Superstar part 8 in Gujarati Fiction Stories by Sandip A Nayi books and stories PDF | સુપરસ્ટાર ભાગ - 8

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુપરસ્ટાર ભાગ - 8

સુપરસ્ટાર

ભાગ 8

“કબીર સામે એવા કોઈ ઠોશ પુરાવા છે જ નહીં કે તેને હજુ રિમાન્ડ પર રાખી શકાય.કબીરને બેલ મળવી જ જોઈએ”અનુજાએ કોર્ટમાં એકદમ પોતાના અડીખમ અવાજ સાથે કહ્યું.બધાની સામે બેઠેલા જજ થોડીવાર માટે પોતાના ચશ્મા નિકાળીને અનુજા સામે જોઈ રહ્યા.

અનુજાએ કોર્ટ સામે બધી જ વાત કરી હતી જે કબીરના બેલ મળવા માટે જરૂરી હતી.અનુજાએ શોભિતને બોલાવીને તેણે કરેલી એવાર્ડ ફંકશનના ફૂટેજની કાર્યવાહી વિશે સવાલો કર્યા હતા અને તેમાં જ્યાં સુધી એવાર્ડ ફંકશન પૂરૂ ના થયું ત્યાં સુધી કબીર એવાર્ડ ફંકશનમાં હતો એ જ માલૂમ પડ્યું હતું.સીસીટીવીના હેકીગ વિશે પણ કબીર સામે કોઈ ઠોસ પુરાવા મળ્યા નહોતા.કબીર એક હેકર હતો એ વાત તો સાચી પણ તેણે જ હેક કર્યા તેવું હજુ સુધી કઈ સાબિત નહોતું થયું.

શોભીતે ખુદે પણ કોર્ટ સામે કબીરના હજુ થોડા દિવસ માટે રિમાન્ડની માંગ કરી હતી પણ અનુજાના સામે તેની એકપણ નહોતી ચાલી.કબીરની દરેક વાત કોર્ટના સામે અલગ જ રીતે મૂકીને તેણે બધાને એકવાર માટે ચકિત કરી દીધા હતા.શોભીતે ફરીવાર કોર્ટના સામે કબીરના એવાર્ડ પર મળેલા નિશાન સેમ માર્ટિનાના ફેસ પર મળ્યા હતા તેની રજૂઆત કરી હતી પણ અનુજાના સામે તેનું કઈ નહોતું આવ્યું અને આખરે જ્યાં સુધી કબીરના સામે કોઈ ઠોશ પુરાવા ના મળે ત્યાં સુધી કોર્ટ તેની બેલ મંજૂર કરી દીધી હતી.

કબીરને બેલ મળતા જ તેના ફેસ પર એક રીતે શાંતિનો અહેસાસ દેખાઈ રહ્યો હતો.અનુજા કબીર માટે એક મશીહાની જેમ બનીને આવી હતી.અનુજાના ફેસ પર એક ખુશી હતી કે કબીરને બેલ મળી ગયા.શોભિત બને એટલા ટ્રાય કર્યા પણ કબીરના રિમાન્ડ મંજૂર નહોતો થયા એટલે હવે ખાલી પૂછતાછ થકી જ તેને કબીર સાથે ફોર્મલિટી કરવી પડશે.શોભીતે મનમાં નક્કી કરી લીધું હતું કે જે પણ માર્ટિનાનો ખૂની હશે તેને તે પકડીને જ રહશે.

“કબીર......આપકો બેલ તો મિલ ગયે લેકિન આપ બતાના ચાહેગે કી કૈસે આપને માર્ટિનાના મર્ડર કિયા થા ઔર ક્યું ?”કબીરના કોર્ટની બહાર નીકળતા જ બધા જ ટીવી-ચેનલના પત્રકારો તેના પર તૂટી પડ્યા હતા.તેના આજુ-બાજુ લોકોનો ઘેરાવો થઈ ગયો.ક્યાંથી બહાર નીકળવું એની ખબર નહોતી પડી રહી.

“માર્ટિના કા મર્ડર કરકે ક્યાં સાબિત કરના ચાહતે હે આપ......???”કબીર આ સવાલ સાંભળીને એકદમ જ ચાલતા અટકી ગયો હતો અને જે પત્રકારે આ ક્વેસ્ચન કર્યો હતો તેના સામે ધારી-ધારીને ગુસ્સામાં જોવા લાગ્યો.

