pruthvi ek prem katha - bhag 39 in Gujarati Fiction Stories by DrKaushal Nayak books and stories PDF | પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ-39

Featured Books
Categories
Share

પૃથ્વી:એક પ્રેમ કથા - ભાગ-39

આપણે આગળ ના ભાગ માં જોયું કે નંદિની અને પૃથ્વી ના વિવાહ ચાલી રહ્યા છે.અહી અવિનાશ,વિશ્વા અને સ્વરલેખા ને જાણ થઈ જાય છે કે અંગદ એ આખા પરિવાર ની રક્ષા માટે પોતાના પ્રાણ સંકટ માં મૂકી દીધા છે. નઝરગઢ માં ચાલી રહેલા ભીષણ યુધ્ધ માં સુબાહુ વીરગતિ ને પામ્યો.અંગદ એનો બદલો લેવા પાવક પર પ્રહાર કરવા ગયો ,ત્યાં કોઈ એ તીક્ષ્ણ હથિયાર અંગદ ના છાતી ના આરપાર કરી દીધું.

ક્રમશ: ......

હથિયાર ના આઘાત થી અંગદ જમીન પર ઢળી પડ્યો ,એના મુખ માં થી રક્ત વહી રહ્યું હતું.એના પીઠ પાછળ વાર કરવા વાળો બીજું કોઈ નહીં પણ અંગદ અને પાવક નો ભાઈ સલિલ હતો.

અંગદ એ ધૂંધળું ધૂંધળું સલિલ સામે જોયું .......

સલિલ એની સામે જોઈ ને હસી રહ્યો હતો....

પાવકે સલિલ સામે જોઈ આભાર માન્યો.

સલિલ તરફડતા અંગદ પાસે ગયો, અને નીચે બેઠો એને અંગદનું મોઢું જોર થી દબાવીને પકડ્યું.

સલિલ : મૂર્ખ ,દગાખોર ......સાવકો તો તું હતો જ.......પણ તે અમારા પિતા ની હત્યા કરતાં પહેલા જરા પણ તારા મન માં વિચાર ના આવ્યો કે તારા ભાઈ હજુ જીવિત છે ,તું એવું કઈ રીતે સમજી બેઠો કે અમારા પિતા ની હત્યા કર્યા બાદ તું આવી રીતે મુક્ત ફરી શકીશ ? અમે તો તારી શોધ ખોળ વર્ષો થી કરી રહયા હતા ,છેલ્લા વર્ષ થી અમે ભાઈઓ તારા રક્ત ના પ્યાસા છીએ ....દુષ્ટ ..... આજે અમારી પ્યાસ બુઝશે.... તારી મોત થી ....

તું પુનઃ કપટ થી પાવક ને મારવા માંગતો હતો ? અને આ વખતે અમે ભાઈઓ ફક્ત જોઈ રહીશું ? પાવકે મને જાણ કરી દીધી હતી કે તું અહી છુપાયો છે ,આ ખબર મળતા જ હું મારી સેના સાથે અહી આવી પહોચ્યો પણ હા ચિંતા ના કરીશ ... તને હાલ મરવા નહીં દઉં .....હજુ વ્યોમ અને મારુત આવી રહ્યા છીએ .... જ્યારે અમે ચારેય ભાઈ ભેગા થઈશું ત્યારે તારા શરીર માં થી પ્રાણ મુક્ત કરીશું એ અમારી પ્રતિજ્ઞા હતી.... જે સમયે તારા શરીર માં થી પ્રાણ જય રહ્યા હશે ત્યારે અમારા ચાર ભાઈઓ ની આગ બુઝશે.

ત્યાં સુધી તને પીડા માં તડપતો જોઈ ને અમારા પિતા વિદ્યુત ની આત્મા તૃપ્ત થશે.

અંગદ અસહ્ય પીડા માં કરાઇ રહ્યો હતો.

અહી આ બાજુ નઝરગઢ માં સ્વરલેખા, અવિનાશ અને વિશ્વા ચિંતા માં ગ્રસ્ત હતા.

