Neptune in Gujarati Love Stories by Denis Christian books and stories PDF | Neptune

Featured Books
Categories
Share

Neptune

Neptune

(જુલિયેટ રંગલા ને હાથ પકડી ને બાજુ માં લઈ જઈને.. બંને ઝાડ નીચે ઓટલા પર બેસે છે.)

જુલિયેટ: તને કેટલી વાર કીધું મેં , આમ બધા સામે તારે મને નહીં બોલવાની... (ધીરા અવાજે, ગુસ્સામાં)

રંગલો: કેમ?

જુલિયેટ : કેમ એટલે??... જો, આપણા વચ્ચે જે પણ થયું એ આપણા વચ્ચે જ રહેવા દેને... ના તારું પેહલી વાર હતું , ના મારું... It was just heat of the moment... Can't we just move on?

રંગલો: move on?

જુલિયેટ: આઇ mean... It was nice... It was amazing, we can do it together... Sometimes.. but આ પ્રેમ ની વાતો રેહવાદે યાર... એ બહુ જવાબદારી માંગી લે છે...

રંગલો: હા, તો હું તૈયાર છું ને જવાબદારી ઉપાડવા..

જુલિયેટ: (હસી ને) તને responsibility નો spelling પણ આવડે છે.. ? Last 3 yrs થી ty માં છું.. આખો દિવસ canteen માં બેસી ને time pass કરે છે.. કપડાં જો તારા, વાળ જો.. છોકરીઓ હસે છે તારા પર... (પછી serious થઈ) પણ હું તને આ બધું કેમ સમજાવું છું? ભૂલ મારી જ છે.. મને જ ખબર નહીં એ દિવસે તારા માં શુ દેખાયું હતું... (માથું હલાવી ને દૂર જુએ છે)

રંગલો: પ્રેમ, પ્રેમ દેખાયો હતો તને.. (બંને એક બીજા ની સામે જોઈ ને) કૉલેજમાં આટલા છોકરા છે, અને તને પણ ખબર છે કોણ તારા શરીર ના કયા વળાંક પર લપસી પડે છે... (જુલિએટ નજર હટાવી લે છે.) હું એવો નથી. (ફરી આંખો પોરવાય છે.)

જુલિયેટ: (પાછી સ્વસ્થ થઈ) એજ તો... તું એવો નથી.. તું કૉલેજમાં તારી ૧૧ નંબર ની બસ ચલાવી ને આવે છે (બે આંગળી થી ચાલવાનો ઈશારો કરે છે ) અને એ લોકો four-wheel માં...

રંગલો : (ખોટો કાંટાળો બતાવી) એ યાર તમારી છોકરીઓ નું આ જબરું છે.. પેહલા અમે છોકરાઓ પૂછ શુ ને કે તમને કેવો છોકરો ગમે?? એટલે કહેશે.. જે માત્ર પ્રેમ કરે ને એવો.. પછી છોકરો.. પોતાને ભૂલી ને તમને પ્રેમ કરવા માંડે ને એટલે પેલી condition apply ની ફૂદરડીઓ (*) નિકાળવાનું ચાલુ કરીદો છો.. (છોકરી ના ચાળા પાડી) મને તો AC વગર ચાલે જ નહીં.. મારા lips બહુ સોફ્ટ છે એને standard lipstick જ જોઈએ...

જુલિયેટ: તો સાચી તો વાત છે, માત્ર પ્રેમ થી પેટ નથી ભરાતું...

રંગલો: ના, પેટ તો MacDonald ના બર્ગર નો ફોટો instagram પર upload કરવા થી જ ભરાય છે.. (કટાક્ષ માં)

જુલિયેટ: yes , because status is everything. અને હું પણ એવા જ છોકરા જોડે પ્રેમ કરીશ જે મને અને મારા સ્ટેટ્સ બંને ને સાચવે... (જવા ઊભી થાય છે)

રંગલો: ૧૬૪.૮ વર્ષ..

જુલિયેટ: excuse me?? ( પાછળ ફરી ને)

રંગલો: ૧૬૪.૮ વર્ષ લાગે છે.. Neptune ને સુરજ ની આસપાસ ફરી ને પોતાની જગ્યાએ પાછા આવતા..

જુલિયેટ: હા તો??

રંગલો: (ઊભા થતાં) તો ૧૬૪.૮ વર્ષ.. છે તારી પાસે, કરી આવ ભ્રમાંડ- ભ્રમણ. જોઈ આવ તું પણ આ દુનિયા.. આવવાનું તો તારે પાછું મારી જોડે જ છે...

