હસીના - the killer
chapter 1- પહેલું ખૂન
પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજ ઝાલા અને બીજા સબ ઇન્સ્પેક્ટર કિશન શાહ આજે પાર્ટી કરવાનાં મૂડ માં હતા, હોય પણ કેમ નહિ તેમણે આજે એક ભયાનક મર્ડર મિસ્ટ્રી સોલ્વ કરી લીધી હતી,
જયરાજ : યાર આજે તો ઘણા દિવસો પછી મને શાંતિ થી ઊંઘ આવશે.
કિશન : સાચું કીધું તમે મારી પણ આવી જ હાલત છે,...
ફાઈનલી આપણે એ હરામખોર ને પકડી જ લીધી.
જયરાજ : કિશન એ પકડાઈ તો ગઈ પણ ખબર નહિ મને અંદર થી એવું લાગે છે કે આમાં એની એકલી નો હાથ ના હોઈ શકે...
જે રીતે મર્ડર થયાં છે એ જોઈને મને નઈ લાગતું કે એનામાં આટલી હિંમત હોય.
કિશન : ના ના સાહેબ આ સીરીયલ કિલર દેખાવ માં તો સીધા સાદા જ લાગે છે પણ અંદર થી ખૂબ જ ખૂંખાર હોય છે.
જયરાજ : હા તું કહે છે એમ બની શકે, હું ખોટું ટેન્શન લઉં છું.
(1 મહિના પહેલા )
રિંગ રિંગ રિંગ
જયરાજ : હેલો ઇન્સ્પેક્ટર જયરાજ સ્પીકિંગ, કોણ બોલો છો???
અજાણ્યો માણસ : સાહેબ મારું નામ સંદીપ જાની છે, હું sky હોટેલ નો મેનેજર બોલું છું અમારે ત્યાં રૂમ નંબર 104 માં એક હત્યાં થઇ છે.
જયરાજ : what..... ઓકે હું આવું છું 10 મિનિટ માં, ત્યાં કોઈ પણ વસ્તુ ને હાથ ના લગાવશો અને બધા ને હોટેલ ખાલી કરવા માટે કહી દો.
સંદીપ : પણ સાહેબ આમાં અમારી હોટેલ ની આબરૂ જશે અને અમારે ત્યાં tourists પણ આવે છે એમને કઈ રીતે સમજાઈશુ???
જયરાજ : સારુ હું આવું પછી વિચારીએ
ફોને કટ કરીને, જયરાજ અને બીજા 2 કોન્સ્ટેબલ sky હોટેલ એ જવા નીકળે છે....
10 મિનિટ માં તેઓ એ રૂમ માં પહોંચી જાય છે જ્યાં મર્ડર થયું હોય છે,,
જયરાજ રૂમ માં જોવે છે અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને ફોરેન્સીક વિભાગ ને જાણ કરી દેવાનું એક કોન્સ્ટેબલ બુમ મારીને કહે છે,
જયરાજ લાશનું બારીકાઇ થી નિરીક્ષણ કરે છે, લાશ નો ચહેરો તદ્દન બગાડી દેવામાં આવ્યો હોય છે તેમજ તેની ગરદન પર ચાકુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે કાપવામાં આવ્યું હોય છે,
એટલામાં મેનેજર સંદીપ આવે છે અને કહે છે, માફ કરશો હું કામ માં રોકાઈ ગયો તો, આ રૂમ મિસ સુનિતા શેઠ ના નામે બુક થયો હતો અને તેઓ એકલા જ આવ્યા હતા, તેમણે સાંજે 7 વાગે ચેક ઈન કર્યું હતું એ પછી એમના રૂમ માં બીજું કોઈ જ ગયું નોહતું, અમને એમ કે તેઓ આરામ કરતા હશે એટલે અમે એમને ડિસ્ટર્બ નોહતા કર્યા પણ અમારી હોટેલ ના નિયમ પ્રમાણે અમે જયારે 11 વાગે ચેક આઉટ માટે રૂમ નોક કર્યો તો કોઈ જવાબ ના મળતા અમે 11.30 એ રૂમ ને બીજી ચાવી વડે ખોલ્યું, જેમાં અમે આ લાશ જોઈ અને મેં તુરંત તમને કોલ કર્યો, આટલુ એક શ્વાસે એ બોલી ગયો,
જયરાજ એ રૂમ માં દરેક વસ્તુ નું નિરીક્ષણ કર્યું, એણે જોયું કે રૂમ માં એવી કોઈ વસ્તુ નોહતી જે કિલર વિશે જાણી શકાય, તેમજ મર્ડર પણ ક્યારનું થયું હશે કેમ કે લોહી સુકાઈ ગયું હતું... કિલર એ સુનિતા ને માર્યા પછી રૂમ માં ભરપૂર સ્પ્રે નો છંટકાવ કર્યો હતો એટલે કોઈ ને ગંધ પણ ના આવી,
એટલામાં ફોરેંસિક એક્સપર્ટ Dr. સુજલ મહેતા અને ફિંગરપ્રિન્ટ માટે માણસ આવી ગયો,
જયરાજ એ Dr. સુજલ ને લાશ નું નિરીક્ષણ કર્યા બાદ પૂછ્યું કે શું લાગે છે તમને Dr.???
Dr. મહેતા : જયરાજ, મર્ડર આશરે 10-12 કલાક પહેલા થયું હોય એવું લાગે છે અને પાક્કી ખબર તો રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડશે, wait wait wait આ જો જયરાજ આના હાથ ઉપર 'N' માર્ક કર્યું છે કીલરે, આનો વળી શુ મતલબ હોઈ શકે??
જયરાજ : એતો હવે એ કિલર જ જાણે, ચલો તો હું નીકળું તમે આ સુનિતા નો રિપોર્ટ મને કાલ સુધી માં દઈ દેજો હું એના ઘરવાળા ને જાણ કરું, મળીએ પછી Dr....
જયરાજ એ cctv ફૂટેજ જોઈ પણ એમાં એવું કોઈજ નોહતું જેની ઉપર શંકા જાય એટલે એ ત્યાં થી નીકળીને પોલીસ સ્ટેશન આવે છે અને સુનિતાના ઘર ના લોકો ને જાણ કરી દે છે પછી બપોરે થોડી વાર આંખ બંધ કરીને એની ખુરશીમાં લંબાવે છે....
****************
આ બાજુ એ કિલર કાતિલ મુસ્કાન સાથે ન્યૂઝ માં સુનિતા શેઠ ના મર્ડર ન્યૂઝ સાંભળીને ખુશ થઇ રહ્યું હોય છે પછી ઉભી થઈને બીજા રૂમ માં જાય છે જ્યાં એણે એનું મિશન વિશે બધું ગોઠવી રાખ્યું હોય છે અને પછી ગણગણવા લાગે છે....
રૂપ તેરા મસ્તાના,
પ્યાર મેરા દીવાના,
ભૂલ કોઈ હમસે ના હો જાયે....
ups ભૂલ તો હો ગઈ હાહાહા......
કોણ હશે ખૂની?? સુનિતા જોડે એને શું સંબંધ હશે??
જાણવા માટે વાંચતા રહો....
next પાર્ટ જલ્દી મૂકીશ....
તમારા પ્રતિભાવ મને msgbox માં મોકલી શકો છો, અને like એન્ડ comments પણ કરજો જેથી હું વધુ સારુ લખી શકું..