પૃથ્વી અને નંદિની ના વિવાહ ની અંતિમ વિધિ આરંભ થવા આવી.સ્વરલેખા ના કહેવા અનુસાર અવિનાશ અને વિશ્વા પૃથ્વી ના વિવાહ ના સમાપન માં હાજર રહ્યા.

પૃથ્વી નું ધ્યાન વિશ્વા પર ગયું .... એને થોડીક શંકા ગઈ કે કઈક અજુગતું બન્યું હશે.પરંતુ સમય સંજોગ ને ધ્યાન માં રાખી એને કોઈ તીવ્ર પ્રતિક્રિયા આપી નહીં.

વિવાહકર્તા : અહી પૃથ્વી અને નંદિની ની વિવાહ વિધિ પૂર્ણતા ને આરે છે.

બસ એક અંતિમ વિધિ છે.....

વીરસિંઘ : કઈ વિધિ ?

વિવાહ કર્તા : પૃથ્વી અને નંદિની ......... તમે બંને એકબીજા ને આ પવિત્ર બંધન ના સાતસાત ધાગા એક બીજા ના જમણા હાથ માં કાંડા પર બાંધશો ...... અને સદૈવ જીવન મૃત્યુ ના અંતિમ ચક્ર અને જન્મ જન્માંતર સુધી સાથે રહેવાની કસમ લેશો.ત્યારે તમે સદૈવ માટે એકબીજા ના થઈ જશો.

હું વિધિ આરંભ કરું છું ....પ્રથમ નંદિની પૃથ્વી ના કાંડા પર આ સાત ધાગા બાંધશે,ત્યારબાદ પૃથ્વી નંદિની ના હાથ પર .....

વિવાહ કર્તા ના કહ્યા અનુસાર નંદિની એ પૃથ્વી ના કાંડા પર બંધન ના સાત ધાગા બાંધ્યા, સૌ લોકો એ બંને ને તાળી ઑ થી વધાવી લીધા.

વિવાહ કર્તા : પૃથ્વી હવે તારો વારો છે ...નંદિની ના કલાઈ પર આ ધાગા બાંધી દે .....

પૃથ્વી એ એ ધાગા ઉઠાવ્યા ...અને નંદિની એ હાથ આગળ ધર્યો .....ત્યાં કોઈ માયાપૂર નો સૈનિક ભાગતો હાંફતો ત્યાં આવી પહોચ્યો....

સૈનિક : અરુણ રૂપા જી ....અનર્થ થઈ ગયો છે .... કોઈ એ નિષેધ મંત્ર નો ઉપયોગ કરીને માયાપૂર ના બધા જ દ્વાર બંધ કરી દીધા છે .......

અરુણ રૂપા : પરંતુ .... એ મંત્ર નો ઉપયોગ વર્જિત છે .... આવું દુષ્કૃત્ય કોને કર્યું ?

સ્વરલેખા એ અવિનાશ અને વિશ્વા સામે જોયું .

પૃથ્વી : શું થયું અરુણ રૂપા જી ? અમે કઈ સમજી શકતા નથી ...

અરુણરૂપા : કોઈ શક્તિશાળી witch એ માયાપૂર ના બધા જ રહસ્યમઈ દ્વાર મંત્ર થી બંધ કરી દીધા છે ...

વીરસિંઘ : મતલબ કે.....

અરુણરૂપા : મતલબ કે કોઈ પણ અહી ઉપસ્થિત માયાપૂર છોડીને બહાર નહીં જઇ શકે ...

ત્યાં ઉપસ્થિત બધા નગરજનો માં હોબાળો થઈ ગયો ....

વીરસિંઘ : એવું કઈ રીતે બની શકે ?

અરુણ રૂપા : બની શકે છે .... છેલ્લા હજારો વર્ષો થી આ મંત્ર નો ઉપયોગ કોઈ એ કર્યો નથી , એનો ઉપયોગ કરવા વાળા ને માયાપૂર માં મૃત્યુ દંડ ની સજા છે .....

