Maut ni Safar - 15 in Gujarati Horror Stories by Disha books and stories PDF | મોત ની સફર - 15

The Author
Featured Books
  • उजाले की ओर –संस्मरण

    मनुष्य का स्वभाव है कि वह सोचता बहुत है। सोचना गलत नहीं है ल...

  • You Are My Choice - 40

    आकाश श्रेया के बेड के पास एक डेस्क पे बैठा। "यू शुड रेस्ट। ह...

  • True Love

    Hello everyone this is a short story so, please give me rati...

  • मुक्त - भाग 3

    --------मुक्त -----(3)        खुशक हवा का चलना शुरू था... आज...

  • Krick और Nakchadi - 1

    ये एक ऐसी प्रेम कहानी है जो साथ, समर्पण और त्याग की मसाल काय...

Categories
Share

મોત ની સફર - 15

મોત ની સફર

દિશા આર. પટેલ

પ્રકરણ - 15

ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી ડેવિલ બાઈબલ ને સંપૂર્ણ બનાવવાની લ્યુસીની અધૂરી ઈચ્છા ને પુરી કરવાં માટે માઈકલ ઈજીપ્ત જવાનો પ્રસ્તાવ સાહિલ અને એનાં દોસ્તો જોડે રાખે છે.. થોડી ઘણી ચર્ચા વિચારણા કર્યા બાદ એ ચારેય દોસ્તો આ નવી રોમાંચક સફર માટે હામી ભરી દે છે.

વિરાજ અને એનાં દોસ્તો હોટલ પહોંચ્યા બાદ જમવાનું પૂરું કરી લંડન દર્શન કરવાં નીકળી જાય છે કેમકે એ લોકોને ખબર હોય છે કે વહેલાં મોડું ઈજીપ્ત જવાનું આવી શકે છે.. એટલે ઈજીપ્ત ની પડકારજનક સફર પર ગયાં પહેલાં યુરોપ ની થોડી ઘણી સેર કરવાનો એ લોકોનો ઈરાદો હતો.

સાંજે માઈકલ એમને મળવાં હોટલમાં આવ્યો અને જણાવ્યું કે એ લોકોની ઈજીપ્ત ની ટીકીટ સાત દિવસ પછી આવી જશે.. તો આજથી બરાબર સાત દિવસ પછી એ લોકો ઈજીપ્ત ની સફર પર નીકળી પડશે.. ફ્લાઈટ લંડનથી ઉપડશે અને કેરો શહેરમાં ઉતરાણ કરશે.

આ સાત દિવસ દરમિયાન ચારેય દોસ્તો એ યુરોપનાં બે-ત્રણ ઈંગ્લેન્ડ થી નજીકનાં દેશો ફટાફટ ઘૂમી લેવાનું આયોજન કરી લીધું.. યુરોપનાં આ દેશો એકબીજા સાથે રેલવે દ્વારા જોડાયેલાં હતાં એટલે આવન-જાવનમાં પણ સરળતા રહેતી.. એ લોકોએ પહેલાં ફ્રાન્સ અને પછી ઈટલી જવાનું પ્લાનિંગ કરી રાખ્યું હતું.

ફ્રાન્સ નાં પેરિસમાં એ લોકો એ બે દિવસ પસાર કર્યાં.. જેમાં એ લોકો પેરિસની બોલ્ડ સભ્યતા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયાં.. અહીં લાયસન્સ ધરાવતાં વૈશ્યાલય હતાં જે ગુરુ, વિરાજ અને ડેની માટે ચોંકાવનારું હતું.. એ લોકોએ પેરિસ ની શાન એવાં એફિલ ટાવર ની પણ મુલાકાત લીધી અને છેલ્લે એ લોકો પેરિસનાં મશહૂર કેટકોમ્બ ની મુલાકાતે ગયાં.

માઈકલે જેવું વર્ણન પોતે એ લોકોને સંભળાવેલી કેટકોમ્બ ની સફર દરમિયાન કર્યું હતું એજ મુજબ નું આ કેટકોમ્બ હતું.. અંદર પ્રવેશ કરતાં ની સાથે જ્યાં જોઈએ ત્યાં બસ માનવ અસ્થિઓ જ નજરે ચડતી હતી.. એકબીજાની ઉપર વ્યવસ્થિત રીતે ગોઠવી હોય એવી આટલી મોટી સંખ્યામાં માનવ અસ્થિઓ જોઈને એ બધાં ને તો પરસેવો છૂટી ગયો.. દિવસ હોવાં છતાં એ લોકો ગાઈડ લઈને અંદર ગયાં અને થોડુંક અંદર પ્રવેશ્યાં બાદ આગળ નો એન્ટ્રી નું બોર્ડ જોઈ એમને પાછું વળવું પડ્યું.