“અભી યે તય નહીં હુઆ કી મર્ડર કિસને કિયા હે”તરત કબીરના હાવભાવ જોઈને અનુજાએ બધાને જવાબ આપ્યો હતો.બધા હવે કબીરને માર્ટિનાનો ખૂની જ સમજવા લાગ્યા હતા.ટીવી-ચેનલો પર ચાલતી ડિબેટમાં પણ કબીરને નિશાનો બનવામાં આવ્યો હતો.કબીરના નામે ડિબેટો કરીને લોકો પોપુયલયર થઈ રહ્યા હતા.અચાનક જ બધાનો સુપરસ્ટાર વિલન બની ગયો હતો.તમારા સારા કામ કરતાં તમારું ખરાબ કામ લોકોની નજરમાં જલદી આવી જાય અને આજે કબીર સાથે એવું જ થયું હતું.કબીર,આશુતોષ અને અનુજા બને એટલી જલદી બધાની વચ્ચેથી નીકળવા ગયા હતા.અત્યારે કબીરને અહીથી ઘરે લઈ જવો જ સેફ હતો.

“કબીર.....કબીર.......”પત્રકારો કબીરના સામે જોઈને બોલાવતા રહ્યા.

અચાનક જ તમારી લાઈફ ટર્ન લે અને અને તમે જે લોકોની નજરમાં સારા હોવ એમની નજરમાં ખરાબ થઈ જતાં વાર નથી લાગતી.લોકો તમારા કરેલા સારા કામને જલદી ભુલાવી દેતા હોય છે.તમારે દરેક વખતે ખુદને પ્રૂવ કરવાની પરિક્ષામાથી પસાર થતાં રહેવાનુ હોય છે.કબીરે પણ પોતાને સાબિત કરવા બધાની સામે લડતા રહેવાનુ હતું.માર્ટિનાના પોતાની લાઈફમાથી ગયાનું દુખ ઓછું હતું કે તેના સામે આ બધા સવાલો થઈ રહ્યા હતા.જેને તે પોતાના કરતાં પણ વધારે પ્રેમ કરતો હતો એના જ ખૂનનો દોષ તેના પર આવીને ઊભો હતો.કબીરે પહેલા ખુદને નિર્દોષ સાબિત કરીને પછી જ માર્ટિનાના અસલી ખૂની સુધી પહોચવાનું હતું.

*************

“સાબ હમારા તો કામ હે પૂરા દિન સાબ કે સાથ રહેના ઔર હમ દોનો પૂરા દિન ઉનકે સાથ હી થે.....”મનોજે શોભિતના સામે બધી વાત કરતાં કહ્યું.

શોભિત હિરેન અને મનોજ સાથે બેઠો હતો.શોભિત માટે બધા લોકોની સાક્ષી જરૂરી બની ગઈ હતી.આ કેસમાં બને એટલા વળાંકો આવી ગયા હતા.કબીરને બેલ મળતા જ હવે શોભિત માટે મુશ્કેલીઓ વધારે વધી ગઈ હતી.માર્ટિનાના ફેસ પર મળેલા નિશાન અને કબીરના એવાર્ડ મળેલા નિશાન સેમ કઈ રીતે હતા તેની હજુ સુધી ગુત્થિ શોભિતના મનમાં રમ્યા કરતી હતી.કબીર તેના માટે હવે માથાનો દુખાવો બની ગયો હતો.હિરેન અને મનોજ પાસેથી કોઈપણ માહિતી મળી જાય તો શોભિત માટે એ જરૂરી હતી.

“તુંમ લૉગ તો પૂરા દિન કબીર કે સાથ રહેતે હો તો બતાવો ઊસકે બારે મે કુછ”શોભીતે બને એટલા સારી રીતે તેમની પાસે વાત નીકાળવાનો ટ્રાય કર્યો.

“કબીર સર કા સ્વભાવ ઊનકા નેચર બહોત અચ્છા હે.વો કભી ભી હમે પરાયા યા હમે ઉનકે બોડીગાર્ડ હે ઐસા મેહસૂસ નહીં હોને દેતે,હમેશા હમે એક ફૅમિલી કી તરહ ઉનકે સાથે રખતે થે.....”આ વખતે હિરેને બને એટલા સારી રીતે જવાબ આપ્યો.આંખો દિવસ ઊભા રહીને બેઠા બેઠા પણ ઊભા હોય એમ જ બેઠેલા હિરેન માટે આ બધુ નવું હતું.બોડીગાર્ડ હતા પણ આજ સુધી કદી તેમણે પોલિસ સ્ટેશન નહોતું જોયું.પોતાના ખડતલ શરીર માટે એમને નાજ હતું કેમકે એ જ એમની રોજી-રોટી હતી.

“કબીર ઔર માર્ટિનાના કે બીચ કોઈ અનબન ઔર ઐસા કુછ ?”શોભીતે મૈન વાત જાણવા તેનો આખરી સવાલ તેમના સામે ફેકયો.

