Harta Farta kapadvanj Shivalayo in Gujarati Travel stories by vishnusinh chavda books and stories PDF | હરતાં ફરતાં કપડવંજ શિવાલયો

Featured Books
Categories
Share

હરતાં ફરતાં કપડવંજ શિવાલયો

કપડવંજ આસપાસના પૌરાણિક
શિવાલયો ની ટુંકી માહિતી ...
ૐ નમઃ શિવાય...ૐ નમઃ શિવાય...ૐ નમઃ શિવાય...
પવિત્ર શ્રાવણ માસમાં આજે તો પહેલો સોમવાર છે ભક્તિભાવપૂર્વક પ્રારંભ થઈ રહયો છે. જેને લઇને સમગ્ર કપડવંજ તાલુકાના ગામોમાં એક માસ સુધી ધાર્મિક માહોલ જોવા મળશે. અમે શિવાલયોમાં બમ બમ ભોલે અને નમઃ શિવાયના નાદથી શિવાલયો ગુંજી ઉઠશે.
શ્રાવણ માસમાં શિવભક્તો આખો માસ શિવ ભક્તિમાં લીન બની રહેતાં હોય છે. શિવ ભક્તો શિવની આરાધના કરી શકે તે માટે દરેક શિવાલયમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ વિશેષ ભીડ જોવા મળે છે દરેક શિવાલયોમાં જ્યા ભાવિકો દ્વારા ભગવાન શિવને જળાભિષેક, દૂધાભિષેક કરી બીલીપત્રને પુષ્પો ધરાવી પૂજા અર્ચના કરવામાં આવે છે જેને લઇને સમગ્ર શિવાલયમાં ભક્તિમય વાતાવરણ બની જાય છે.આજે આવાજ કપડવંજ આસપાસ ના પૌરાણિક
શિવાલયો ની માહિતી જાણીશું.


કપડવંજ ની આસપાસના શિવાલયો
૧ શ્રી પારદેશ્વર મહાદેવ વહેલાલ,
૨ શ્રી બિલેશ્વર મહાદેવ બારીયા દેવકણના મૂવાળા પાસે
૩ શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ ઉત્કંઠેશ્વર
૪ શ્રી કેદારેશ્વર મહાદેવ તેલનાર
પ શ્રી ગંગેશ્વર મહાદેવ ઝાંઝરી બાયડ
૬ શ્રી નિલકંઠ મહાદેવ કપડવંજ
૭ શ્રી કુબેર મહાદેવ મંદિર કપડવંજ
૧ શ્રી પારદેશ્વર મહાદેવ મંદિર વહેલાલ

એ દહેગામ તાલુકાના વહેલાલ ગામે આવેલું છે. જે દહેગામ થી ૧૬ કિલોમીટર દૂર આવેલું છે. મોટા ભાગના શિવ મંદિરોમાં શિવલિંગ પથ્થર માથી બનેલા જોવા મળે છે.પણ અહીં આ મંદિર માં શિવલિંગ કે જે પારો અર્થાત મરક્યુંરી માથી બનાવેલ છે. આ શિવલિંગ નેં ૧૨૫૧ કિલો પારામાંથી બનાવેલું છે.આ મંદિર સ્થાપના ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ માં કરેલ છે.ગાંધીનગર જીલ્લા માં બે જગ્યાએ પારા ના શિવલિંગ છે. એક અહીં અને બીજું ગ્રામભારતી માં આવેલું છે. પૃથ્વી,પાતાળ અને આકાશ ત્રણેય લોકોના શિવલિંગ નુ પુજા કર્યો નું ફળ આ પારદ શિવલિંગ ના દશૅન માત્રથી પ્રાપ્ત થાય છે.પારો બાંધવા ની ક્રિયા જે વિજ્ઞાન પાસે પણ નથી.તે આપણા યોગીઓ, સંતો,રૂશિમુની પોતાના તપોબળ અને આયુર્વેદ ઔષધીઓ સાથે અપાર શ્રદ્ધા અને વિશ્વાસ ના બળે આ કામ સિદ્ધ કરી નેં બતાવ્યું છે. દેશ વિદેશ થી મોટી સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવે છે.અહી દેશના વિર જવાનોની રક્ષા માટે જાપ કરવામાં આવે છે.