આખરે પેરિસ ની સફર પુરી કર્યાં બાદ ચારેય મિત્રો જઈ પહોંચ્યાં ઈટાલી.. રોમન સામ્રાજ્ય નાં સૌથી અગત્યનાં શહેર રોમ માં બુલફાઈટ ની મજા માણ્યા બાદ એ લોકો એ ગાઈડ ને સાથે લઈને દુનિયાની અજાયબી સમાન પીઝા નાં ઢળતાં મીનારાની મુલાકાત લીધે.. એક માનવ ભૂલનાં લીધે ઝુકેલી આ ઈમારત વર્ષે લાખો સહેલાણીઓ માટે આકર્ષણ નું કેન્દ્ર બની રહી છે.

આમ ને આમ પાંચ દિવસ જેટલું ભ્રમણ કર્યાં બાદ એ લોકોએ પાછા લંડન પહોંચી જવાનું નક્કી કર્યું.. કેમકે બે દિવસ પછી એમની ઈજીપ્ત ની સફર શરૂ થવાની હતી.. અને એ પહેલાં થોડો ઘણો આરામ પણ કરવો જરૂરી હતો.એ લોકોની ઈજીપ્ત ની સફર સરળ તો નહોતી જ થવાની એ વાતથી એ બધાં વાકેફ હતાં.

આખરે પાંચ દિવસની સહેલગાહ કર્યાં બાદ વિરાજ, સાહિલ, ડેની અને ગુરુ હોટલ લેન્ડમાર્ક આવી પહોંચ્યાં.. પોતપોતાનાં રૂમમાં પહોંચીને એ લોકો આરામ ફરમાવવાં ની ઈચ્છા ધરાવતાં હતાં.. વિરાજે જેવો પોતાનાં રૂમમાં પગ મૂક્યો એ સાથે જ વિરાજની છઠ્ઠી ઇન્દ્રિય એ એને કંઈક સંકેત આપ્યો.. વિરાજે ચોતરફ નજર ફેરવીને રૂમનું વ્યવસ્થિત નિરીક્ષણ કર્યું પણ એની નજરે કંઈપણ ચડ્યું નહીં.. વિરાજનાં મનમાં એ લાગણી બળવત્તર હતી કે એમની ગેરહાજરીમાં કોઈક તો આ રૂમમાં આવ્યું હતું.

ગુરુ એ વિરાજનું બદલાયેલું વર્તન ધ્યાને ચડ્યું અને ગુરુ એ એ વિશે વિરાજને પૂછ્યું પણ ખરું.. પણ વિરાજે 'બસ એમ જ' કહી ગુરુની વાતનો કોઈ જાતનો વ્યવસ્થિત પ્રતિભાવ ના આપ્યો.. શાવર લીધાં બાદ કપડાં ચેન્જ કરી ગુરુ અને વિરાજ સાહિલનાં રૂમમાં ગયાં કેમકે સાહિલે એ બધાનું ડિનર એનાં રૂમમાં મંગાવી લીધું હતું.

સાહિલ અને ડેની ની સાથે મળી લિજ્જત ભર્યા ડિનરનો આસ્વાદ માણ્યા બાદ એ લોકો નકામી પંચાતે વળગ્યાં.. કલાક સુધી કામ વગરની ચર્ચા કર્યાં બાદ સાહિલ અને ડેની ને ગુડ નાઈટ કહ્યાં બાદ વિરાજ અને ગુરુ પોતાનાં રૂમમાં પાછા આવ્યાં.. વિરાજ સુવા માટે જેવો પલંગ તરફ આગળ વધ્યો ત્યાં એની નજર પલંગ નીચે પડેલાં એક કપડાં પર પડી.

વિસ્મય અને જિજ્ઞાસા સાથે વિરાજે એ કપડાં ને નીચે નમીને ખેંચ્યું.. વિરાજે જોયું કે એ કપડાં ની અંદર કંઈક વીંટલાયેલું હતું.. વિરાજે એ કપડું અને એની અંદર રહેલી વસ્તુઓને હાથમાં લીધી અને પછી પલંગ પર મૂકી.. ગુરુ પણ આ સમય દરમિયાન વિરાજ ની જોડે આવીને ઉભો રહી ગયો.. કપડાં ની અંદર હતાં અમુક વિચિત્ર લાગતાં સફેદ મૂળિયાં, પીળાં રંગની ચાર પાતળી લાકડી, લીલાં રંગની ડાળખી અને સફેદ કલરનાં બી જેની અંદર કાળા રંગની ટપકી હતી.

"આ બધી કચરપટ્ટી શું છે..? "આ બધી વસ્તુઓ તરફ જોતાં વિરાજ બોલ્યો.

"એ વિરાજ.. ત્યાં જો એક કાગળ પણ છે.. "એ વસ્તુઓ જોડે પડેલાં કાગળ તરફ આંગળી કરતાં ગુરુ બોલ્યો.

ગુરુની વાત સાંભળી વિરાજે એ કાગળ હાથમાં લીધો અને એની અંદર રહેલું લખાણ વાંચવાં લાગ્યો.

