Sacha premni jeet - 1 in Gujarati Love Stories by મનીષ ચુડાસમા ”સ્નેહનું પવિત્ર ઝરણું” books and stories PDF | સાચા પ્રેમની જીત - ભાગ - ૧

Featured Books
Categories
Share

સાચા પ્રેમની જીત - ભાગ - ૧

સાચા પ્રેમની જીત (ભાગ-૧)
લેખક:- મનીષ ચુડાસમા
સુરજે અને શ્વેતાએ ૧૨ ધોરણ પાસ કરીને અમદાવાદની કોલેજમાં પ્રથમ વર્ષમાં એડમિશન લીધું, સુરજ એક સીધો છોકરો પણ તેની નાની નાની વાતમાં ગુસ્સે થઈ જવાની ટેવ જે પણ મનમાં હોય તે કહી દે, પણ સુરજ દિલનો ખુબજ સાફ વ્યક્તિ, સૂરજનો પરિવાર વેલસેટ હતો, જ્યારે શ્વેતા વાતને મનમાં રાખવા વાળી વ્યક્તિ, શ્વેતાના પરિવારની હાલત બહુ ખરાબ હોય છે, શ્વેતાના મમ્મી અને ભાઈ બંને માનસિક બીમારીનો ભોગ બનેલા હોય છે અને શ્વેતાના પપ્પા જેમ તેમ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, શ્વેતા તેના પપ્પાને નહોતી ગમતી તેથી તેને ક્યારેક ક્યારેક પપ્પાના હાથનો માર પણ ખાવો પડતો, થોડા સમય માં તો સુરજ અને શ્વેતા બંને સારા મિત્રો બની ગયા હતા, લંચ ટાઈમ માં પણ બંને સાથે ને સાથે હોય, કોલેજથી છૂટીને પણ બંને જોડે ઘરે જવા નીકળતા, બંનેમાથી કોઈ પણ એક દિવસ કોલેજ ના આવ્યું હોય તો તરત જ એકબીજાની ચિંતા કરતાં, સુરજ શ્વેતા ને પ્રેમ કરવા લાગ્યો હતો તે આખો દિવસ શ્વેતા ના જ વિચારોમાં ખોવાયેલો રહેતો.
એક દિવસ શ્વેતાને બહાર જવાનું થયુ હોવાથી તે કોલેજ નહોતી આવી તેથી સુરજ ઉદાસ હતો, કોલેજ કેંટિનમાં સુરજ એકલો બેઠો હતો ત્યાજ સૂરજની સાથે જ અભ્યાસ સૂરજનો ખાસ દોસ્ત ચિરાગ કેંટિનમાં આવે છે અને સૂરજને આમ ઉદાસ બેઠેલો જોઈને પૂછે છે કે શુ થયુ દોસ્ત ? કેમ ઉદાસ છે કઈ થયુ છે કે શુ ? હું છેલ્લા કેટલાય દિવસથી જોઉ છુ કે તુ બદલાયેલો બદલાયેલો લાગે છે ? ત્યારે સુરજ ચિરાગ ને કહે છે કે ચિરાગ હું કોઈને પ્રેમ કરુ છુ, ચિરાગ સૂરજની મજાક કરતાં કહે છે કે ઓહ્હ તો એમ વાત છે સાહેબ, તમે પ્રેમમાં ડૂબકી મારી છે એમને, મને તો કહે કોણ છે એ ? સુરજ ચિરાગ પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે ક્યારેકતો કોઈ વાત સિરિયસ લે ટોપા, ચિરાગ સૂરજને સોરી કહેતા કહે છે કે ઓકે ભાઈ સોરી પણ કોણ છે એ છોકરી એનુ નામ તો કે મને, સુરજ કે આપણા ક્લાસની