“કભી ભી નહીં સર હમેશા દોનો સાથ મે ખુશ રહેતે થે.માર્ટિના મેમ ઔર કબીર સર કા રિલેશન બહોત અચ્છે થે......”મનોજે પોતાની વાત પૂરી કરતાં કહ્યું.

શોભિત માટે હવે ખરે-ખર આ કેસ માથાનો દુખાવો બની ગયો હતો.કબીર અને માર્ટિના બધાની માટે એક સારા કપલની યાદીમાં આવતા હતા.કબીર અને માર્ટિના વચ્ચે કદીપણ કોઈ અણબનાવની વાતો બહાર નહોતી આવી.કબીરનો સ્વભાવ પણ બધાની માટે સારો હતો.ના તો કબીર ગુસ્સો કરતો કદી,ના કદી તેણે પોતાના આજુ-બાજુમાં રહેતા લોકોને ઠેસ પહોચાડી હતી.કબીર બધાની નજરમાં એક સારો ઇન્શાન માણસ હતો.બહારથી ખુશ દેખાતા કપલ ઘણીવાર અંદરથી જ તૂટેલા હોય પણ કબીર અને માર્ટિનાના કેસમાં એવું નહોતું,બંને જણા બહાર અને અંદરથી ખુશ હતા.

**********

“આઈ વોન્ટ જસ્ટિસ ફોર માર્ટિના ધેટ સીટ.....”કબીરે બને એટલા સભાન થઈને પોતાની સામે બેઠેલી અનુજા સામે જોઈને કહ્યું.અનુજા,કબીર અને આશુતોષ આવીને કબીરના ઘરે બેઠા હતા.કબીરના બેલ મળવાથી બધા ખુશ હતા પણ હજૂસુધી કબીર નિર્દોષ છે એ સાબિત નહોતું થયું.કબીરને નિર્દોષ સાબિત કરવા અને માર્ટિનાના અસલ ખૂની સુધી પહોચવા માટે અનુજા તૈયાર થઈ ગઈ હતી.તેના માટે તેની લાઇફનો આ પહેલો ચેલેંજિગ કેસ હતો.

‘મળશે જ કબીર......બટ મને પહેલા એ કહે કે તારા એવાર્ડ પર નિશાન કઈ રીતે આવ્યા જે માર્ટિના ફેસ પર હતા સેમ......”અનુજાએ પોતાની પેન પેપર અને રેકોર્ડર નીકળતા કહ્યું.હવે આ કેસના અંત સુધી પહોચવા અનુજા એકદમ સતર્ક થઈ ગઈ હતી.

“મને નથી ખબર કે એ કઈ રીતે આવ્યા મે જ્યારે માર્ટિનાને એ હાલતમાં જોઈ પછી મારૂ મન મગજ કામ કરતું બંદ થઈ ગયું હતું.મારો એ એવાર્ડ ક્યાં હતો એની ખબર પણ નહોતી મને.....”કબીરે જવાબ આપતા કહ્યું.

“કદાચ ભૂલ થી તારા હાથ ટચ થઈ ગયા હોય એવાર્ડને ?”અનુજાએ સંભાવના વ્યકત કરતાં કહ્યું.

“ના મને ખબર છે ત્યાં સુધી મે એવાર્ડને ટચ પણ નથી કર્યો.....’કબીરે બને એટલી સારી રીતે યાદ કરતાં કહ્યું.

“વિચાર કબીર કદાચ થઈ ગયો હોય ભૂલથી”અનુજાએ ફરી કબીરને યાદ કરવાનું કહેતા કહ્યું.

“ના નથી થયો......”કબીરે બને એટલી રીતે યાદ કર્યું પણ જવાબ તેનો ના માં જ હતો.

“કદાચ કબીરનો ભૂલથી અજાણપણે જ ટચ થઈ ગયો હોઈ શકે કેમકે એ વખતે એવાર્ડ ક્યાં હતો અમને કોઈને ધ્યાન નહોતું?”આશુતોષે વચમાં જ જવાબ આપતા કહ્યું.

“ના આશુતોષ મને ખબર છે ત્યાં સુધી તો નથી જ થયો અને માર્ટિનાનું ખૂન મારા આવ્યા પહેલા એટલે કે બે કલાક પહેલા જ થઈ ગયું હતું તો મારા નિશાન કઈ રીતે હોઈ શકે??”કબીરે પોતાના મગજને ફરી કસતા કહ્યું.

