( આગળના ભાગમાં જોયું કે ફંકશન મા બધા ને ખબર પડી ગઈ કે શૌર્ય સુર્યવંશી જ કિંગ છે, બિઝનેસ ના બેતાજ બાદશાહ કહેવાતા સમ્રાટ સુર્યવંશી નો પૌત્ર છે, શૌર્ય એ સંબોધન તો કર્યું પણ તે કહેવા કરતાં કરી બતાવવા માંગતો હતો, કાનજીભાઈ ની આંખોમાં શૌર્ય માટે પ્રેમ હતો પણ શૌર્ય ની આંખોમાં એમના માટે ગુસ્સો હતો, શૌર્ય ની હકીકત જાણ્યા પછી ઘણાં બધા ની ઉંઘ ઉડી ગઈ હતી, શૌર્ય તેની કંપની નું આેપંનિગ કરવા જઈ રહ્યો હતો, વિદેશમાં તો તેણે સારો એવો બિઝનેસ ઉભો કર્યો હતો પણ હવે સમય હતો ઈન્ડિયા મા બિઝનેસ એમ્પાયર ઉભું કરવાનું હતું તો હવે જોઈએ એ એમ્પાયર ઉભું કરે છે કે પછી એના દુશ્મન તેને એ પહેલાં જ ખતમ કરે છે)
ઘણાં ની ઉંઘ ઉંડી ગઈ હતી કારણ કે શૌર્ય સુર્યવંશી એટલે કે સમ્રાટ સુર્યવંશી નો વારસદાર જીવતો હતો તો કેટલાક ની ઉંઘ શૌર્ય ની યાદો મા ઉડી ગઈ હતી અને એમાંથી એક હતી પ્રીતિ.
સવારનાં દસ વાગ્યા હતાં, પ્રીતિ તો એની યાદો મા ખોવાઈ ગયેલી હતી, શ્રેયા અને અક્ષય તેના રૂમમાં આવ્યા, “પ્રીતિ હજી સુધી તું તૈયાર પણ નથી થઈ ? ” શ્રેયા એ કહ્યું
“મને કંઈ કહ્યું ? ” પ્રીતિ એ વિચારોમાંથી બહાર આવતાં કહ્યું
“કયાં ખોવાઈ ગઈ? હજી સુધી તૈયાર પણ નથી થઈ અને અમારો કૉલ પણ રિસીવ નથી કરતી ” શ્રેયા એ કહ્યું
પ્રીતિ એ તરત પોતાનો ફોન ચેક કર્યા, શ્રેયા ના મિસકૉલ હતા, “સોરી મને ખબર જ ન હતી ” પ્રીતિ એ કહ્યું
“પ્રીતિ શૌર્ય સાથે કોઈ વાત થઈ? ” અક્ષય એ કહ્યું
“ના એની સાથે કોઈ વાત નથી થઈ ” પ્રીતિ એ કહ્યું
“અરે મને કંઈ સમજાતું નથી આખરે શૌર્ય અને કિંગ…? ” શ્રેયા એ કહ્યું
“હા યાર પ્રીતિ શું છે આ બધું તું શૌર્ય ને આેળખે છે? ” અક્ષય એ કહ્યું
“હા હું એનું આેળખું છું ” પ્રીતિ એ કહ્યું
“કંઈ રીતે ? ” શ્રેયા એ કહ્યું
“તમે બંને તો મને દસ વર્ષ થી ઓળખો છો પણ હું શૌર્ય ને નાનપણથી આેળખું છું ” પ્રીતિ એ કહ્યું
“મતલબ તને ખબર હતી શૌર્ય જ કિંગ છે ” અક્ષય એ કહ્યું
“ના મને પણ કાલ ફંકશન મા જ ખબર પડી કે શૌર્ય જ કિંગ છે ” પ્રીતિ એ કહ્યું
“પ્રીતિ બહુ બધું કન્ફયુઝન છે ” શ્રેયા એ કહ્યું
“ઓકે હું તને પહેલે થી બધુ કહી ” પ્રીતિ એ કહ્યું
“ઓકે શાંતિથી બેસી ને પછી બોલ ” અક્ષય એ કહ્યું
“હું છ વર્ષ ની હતી ત્યારે અમારી સ્કૂલ મા એક દિવસ ટીચર એક છોકરાને લઈ ને કલાસમાં આવ્યા, એકદમ ગોરો, ગોળ ચહેરો, મોટી ગોળ આંખો અને એટલો માસુમ દેખાતો હતો કે.... એ બીજું કોઈ નહીં પણ શૌર્ય હતો ” પ્રીતિ એ કહ્યું