શ્વેતા, હા હું શ્વેતા ને પ્રેમ કરુ છુ ચિરાગ, પણ શ્વેતા મને પ્રેમ કરે છે કે એ મને નથી ખબર અને મને મારા પ્રેમનો ઈજહાર કરતા ડર લાગે છે કે ક્યાંક અમારી બંનેની દોસ્તી ના ટૂટી જાય, ત્યારે ચિરાગ સૂરજને સમજાવતા કહે છે કે જો સુરજ હુ તને મારો ભાઇ માનુ છુ અને મારૂ માન તો તુ અને શ્વેતા બંને સારા દોસ્ત છો અને બંને એકબીજાને ને સારી રીતે સમજો પણ છો તો તારે બહુ મોડુ ના કરવુ જોઈએ તારે તારા દિલની વાત શ્વેતાને કહી દેવી જોઇએ આમ પણ દિલ માં રાખવાનો કોઈ મતલબ નથી અને તુ તો આમ પણ કોઈ વાત દિલમાં નથી રાખતો તો પછી આ વાત પણ મનમાં ના રાખવી જોઈએ, તારે તારા દિલની વાત શ્વેતાને કહી દેવી જોઈએ પછી તેનો જે જવાબ હોય તે પછી એવુ ના બને કે મન માં ને મનમાં જ રહી જાય અને પાછળથી પસ્તાવાનો વારો આવે. સુરજ કે તારી વાત તો સાચી છે ચિરાગ અને અને આટલી વાત કર્યા બાદ બંને જણા ઘરે જાય છે, રાત્રે જમીને સુરજ તેના રૂમમાં સુવા માટે જાય છે થોડીવાર વાંચીને સુવે છે પણ ઊંઘ નથી આવતી અને પોતાની જાત સાથે જ વાતો કરવા લાગે છે કે ચિરાગની વાત સાચી છે બહુ મોડુ થાય એ પહેલા મારે મારા પ્રેમનો ઈજહાર કરી દેવો જોઈએ અને એક મક્કમ નિર્ણય કરે છે કે કાલે જ હુ શ્વેતા સમક્ષ મારા પ્રેમનો ઈજહાર કરીશ અને શ્વેતાના સપના જોતા જોતા જ સૂઈ જાય છે.
બિજે દિવસે સવારે સુરજ રેડ કલરનો શર્ટ અને બ્લેક કલરનું પેન્ટ પહેરીને, સ્પ્રે. છાંટીને કોલેજ આવે છે, ચિરાગ સૂરજને જોતા જ સમજી જાય છે કે નક્કી સુરજ આજે શ્વેતાને પ્રપોઝ કરશે, સુરજ ચિરાગની પાસે આવીને જણાવે છે કે હું આજે જ શ્વેતા ને પ્રપોઝ કરવાનો છું, ચિરાગ પણ આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થાય છે અને સૂરજને બેસ્ટ ઓફ લક કહે છે સુરજ ચિરાગને થેન્ક યૂ કહે છે અને બંને જણા ક્લાસમા જાય છે, બપોરે કેંટિનમાં સુરજ અને શ્વેતા ભેગા થાય છે ત્યારે સુરજ શ્વેતાને કહે છે કે શ્વેતા મારે તને એક વાત કહેવી છે તો શ્વેતા કે બોલને સુરજ શું વાત કહેવી છે પણ સુરજ કે ના શ્વેતા અહિયાં નહી આજે સાંજે કોલેજથી છૂટીને કોઈ ગાર્ડનમાં જઈશુ અને ત્યાં કહીશ, શ્વેતા પણ સૂરજની વાત માને છે અને હા પાડે છે, આમ પણ શ્વેતાને ગાર્ડનમાં ફરવુ બહુ જ પસંદ હોય છે.

