mara jivan ma Kala padcchaya - 5 in Gujarati Horror Stories by Ami books and stories PDF | મારા જીવનના કાળા પડછાયા - 5

The Author
Featured Books
Categories
Share

મારા જીવનના કાળા પડછાયા - 5

એક વર્ષ વીતી ગયું. મેં બે વાર સરકારી નોકરી માટે પરીક્ષા આપી. પણ ઘરે બધુ જ આવડતું એ પરીક્ષામાં ભૂલી જવાતું એટલે કે વાંચેલા પ્રશ્નો હોય છતાં મગજ ગડમથલે ચડી જતું આ જવાબ આવશે કે પેલો ... એ પછી 5 જેવા ઈન્ટરવ્યુ આપ્યા એમાં બધા કરતા મારી પાસે જાણકારી આવડત વધુ હતી પણ આજકાલ કેવુ ચાલે છે એ તો તમે જાણો જ છો... મારી પાસે ઓળખાણ ન્હોતી.. 3 ઈન્ટરવ્યુ તો ફ્રૉડ નીકળ્યા રહ્યા બે એક હાઈસ્કૂલનું ઈન્ટરવ્યુ હતું . મેં સારી રીતે આપ્યું એ લોકોને જેવો ટીચર જોઈએ એનાથી વધુ ક્વોલિટી એમણે મારામાં જોઈ ...,જેમકે કોમ્યુટર, ઈ- લર્નિંગ, ટેક્નોલોજી નો ઉપયોગ કરી ભણાવે એવુ અને ન આવડતુ પણ શીખે એવા લોકો એમને જોઈતા હતા. એમાં હું પાસ થઈ... સંસ્થાના હેડ એ મને ત્યા જ કહી દિધુ કે તમે પાસ છો પણ તમે સીટીમાં નથી રહેતા . આ જ સીટીમાં રહેતું કોઈ મળી જશે તો અમારી સંસ્થામાંથી તમને કૉલ નહીં આવે...મારી સામે બીજા કોઈની ઓળખાણની ચિઠ્ઠિ આવી .... એટલે મારુ પત્તુ કટ થઈ ગયુ.... બીજુ ઈન્ટરવ્યું હું ભણી એ જ સંસ્થામાં હતું બધા જ ઓળખીતા હતાં .. એમાં ત્રણ સ્ટેપ ઈન્ટરવ્યુ હતું પેપર , ઈન્ટરવ્યુ, અને ડેમો... 750 ગુજરાતીના ફૉર્મ ભરાયા એક જ જગ્યા માટે 50 માર્કનું પેપર એમાંથી 10 લોકોને લેવાના હતાં. માઈનસ પધ્ધતિથી પેપર ચેક થવાના હતાં. મેં એ પરીક્ષા પાસ કરી 750 માંથી 10 લેવાના હતાં એમાં હું પાસ થઈ એ પછી 10 માંથી 5 લેવાના હતાં એમાં પણ ઈન્ટરવ્યુ માં પાસ થઈ... ડેમો આપવા હું ખુશ હતી ચાર વર્ષથી જોડે ભણતા એવા એક મિત્ર પણ મારી સાથે હતાં. ડેમો માં લાસ્ટ તાસ મને મલ્યો ના બાળકો ચૂપ રહ્યા ના મૂલ્યાંકન વાળા સાહેબોએ સારી ગોઠવણ કરી હતી .સાદા ડેમો વાળા ના કલાસ સાદા હતાં મેં ડેમો O,.H. P મદદ થી આપ્યો એટલે મારો રૂમ એટલો મોટો હતો કે વચ્ચે એક આખા કલાસરૂમ જેટલી જગ્યા હતી બાળકો કોઈ જ સૂચન સાંભળતા ન હતાં ના કોઈ શિક્ષક એમના એમને આમ કરતા રોકતા મારી તો હાલત ખૂબ જ બગડી હૂ હારી ગઈ...