“મતલબ શૌર્ય ને તું સ્કૂલ ટાઈમથી આેળખે છે? ” શ્રેયા એ કહ્યું
“હા, મેડમ એ તેને કલાસ સાથે પરિચય કરાવ્યો અને અમને બધા ને તેની સાથે ફ્રેન્ડશીપ કરવા કહ્યું, તેને કહ્યું કે તે કલાસમાં કોઈ પણ સાથે બેસી શકે છે પણ એ ખૂણામાં આવેલી ખાલી બેન્ચ પર બેસી ગયો ન તો કોઈ સાથે વાત કરે કે ન તો સ્માઈલ કરી ” પ્રીતિ એ કહ્યું
“ઓહ મતલબ નાનપણથી માસુમ હતો ” અક્ષય એ કહ્યું
“શાંત પાણી બહુ ઉંડા હોય છે ” પ્રીતિ એ કહ્યું
“મતલબ? ” શ્રેયા એ કહ્યું
“એ કોઈ માસૂમ ન હતો, દેખાવમાં માસૂમ હતો બાકી જયારે એના વિશે જાણવા મળ્યું ત્યારે ખબર પડી કે એ મહાશય કેટલો તોફાની છે ” પ્રીતિ એ કહ્યું
“શૌર્ય.... અને તોફાની? ” શ્રેયા એ કહ્યું
“હા તે દિવસે જયારે દાદુ સાથે વાતચીત કરી ત્યારે ખબર પડી કે સમ્રાટ અંકલ શૌર્ય ના દાદાજી છે ” પ્રીતિ એ કહ્યું
“એવું તો શું છે એમનામાં કે બધા એનું નામ સાંભળી ને સત્બધ થઈ ગયા ” અક્ષય એ કહ્યું
“સમ્રાટ સુર્યવંશી, પ્રેમની પરિભાષા જેમણે બધા ને શીખવી, જે દિમાગ થી નહીં પણ દિલથી વિચારતા, દુશ્મનો ને પણ દોસ્ત બનાવી લેતા, બિઝનેસ ની દુનિયામાં એક નવું પ્લેટફોર્મ તૈયાર કર્યું, એ સૂર્ય ના તાપ ને પણ શાંત પડી દેતા, આ દેશમાં બિઝનેસ એમ્પાયર ની સ્થાપના કરનાર મહાનાયક હતા. ” પ્રીતિ એ કહ્યું
“ઓહહ મતલબ એ હતા આ કંપની ના માલીક ” અક્ષય એ કહ્યું
“હા અને કાનૂની રીતે હવે આ કંપની નો માલીક શૌર્ય છે ” પ્રીતિ એ કહ્યું
“શૌર્ય એ તને ફ્રેન્ડશીપ માટે પૂછયું હતું? ” શ્રેયા એ કહ્યું
“એ નવાબ ને કોઈ ની સાથે ફ્રેન્ડશીપ કરવામાં રસ ન હતો એ તો મને ખબર પડી કે સમ્રાટ અંકલ તેના દાદાજી છે એટલે બીજા દિવસે મે સામેથી એની સાથે વાત કરી હતી ” પ્રીતિ એ કહ્યું
15 વર્ષ પહેલાં :-
“હાઈ, મારું નામ પ્રીતિ છે તારું ” પ્રીતિ એ શૌર્ય સામે હાથ લંબાવી ને પોતાની કાલીઘેલી ભાષામાં કહ્યું
“તો હું શું કરું? ” શૌર્ય એ થોડીવાર એની સામે જોઈ ને કહ્યું
“સમ્રાટ અંકલ તારા દાદાજી છે ને? ” પ્રીતિ એ કહ્યું
“તને કેમ ખબર? ” શૌર્ય એ કહ્યું
“મારા દાદુ એ ” પ્રીતિ એ કહ્યું
“એ દાદુ કોણ છે ? ” શૌર્ય એ કહ્યું
“તારા દાદાજી ના બેસ્ટફ્રેન્ડ ” પ્રીતિ એ કહ્યું
“દાદાજી ના તો એક જ બેસ્ટ ફ્રેન્ડ છે કાનજી અંકલ ” શૌર્ય એ કહ્યું