સાંજે બંને જણા કોલેજથી છૂટીને નજીકના ગાર્ડનમાં જાય છે, ગાર્ડનની લીલોતરી જોઈને શ્વેતાતો ઝૂમવા જ લાગે છે તે ખૂબ ખુશ થઈ જાય છે, શ્વેતાને ખુશ જોઈને સુરજ પણ ખુશ થાય છે, સુરજ શ્વેતાને એક બાકડા પર બેસાડીને થોડીવારમા આવુ એમ કહીને બહાર જાય છે અને એક ગુલાબ અને આઇસ્ક્રીમ લઈને પાછો આવે છે, સુરજ ગુલાબ છુપાઈને રાખે છે અને શ્વેતાને આઇસ્ક્રીમ આપે છે શ્વેતા પણ સૂરજની મજાક કરતાં કે છે કે શુ વાત છે સાહેબ આજે આઇસ્ક્રીમ ની પાર્ટી ક્યાંક તને કોઈ છોકરી તો નથી ગમી ગઈ ને ? શ્વેતાનો પ્રશ્ન સાંભળતા જ સુરજ શુ જવાબ આપવો તે વિચાર મા ખોવાઈ જાય છે, શ્વેતા કે બોલો સાહેબ હવે શુ વાત કહેવા માટે મને છેક અહિયાં સુધી લાયા છો ? સૂરજના દિલની ધડકન તેજ થઈ જાય છે કે કઈ રીતે શરૂઆત કરુ ત્યાજ સુરજમાં દિલમાથી અવાજ આવે છે કે સુરજ શેની રાહ જોવે છે તારો પ્રેમ તારી નજર સામે છે, વધારે મોડુ થાય તે પહેલા તારા દિલની વાત કહી દે ત્યા જ શ્વેતા સૂરજની સામે ચપટી વગાડે છે, સુરજ ચપટી સાંભળતા જ વિચારોમાથી પાછો આવે છે, શ્વેતા કહે છે કે બોલ હવે શુ વિચારે છે શુ વાત છે સુરજ ? સુરજ વાતની શરૂઆત કરતાં કહે છે શ્વેતા હું તને......આટલુ બોલતા સુરજ અટકાય છે, શ્વેતા કે હા બોલ હું તને પછી શુ ? સુરજ પોતાની પાસે છુપાવીને રાખેલું ગુલાબ શ્વેતાને આપતા કહે છે કે શ્વેતા હું તને પ્રેમ કરુ છુ, આઈ લવ યુ શ્વેતા, શ્વેતા તારા વગર ક્યાય મન નથી લાગતું આખો દિવસ બસ તારા જ વિચારોમાં ખોવાયેલો રહુ છુ, મારા દિલમાં, મારા શ્વાસમાં, મારી ધડકનમા તુ જ છે શ્વેતા તુ જ છે. શ્વેતા સૂરજને કહે છે કે જો સુરજ આપણે એક સારા દોસ્ત છીએ અને મે તને એક દોસ્તની નજર થી જ જોયો છે, મારા દિલ માં ક્યારેય કોઈ એવી ફિલિંગ્સ થઈ જ નથી અને શ્વેતા વાતને આગળ વધારતા કહે છે કે સુરજ મે એક વાત આજ સુધી તારાથી છુપાઈ છે મને માફ કરજે પણ કદાચ તુ મારા વિષે શુ વિચારેત એટલે તને કેવાની હિમ્મત ના કરી શકી, હું કોઈ બીજાને પ્રેમ કરુ છુ મારા સ્કૂલ ટાઇમના ફ્રેન્ડ ને, હા સુરજ હું અને પ્રકાશ એક બીજાને પ્રેમ કરીએ છીએ, મને માફ કરજે સુરજ મે આ વાત તારાથી છુપાઈને રાખી તે માટે, આ સાંભળતા જ સુરજને ખૂબ આઘાત લાગે છે તે એક પૂતળા સમાન બની જાય છે, શ્વેતા ફરી સૂરજની માફી માગતા કહે છે કે સુરજ પ્લીઝ મને માફ કરી દે મારે તારા થી આ વાત ના છુપાવવી જોઈએ, મે બહુ મોટી ભૂલ કરી છે, પણ સુરજ કઈ બોલી શકતો નથી અને તેની આંખ માથી અશ્રુઓની ધારા વહેતી હોય છે, શ્વેતા સૂરજને બંને હાથ વડે હલાવે છે ત્યારે સુરજ હોશમાં આવે છે અને શ્વેતા ને કહે છે કે તું ભલે પ્રકાશ ને પ્રેમ કરતી હોય પણ, હું તો તને પ્રેમ કરુ છુ, અને જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી કરતો રહીશ હું તો માત્ર તારી ખુશી જ ઇચ્છુ છુ શ્વેતા, શ્વેતા સૂરજને કહે છે કે સુરજ હું તારી દોસ્ત છુ અને હમેશા રહીશ આપણી દોસ્તી ને હું ઊંડી આંચ પણ નહી આવવા દઉ અને આટલી વાતો કર્યા પછી બંને જણા પોતાના ઘરે જવા રવાના થાય છે.........ક્રમશ: