Facebookiyo Prem - 4 in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | ફેશબુકીયો પ્રેમ - 4

Featured Books
Categories
Share

ફેશબુકીયો પ્રેમ - 4

" એ તેનો ભાઈ નથી તો છે કોણ?" અંશ એ કહ્યું.

"અરે , ભાઈસાહેબ! તુજ સે પહેલા કા ઉસકા હીરો લગરેલા હૈ! તું માત્ર ઉસકા મિત્ર હૈ! પર વહ ઉસકા બાકી તું સમજદાર હૈ મેરે બ્રો." હર્ષ એ કહ્યું.

"એ હર્ષિયા! ચૂપ! આવી પરિસ્થિતિમાં કાંઈ પણ બોલે છે? આવા સમયે તો ચૂપ રહેતો જા." અભિષેક એ કહ્યું.

"ના! બોલવા દેને એને. ઓમેય આપણું જીવન મજાક બનીને રહી ગયું છે." અંશે કહ્યું.

એ વાક્ય બોલી અંશ ત્યાં થી જતો રહ્યો. હર્ષ અને અભી આ વિષે થોડી ચર્ચા કરી રહ્યા હતા.

"એ હર્ષિયા! તને શું લાગે છે? એટલે ખરેખર એ તેનો?"

"હા! મેરેકો તો ઐસાઇચ લગરેલા હૈ. બાકી યુહ તોહ બંજર શા થા મેરા આશિયા મહેફિલ આપકે આને શે સજી! હવે એ ગીત યાદ આવી ગયું".

"હા! તુંય ઘરભેગી નો થા હવે. અને ત્યાં તારા બાપા હામે વગાડજે બેઠી-બેઠી! યુહ તો બંજર શા થા મેરા આશિયા!"

"હા, તોહ વગાડું જ છું ને! મારા બાપા એ જ તો સજેસ્ટ કરેલો મને આ ગીત. એટલે જોરદાર ગીત છે લ્યા."


"મને માફ કરીશ! હું નીકળું ચાલ."

આમ, અભિષેક પણ ત્યાં થી જતો રહ્યો.અને આ તરફ અંશ ઘરમાં એકલો તેને ખુદને જ તેના રૂમમાં લોક કરી મુક્યો હતો. સાત દિવસ થી એફબી ખોલ્યું નહોતું. શાળાએ જતો પરતું, કોઈ થી વાતચીત નહોતો કરતો. આમ, અંતે શ્રેયા તેની શાળા પાસે આવી. અંશ ની રાહ જોવા લાગી.અંશ શાળામાં થી છૂટ્યો અને ઘેર તરફ વધવા લાગ્યો.

"એય, લખોટી! ક્યાં જાય છે?" શ્રેયા એ પ્રશ્ન કર્યો.

"શ્રેયા! તું? અહીંયા? કેમ? શા માટે?" અંશ એ પ્રશ્નો કર્યા.

"શાંત! લખોટી! શાંત! કેમ, આટલા દિવસો થી એફબી પર મારા પ્રશ્નો ના ઉત્તર નથી આપતો? થયું છે શું? મને થયું આ શહેર માં છે કે, પછી જતો રહ્યો?"

"કંઈ નહીં યાર! આ પરીક્ષાઓ આવી રહી છે ને?માટે થોડું ટેન્શન હતું.

"ઓહ! પરીક્ષાઓ ના ટેન્શન તમે પણ લ્યો છો? મને એમ થયું કે, તું ફિલ્મો જોવા સિવાય કંઈ કરતો જ નથી લે!"

"ના એવું નથી. આપણે છીએ તો હોશિયાર! ટોપર એમ જ નથી બન્યો કંઈ."

"ઓહ! તો ફ્રી છે અત્યારે? તો ઓલી નવી ફિલ્મ આવી છે ને? ગુજરાતી! એ જોતાં આવીએ."

"હે! મતલબ અત્યારે? અને મારી સાથે?"

"હા! કેમ નહીં? તારી સાથે ન જઈ શકું?"

"હા પણ મારે મારી મમ્મી સાથે શાક માર્કેટ જવાનું છે. માટે નહીં આવી શકું".

"એસ યોર વિશ. તને ફોર્શ તો નહીં કરી શકું. ચલ બાય."

આમ, અંશ ના હૃદયમાં શ્રેયા માટે નો એ પ્રેમ આજે પણ એટલો જ છે. પરંતુ, તે શા માટે તેની સાથે ન ગયો? એતો માત્ર અંશ જ જાણે છે.

"એ અંશ! કેમ શ્રેયા સાથે ન ગયો? આ બધું શું છે? એક છોકરી સામે થી તને મુવી નું પૂછી રહી છે. અને તમે? ભાવ ખાયા રાખો". અભિષેક એ કહ્યું.

"અરે, અભી ભાવ નહીં ખાયા હોતા તોહ, સિનેમામેં ઉસકે સાથ ફુલે ખા રહા હોતા". હર્ષ એ કહ્યું.

"ભાવ જેવું કંઈ જ નથી યાર. આમ, તેની સાથે જવામાં કંઈ મતલબ જ નથી રહ્યો. તે બીજા સાથે ખુશ છે. તેના જીવનમાં આપણે શા માટે ઘૂસવાનું?"


આમ, આ બધી લાઈનો બોલી અંશ તેના ઘેર જવા માટે નીકળી ગયો.

"યહ, બંદા પાગલ તો નહીં હો ગયા? અરે લડકી સામને શે ફિલ્મ કે લિયે પૂછે તોહ મૈં તો તૈયાર હો જાઉં! લેકિન મુજે કોઈ પૂછતાઈંચ નહીં". હર્ષ એ કહયું.

આમ, અંશ ઘેર પહોંચ્યો. તેના રૂમમાં બેઠો બેઠો માત્ર શ્રેયાના વિચારો કરી રહ્યો હતો. આ સ્ટોરી માં શું કોઈ ટ્વિસ્ટ આવવાનું છે? શું આ ફેશબુકીયો પ્રેમ અંતે અંશ ને સંતુષ્ટિ આપવાનો છે? આવા જ કેટલાક પ્રશ્નો ના ઉત્તર મેળવવા માટે થોડા સમય ની રાહ જોવી જ પડશે.

ક્રમશઃ