“હા.....પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ એવું જ સાબિત થયું છે કે માર્ટિનાનું ખૂન તારા આવ્યા ના બે કલાક પહેલા થયું હતું અને એવાર્ડ પર મળેલા નિશાન પણ બે કલાક પહેલાના જ હોઈ શકે......તો આ કઈ રીતે બની શકે ???”અનુજાએ પોતાની પેનને નીચે મૂકતાં કહ્યું.

હવે અનુજાના મનમાં પૂર દોડી રહ્યું હતું કે જો કબીરે એવાર્ડને ટચ નથી કર્યો તો તેના પર કબીરના નિશાન આવ્યા કઈ રીતે ? અને આ નિશાન બે કલાક પહેલાના હતા જ્યારે માર્ટિનાનું મર્ડર થયું હતું પણ કબીર તો બે કલાક પછી આવ્યો હતો તો તેના નિશાન કઈ રીતે મળી શકે ? કબીર માટે બંને વાતો સારી અને ખરાબ સાબિત થઈ રહી હતી એક તો એના નિશાન મળ્યા તો એ શકના ઘેરામાં હતો પણ બીજીબાજુ કબીર બે કલાક પછી ત્યાં આવ્યો હતો એ પહેલા માર્ટિનાનું ખૂન થઈ ગયું હતું તો કબીરના નિશાન પહેલાના હતા.અનુજા હવે થોડી અકડાઈ હતી.જો કબીરે ટચ નથી કર્યો તો એવું કોણ હોઈ શકે જે આવું કરી શકે ? કોણે માર્ટિનાનું મર્ડર કર્યું હોઈ શકે ? કઈ રીતે ?

**********

સિગારેટના ધુમાડા ઉડાડીને કૈંક શોધતો શોભિત બને એટલા સ્વસ્થ રહેવાની કોશિશ કરી રહ્યો હતો.દિવસભરનો થાક પોતાના મગજ સુધી ના આવવા દેવા તેણે એક પેક વહીસ્કીનો બનાવી દીધો હતો.ચારેકોર થતાં આવજોનો કોલાવર તેના ઘરમાં શાંત પડી ગયો હતો.શોભિત જેટલો બીજા લોકો માટે કડક હતો તેના કરતાં પણ વધારે કડક પોતાની જાત માટે હતો.દિવસભરના કામ પછી જ્યારે ઘરે આવે ત્યારે તેની પહેલી નજર હમેશા તેના ઘરમાં રહેલા જૂના ડબલા પર રહેતી.તેના માટે એ ફોને અને એ ફોનની રિંગ હમેશા માટે એક નવી સવાર જેવી હતી.આજથી પાંચ વર્ષ પહેલા જ્યારે શોભિત બેકાર હતો તેના પાસે કોઈ કામ નહોતું ત્યારે આ ફોને જ તેની મદદ કરી હતી.આ ફોને જ તેને મિતાલી સુધી લઈ ગયો હતો.મિતાલી એટલે શોભિત માટે બધુ જ ! મિતાલી એટલે જ્યાં એકવાર નજર પડે પછી નજર હટાવવાનું મન ના થાય તેવી ઘાટીલી પચીસ વર્ષની છોકરી ! જેના બદનમાં એક અંગાર હતો,જેના માટે દેશ બસ એક દેશ નહીં પણ એનાથી પણ વધારે હતો.મિતાલીનું નામ મિતાલી જ હતું કે બીજું કઈ એ પણ શોભિતને હજૂસુધી ખબર નહોતી કદાચ મિતાલી જ હશે !?

પહેલીવાર જ્યારે તેનો ફોન આવ્યો ત્યારે તેના એકદમ અડગ અવાજને લીધે થોડીવાર માટે શોભિત હેબતાઈ ગયો હતો પણ પછી જ્યારે મિતાલી તેને મળી ત્યારે તે તેને જોઈ જ રહ્યો હતો.એકદમ નાજુક-નમણી,ચારકોરથી જેના બદનની ખુશ્બુ ફેલાતી હોય,જેના હોઠ ભેગા મળે તો જાણે અદ્ભુત સંગમ થતો હોય એવું લાગે ! ગોળ-મટોળ ફેસ અને તેમાં રહેલી તાજગી કોઈને પણ ઘાયલ કરવા માટે કાફી હતી. મિતાલી શોભિત માટે એ બધુ જ હતી જે શોભિત ઇચ્છતો હતો.મિતાલી કોઈ ખુફિયા ઇન્વેસ્ટિગેટર નીકળશે એનો એને ખ્યાલ સુદ્ધાં નહોતો.ફોન કરીને કહેવાનું કહીને ગયેલી મિતાલીના ફોનની રાહ જોતો શોભિત હમેશા તેના ડબલા જેવા ફોનના સામે તાકી રહેતો હતો.

