Atut dor nu anokhu bandhan - 29 in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | અતુટ દોર નુ અનોખું બંધન -29

Featured Books
  • Reborn to be Loved - 2

    Ch 2 - Psycho शीधांश पीछले भाग में आपने पढ़ा…ये है हमारे शीध...

  • बन्धन प्यार का - 27

    बहू बैठो।हिना बैठ गयी थी।सास अंदर किचन में चली गयी थी।तब नरे...

  • कुआँ

    धोखा तहुर बहुत खुश हुआ था अपने निकाह पर। उसने सुना था अपनी ब...

  • डॉक्टर ने दिया नया जीवन

    डॉक्टर ने दिया नया जीवनएक डॉक्टर बहुत ही होशियार थे ।उनके बा...

  • आई कैन सी यू - 34

    अब तक हम ने पढ़ा की लूसी और रोवन उनके पुराने घर गए थे। वहां...

Categories
Share

અતુટ દોર નુ અનોખું બંધન -29

બધા શ્લોકની સામે જોઈ રહે છે એટલે શ્લોક કહે છે નિહાર ની સામે જોઈને,જીજાજી આ બધી ખુશીમા ભુલી ગયા કે તમારા હજુ પેલા તમારા સાસુ, સસરા અને સાળાજીને એમની જગ્યાએ પહોચાડવાના છે.

નિસર્ગ : હા શ્લોક ની વાત સાચી છે. એ લોકોને આ વસ્તુની ખબર પડશે તો વિશ્વા અને આપણા કોઈનો પણ જીવ જોખમ માં મુકાઈ શકે છે. કારણ કે મારી સાથે જે પણ થયુ હતુ એના પછી મને ખબર છે એ લોકો બહુ ખતરનાક છે. પૈસા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે.

સાચી : જે એક માસુમ છોકરી પાસે આવો ધંધો કરાવી શકે એ કંઈ પણ કરી શકે.

શાશ્વત : આપણે હમણાં આ ચાલુ રાખવુ જોઈએ નાટક. અને વિશ્વા જ ત્યાં જશે એમના ઘરે રહેવા.

નિસર્ગ ના પપ્પા : આ તુ શુ કહે છે?? આપણે તેને ત્યાં કેવી રીતે મોકલી શકીએ?? એમનો શુ વિશ્વાસ.

શાશ્વત : કાકા અમે જે કૃતિ માટે બધુ જાણવા માટે જે પ્રયોગ ફરી કરવો પડશે. આપણે તેમને એમ થોડી પકડાવી શકીશું કે તેમને જેલમાં લઈ જાઓ કોઈ પણ સાબિતી વગર.

પરી : આપણે તેને ત્યાં મોકલીએ અથવા તે અહી આવે એવો કંઈ પ્લાન કરીએ, બધા પુરાવા ભેગા કરવા કૃતિ તરીકે જ . એમને હાલ કોઈ જ ખબર ના પડવી જોઈએ કે આપણને બધાને કંઈ પણ ખબર છે. અને એ લોકો એક પ્લાન બનાવે છે. અને પ્લાન શરૂ થઈ જાય છે.....

              *        *        *        *         *

ફોનમાં રીગ વાગે છે....બે ત્રણ વાર આખી રીગ જાય છે ફોનમા પણ કૃતિ ફોન ઉપાડતી નથી. તેના એ મમ્મી સુધાદેવી ગુસ્સે થઈ જાય છે. પણ વધારે સમય સુધી કંઈ વાત થતી નથી. એટલે એ ઘરના લેન્ડલાઈન પર ફોન કરે છે. ફોન દાદી ઉપાડે છે  અને વાત કરે છે કહે છે કૃતિની તબિયત ખરાબ છે એટલે કદાચ ફોન નહી ઉપાડ્યો હોય સુઈ ગઈ છે.

હુ તેની પાસે વાત કરાવુ ??

કૃતિની મમ્મી : હાય ! હાય ! મારી દીકરી બિમાર થઈ ગઈ છે. હુ હમણાં જ આવુ છું તેને મળવા માટે.

દાદી : હા આવો.તે તમને બહુ યાદ કરતી હતી.

આખા ઘરમાં કેમેરા લગાવી દીધા છે અને સાથે કૃતિની રૂમમાં રેકોર્ડિંગની ખાસ વ્યવસ્થા કરી છે અત્યારે. આ માટે શાશ્વત નો એક દોસ્ત વિરાટ તેમને બધી હેલ્પ કરે છે જે પીએસઆઈ છે.

ઘરમાં બધા જ લેન્ડલાઈન અને કૃતિ ના ફોનનુ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

               *         *        *         *         *

કૃતિ ના એ મમ્મી ત્યાં આવીને તેની ચિંતા કરવાનુ નાટક કરે છે અને તેને રૂમમાં મળવા જાય છે. ત્યાં તે અંદર જઈને જ પહેલાં કોઈને ખબર ના પડે એમ રૂમ બંધ કરે છે.