૨ શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર બારીયા

દહેગામ થી કપડવંજ વાળા હાઈવે પર દેવકણના મુવાળા ગામ આવે છે.તે ગામના પહેલા વળાંકે બારીયા ગામમાં જવાનો રસ્તો આવે છે.જે ૭ કિલોમીટર અંદર બિલેશ્વર મહાદેવ મંદિર બારીયા જાય છે.આ મંદિર વાત્રક નદીના કિનારે આવેલું છે.અહી ખુબ જ શાંતી હોય છે.તમે અહીં આવીને ખુબ મજા આવશે.અહી નાનો એવો બગીચો પણ છે.આશ્રમ આવેલો છે.સામે કાંઠે ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર દેખાય છે.અહી સાતે રૂશિમુની નું મંદીર આવેલુ છે.આ મંદીર નેં ૨૦ થી ૨૨ વર્ષ બધાવે થયાં છે. અહીં ખુબ જ પ્રમાણમાં બિલિપત્ર ના ઝાડ હોવાથી આ મંદિર નેં બિલેશ્વર મહાદેવ મંદિર કહેવાય છે.


૩ શ્રી ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર ઉત્કંઠેશ્વર

આ મંદિર કપડવંજ જતા હાઈવે રોડ પર આવેલું છે.આ મંદિર વાત્રક નદીના કાંઠે આવેલું છે.જે ૨૦૦૦ વર્ષો પહેલાંનું જુનું હોવાનું કહેવાય છે. આ મંદિર સાથે પૌરાણિક કથા જોડાયેલી છે.જાબાલી નામના ઋષિનો આશ્રમ હતો. આ જગ્યાએ ધર્મ પરિષદભરી હતી. પરિષદમા આમંત્રિત તમાંમ ઋષિઓને જાણ થઈ કે જાબાલિ ઋષિ ધર્મ ભ્રષ્ટ છે. જાંબલી ઋષિએ જ્યાંરે ભોજન માટે આમંત્રણ આપ્યું.ત્યારે ઋષિઓએ ચોખા રાંધીને ખાવાનો આગ્રહ રાખ્યો.જાબાલિ ઋષિએ તત્કાળપોતાના તપોબળ થી એક જ રાતમાં ઝાંઝરીમા ડાંગર નો પાક તૈયાર કરી ચોખા રાંધીને ખવડાવ્યા હતા.
એવું કહેવાય છે.જાબાલી ઋષિની ઉત્કંઠાથી અહી
ભોળાનાથ પ્રગટ થયા હતા.આથી આ મંદિર નેં ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર કહેવાય છે.તેમજ એવું પણ કહેવાય છે. ઋષિ મુનિ કાશીમી આ શિવલિંગ નેં લાવ્યા હતા. ઉંટ
ના પગના તળિયા જેવો આકાર હોવાથી તેને ઉંટડિયા
મહાદેવ પણ કહેવાય છે. આ મંદિર પ્રથમ દૃષ્ટિએ જ ભવ્ય વિશાળ અને આકર્ષક લાગે છે. શિવાલયની ઉંચાઈ ૮૦ થી ૮૫ ફુટ જેટલી છે.ખાડાની પાસે એક તરફ પિત્તળ ના વિશાળ મહાદેવજી આગવી છટાથી ઉભા છે.
યાત્રાળુઓ પુજારીઓ અહીં શિવજી ની પુજા અભિષેક વગેરે કરે છે. મંદિર ની પાસે નીચે નદી તરફ જવા માટે અંદાજે ૧૩ થી ૧૫ જેટલા મોટા પગથાર છે.
કુલ લગભગ ૧૨૫ જેટલા પગથિયાં પાસે જ એક ઝરણું વહે છે. તે શાલિઝરણ ના નામે ઓળખાય છે.અહી ખુબ જ પ્રમાણમાં ઉંટ જોવા મળે છે.જેની સવારી ની મજા બાળકો અને યુવાનો વર્ગ આનંદ માણે છે. અહીં ઘણા બાળકો ની મુંડનવિધી (બાબરી) કરવામાં આવે છે.નદિ કિનારે ડુંગરી માતાજી નુ મંદીર આવેલુ છે.ત્યા ભક્તો દર્શન કરવા જાય છે.
દર વર્ષે મહાવદી ૧૪ ના દિવસે ભવ્ય મેળો ભરાય છે. અહીં રહેવા જમવાની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા હોય છે.એક ધર્મશાળા પણ છે.જયા દરેક ભક્તો નેં પોસાય એટલાં પૈસા સાથે રહેવા જમવાની સુવિધા પુરી પાડવામાં આવે છે.મંદિરની આરતી નો સમય : સવારે ૬:૦૦વાગ્યે
સાંજે : ૭:૦૦ વાગ્યે

૪ શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર તેલનાર

ઉત્કંઠેશ્વર મંદિર થી પહેલા બોભા ચોકડી પરથી તેલનાર ગામ જવાના રસ્તે ૧૦ કિલોમીટર દૂર કેદારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.જેને પાંડવો દ્વારા શિવલિંગનુ સ્થાપન કરવામાં આવેલું છે.તેવુ કહેવાય છે.આ મંદિર પણ વાત્રક નદીના કિનારે આવેલું છે.આ મંદિર ની બાજુ માં શ્રી વિષ્ણુજી મંદિર, શ્રી સુર્યમંદિર​ , શ્રી અન્નપુર્ણાજી મંદિર, શ્રી સરસ્વતીજી, મંદિર આવેલા છે. અહીં ખુબ જ શાંતિ નો અહેસાસ થશે.દશર્ન સાથે પિકનીક નો પ્રોગ્રામ ગોઠવવી શકાય છે.સાથે નદીમાં સ્નાન કરવાનો લ્હાવો લેવા જેવો છે.બાળકો અને યુવાનો નેં આ જગ્યા ખુબ જ ગમશે.


૫ શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર ઝાઝેરી બાયડ

બાયડ તાલુકાના ડાભા ગામથી લગભગ ૪ કિલોમીટર દૂર આ મંદિર આવેલું છે.આ મંદિર નુ બાંધકામ ઈ.સ. ૧૯૬૫ માં કરવામાં આવેલ છે. કુદરતી રમણિયતા અને ચારે તરફ લિલોતરી જોવા મળે છે.અહી ગંગેશ્વર મહાદેવ મંદિર છે. તેની બહાર ની બાજુએ એક ગૌ મૂખ હતું જેમાં થી સતત પાણીનો કુદરતી પ્રવાહ ચાલુ રહેતો હતો જે હવે બંધ થઈ ગયો છે. બાજુમાં ગંગામાતાજી નુ મંદીર પણ આવેલું છે.
અહીં થી ૧ થી ૨ કિલોમીટર દૂર કુદરતી પાણી ના પ્રવાહ વહે છે.જેને ઝાંઝરી ના ધોધ તરીકે વિખ્યાત છે. પાણી નો પ્રવાહ કુદરતી ધોધ સ્વરૂપે નીચે પડીને નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે.જે પ્રકૃતિપ્રેમી પર્યટકો માટે આકર્ષણનુ કેન્દ્ર છે.અહી નાવ્હા નુ જોખમ કારક છે.અહી દર વર્ષે ઘણા પ્રવાસીઓ પોતાના જીવ ગુમાવે છે.અનેક લોકો મૃત્યુને
ભેટ્યા છે.તો સાવચેતી રાખવી...

૬ શ્રી નીલકંઠ મહાદેવ મંદિર :-
કપડવંજના કુંડ વાવ પાસેના ટાવર પાસેના બજારના રસ્તે પૂર્વ તરફથી નાનકડી બારી જેવો પ્રવેશમાર્ગ જતા મેલડી બંધ નાની ધર્મશાળા આવે છે. જેમાં થઈને મંદિરમાં પ્રવેશ કરી શકાય ધર્મશાળા સારી સ્થિતિમાં છે. અહીં પહેલાં આ વખતે સંતો, સન્યાસીઓ પૂજારીઓ વાસ કરતા હતા. અહીં થી અંદર જતા ભૂગર્ભમાં ભવ્ય શિવલિંગ છે. જે સ્વયંભૂ શિવલિંગ તરીકે ઓળખાય છે. ખુબ જ સુંદર શિવલિંગ છે. જે ગુર્જશ્વરના સમયમાં કુંડમાંથી નીકળેલ છે. હાલમાં જે ભગવાન નિલકંઠેશ્વર નું આ મંદિર છે ત્યાં પહેલા ના જમાનામાં જંગલ હતું. ગામ જ્યારે રાહ ના આરે મહોર નદીના સામે કાંઠે કર્પટવાણિજય (કપડવંજ) શહેર આબાદ હતું. ત્યારે આ સ્થળે જંગલ હતું. અહીં નાનકડો ખાડો તલાવડી હતી. જ્યાંથી આ શિવલિંગ મળ્યું હતું. ત્યારબાદ અહીં શિવાલય બંધાયું. અને મહાદેવ ના ઘણા બાણ (શિવલિંગ) હોય છે. તેમા બાણ જુદું જ છે શ્રી ભગવાન નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર કોને અને ક્યારે બંધાવ્યું તેનો ઉલ્લેખ મળતો નથી હાલનું આ મંદિર નવું છે.
આ શિવાલયમાં પ્રવેશ દ્વાર બે બાજુ છે દક્ષિણ તરફથી પ્રવેશતા પ્રથમ પાંડુ પૌત્ર બબ્રુવાહન દાદા (બળીયાદેવ કાકા) નું નાનકડું દેવળ છે.


૭ શ્રી કુબેરજી મહાદેવ મંદિર :-
કપડવંજ માં મધ્ય માં દાણા રોડ પર આવેલું છે.આ મંદિર ખુબ જ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ ધરાવતું મંદિર છે.આ મંદિર ની ખાસિયત એ છે કે તમે શિવ મંદિર માં શિવલિંગ તો ઘણાં જુદા જુદા જોયાં હશે.મોટા નાના, સફેદ, કાળું, લંબગોળ,ચોરસ, શિવજી ના મૂખાકૃતી વાળું,કે ગાયની ખળી વાળું વગેરે વગેરે પણ અહીં નું શિવલિંગ બધા થી અલગ છે.એનો આકાર પૌરાણીક શિવલીંગ ત્રિકોણ આકાર છે. અને મંગળના નંગ જેવા બદામી કલરનું છે.આવુ શિવલિંગ ગુજરાત ભરમાં જોવા નહીં મળે. ખુબ જ સુંદર રમણીય વાતાવરણ માં આ મંદિર આવેલું છે.ઘણા વર્ષો પહેલાં અહીં ખોદકામ દરમિયાન આ શિવલિંગ મળી આવેલું છે.તેની સાથે સુર્ય, વિષ્ણુજી, મહાદેવજી, ગણેશજી, હનુમાનજી ની મૂર્તિ ઓ મળી આવેલી જે અત્યારે મંદિર માં જોવા મળે છે.એના ઉપર થી એવો ખ્યાલ આવે છે કે અહીં પહેલા ભવ્ય શિવાલય હશે.જે ખુબ જ સુંદર અને કલાત્મક કોતરણી વાળું મંદિર હશે.
તો મિત્રો આ શ્રાવણ માસમાં આપ સૌ સહ પરિવાર
આ પૌરાણિક શિવાલયો ના દર્શન નો લાભ લેજો અને
અન્ય મિત્રો ને પણ આની માહિતી આપજો આભાર...

અર્પણ
-::: બધા જ શિવ ભક્તો ને :::-