Prem vasna - 10 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ વાસના - પ્રકરણ - 10

Featured Books
Categories
Share

પ્રેમ વાસના - પ્રકરણ - 10

પ્રેમ વાસના

પ્રકરણ -10

નશામાં ચકચૂર એવાં વૈભવ વૈભવી એકબીજા સાથે એલકમલકની વાતો કરી રહ્યાં હતાં સાથે સાથે પ્રેમાળ સ્પર્શ કરી આનંદ લઇ રહ્યાં હતાં. વૈભવીએ કહ્યું "વૈભવ આજે ખૂબ મજા આવી રહી છે જાણે આપણી તિથી ઉજવાઇ ગઇ સરસ રીતે મંમી પણ આજનો દિવસ રોકાવા આવ્યા મને ખૂબ ગમ્યું.

વૈભવે કહ્યું સાચેજ સારું થયું મને એમ હતું કે મંમી અહીં માને પણ આપણી લાગણી જોઇને સમજી ગયાં અને સમાજ કે રીતરીવાજની પરવા વિના જ માની ગયાં. આઇ લવ માય મધર. વૈભવી કહે સાચેજ મંમી ખૂબ મહાન છે એમનાં સ્વભાવ અને સંસ્કાર થી હું ધાયલ છું કારણ કે એજ તારામાં પરોવાયા છે.

વૈભવે કહ્યું " વૈભુ આજે હું ખૂબ જ આનંદમાં છું આજે આપણે પ્રણય કરવામાં પણ રેકોર્ડ તોડી નાંખીએ એક વાર મંદિર આશ્રમમાં મોરચો ખેલ્યો હવે ઘરે ..આપણો જ એમ કહીને બીયર પૂરો કર્યો અને વૈભવીને ખૂબ પ્રેમ કરવાં લાગ્યો બંન્ને જણાં પ્રણયમગ્ન હતાં અને અચાનક બહારથી તરફ વરસાદ વરસવાનો અવાજ આવ્યો અને પવન ઝડપભેર જોરથી ફૂંકાવા માંડ્યો અને અચાનક પલટાયયેલા વાતાવરણે બંન્ને જણને આશ્ચર્યમાં નાંખી દીધાં. વૈભવી ડરીને સીધી વૈભવની બાહોમાં લપાઇ ગઇ એણે કહ્યું આવું વાતાવરણ મને પહેલાં ખૂબ ગમતું પણ હેવ ખૂબ ડર જ લાગે છે.

વૈભવે કહ્યું એય તું તો કર્નલની દીકરી છે આમ ડરે ચાલે ? મારી માશુકા છે મારી જન્મોની સહેલી હું તું આમ ડરે મારાથી એવું થોડું ચાલે ? વૈભવીએ કહ્યું એય લૂચ્ચા હું તારાંથી ક્યાં ડરું છું ? હું તો આ વાતાવરણથી ડરું છું તને હું આવા સમયે મારામાં લઊ અને મારી જાતને તારામાં સમાવી લઊં.

વૈભવ થોડીવાર માટે ખામોશ થઇ ગયો. વૈભવી એની બાંહોમાં હતી એનો ચહેરો વૈભવની છાતી પર હતો એણે કહ્યું "વિભુ બોલને કેમ ચૂપ થઇ ગયો ? એણે વૈભવનાં ચહેરા તરફ નજર કરી અને બહાર વીજળીનાં કડાકા થયાં. વૈભવની આંખો બંધ છે અને એનો ચહેરો ગળામાંથી નીચે લટકી ગયેલો શાંત થઇ ગયેલો. વૈભવી એની સામે જોઇને ગભરાઇ ગઇ એણે વૈભવને હચ મચાવ્યો એય વિભુ શું થયું કેમ બોલતો નથી ?

વૈભવી ગભરાઇને વૈભવ વૈભવ બૂમ પાડીને એને જાણે ઉઠાડવાની જાગૃત કરવા પ્રયત્ન કરવા લાગી મેં તને ના પાડી હતી આમ વધારે ના પીશ. તું કહે આતો બીયર છે એમાં શું થાય જો તારી દશા... કેમ બોલતો નથી. વૈભવ બોલને મને ડર લાગે છે જોને બ્હાર વરસાદ અને તોફાન છે મારાં વિભુ બોલને એમ કહીને વૈભવનાં હોઠ પર ચુંબન કરવા લાગી જેવાં એનાં હોઠ વૈભવનાં હોઠને માથાં અને વૈભવમાં સંચાર થયો.