“હા તો એ મારા દાદાજી છે ” પ્રીતિ એ કહ્યું
“ઓહહ ” શૌર્ય એ કહ્યું
“હવે તો મારી સાથે દોસ્તી કરી? ” પ્રીતિ એ કહ્યું
“હા પણ.... ” શૌર્ય એ કહ્યું
“પણ શું? ” પ્રીતિ એ કહ્યું
“મારા ઘરે રમવા આવવું પડશે ” શૌર્ય એ કહ્યું
“ઘરે શું મજા આવે, બહાર રમવાનું હોય ” પ્રીતિ એ કહ્યું
“મને બહાર રમવું નથી ગમતું ” શૌર્ય એ કહ્યું
“ઠીક છે આવી ” પ્રીતિ એ કહ્યું
“તો હવે ફ્રેન્ડ ” શૌર્ય એ હાથ મીલાવતા કહ્યું
“પહેલી વાર તેની સાથે મેં ફ્રેન્ડશીપ સ્કૂલ મા કરી હતી ” પ્રીતિ એ કહ્યું
“ઓહહ તો તું એને પહેલી થી આેળખતી હતી તો જયારે એ ફરી સામે આવ્યો તો ઓળખી ના શકી ” શ્રેયા એ કહ્યું
“સાચું કહું જે શૌર્ય ને હું આેળખતી એ પહેલાં બિલકુલ આવો ન હતો ” પ્રીતિ એ કહ્યું
“તો પછી શું થયું તું એના ઘરે ગઈ હતી? ” અક્ષય એ કહ્યું
“હા દાદુ સાથે ગઈ હતી ” પ્રીતિ એ કહ્યું
“તો કેવું હતું એનું ઘર? ” શ્રેયા એ કહ્યું
“શ્રેયા બહાર લોકો આપણને કહે છે કે આપણે મોંમાં ચાંદીની ચમચી લઈ ને જન્મયા છીએ કારણ કે આપણાં પરિવાર આટલાં અમીર છે પણ શૌર્ય ની લાઈફસ્ટાઈલ જોઈ ને લાગ્યું એ મોંમાં સોનાની ચમચી લઈ ને જન્મયો હતો, એ ઘર નહીં એક વિશાળ મહેલ હતો અંદર જવા વિશાળ દરવાજો અને અંદર જતાં જ બંને તરફ પામ ના ઉંચા વૃક્ષોની હારમાળા અને એ પૂરું થતાં જ વિશાળ ફાઉન્ટેન અને એટલું વિશાળ ગાર્ડન હતું કે જયાં શહેરનાં બધા છોકરો રમી શકે. ઘરમાં પ્રવેશતાં જ વિશાળ હોલ જેમાં છત પર ડાયમંડ મા જડિત ઝૂમર હતું, જમણી તરફ મંદિર હતું ” પ્રીતિ એ કહ્યું
“મંદિર શેનું હતું? ” અક્ષય એ કહ્યું
“રાધા-કૃષ્ણ નું કારણ કે સમ્રાટ અંકલ માટે શૌર્ય કૃષ્ણ હતો પણ સાથે બાજુમાં શિવલિંગ પણ હતું કારણ કે શૌર્ય મહાદેવ ને બહુ માને છે ” પ્રીતિ એ કહ્યું
“અચ્છા એેટલે હમેશાં એના હાથમાં રુદ્રાક્ષ ની માળા હોય છે ” શ્રેયા એ કહ્યું
“હા, ડાબી તરફ વિશાળ ડાઇનિંગ ટેબલ હતું અને તેની બાજુમાં જ કિંચન હતું, તમને ખબર છે એ ઘરમાં 30 રૂમ હતા” પ્રીતિ એ કહ્યું
“30 રૂમ? ” શ્રેયા એ કહ્યું
“હા ” પ્રીતિ એ કહ્યું
“તો એ ઘરમાં કેટલાંક લોકો રહેતાં હતા? ” અક્ષય એ કહ્યું
“શૌર્ય ની ફેમિલી મા એના દાદાજી જ હતા. ” પ્રીતિ એ કહ્યું
“તો એના મમ્મી પપ્પા? ” અક્ષય એ કહ્યું
“એનાં મમ્મી ની ડેથ થઈ ચૂકી હતી અને એના પપ્પા વિશે મે બસ એટલું સાંભળ્યું હતું કે તે એક કાર એક્સિડન્ટ મા..... ” પ્રીતિ એ કહ્યું
“ઓહ તો આટલા વિશાળ ઘરમાં ખાલી બે જ વ્યક્તિ રહેતાં હતાં ” શ્રેયા એ કહ્યું
“ના, એ ઘરમાં વીસ નોકર હતા અને એ બધા પણ એજ ઘરમાં રહેતાં હતાં” પ્રીતિ એ કહ્યું
“આટલાં બધા નોકર ની શું જરૂર ? ” અક્ષય એ વિચારતા કહ્યું
“અરે આટલું મોટું ઘર હતું, સાફસફાઈ કરવા માટે તો જરૂર પડે જ ને ” શ્રેયા એ અક્ષય ને માથામાં ટપલી મારતાં કહ્યું
“ના, એ બધા શૌર્ય માટે હતા, શૌર્ય નું ધ્યાન રાખવા માટે એ બધા હતા ” પ્રીતિ એ કહ્યું
“તો પણ આટલા બધા? ” શ્રેયા એ કહ્યું
“શૌર્ય ને ખાવાનું ખવડાવવા એ બધા હાથમાં પ્લેટ લઈ ને એની પાછળ દોડતા, શૌર્ય આખા ઘરમાં દોડાદોડી કરતો અને બધા એને ખવડાવવા એની પાછળ દોડતા. ” પ્રીતિ એ કહ્યું
“ટુંકમાં એ કોઈ ની વાત માનતો નહીં ” શ્રેયા એ કહ્યું
“સમ્રાટ અંકલ પછી ત્રણ જ એવા વ્યક્તિ હતા જેની વાત શૌર્ય માનતો હતો ” પ્રીતિ એ કહ્યું
“કોણ ત્રણ? ” શ્રેયા એ કહ્યું
“એક હતા મંગળકાકા શૌર્ય ના જન્મ પછી એ જ શૌર્ય નું ધ્યાન રાખતા હતા, શૌર્ય એના દાદાજી પછી સૌથી વધુ લવ મંગળકાકા ને કરતો, શૌર્ય ની નાનામાં નાની વાત ની એને ખબર હોય છે” પ્રીતિ એ કહ્યું
“બીજું કોણ હતું? ”
“શૌર્ય નો કૂક ” પ્રીતિ એ કહ્યું
“કૂક? ” અક્ષય એ કહ્યું
“હા, કૂક કેડબરી ” પ્રીતિ એ કહ્યું
“કેડબરી? એ કેવું નામ? ” શ્રેયા એ કહ્યું
“હા પણ સમ્રાટ અંકલ એ મંગળકાકા અને કેડબરી બંને ને છૂટ આપી હતી કે શૌર્ય ની ભૂલ પર એને સજા આપી શકે છે, મંગળકાકા તો શૌર્ય સાથે ઉંચા અવાજે વાત પણ ન કરતા એટલે શૌર્ય સાથે સ્ટર્કી થવાનું તો દૂર ની વાત છે” પ્રીતિ એ કહ્યું
“તો પછી કેડબરી શું શૌર્ય ને સજા આપવાનો આમ પણ એક કૂક જ હતો ” અક્ષય એ કહ્યું
“શૌર્ય એકજ વ્યક્તિ થી ડરતો હતો અને એ છે કેડબરી કારણ કે એકવાર શૌર્ય બહારનું ફાસ્ટફૂડ ખાઈ ને આવ્યો અને એને કારણે બિમાર પડી ગયો તે દિવસ થી શૌર્ય ને બહાર ની વસ્તુઓ ખાવાની ના પાડી દીધી અને જો શૌર્ય ભૂલથી પણ બહાર નું ફાસ્ટફૂડ ખાઈ એેટલે કેડબરી ને ખબર પડી જ જાય અને શૌર્ય ને દુનિયા નો કડવો ઉકાળો પીવો પડતો એટલે એ કેડબરી થી બહુ ડરતો હતો ” પ્રીતિ એ કહ્યું
“એવા કૂક નું શું કામ એવા તો બહુ બધા મળી જાય ” અક્ષય એ કહ્યું
“કેડબરી કોઈ સાધારણ કૂક ન હતો, દુનિયાની એક પણ એવી ડિશ નથી જે કેડબરી ન બનાવી શકે, શૌર્ય જે બોલે એ ડિશ બનાવી આપતો ” પ્રીતિ એ કહ્યું
“એક મિનિટ પ્રીતિ, તે કહ્યું શૌર્ય ના દાદાજી પછી શૌર્ય ત્રણ વ્યક્તિઓની જ વાત માનતો, બે વ્યક્તિ ની તો ખબર પડી પણ ત્રીજું વ્યક્તિ કોણ હતું? ” શ્રેયા એ કહ્યું
“ત્રીજા વ્યક્તિ વિશે કહ્યું તો એ સમ્રાટ અંકલ ના એમ્પાયર ની એ દિવાલ હતા જેને કોઈ પણ વ્યક્તિ ભેદી શકે તેમ ન હતું ” પ્રીતિ એ કહ્યું
“મતલબ? ” અક્ષય એ કહ્યું
“મતલબ એ વ્યક્તિ સમ્રાટ અંકલ ના મેનેજર, બોડીગાર્ડ, સેક્રેટરી, દોસ્ત અને સમ્રાટ અંકલ તેને પોતાના ભાઈ માનતા હતા ” પ્રીતિ એ કહ્યું
“એવું તો કોણ હતું? ” શ્રેયા એ કહ્યું
“એ હતા રાજનાયક અંકલ, સમ્રાટ અંકલ ની પડછાય, સમ્રાટ અંકલ ને મારામારી પંસદ ન હતી અને તેના આ સ્વભાવ નો ઘણા લોકો ફાયદો ઉઠાવતા પણ રાજનાયક અંકલ એ બધા ને જોરદાર જવાબ આપતાં ” પ્રીતિ એ કહ્યું
“મતલબ? ” અક્ષય એ કહ્યું
“મતલબ એ કે સમ્રાટ અંકલ ની પાછળ એ મારામારી કરતાં અને સમ્રાટ અંકલ ને ખબર ના પડે તેનું પણ ધ્યાન રાખતાં, અને મજા ની વાત તો એ છે કે શૌર્ય ને ફાઈટિંગ કરવાનું એજ શીખવાડતા હતા ” પ્રીતિ એ કહ્યું
“અચ્છા મતલબ પેલાં રોકી યાદવ ને શૌર્ય એ જે માર્યા એ.... ” અક્ષય એ કહ્યું
“હા અને તમને ખબર છે શૌર્ય જયારે સ્ટેજ પર આવ્યો ત્યારે તેની સાથે બે વ્યક્તિઓ પણ હતા ? ” પ્રીતિ એ કહ્યું
“હા, સુટ પહેરેલા હતા એ જ ને ” શ્રેયા એ કહ્યું
“હા એ જ, મારા બર્થડે ના દિવસે પણ ઘરની પાછળ ના ભાગમાં શૌર્ય સાથે એ બંને જ હતા પણ એ સમયે તે બંને એ નકલી દાઢી લગાવી હતી એ બંને બીજા કોઈ નહીં પણ રાજનાયક અંકલ ના જ દીકરા છે, સૌરભ અને અર્જુન ” પ્રીતિ એ કહ્યું
“ઓહ તો એ બંને શૌર્ય ની સાથે રહે છે ” અક્ષય એ કહ્યું
“હા, મને યાદ છે ત્યાં સુધી એ બંને ને સમ્રાટ અંકલ એ લંડન સ્ટડી કરવા મોકલયા હતા” પ્રીતિ એ કહ્યું
“એવું પણ બની શકે કે એ શૌર્ય સુર્યવંશી ન હોય ” અક્ષય એ કહ્યું
“હા તારી વાત સાચી છે પણ શૌર્ય એ જ મને સબૂત આપ્યું હતું ” પ્રીતિ એ કહ્યું
“શું સબૂત આપ્યું? ” શ્રેયા એ કહ્યું
પ્રીતિ એ હાથ માં રહેલ બેર્સલેટ અને ગળામાં રહેલા ચેઈન ને બાજુમાં રાખી ને કહ્યું, “આ બંને શું સરખુ દેખાય છે? ”
“આ પિંક કલરનો હાર્ટ શેપનો સ્ટોન ” શ્રેયા એ કહ્યું