થોડા દિવસ થ્યા અમે એક ફેમિલી સાથે ગમન સાંથલ કદાચ તમે એમનું નામ સાંભળ્યુ હશે . ગાયક કલાકાર છે અને ભૂવાજી પણ એમના ઘેર દર્શન કરવા ગયા .ત્યાં હું માતાજી આગળ થાકી ગઈ મારા મનમાં જે કંઈ હતું એ બધુ જ કંઈ દિધું સતત હારતી હું જીતતી તોઈ મારો મેળ ન પડતો બહારના તો પછી કહે ઘરના જ કહેતા કે આટલી પરીક્ષાઓ આપે તોય પાસ નઈ થતી.... બઉ જ ખોટું લાગતું પણ એ જ હકિકત હતી.... આશા હતી કે કંઈક રસ્તો મળશે મને..... ત્યાંથી આવ્યા પછી એક જ અઠવાડિયામાં મેં એક સપનું જોયું.... એ મારી જીંદગીના પડછાયા જ હતાં જે છેલ્લા દસ વર્ષથી મારી જીંદગી જોડે મનફાવે એમ રમતા હતાં. રાતના પોણાચાર થયાં છે. મારા ઘરમાં ત્રણ સ્ત્રીઓ બેઠી છે બે ઉન્ધી બેઠી છે એક એ એનો ફેસ બતાવ્યો.... રાતે મને પરસેવો છૂટી ગયો.... એટલી ડરાવની ઘરડી સ્ત્રી હતી. એનું વર્ણન કરી શકુ એમ નથી.... પછી મેં માતાજીને યાદ કરવા લાગી પેલી સ્ત્રી મને કે જો તું જાગીસ એટલે આટલા વાગ્યા હશે. પંખામાં ભડાકોથશે પણ તું સવારે ચાલું કરીશ તો ચાલું થઈ જશે આ એણે એના હાજર હોવાનું પ્રમાણ આપ્યું ને તરત પંખામાં ભડાકો થ્યો મારી આંખ ખૂલી હોલમાં ગઈ મમ્મી સૂતા હતાં . લાઈટ કરી મેં જોયુ તો પોણા ચાર થ્યા હતાં . મને કાપો તો લોહી ના નીકળે ના રહેવાય ના સહેવાય હોલમાં ઉન્ગી પણ ઉન્ગ જ ના આવી . જૈમિન એક જ દિવસ માટે આવ્યા હતાં એટલે એ સવારે પાંચવાગે નીકળી ગયા. આ સમયે અમે અલગ રહેતા હતાં એ ધંધાના લીધે બહાર હું મારા સાસુ સસરા જોડે... સવારે પોતું કરતા મેં પંખો ચાલુ કર્યો એ કમ્પલૅટ ચાલુ હતો... આજે પણ એ ચાલુ જ છે...બે વર્ષ થયાં છતાં... તમે જ વિચારો કોઈ પણ સાઘન હોય એમાં ભડાકો થયો હોય તો એ બળી ગઈ હોય. પંખામાં ટેટો ઉડીજાય તો પંખામાં ભડકો થાય ..... હવે મારાથી સહન થાય એમ ન્હોતું મેં મમ્મી પપ્પાને કિધુ મમ્મી માન્યા જ નઈ એમનું કેવું એમ હતું કે હું બીકણ છુ . આખો દિવસ વિચાર વિચાર કરુ એટલે સપના આવે.... રાતે સોસાયટીમાં રામદેવ પીરનું નાટક આવેલું એ ચાર - પાંચ દિવસ ચાલવાનું હતું એટલે મારા સાસુ એ જોવા જતા રહે બે વાગે ઘેર આવે પપ્પા ધાબે જ સૂવે સાસુમાંને ખબર પડી કે હું બીકની મારી દિવસે પણ સૂતી નથી સંડાસમાં પણ હળો મારતા ડરવા લાગી છુ ં. એટલે એ નાટક જોવા જાય એટલે ઘર બહારથી વાખીને જાય ... મને ઘરમાં ડર લાગવા લાગ્યો એક તો એમ.