કૃતિ ત્યાં ઓઢીને સુવાનુ નાટક કરે છે. તેઓ જઈને તેનો બ્લેન્કેટ નીકાળી ને ફેકે છે બહુ વધી ગયા છે તારા નાટક આજ કાલ. મારો ફોન તુ ઉપાડતી નથી. તને ખબર છે ને મે તને શું કામ સોપ્યું છે. એમ કહીને તે પોતાના કમરમાંથી એક વીટેલો પટો કાઢીને તેને મારે છે.

આ વખતે તો અહીંથી તે મને કંઈ જ માલ અપાવ્યો નથી. શુ કરવાનુ છે.અને અહીંથી બધુ પતાવ એટલે હુ તને લઈ જાઉ. મારો કુલદીપ તારા માટે રાહ જોઈ રહ્યો છે. હવે તો તારે એને તારી જાતને સોપવી જ પડશે....

આ બધુ ત્યાં બાથરૂમમાં સંતાઈને ઉભેલો નિહાર સાભળી રહ્યો છે તેનુ લોહી ઉકળી રહ્યુ છે પણ અત્યારે કંઈ પણ કરે તો બાજી બગડી જાય એવુ હતુ એટલે એ પોતાની જાત પર કંન્ટોલ કરે છે.

સાથે જ કહે છે આજ માટે નો માલ જોઈએ છે મને તુ કંઈ પણ કર. કૃતિ કહે છે હુ બતાવુ છું ત્યાંથી લઈ લેજો...બાકી બધુ કાલે ફાઈનલી કામ થઈ જશે. અને સાથે કુલદીપ અને પપ્પાને પણ લાવજો માલ વધારે છે બધાની જરુર પડશે.આ સાભળતા કૃતિની મમ્મી સુધાદેવી રૂમની બહાર નીકળે છે.

સુધાના બહાર જતાં નિહાર બહાર આવીને કૃતિ ને પકડીને કહે છે તને વાગ્યુ તો નથી ને ?? મને તો એટલો ગુસ્સો આવતો હતો કે....

કૃતિ તેને વચ્ચે જ અટકાવી ને કહે છે આ તો કંઈ નથી બકા મારા માટે આટલો માર તો હવે મારા માટે સામાન્ય છે. અને પ્લીઝ બકા ગુસ્સાથી કંઈ જ નહી થાય. મન તો મને પણ થતુ હતુ એ કુલદીપ નુ નામ સાભળીને કે એનુ શું કરૂ કે તે આ દુનિયામાં જ ના રહે.

નિહાર : બસ બકા હવે કાલનો દિવસ છે પછી બધુ જ સારૂ થઈ જશે આપણી લાઈફમાં.

સુધાદેવી બંગલામાં એક જગ્યાએ કૃતિ એ કહ્યા મુજબ જાય છે અને જુએ છે કે ત્યાં આજુબાજુ કોઈ નથી. એટલે ત્યાં એક કોથળી જેવુ હોય છે અને અંદર કંઈ પેક કરેલુ હોય છે.ત્યાં થોડું ખુલ્લી જગ્યા દેખાય છે બોકસમા એટલે ખોલીને જુએ છે તો તેમાં દાગીના જેવુ દેખાય છે એટલે તે ખુશ થઈને જતી રહે છે.

જેવી સુધાદેવી બહાર જાય છે બંગલાની ત્યાં જ પાછળ ઉભેલો એક વ્યક્તિ બહાર આવે છે જે શાશ્વત નો ફ્રેન્ડ છે અને બધુ રેકોર્ડ કરે છે અને હસી રહ્યો છે.

તે અંદર જઈને કહે છે આજનુ કામ પતતા અડધા પુરાવા તો થઈ ગયા. બાકીનું મેઈન કામ કાલે કરવાનુ છે પ્લાનને અંજામ આપવાનુ....

                *        *        *        *        *

સવારના દસ વાગ્યા છે. બધી જ તૈયારી થઈ ગઈ છે. કૃતિ સુધાદેવી ને ફોન કરીને કહે છે આજે સરસ મોકો છે ભલ્લા હાઉસ ને પાયમાલ કરવાનો.

સુધાદેવી : આજે અહી મારા સિવાય કોઈ નથી. બધા એક મેરેજમાં ગયા છે. મે મારી તબિયત નુ બહાનુ બનાવી દીધું એટલે હુ નથી ગઈ . નિહાર પણ મારી સાથે રોકાવવાનુ કહેતો હતો પણ મે તેને સમજાવી ને મોકલી દીધો. એટલે બધા ગયા છે. બધો માલ મે સરસ તૈયાર કરી એક જગ્યાએ રાખી દીધો છે.

આ લોકો બહુ મુર્ખ છે કે બધા જ દાગીના અને મહત્વના કાગળો પૈસા બધુ ઘરમાં જ રાખે છે. બધા જલ્દી અહી આવી જાઓ. બસ ભાગીએ એટલી વાર... પછી તો આપણે માલામાલ !!!

શું પ્લાન ખરેખર અંજામ આપશે ?? સુધાદેવી પણ માસ્ટર માઈન્ડ છે. તે આટલા વર્ષોમાં ક્યારેય આટલા ખરાબ ધંધા કરવા છતાં પકડાઈ નથી. તો શું તે જાળમાં ફસાઈ જશે ??

જાણવા માટે વાચતા રહો, અતુટ દોર નુ અનોખું બંધન -30

next part........ publish soon...............................