“હા, આ બેર્સલેટ મને શૌર્ય એ દસ વર્ષ પહેલાં મારા બર્થડે પર ગીફટ મા આપ્યું હતું અને આની ખાસીયત એ છે કે આ સ્ટોન ને અંધારામાં રાખીને જો લાઈટ આના પર ફોકસ કરવામાં આવે તો બીજી બાજુ તેના પડછાયામાં શૌર્ય ના નામનો પહેલો આલ્ફાબેટ દેખાય અને એ સમયે મેં પણ શૌર્ય ને આવો જ સ્ટોન રિર્ટન ગીફટ કર્યો, બસ એમાં મારા નામનો આલ્ફાબેટ દેખાય છે અને શૌર્ય હમણાં મારા બર્થડે પર મને આ સ્ટોન આપ્યો ” પ્રીતિ એ કહ્યું
“ઓહહ, તો પ્રીતિ દસ વર્ષ પહેલાં શું થયું હતું? અને શૌર્ય દસ વર્ષ સુધી કયાં હતો? ” શ્રેયા એ કહ્યું
“Actually દસ વર્ષ પહેલાં સવારમાં ન્યૂઝ ચેનલ મા અમે ન્યૂઝ સાંભળ્યા કે સમ્રાટ અંકલ ની કંપની મા શોર્ટસર્કિટ થવાને કારણે આગ લાગી અને એ કંપની મા સમ્રાટ અંકલ અને રાજનાયક અંકલ મૃત્યુ પામ્યા હતા, બીજી તરફ એમના ઘરે ગેસ નો સિલિન્ડર બ્લાસ્ટ થવાને કારણે ઘરમાં આગ લાગી હતી અને એમાં બધા લોકો મૃત્યુ પામ્યાં હતાં અને શૌર્ય પણ એમાં...... ” પ્રીતિ એ કહ્યું
“એકસાથે બંને જગ્યાએ આગ લાગી એ કોઈ સંયોગ તો ન હોય ” અક્ષય એ કહ્યું
“હા અમને બધા ને પણ એવું જ લાગ્યું પણ પોલીસ એ તપાસ કરી તો એમાં પણ આ જ કારણ સામે આવ્યું એટલે આને અકસ્માત સમજી ને ફાઈલ બંધ કરી દીધી ” પ્રીતિ એ કહ્યું
“તો શૌર્ય કંઈ રીતે બચ્યો એમાંથી? ” શ્રેયા એ કહ્યું
“એ સવાલ તો મને કયારનો પંજવે છે, કંઈ સૂજી નથી રહ્યું, આ બધા સવાલોનો એક જ જવાબ છે અને એ છે શૌર્ય ” પ્રીતિ એ કહ્યું
અચાનક ત્રણેય ના ફોનમાં એકસાથે મેસેજ આવ્યા, તેમણે મેસેજ ચેક કર્યા તો એમાં શૌર્ય ની કંપની ની આેપંનિગ નું ઇન્વિટેશન હતું
“આ તો શૌર્ય એ મોકલ્યો છે ” અક્ષય એ કહ્યું
“તો બસ એકવાર મારે એને મળી ને બધા સવાલોના જવાબ માંગવા છે આખરે એ દસ વર્ષ સુધી કયાં હતો અને પાછો આવ્યો તો પણ મને ના કહ્યું ” પ્રીતિ એ કહ્યું
એક વિશાળ સફેદ કલરનાં મહેલ જેની આસપાસ ખાલી જંગલ જ હતું, તે મહેલ ના પહેલાં માળે વિશાળ બાલ્કની હતી, જયાં ટેબલ અને ખુરશી હતા, એક વ્યક્તિ ત્યાં ઉભો હતો અને તેની નજર દૂર દૂર સુધી ફેલાયેલા જંગલ પર હતી, કાળા કલરનાં કપડાં પહેરલા હતા, ગળામાં રુદ્રાક્ષ ની માળા હતી અને હાથમાં ચાંદીમાં જડેલ લાલ કલરનો સ્ટોન ની અંગૂઠી હતી અને બંને હાથ પાછળ ની તરફ હતા.
“સરકાર તમે મને યાદ કર્યા? ” એક વ્યક્તિ ત્યાં આવ્યો અને માંથું નમાવી ને કહ્યું, વિશાળકાય કદાવર શરીર, મજબુત બાંધો, થોડા સફેદ વાળ, આંખોમાં કાળા કલરનો સુરમા લાગવેલ, એકદમ ગંભીર ચહેરો, જાણે કે વર્ષો થી એ હસ્યો જ ન હોય.