વૈભવીએ ખુશ થઇને કહ્યું એય વિભુ શું થયેલું મારાં પ્રાણ આવી જા મારી પાસે. અને વૈભવની વિસ્ફારતી લાલ આંખો જોઇને હેબતાઇ ગઇ. વૈભવ વિકરાળ રૂપ ધારણ કરી રહેલો એણે ઉગ્ર અવાજે કર્યું "હા હાં તારામાં જ આવું છું તને હું મારામાં સમાવું છું. જન્મોની અધૂરી તરસ મીટાવું છું.

વૈભવીએ કહ્યું તું આ શું બોલે છે ? એમ વૈભવ તને આ શું થઇ ગયું છે ? થોડી વાર માટે સન્નાટો છવાઇ જાય છે વૈભવની ખૂબ મોટી મોટી આંખો વૈભવીનું તનને ઉપરથી નીચે સુધી નીરખી રહ્યું છે. અત્યારે કોઇ જ અવાજ નથી ફક્ત મુશળધર વરસાદ વરસી રહ્યો છે. વૈભવનો ગળામાંથી કર્કશા અવાજ આવી રહેલો જાણે શ્વાસ ઉચ્છવાસ સાથે કોઇ ભયંકર ઘંટીનો અવાજ હોય એણે હં હં હં હં કરીને અવાજ કર્યો પછી પાછો બોલ્યો. મારા તું પાઇઝે. કાય સાંગત ? માલા તૂ પાઇઝે. તુલા સુંદર ખૂબ સુંદર તુલા નાહી છોડ

ત ગેલા આપણ ઉત્તમ સ્થળ પસંદ કેલે. આમ્વાસ ફાર યાદ કરણાત. મી. માજીલી માતુસ આહે આપણા પ્રેમાંથી આમ્હાંસ યાદ રાહેલ. ચલા બહોર જાઊં યા. ચાંદણ્યા રાત્રી ધરાંત રાહ નયે. ચલા.... ચલા... માઝા ખૂબ ભૂખ લાગલી ચાહે....

વૈભવી એ કહ્યું આમ તું મરાઠીમાં શું બોલ્યા કરે છે ? મને બધી સમજણ પડે છે મને ડરાવ નહીં વૈભવે તને શું થઇ ગયું છે અને વૈભવનું રૂપ વિકરાળ થવા માંડ્યું એણે વૈભવીને વશ કરવા માટે એનું અસલ રૂપ બગવ્યું અને એની આંખોમાંથી જાણે અગ્નિ પ્રજવળી રહેલો.

વૈભવે કહ્યું "હું તારોજ છું બધી ભાષા જાણું છું આવી જા મારી પાસે વૈભવી તરફ એટલે એને પકડવા પાછળ ગયો અને વૈભવીને વળગી ગયો અને એ ભોગવવા તડપી રહ્યો. વૈભવીએ બાલ્કની તરફ દોટ મૂકી પણ દરવાજો ખૂલ્યો જ નહીં. એણે બારી ખોલીને બચાવો બચાવોની બૂમો પાડી પણ વરસતાં વરસાદમાં એની ચીખ કોઇએ નાં સાંભળી.

વૈભવ હવે કાબૂ બહાર હતો એનો પાશવી ચ્હેરો વધુ ભયાનક થયો હતો એણે વૈભવીને પકડીને પલંગ ઉપર ફંગોળી દીધી. એક હાથ લાંબો કરીને બારી બંધ કરી દીધી વૈભવી આ બધું જોઇ રહી હતી એને ખબર પડી ગઇ કે ચોક્કસ આ વૈભવ નથી કોઇ બીજી શક્તિ છે. એણે હિમંત કરીને પૂછ્યું કોણ છે તું મારાં વૈભવમાં આવીને કેમ હેરાન કરે છે ?

પેલી આત્માએ વૈભવીનાં શરીર પર જ બેઠક જમાવી વૈભવીએ કહ્યું ઉઠ નરાધમ આમ મને ના અભડાવ કોણ છે તું ? પેલાએ કહ્યું કેમ તું મને નથી ઓળખતી ? હવે ભૂલી ગઇ ? તેં મને અધૂરો રાખ્યો મારી બધી જ ઇચ્છાઓને તરસતી રાખીને જતી રહી હતી જો મારી સામે જો તને બધું યાદ આવી જશે વૈભવીએ કહ્યું "મેં એવું કંઇ નથી કર્યું કોણ છો તમે ?