આજે જ્યારે તેના આ કેસ વધારે ગૂંચવાઇ રહ્યો હતો ત્યારે તેને સૌથી વધારે મિતાલીની જરૂર હતી.શોભીતે સિગારટનો કશ લઈને સામે લાગેલા બોર્ડ પર એક ગોળ રાઉન્ડ સર્કલ કર્યું.તેના માટે હવે આ કેસના જડ સુધી જવા માટે એક જ રસ્તો હતો.તેણે કબીર,હિરેન,મનોજ,ચિનુકાકા અને આશુતોષના વચ્ચે એક મોટું સર્કલ બનાવ્યું અને કહ્યું,

“હોય ના હોય પણ ખૂની આ બધા માથી કોઈ એક જ છે યા તો બધા જ છે......”શોભીતે પાસે પડેલો વ્હીસ્કીનો ગ્લાસ ઉઠાવ્યો અને પોતાના મોઢામાં મૂકી દીધો.શોભિતના મનમાં હવે એક કડી રચાઇ રહી હતી.માર્ટિનાના સર્કલમાં તેનું કોઈ દુશ્મન નહોતું ના તો એને કોઈના સાથે કોઈ ખરાબ સબંધ હતા.માર્ટિનાનું જીવન બસ આ લોકોના વચ્ચે જ રચાતુ હતું.હજૂસુધી શોભિત આશુતોષની પૂછતાછ કરી શક્યો નહોતો કેમકે આશુતોષ હમેશા કબીર સાથે જ રહેતો હતો અને બને ત્યાં સુધી શોભિતને હવે કાલે જઈને કબીર અને આશુતોષ બંને સાથે પૂછતાછ કરવી પડશે તે જ યોગ્ય લાગ્યું હતું.

હેકીગનો બધો શક આમ તો કબીર પર જ જતો હતો પણ કદાચ ક્યાંક શોભિતના મનમાં શંકા હતી કે કદાચ કબીરે આ ના કર્યું હોય તો કોણ હોઇ શકે જે હેકીગ વિશે પણ જાણતો હોય અને જેના માટે આ બધુ શકય હોય ? કોણ હોય શકે ? તેના સાથે રહેલા બધા લોકોમાં કોઈનામાં પણ એવો દમ કે ખાસિયત નહોતી કે કોઈપણ આ કામ કરી શકે ? કદાચ કબીરે હેક કરીને બીજા કોઈ પાસે જેમકે હિરેન યા મનોજ યા કોઈ બહારનો જ વ્યકતી પાસે આ કરાવ્યુ હોય પણ કબીર કેમ કરાવે એવા કોઈ કારણો નહોતા મળતા કે કબીર જ ગુનેગાર હોય........

શોભિત માટે આ કેસ એટલે ના સમજણ પામેલી બુદ્ધિ સમાન બની ગયો હતો.સમજવો મુશ્કેલ હતો પણ શાંતીથી ફોસલાઈને સમજવો જરૂરી હતો.

માર્ટિના પાસે ના કોઈ મેનેજર હતો કે ના તેના કોઈ બોડીગાર્ડ કેમકે માર્ટિનાને હમેશથી એકલા રહેવું ગમતું હતું.જ્યારે તે ફેમસ થઈ ત્યારથી તેણે આજ સુધી કદીપણ કોઈ મેનેજર નહોતો રાખ્યો અને ના તો કોઈ બોડીગાર્ડ.કબીરના બોડીગાર્ડસ થી પણ હમેશાં માર્ટિના ચિડાતી હતી.માર્ટિનાના કેસમાં આ બધુ નહોતું.તે ખુદ જ તેની મેનેજર હતી તેના માટેના બધા નિર્ણયો તે જાતે જ લેતી હતી.કોને મળવું ના મળવું કેટલું ક્યાં બેસવું ના બેસવું,શું કરવું ના કરવું બધુ પોતાની મરજીથી કરતી.માર્ટિના એક ધરતી પર ઉડતું પક્ષી હતી જે મનફાવે એમ પોતાની જિંદગીને જીવતી હતી.

શોભિતના સિગરેટનો ધૂણો હજુ હવામાં લહેરાતો હતો અને તેના મનમાં ઉઠતાં તરંગો હવે તેના પર હાવી થઈ રહ્યા હતા.મીડિયાના લોકોનું પ્રેશર પણ હવે તેના પર હાવી થવા લાગ્યું હતું.જલદીથી માર્ટિનાના ખૂનીને પકડવો એ જ તેના માટે જરૂરી હતું.........

(કમ્રશ:)