેમનાં મેડમ ની રાહ જોતાં હતા...તેમના મોબાઈલ પર જેવો અંજલિ મેડમ લખાઈ ને ફ્લેશ થયુ કે તરતજ મહેતા સાહેબે ફોન લીધો..

યસ..મેડમ...ગુડ ઈવનીગ....

ગુડ..ઈવનીંગ મહેતા સાહેબ....કહો....શુ પ્રોગ્રેસ છે ??

મેડમ...મીટીંગ સફળ રહી છે. નક્કી કર્યા મુજબ આપણે સન્ડે ભૂમી પુજન કરી રહ્યા છીએજ. રાવ સાહેબ પણ સાથેજ હતા મીટીંગ માં....અને આપને જાણી ને આનંદ થશે કે એક પણ રુપિયા નો ખર્ચો નથી થયો...

ઓહ..ધેટસ ગુડ...મહેતા સાહેબ...મતલબ હજું પણ દુનિયા માં ઈમાનદાર લોકો રહેછે.

મેડમ....ખરેખરતો એવું છેકે....મી.રોય જ્યારે એક સામાન્ય ઈન્સ્પેક્ટર હતા ત્યારથી જ તેમના દિકરા અને દિકરી નાં ભણવાનો ખર્ચ આજે પણ જ્યારે તેઓ વિદેશ માં ભણી રહ્યા છે ત્યારે પણ, અનુરાગ સર જ ઊપાડી રહ્યા છે. એટલે તેમણે પૈસાની તો ના જ કહી છે, અને ભવિષ્યમાં પણ કોઈપણ કામ માટે તેમનો સંપર્ક કરવા કીધું છે.
ઓ.કે. ફાઈન મી.મહેતા.....ધેટ્સ ગુડ....એની વે....હું અને પ્રયાગ સન્ડે મોર્નીંગ ની ફ્લાઈટ થી બેંગ્લોર આવી રહ્યા છીએ, ત્યાં સુધી તમે ત્યાં જ રોકાઈ જજો. આપણે બેંગ્લોર મળીશું. ગુડ નાઈટ.

ઓ.કે. મેડમ...ગુડ નાઈટ....આપણી કાર સન્ડે ના એરપોર્ટ આવી જશે આપને લેવા માટે. બન્ને છેડે થી ફોન મુકાઇ ગયા.

અંજલિ મનોમન વિચારી રહી હતી....અનુરાગ સર...તમે કેટલા લોકો ને મદદ કરો છો ?? સાચેજ....મન માં જ કંઈક બોલી અંજુ અને ફરી થી કોઈ જૂની યાદો માં સરી પડી....!!


****************** ( ક્રમશ: ) ***************************