વૈભવ એ એને ઊંચંકીને પાછી પલંગ પર પટકી અને બોલ્યો જો આ ચહેરો એમ કરીને રૂમનાં અંધારામાં એક કાળો પડછાયો વધુ ઉગ્ર થયો આખાં શરીરમાં એકદમ ચ્હલ પ્હલ થઇ ગઇ. વૈભવનો ચ્હેરો ડોકની ગોળ ગોળ ફરવાં માંડ્યો અને આક્રંદ સાથે ચીસો પાડવા માંડ્યો અને ભયાનક વાતાવરણ સર્જી દીધું. વૈભવનાં ચહેરા પર બદલાવ આવી રહેલો એણે ઉગ્ર ઉવાજે આક્રંદ કરતાં કરતાં કહ્યું તું ભૂલી ગઇ છે ? તો જો એમ કહીને એકદમ જ ડોકું ધડમાં ખોસી દીધું અને લાલ લાલ જીભ કાઢીને અચાનક ડોકું બહાર કાઢીને બતાવ્યું અને એ જોઇને વૈભવી ચીસ પાડી ઉઠી અને એણે ચીખ સાથે કહ્યું વિદ્યુત તું ? વિદ્યુત મને માફ કરી દે મેં તને દગો નહોતો કર્યો વિદ્યુત મારાં વૈભવને છોડી દે હું ફાગવુ છું તું કેમ આવું કરે ?

વૈભવમાં રહેલાં વિદ્યુતે આક્રોશ સાથે ખડખડાટ હસવાનું ચાલુ કર્યું અને ઓહો તને હું એક સેકન્ડમાં યાદ પણ આવી ગયો હા. હા. હા. આટલી બધી તીવ્ર યાદ શક્તિ ?

તારું ભલું એમાં જ છે તું મારી પાસે આવ મને તૃપ્ત કર એજ સમાધાન છે તારાં શરીર પર એક વસ્ત્ર નથી મારાં ઉપર નથી આપણે બંન્ને જણાં આજે એક થઇ જઇએ મને સંતોષ આપ તૃપ્ત કર નહીંતર હું તને છોડીશ નહીં આવીજા.... વૈભવનાં શરીરમાં રહેલાં વિદ્યુતે વૈભવીને પકડવાની કોશીશ કરી પરંતુ તે દરવાજા તરફ દોડી ખૂબ બારણું ખખડાવ્યું પણ કોઇએ સાંભળ્યું નહીં.

વિદ્યુતે કહ્યું "કોઇ નહીં સાંભળે અહીં મારું સામ્રાજ્ય છે તને ખબર છે બહાર તારાં આ વૈભવની માં અને તારીમાં બંન્ને ટલ્લી થઇને ટીવી જુએ છે કોઇ કોઇનાં વશમાં નથી બધાં મારાં વશમાં છે જો તારે જોવું છે જો એમ કહીને વિદ્યુતે એનાં ચહેરાં પર બીજો ચહેરો રોપી દીધો.

વૈભવી ચીસ પાડી ઉઠી..... પાપા..... પાપા... વિદ્યુતે કહ્યું એય બૂમો ના પાડ તારો બાપ દિલ્લીમાં છે તું વશ નહીં થાય તો એને અહીં તારી સામે ઉભો કરીશ તારી છીનાળા બતાવીશ અને એની સામે જ તારો બલાત્કાર કરીશ અને તમને ત્રણેને મારી નાંખીશ.

વૈભવી ભયથી કાંપતી ધૂસકે ધૂસકે રડી પડી એણે હાથ જોડીને કહ્યું વૈભવને છોડ વિદ્યુત મારો કોઇ વાંક નહોતો એ એકસ્માત હતો મારી કોઇ ભૂલ નહોતી હું તને પ્રેમ કરતી જ નહોતી તું પાછળ પડેલો હું પહેલેથી વૈભવને જ ચાહતી હતી મને છોડ મારો ભગવાન જાણે છે બધું.

વિદ્યુત વૈભવીનાં વાળ પકડીને એને ચુંબન કરવા પ્રયત્ન કર્યો અને બાહુપાશમાં લઇને એની સાથે સંર્ભોગ કરવા પ્રયત્ન કરવા લાગ્યો પરંતુ વૈભવીએ એની છાતીમાં લાત મારીને દૂર ધકેલ્યો એણે ઝડપથી પોતાનું પર્સ હાથમાં લઇને એમાંથી મહારાજની ભસ્મ કાઢીને વૈભવ ઉપર નાંખી અને પોતાનાં કપાળે લગાવી દીધી એનું ત્રિપુંડ થતાં જ વૈભવનું શરીર એકદમ જ પલંગ પર પડ્યું અને વૈભવીથી ચીસ નીકળી ગઇ.

પ્રકરણ- 10 સમાપ્ત.

વૈભવીનાં જીવનના કોઇ વિદ્યુત હતો એનો આત્મા એની પાછળ પડેલો. વૈભવીને યાદ આવી ગયું બધુ એજ જગ્યાએ વિદ્યુતનો અકસમાત એ કોલેજથી દુર..... પણ હવે એમાં બીજો કોઇ ઉપર નહોતો. આગળ શું થશે ? વાંચીએ રસપ્રદ પ્રકરણ-11

પ્રેમવાસના એક બદલો અધૂરી તૃપ્તિનો..