નંદિની : આ વાત ની જાણ હોવા છતાં કોઈ આવું દુષ્કૃત્ય શું લેવા કરી શકે ?

અરુણ રૂપા : હું પણ સમજી નથી શક્તિ , કોઈ એ આવું શું લેવા કર્યું ?

પૃથ્વી એ સ્વરલેખા ,વિશ્વા અને અવિનાશ સામે જોયું .... એ એકબીજા સામે જોઈ રહયા હતા ...પણ કોઈ પ્રતિક્રિયા આપી રહ્યા નહતા ....

પૃથ્વી : મને લાગે છે કે કદાચ વિશ્વા .... આ વાત સારી રીતે સમજાવી શકશે .....

વિશ્વા પોતાનું નામ સાંભળી ને .... અટવાઈ ગઈ ...

વિશ્વા : ભ.....ભાઈ ...હું કઈ રીતે જાની શકું ?

પૃથ્વી : તું મારી બહેન છે વિશ્વા ....હું તારા ચહેરા પર થી જાની જાવ છું ... હું કેટલાય સમય થી તમને ત્રણેય ને જોઈ રહ્યો છું કે કઈ તો અજુગતું બન્યું છે જે તમે જણાવતા નથી ......

વિશ્વા : એવુ કાઇ નથી ભાઈ.....

સ્વરલેખા એ વિશ્વા ને વચ્ચે અટકાવી ....

સ્વરલેખા : નહી વિશ્વા .... હવે સત્ય છુપાવાની જરૂર નથી ....

નંદિની : કેવું સત્ય ? શું ઘટના બની છે ?

સ્વરલેખા એ અંગદ અને અવિનાશ વચ્ચે બનેલી સર્વ ઘટના ઝડપ થી બધા ને જણાવી ,અને એ પણ જણાવ્યુ કે અંગદ ના પ્રાણ સંકટ માં છે .....

આ સાંભળતા જ પવિત્ર બંધન ના ધાગા પૃથ્વી ના હાથ માં થી છૂટી ગયા ...અને નીચે પડી ગયા .

પૃથ્વી :અંગદ ...... એના પ્રાણ સંકટ માં છે ... આટલી મોટી દુર્ઘટના બની ગઈ, એને આપના પ્રાણ બચાવવા માટે પોતાનો જીવ....

એ કેટલાય દિવસો થી યાતના સહન કરતો રહ્યો અને હું મૂર્ખ એના થી અજાણ રહ્યો ....

નંદિની : મે તને જણાવ્યુ હતું પૃથ્વી કે મને સ્વપ્ન દેખાય છે .... તું અંગદ ને આ વાત ની જાણ કરજે ...પરંતુ ...

પૃથ્વી : પરંતુ હું મૂર્ખ મારા વિવાહ ના મોહ માં મારા ભાઈ સમાન અંગદ ના પ્રાણ સંકટ માં મૂકી આવ્યો.

વીરસિંઘ : વિશ્વા .... તને તો આ બધી જાણ હતી તો તું અત્યાર સુધી કેમ મૌન રહી ?

વિશ્વા : પણ હું ....

પૃથ્વી : નહીં વિશ્વા આ વખતે તારા અને અવિનાશ થી ભૂલ થઈ છે .....

અવિનાશ : અમે તારા વિવાહ સંપન્ન થવા ની રાહ જોતાં હતા .... અંગદ એ આ બધુ કર્યું કારણ કે તમારા બંને ના વિવાહ નિર્વિઘ્ને કરાવવા માંગતો હતો ...

નંદિની : શું અમારા વિવાહ ..... કોઈ ના પ્રાણ થી વધારે મહત્વપૂર્ણ છે ... એ પણ એ વ્યક્તિ ના પ્રાણ જે આપણો પરિવાર છે ... ?

વિશ્વા : નંદિની ... અંગદ એ કહ્યું હતું કે આપણાં પરિવાર ને આંચ પણ નહીં આવવા દે ...

પૃથ્વી : એને પોતાનો ધર્મ નિભાવ્યો .... હવે સમય આવી ગયો છે ...એક પરિવાર તરીકે આપની ફરજ્ પૂરી કરવાનો ....

કઈ પણ કરો સ્વરલેખા જી માયાપૂર ના દ્વાર ખોલો ... આપણે અત્યારે જ ત્યાં જઈશું.

અવિનાશ : તને શુ લાગે છે પૃથ્વી ? અમે ત્યાં જવા માટે પ્રયત્ન નહીં કર્યો હોય ?

અથાક પ્રયત્ન કર્યો છે અમે ....

પૃથ્વી : આખું માયાપૂર witches થી ભરેલું છે .... શું તમે લોકો ભેગા થઈ ને એક દ્વાર પણ ખોલી નહીં શકો ......

પૃથ્વી અવિનાશ પાસે ગયો ....

પૃથ્વી : અવિનાશ કઈ પણ કરો ..... પરંતુ અંગદ ને કઈ થવું ના જોઈએ ....... એ પોતાના જીવ નું એવી રીતે બલિદાન નહીં આપે .....

સ્વરલેખા : પરંતુ પૃથ્વી ... આ શક્ય નથી ... અવિનાશ શક્તિ હિન છે ...

પૃથ્વી : અવિનાશ શક્તિહીન છે ,,, તો એને શક્તિ આપો કઈ પણ કરો ....

અને તમે સ્વરલેખાજી .. તમે જ કહ્યું હતું કે આ દુનિયા માં કઈ પણ અશકય નથી.

તો તમે આ રીતે નિરાશાવાદી કઈ રીતે બની શકો ...,

“પૃથ્વી એ જે કહ્યું એ શક્ય છે ...” મનસા પાછળ થી બોલી ...

બધા એ એ તરફ જોયું ...

સ્વરલેખા : શું શક્ય છે મનસા ?

મનસા : એ જ જે હાલ પૃથ્વી એ કહ્યું ..

પૃથ્વી ભાગીને મનસા પાસે ગયો ...

પૃથ્વી : તું શું કહે છે મનસા .... ઝડપ થી સમજાવ ..આપની પાસે સમય ખૂબ ઓછો છે ...

મનસા : પૃથ્વી .... તે જે હાલ કહ્યું કે અવિનાશ ને શક્તિ આપો .. એ શક્ય છે ...

અંગદ એ આ દ્વાર બંધ કર્યો પણ એમાં ઉર્જા અવિનાશ ની પણ હતી ....

મતલબ કે અવિનાશ ને પુન: ઉર્જા પ્રાપ્ત થઈ જાય ... અવિનાશ આ દ્વાર ખોલી શકશે ...

સ્વરલેખા : પરંતુ અવિનાશ પાસે શક્તિ જ નથી .... અને આ દ્વાર ખોલવા માટે શક્તિ ના વિશાળ સ્ત્રોત ની જરૂર છે ....

મનસા : એ શક્તિ હું અવિનાશ ને આપીશ ..... બસ ખાલી મારે અંગદ ની કોઈ વસ્તુ ની જરૂર પડશે ...

નંદિની : એ શા માટે ?

મનસા : અંગદ એ પોતાની પણ અમુક શક્તિ નો ઉપયોગ કર્યો હશે ત્યારે જ આ દ્વાર બંધ થઈ શક્યો ...હું એના સમાન થી એની સાથે જોડાણ કરી ને આ ઉર્જા અવિનાશ માં દાખલ કરીશ ... ત્યારે જ અવિનાશ આ દ્વાર ખોલી શકશે ....

વિશ્વા : મારી પાસે અંગદનો એક થેલો છે .. જે એને મને જતી વખતે આપ્યો હતો.

મનસા : અંગદ ખૂબ જ ચાલક છે ..... એને જાની જોઈ ને તને આ થેલો આપ્યો ... જેથી કરી ને તમે એનો ઉપયોગ કરીને ભવિષ્ય માં આ દ્વાર ખોલી શકો ....

એ થેલો મને આપ ....

મનસા એ થેલો હાથ માં લીધો

મનસા : અવિનાશ તું તૈયાર છે ને ?