જુલિયેટ: (હસી નાખી) પાગલ છું? ૧૬૪.૮ વર્ષ.. એટલા માં તો હું બુઢઢી થઈ ને મરી પણ ગઈ હોઈશ...

રંગલો: હેને?? મને પણ એવું જ લાગે છે.. જિંદગી જો આટલી જ નાની હોય તો time waste કેમ કરવો...સીધો shortcut લઇ ને આવી જા ને મંઝિલ પર (પોતાને બતાવતા)..? આ તો એક મિત્ર તરીખે સલાહ હતી.. બાકી.. તારી જોડે છે.. 164.8 વર્ષ.. એ સાબિત કરવા કે તારે પાછું તો મારી જોડે જ આવાનું છે...

જુલિયેટ: એટલો વિશ્વાસ છે પોતાના પર?

રંગલો: ના... મારા પ્રેમ પર.. અને તારા પર.. તું smart છું તું seconds ના profit માટે વર્ષો નો loss તો નહીં જ કરે... હું.. હું માત્ર રાહ જોઇશ તારી.. તું આવીશ??

જુલિયેટ: હું આવીશ તો તું અહીં હોઈશ?

રંગલો: જો પાછું જ આવું છે.. તો જાય છે જ શુ કામ?

જુલિયેટ: બ્રહ્માંડ જોવા...

રંગલો: તો ચાલને સાથે હાથ માં હાથ નાખી ને નિહાળીએ... આ બ્રહ્માંડ ને...

જુલિયેટ: શુ એવું શક્ય બને ખરું.. ?? (ખચકાતાં)

રંગલો: પ્લુટો... પ્લુટો પેહલા ગ્રહ જ હતો.. પણ પછી ખબર પડી કે એને તો એના ઉપગ્રહ શેરોન જોડે જ પ્રેમ છે.. એને શેરોન નું ગુરુત્વાકર્ષણ સુરજ ના ગુરુત્વાકર્ષણ કરતા વધારે વાહલુ લાગતું હતું.. બિચારા ને બહાર કરી દીધો સૂર્ય મંડળ ની.. ગ્રહ ની પદવી લઇ લીધી...

જુલિયેટ: (વાત કપાતા) ...મને એની જ બીક લાગે છે ક્યાંક આપણી જોડે પણ..

રંગલો: (જુલિયેટ ને બેવ હાથે પકડી ને, આંખ માં આંખ નાખી ને) પણ હવે શેરોન અને પ્લુટો ફરે જ છે ને બ્રહ્માંડ માં એક બીજા જોડે.. કોઈ નિયમ વગર.. સૂર્યમંડળ ની બહાર.. ખુલ્લા બ્રહ્માંડ માં.. હાથ માં હાથ પકડી ને.. માનવી કાયદા ની વિરુદ્ધ પણ સાવ કુદરતી... (હાથ છોડી દઈ) તો શું વિચાર્યું.. ૧૬૪.૮ વર્ષ...કે...

જુલિયેટ: ના, તારા પ્રેમ નું ગુરુત્વાકર્ષણ.. (ભેટી પડે છે.)

*************
દરેક વ્યક્તિ ની જિંદગી માં કાંઈક તો એવું થયું જ હોય જે એની જિંદગી ની વાર્તા ને બીજા ની વાર્તા કરતાં કંઈક હટકે બનાવે. હું એવી વાર્તાઓ શોધતો હોઉં છું. તો જો તમને મારું લખાણ ગમ્યું છે અને તમે જો ઈચ્છા રાખો છો કે તમારી જિંદગી ની વાર્તા હું મારા લેખન દ્વારા દુનિયા આગળ મુકું તો please ખુલ્લા મને તમે મને 8460894224 પર call કે whatsapp થી contact કરી શકો છો.કારણકે દરેક જિંદગી એક વાર્તા છે અને દરેક વાર્તા ને દુનિયા આગળ પ્રગટ થવાનો હક છે.
.
Thank you, પુરી વાર્તા વાંચવા માટે અને હવે મને ખબર છે તમે તરત બીજી વાર્તા પર jump કરવા તૈયાર છો. પણ એ પેહલા, જો આ વાર્તા એ તમને touch કર્યા હોય, entertain કર્યા હોય કે bore કર્યા હોય તો please તમારી life ની ૨ સેકન્ડ આપજો, તમારા પ્રતિભાવ અને રેટિંગ આપીને. જેથી હું તમારી અને ગુજરાતી સાહિત્ય ની વધુ સારી સેવા કરી શકું. આભાર.