એડ્ ની લાસ્ટ પરીક્ષા આવાની હતી વાંચવાનું હતું એક બાજુ વિચારો મગજ માંથી જાય જ નઈ અને સાસુમાં માને મજા આવે... રાતે ઉંઘવાનું બંધ થ્યું સૂતા ડરતી કે પાછી પેલી સપનામાં આવશે તો ? એટલે આખી રાત કોઈ પણ ફેસબૂક પર ઈન્સટ્રાગ્રામ પર ફ્રી હોય એની જોડે ગપ્પા મારતી મારી તકલીફ કહેતી... પાંચવાગે એટલે અઝાન નો કે આરતી નો સમય થાય એટલે સૂઈ જતી આવું 2 દિવસ ચાલ્યું ત્રીજા દિવસે હું એ નાટક જોવા ગઈ . પછી બીજા દિવસે પૂનમ હતી એ દિવસે મારુ મગજ શાંત હતું એ દિવસે આરામથી સૂઈ ગઈ... બીજા દિવસે સવારે મારા સસરા જોડે વાત કરતા ડૂમો ભરાઈ ગયો ને પોતું કરતા કરતા રડી પડી....મારા સસરા એ રડી પડ્યા.... રડતા રડતા જે કાંઈ ફિલ થતું હતું એ બધુ જ કહી દિધું.... એટલે એમણે ધાબા પરથી નીચે ઘરમાં સૂવાનું નક્કી કર્યું . મારા સસરા જોડે એમના પપ્પા પૂર્વજ કહીએ એમનો હાથ હતો ... એ આજુબાજુ રહેતા તો થોડુ સારુ લાગતું ... ઘણાં લોકો અંધ વિશ્વાસ કહે પણ આજે મુસ્લિમ સમાજ ના લોકો પણ ભૂવા પાસે પોતાની તકલીફ લઈ ને જતાં મેં જોયા છે.મારા સસરાના એક મિત્ર ભૂવા હતાં ખાલી ઘરનાં ઓળખીતાની મદદ કરતા એમના ઘરે અમે ગયા.. એમને મને જોઈ અને તરત ખબર પડી ગઈ કે મારી જોડે શું છે.. મેં મારી જોડે જે થયું એ બધુ જ કિધું .. હું લુહાર છું મેં જનમથી ભૂવા ને એવુ જોયેલું રમેણો જોયેલી એટલે સમજ એ બધી પડતી પણ મેં લગ્ન પટેલમાં કર્યા એટલે મારા સસરા સિવાય કોઈને બહુ વિશ્વાસ નહોતો... મને ખબર હતી કે મારી જોડે એક નઈ ત્રણ વસ્તુ છે જે સતત રાત દિવસ મારી આગળ પાછળ ફર્યા કરે છે... ઘણીવારતો એવું લાગતું કે હું બેસું તો કોઈ બેસે છે મારી આગળ પાછળ કોઈ છે... કોઈ મને સતત જુએ છે. મારી અંગત પળો મા પણ કોઈ સતત છે... મારી પરીક્ષા પૂરી થતા હું મારા પતિ સાથે રહેવા ગઈ.. ત્યા રાતે દિવસે સતત મારા બેડ રૂમમાં કોઈ હોય એવું લાગતું રાતે સૂતા સંડાસ જોડે કોઈ ઉભેલું છે . છત પર કાળુ કંઈક છે... આ બીકમાં હું રાતે અલગ સૂવાના બદલે કોઈના પણ ભેગી એમાય લપાઈને સૂવાની ટેવ પડી મારુ મોં હું સંતાડીને સૂતી ધંધાના કામેથી ઘણીવાર જૈમિન મોડા આવતા દુકાનો નવી રાકીએ એટલે ત્યાં રાત રોકાવું પડતું. મારા નનદ જોડે અમે ભેગા રહેતાં .. એમના ટાબરીયાને જોડે સૂવા લઈ જતી એનો હાથ પકડી આખી રાત જાગતી બાલક્નીમાં જોયા કરતી..... એટલી ઓશિયાળી થઈ ગઈ તી કે એક નાના તેર વર્ષના ટાબરીયાનો સહારે રહેતી એ છે મારી જોડે એટલે મને બીક નઈ લાગે... ઘણીવાર રોતી.... પછી માતાજીની બાધા લીધી અને ધૂપ કરી દોરો બાંધ્યો..... મેં મારા સાસુની માફી માંગી કે અત્યાર સુધી ઝઘડા આ વસ્તુ લીધે થતા મેં તમને કંઈ બોલ્યું હોય તો માફ કરજો ... મમ્મી પણ રડી ગયા..... છ મહિના પછી એનું જે કંઈ લેણું હતું નૈવેદ હતું એ આપી એને મોકલ્યું.... ... થોડા સમય પછી મને માતૃભારતીનો સાથ મળ્યો... એક કોલેજમાં જોબ મળી .... છ મહિના થયાં પછી મેં જોબ છોડી દિધી..... સરકારી નોકરી માટે તૈયારી કરી... પરીક્ષા આપી પાસ પણ થઈ... પણ પરીક્ષા રદ થઈ.... કેટલા નશીબ કાઠા.... પણ ઉપરવાળાનો સાથ હતો.... આટલું બધું સહન કર્યું છતાં એણે મારી ઈજ્જત ને આંચ આવવા નઈ દિધી.... બધા વચ્ચે ... ભૂવાની બેઠક હતી... ત્યાં મારી ભક્તિ સાચી હતી એવુ આવી મારી ભક્તિના દેવ બોલ્યા.... હું રડી પડી.... મેં ભાગી લગન કર્યા મારી સતત નીષ્ફળતા એ બધાનું કારણ કોઈ પોતાનાએ મારા પર મૂકેલી એક ચૂડેલ હતી..... એટલે થી થોડુ અટકે.... મારે બાળક પણ ના થાય એટલી હદે કરનારાએ કર્યું...... પણ ભગવાન ના ઘેર દેર હોય અંધેર નઈ...... હું એકલી લડી એકલી રડી કોઈ જ સાથે ન હોતું .... પણ અંતે મારી જ જીત થઈ બાળકનું તો અમે હજી વિચાર્યું જ ન હોતું ભણવાનું ચાલતું હતું લાઈફ સેટ કરવી હતી જેનાથી બાળકને સારુ ભવિષ્ય આપી શકીએ..... બધુ જ તકલીફો ભૂવાની મદદ થી દૂર થઈ..... રહી જતું તું એ પણ સમયે પૂરુ થયું.... આજે આઠ મહિના જેવું થયું હું સરકારી પરીક્ષામાં પાસ થઈ ... સરદી જે છેલ્લા દસ વર્ષથી કેટલીએ દવા ઉપચારથી નતી મટતી એ મટી ગઈ..... તમારા જેવા ચાહકો પણ મળ્યા...
( મારીવાત મેં એટલા માટે સેર કરી કેમકે દુનિયામાં કુદરતની અનેક લીલાઓ છે જે ના આપણે સમજી શક્યા છીએ ના જાણી શક્યા છીએ.... બસ મારી જેમ હેરાન થતાં એકલા પડી ગયેલા લડતા.... મિત્રોને કોઈ તણખલું મળી જાય .... મને પણ ખબર છે કે ભણેલા લોકો ભૂવામાં કે કોઈ તાંત્રિક માં નઈ માનતા હોય.... પણ જે એના ઝપાટે પડ્યા છે.... એને જરુર પૂછજો... કયારેય મજાક માં ના લેતા... મિત્રો.... અને ખાસ કદાચ તમને આવી ભૂવા તાંત્રિકની જરુર પડે તો પૈસેથી કામ કરતા હોય એમની પાસે કદી ના જતાં કેમકે પૈસાથી કામ કરી આપતા તમારુ ઘર ખાલી કરી દેસે..... સાચા માણસને ઓળખો.... એની ભક્તિને ઓળખજો..... જે વિશ્વાસ ધરાવે એમને પણ વંદન અને ન ધરાવતા હોય એમને પણ મારા વંદન... વાપર્યા વિના આપણે વસ્તુ પણ નથી લેતાં.....એટલે અનુભવ જ મોટી નિશાળ છે...... આ ભાગ અહીં જ પૂર્ણ થાય છે... આપ સૌનો ખૂબ ખૂબ આભાર....? my instragram ? panchalami6046 .... તમારી મૂઝવણ.. તમારા પ્રોબલ્મસ..... કે મારાથી તમને કોઈ પણ ફરીયાદ હોય એ તમે મને કરી શકો છો.... Thank you so much ???