અવિનાશ એ ઊંડો શ્વાસ લીધો ...

અવિનાશ : હું તૈયાર છું ....

પૃથ્વી : મનસા ... તુ અમારી અંતિમ આશા છે ....

મનસા એ મંત્ર નું ઉચ્ચારણ શરૂ કર્યું ....

અહી આ બાજુ .... અંગદ બેસુદ પડ્યો હતો .... એની છાતી માથી રક્ત વહી રહ્યું હતું ... એ હથિયાર હજુ પણ એની છાતી માં પરોવાયેલું હતું અને એને ફક્ત ધૂંધલા ધૂંધલા દ્રશ્ય દેખાતા હતા.

શંખ નાદ થયો .....

વ્યોમ અને મારુત ની વિશાળ કાય સેના ત્યાં આવી પહોચી ...

સલિલ, ભાઈઓ ને આવતા જોઈ ખુશ થઈ ગયો ...

ભયંકર વિશાળ કદ ના બે દાનવો એ બાજુ આવી રહયા હતા ...

વ્યોમ અને મારુત બંને અંગદ ના બેસુદ પડેલા દેહ પાસે આવ્યા

વ્યોમ એ પોતાનો ગજરાજ જેવો વિશાળ પગ અંગદ ના છાતી પર મૂક્યો .....

અંગદ પીડા ના કારણે તડપી રહ્યો હતો ...

મારુત : આખરે તું અમારી નઝર સમક્ષ આવી જ ગયો ....

ભાઈ પાવક ,તે ખૂબ ઉત્તમ કાર્ય કર્યું છે ... પિતાજી ની આત્મા ને આજ શાંતિ થશે ...

વ્યોમ : સમય વ્યર્થ ના કરો ..... આ પાપી ને એના પાપો ની સજા આપો ..... એને મોત ને હવાલે કરો ...

સલિલ : હું તો કેટલાય સમય થી એને મારવા માંગુ છું ,બસ આપની પ્રતિજ્ઞા ના કારણે એ હજુ સુધી જીવિત છે ...

વ્યોમ : હવે તો અમે આવી ગયા છીએ ...

અંત કરો આ પાપી નો .....

પાવક તારા કારણે અમે આ દુષ્ટ ને શોધી શક્યા , એટ્લે એને મારવાનું સૌભાગ્ય અમે તને આપીએ છીએ .

પાવક : પિતાજી ની તલવાર થી આ દુષ્ટ ની ગરદન ધડ થી અલગ કરીશું ....

પાવક એક લાંબી મોટી તલવાર લઈ ને આવ્યો ....

અંગદ થોડું હસ્યો .... અને ધીમેક થી બોલ્યો “ માફ કરજે પૃથ્વી .... આપણો સાથ અહી સુધી ..”

પાવક એ તલવાર ઉગામી ....

ત્યાં એક ભયંકર વિસ્ફોટક અવાજ આવ્યો ...

અવાજ નો વેગ થી બધા ચોતરફ જોવા લાગ્યા કે .... શું થયું ?

એટલામાં વ્યોમ ને પાસે થી કઈક વેગ માં નીકળી ગયું હોય એવું લાગ્યું ....

ફક્ત ધૂળ ઊડતી દેખાઈ ...

અને તુરંત તલવાર નીચે પડવાનો અવાજ આવ્યો.

વ્યોમ એ તરફ વળી ને જોયું તો.... પાવક નું શીશ ધડ થી અલગ થઈ ને નીચે પડ્યું હતું.....અને રક્ત ની પિચકારીઓ ઊડી રહી હતી ....

ધૂળ હટી અને બધા ની નઝર એક વ્યક્તિ પર પડી .... લગ્ન ના પહેરવેશ માં એક વ્યક્તિ જેના હાથ અને મોઢું રક્ત થી રંગાયેલું હતું ... અને લાંબા તીક્ષ્ણ fangs જેમાં થી રક્ત ની બુંદ ટપકી રહી હતી ....

પૃથ્વી એ ક્ષણભર માં પાવક ની ગરદન ઉડાવી દીધી ....

