મને યાદ છે એ દિવસ .... જ્યારે સ્કૂલ માથી આવી ને મમ્મી જમવાનું આપે અને જમ્યા પછી તરત જ ભાઈબંધો જોડે ગલી ક્રિકેટ રમતા. ના કોઈ ને પામવાની ચાહત ને ના કોઈ ને ખોવા નો ડર, બસ હુ, મારા મિત્રો અને આ ખુશી ની લહેર.
પણ ભગવાન કોઈ પાસે ખુશી લાંબો સમય ટકવા દેતો નથી, જેમ જેમ ઊંચું ભણતા જાવ તેમ તેમ તમને ચોપડા ની સાથે જીંદગી નો પણ ભાર વધવા લાગે છે. હુ એક મધ્યમ કક્ષા ના પરિવાર માથી આવુ છું, એટલે મને કોઈ પણ વસ્તુ ની જીદ કરવા કરતા જતું કરતા વધારે આવડતું હતુ.
બસ આમ જ જીંદગી ચાલતી હોત જો એ મારી સાથે ભણવા મારી શાળા મા ના આવી હોત તો. એની વાત કરૂ તો એ વરસાદ પછી ભીની માટી માથી આવતી ખુશ્બુ છે... તો ક્યારેક કડક ચા ની ચૂસકી છે... અને અંત મા કહું તો એ મારા હોમવર્ક પાર્ટનર છે.
અમે ત્યારે 3 જા ધોરણ મા આવ્યાં હતાં અને તેં મારી જ સાથે મારા જ ક્લાસ મા, શરૂઆત મા તો અમે અજાણ જ હતા. પણ મને એ સૌથી વધારે ત્યારે ગમી જ્યારે અમારો આખો કલાસ કોઈ મંદબુદ્ધિ ની મજાક કરતા હતાં. અને તેં ... તેં બાળક ને પોતાની સાથે રાખતી હતી, એની સંભાળ લેતી હતી. બસ તેની આ માનવતા અને તેનો સ્વભાવ દિલ મા ઉતરી ગ્યો હતો.
આમ તો મને કાઈ ના મળ્યું પણ મારા પપ્પા ની અમુક શીખ અને સમજ મારા માટે કોઈ દૌલત થી ઓછી નથી. પપ્પા એ નાનપણ થી જ શીખવ્યુ કે, "માણસ ના દેખાવ કરતા તેનો સ્વભાવ વધારે મહત્વનો હોઇ છે."
આ વરસાદ ની મૌસમ મા વરસાદ ના લીધે ઘણાં લોકો શાળા મા આવતાં ન હતાં.. પણ હુ ને મારા મિત્રો માત્ર મજા કરવા જ શાળા એ જાતા હતાં. તેણી પણ શાળા એ આવી હતી. ત્યારે શાળા એ 15 જ વિદ્યાર્થી આવ્યાં હતાં. અને વરસાદ સતત ચાલુ હતો. પેહલી વાર એણે મારી જોડે વાત કરી ને ત્યારે મને વિશ્વાસ થયો કે ભગવાન ખૂબ માયાળુ છે, નહિતર આટલી અદ્ભૂત વ્યક્તિ નું સર્જન કરવું એ કાઈ નાની એવી વાત નથી.
હુ રોજ તેને પ્રાથના મા એક આંખ ખુલ્લી રાખી ને તેને જોતો રહું, આખા કલાસ ની સામે મજાક બની જાવ બસ એને ખુશ જોવા માટે,નસીબ થી અમારો આ નાદાન પ્રેમ બન્ને બાજુ થી હતો. હવે આટલી નાની ઉંમર નો પ્રેમ બોવ જ સરસ હોઇ છે, કારણ કે ત્યારે કોઈ અપેક્ષા જ નઈ એક બીજા થી. અને આ પ્રેમ મા કોઈ સ્વાર્થ ના હોઇ ના શરીર ની ભુખ કે ના પૈસા નું ઘમંડ.
બસ દરરોજ શાળા મા બન્ને સાથે મોનિટરિંગ કરીએ... અને બ્રેક ના સમય મા બન્ને સાથે નાસ્તો કરીએ, આ શિવાય બસ બન્ને ફ્રી સમય મા એક બીજા નો હાથ પકડીને શાળા ના સૌથી ઉપર ના કલાસ મા સમય વિતાવીએ.
પણ આ બાહુબલી અને દેવસેના ની કહાની મા જેમ કટટપા આવી જાય એમ જ અમારી કહાની મા આવી જતા અમારાં વર્ગ શિક્ષક. તેઓ અમને ક્યારેય સાથે ના જોઇ શકતા, બેશક યાર હવે આપણે શિક્ષક પાસે થી પણ થોડી અપેક્ષા રાખીએ કે તેઓ મને પેલી ની સામે ખીજાય નહીં અને બેઈજજત તો બિલકુલ ના કરે, અને બસ તેણી ને ખુશ રાખવા થોડા મારા વખાણ કરે!
અને આ પ્રેમ આમ જ ચાલતો રહ્યો ... સતત 4 વર્ષ પછી એટ્લે કે અમે 7 મા ધોરણ મા હોઈશ. ત્યારે અમે છુટા પડ્યા અને ત્યારે એના મમ્મી નું ટ્રાન્સફર થયુ હતુ.
4 વર્ષ સાથે રહ્યાં અને અત્યારે છુટા પડ્યા બસ ત્યારે
આખો મા આંસુ.... મોઢા ઉપર એક નાનકડું સ્મિત અને અને હોઠ ઉપર 2 શબ્દો હતાં કે, "મજા આવી યાર"
દુનિયા મા બીજા ઘણાં મળશે, તારા કરતા સારાં અને તારા કરતા ખરાબ પણ... એક વાત નો અફ્સોશ જરૂર રેહશે કે તુ તો નહીં જ મળે....! પેહલી વાર ભગવાન ઉપર થી વિશ્વાસ ઉઠી ગ્યો... જ્યારે મારી જીંદગી એ આ વણાક લીધો!
મિત્રો જો આ વાત ગમી હોઇ તમને એક share તો બને જ... Thank you, Share it-spread it!