“આવ ભૈરવ ” પેલાં વ્યક્તિ એ કહ્યું એકદમ શીતળ બરફ જેવો પણ ભારેભરખમ અવાજ જે કાનની આરપાર જતાં શરીરમાં ધુર્જારી લાવી મૂકે
“સરકાર મારા માટે કોઈ હુકમ ” ભૈરવ એ કહ્યું
“શૌર્ય સુર્યવંશી હજી જીવતો છે ભૈરવ ” પેલાં વ્યક્તિ એ કહ્યું
“હુકમ કરો સરકાર તેનું માથું ધડ થી અલગ કરી ને તમારા ચરણો માં અર્પણ કરી દઈ” ભૈરવ એ કહ્યું
“એની કોઈ જરૂર નથી ભૈરવ હજી ઉગી નો ઉભો થયો છે એ, આપણા માટે કોઈ ખતરો નથી, તું બસ આપણાં કામમાં લોકોની સંખ્યા બમણી કર, શૌર્ય સુર્યવંશી હજી યુવાન છે ઉકળતું લોહી છે સમય જતાં શાંત થઈ જશે ” પેલાં વ્યક્તિ એ કહ્યું
“જો હુકમ સરકાર ” ભૈરવ એ કહ્યું અને તે ત્યાં થી ચાલ્યો ગયો
પેલાં વ્યક્તિ ના ચહેરા પર એક સ્મિત આવ્યું પણ એ સ્મિત ઘાતક હતું.
પ્રીતિ એ શૌર્ય નું અડધું સત્ય તો કહી દીધું પણ અડધું સત્ય તો હજી જાણવાનું બાકી છે જે બહુ જલ્દી જાણવા મળશે. દિગ્વિજયસિંહ પણ આ રહસ્યો ની આંટાઘૂટી ને ઉકેલવા નો પ્રયાસ કર્યો પણ એ ખૂદ એ રહસ્યો ની આટાંઘુટી મા ફસી ગયો એેટલે દિગ્વિજય સિંહ ડિપાર્ટમેન્ટ માંથી રજા લઈ ને ગોવા જતો રહ્યો, હુસેન મોત શૌર્ય ને કારણે થઈ પણ કમિશ્રનર ને રઘુ એ માર્યો પણ આ કામ માટે એને કોણે પૈસા આપ્યા અને રઘુ ને કોણે માર્યા, કમિશનરે દિગ્વિજય સિંહ ને લાલ ડાયરી આપી પણ એ ડાયરી મા કેટલીક હકકીત હતી, આ સ્ટોરીનો ખલનાયક લોકોની લાશો ને પગથિયાં બનાવીને એ ઉંચાઇ સુધી પહોંચ્યો હતો જયાં કોઈ તેને સ્પર્શ પણ કરી શકે તેમ ન હતું, તેની એક ખાસિયત હતી તે પોતાના પ્યાદાઓ ને સમય આવતાં જ કુરબાન કરી દેતો હતો, તેનાં આ પ્યાદાઓ માં બે વજીર હતા એમાંથી એક એ કમિશ્નર દ્વારા દિગ્વિજય સિંહને લાલ ડાયરી અપાવી અને બીજા વજીરે રઘુ દ્વારા કમિશ્નર ને ખતમ કર્યો, એ બંને વચ્ચે શું રહસ્ય હતું એ સીઝન - 2 માં જ ખબર પડશે. બસ લાલ ડાયરી માં રહેલા ચાર નામમાંથી બે જ નામ સાચા હતા અને એ બે જ હતા વજીર એક હતો બાદશાહ અને બીજો હતો સુલતાન. આ બંને વચ્ચે શું થયું એ સીઝન - 2 મા ખબર પડશે.
શૌર્ય નું બાકી નું સત્ય આવતાં એપિસોડમાં ખબર પડશે, આખરે એ કંઈ રીતે બચી ગયો, અને એક ખાસ વ્યક્તિ આવી રહ્યાં છે જે શૌર્ય ની તાકાત માં વધારો કરશે, કોણ છે એ જાણવા માટે વાંચતા રહ્યો, “KING - POWER OF EMPIRE ”