સલિલ જોર થી બરાડયો ....... “ તો .... તું છે એ vampire .... પૃથ્વી ...જેને મારા પિતા ની હત્યા માં અંગદ નો સાથ આપ્યો ...

પૃથ્વી : મે તારા પિતા ની હત્યા માં અંગદ નો સાથ નથી આપ્યો ..... મે જ તારા પિતા ને પ્રાણમુક્ત કર્યા છે .

સલિલ : અને તું એકલો આવ્યો છે અંગદ ને બચાવવા ..... ?

અમે તારો સર્વનાશ કરી નાખીશું ....

“એ એકલો નથી.....”

જ્યાં અંગદ બેસુદ પડ્યો હતો અને એને ઘેરી ને જે સૈનિકો ઊભા હતા એમના શીશ પણ પલભર માં ધડ થી અલગ થઈ ગયા ..... અને અંગદ નું ઘાયલ શરીર પણ ...ધૂળ માં ગાયબ થઈ ગયું.

પૃથ્વી ના પાછળ થી વાયુ વેગે વિશ્વા અને વીરસિંઘ એને પડખે આવીને ઊભા રહયા એમના પણ હાથ રક્ત થી ખરડાયેલા હતા..... ધીમે ધીમે અવિનાશ ,સ્વરલેખા ,અરુણરૂપા ,આવી ને એક સાંકળ માં ઊભા રહયા ...

મારુત : તમને લાગે છે .... તમારા આ મુઠ્ઠીભર લોકો અમારી ચાર ભાઈઓ ની સેના ને પરાસ્ત કરશે ...

વિશ્વા : તમારા લોકો માટે અમે મુઠ્ઠીભર જ કાફિ છીએ ..

વીરસિંઘ : એક ભાઈ તો પ્રાણ ગુમાવી ચૂક્યો છે ... બાકીના પ્રાણ બચાવવા માંગતા હોવ તો નઝરગઢ થી નીકળી જાઓ.

સલિલ હસવા લાગ્યો ....

સલિલ : કોને કહ્યું કે એક ભાઈ પ્રાણ ગુમાવી ચૂક્યો છે ?....

પૃથ્વી અને વીરસિંઘ એક બીજા ને સામે જોઈ રહ્યા .

પછી જે દ્રશ્ય .... પૃથ્વી અને બીજા બધા એ જોયું એ જોઈ ને એમની આંખો પહોળી ગઈ.

પાવક પુનર્જીવિત થઈ ને ધીમે થી ફરીથી ઊભો થયો અને એની તલવાર ઉઠાવી લીધી અને પૃથ્વી ની સામે જોઈ ને ચારેય ભાઈ ઓ અટ્ટ હાસ્ય કરવા લાગ્યા પૃથ્વી ને પોતાની આંખોથી જોયેલા પર વિશ્વાસ નહતો ....

ક્રમશ : ....

આપ સૌ વાચક મિત્રો ના આ નવલકથા પ્રત્યે અભૂતપૂર્વ પ્રતિસાદ થી અતિ આનંદિત છું , નવો ભાગ પ્રકાશિત થવા માં વિલંબ થવા માટે દિલગીર છું..... આવનાર ભાગ સમયસર આપ સુધી પહોચે ...એવી ખાતરી કરીશ .

“પૃથ્વી: એક પ્રેમ કથા” નવલ કથા માં એના season 2 ના ફક્ત અંતિમ 2 ભાગ શેષ છે ...

અપેક્ષા છે .... આવનારા 2 ભાગ આગળના ભાગ ની જેમ આપ સૌ ને અત્યંત રોમાંચક અને અવિસ્મરણીય રહેશે .

શું છે આ ચાર ભાઈઓ નું રહસ્ય ? કેવી રીતે મૃત્યુ બાદ પણ પાવક પુન:જીવિત થયો ? આખરે ક્યાં ગયો અંગદ ? કેવી રીતે પૃથ્વી સુલઝાવશે આ સમસ્યા ?

જાણવા માટે જોડાયેલા રહો નવલ કથા પૃથ્વી સાથે .