"તમે લોકો ઈજીપ્ત ની સફર માટે જવાનાં છો એ વિશે મને ખબર છે.. હું ઈચ્છું છું કે તમે લોકો આ સફર ને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો.. મેં જે વસ્તુઓ અહીં મુકેલી છે એ બધી તમારી સફરમાં ખુબજ મદદગાર થઈ શકે છે.. અંદર જે બી છે એ બી નો ઉપયોગ વીંછી નું ઘાતક ઝેર ઉતારવા થાય છે.. ઈજીપ્ત નાં રણ ની સફરમાં વીંછી નો સૌથી વધુ ખતરો હોય છે.. જેમાંથી આ બી તમને બચાવી શકે છે.. આ બી ને ફક્ત થોડું પાણી લગાવી જ્યાં વીંછી કરડ્યો હોય ત્યાં મૂકી દેવાનું.. થોડાં જ સમયમાં બધું ઝેર જાંબલી પોપડી બની બી ઉપર જમા થઈ જશે...જે સરળતાથી નીચે પડી જશે અને પુનઃ એ બી ને ઉપયોગમાં લઈ શકાશે.. "

"પીળાં રંગની લાકડીઓ જે વૃક્ષ ની છે એ વૃક્ષ એમેઝોનનાં જંગલોમાં મળે છે.. આ લાકડી પાતળી ભલે રહી પણ એકવાર પ્રગટાવવામાં આવતાં આ લાકડી કલાકો સુધી સળગતી રહેશે એવો ગુણધર્મ એ ધરાવે છે.. લીલાં રંગની જે ડાળખીઓ છે એ ભારતનાં હિમાલયનાં જંગલોમાં મળે છે.. જેનો લેપ કરી માથે લગાવવાથી ભલભલો તાવ ઉતરી જાય છે."

"જે સફેદ મૂળિયાં દેખાય છે એનો ઉપયોગ કરી તમે રણપ્રદેશમાં પાણી મેળવી શકો છો.. આ મૂળિયાં ને રણમાં રાત્રી દરમિયાન રણમાં ખુલ્લાં કરીને મૂકી દો તો આ મૂળિયાં હવામાં મોજુદ ભેજનું શોષણ કરે છે.. સવારે જો આ મૂળિયાં ને નિચોવવામાં આવે તો એમાંથી સારું એવું શુદ્ધ પીવાલાયક પાણી નીકળે છે.. જે તમને લોકોને રણમાં જીવાડવામાં સહાયતા કરશે.. "

"તમે લોકો ઈજીપ્ત જઈ રહ્યાં છો તો મારી એક સલાહ છે.. દરેક ડગલે ને પગલે તમારે સમજી વિચારીને આગળ વધવું પડશે.જો થોડી પણ ચૂક થઈ ગઈ તો તમારું જીવવું દુષ્કર બની જશે.. "

લી. તમારાં સૌ નો શુભચિંતક

આવી વસ્તુઓ પોતાને મોકલનારો આ શુભચિંતક કોણ હશે એ વિરાજ અને ગુરુને સમજાઈ નહોતું રહ્યું.. એ બે એ તો સાહિલ અને ડેની ને પણ પોતાનાં રૂમમાં બોલાવી આ બધી વસ્તુઓ બતાવી.. આ બધું ખરેખર એ લોકો માટે નવાઈ ઉપજાવનારું હતું.

"વિરાજ, આખરે આ બધું કોને મોકલાવ્યું એ સમજાતું નથી..? "વિરાજની તરફ જોતાં સાહિલ બોલ્યો.

"હા યાર.. એક અજાણ્યાં દેશમાં એક એવો માણસ છે જે આપણી બધી હરકતો ઉપર નજર રાખીને બેઠો છે.. આ ઉપરાંત એને આપણી હોટલનાં રૂમ નંબર અને આપણે ઈજીપ્ત જવાનું છે એ પણ ખબર છે.. "વિચારમગ્ન ચહેરે વિરાજ સાહિલની વાત નો પ્રતિભાવ આપતાં બોલ્યો.

"જોવો ભાઈઓ.. હવે આ બધું જેને પણ અહીં મુક્યું છે એ આપણું અહિત તો નહીં જ ઈચ્છતો હોય એટલે જ આપણી સફરમાં ઉપયોગી વસ્તુઓ એ અહીં રાખીને ગયો છે.. "તર્ક કરતાં ડેની બોલ્યો.

"એ વાત પણ છે.. સારું તમે બંને તમારાં રૂમમાં જઈને સુઈ જાઓ.. અમે પણ શાંતિથી સુઈ જઈએ છીએ.. "સાહિલ અને ડેની તરફ જોઈ બગાસું ખાતાં ગુરુ બોલ્યો.

"હા.. ભાઈ મને પણ ઊંઘ આવે છે.. ગુડ નાઈટ.. "મોં આગળ હાથ રાખી બગાસું ખાતાં સાહિલ બોલ્યો.. અને પછી એ અને ડેની વિરાજનાં રૂમમાંથી પોતાનાં રૂમમાં નીકળીને સુઈ ગયાં.

એમનાં જતાં જ વિરાજે એ બધી વસ્તુઓને પુનઃ કપડામાં રાખી અને વ્યવસ્થિત રીતે અલમારીમાં મૂકી દીધી.. ગુરુ એ જઈને પથારીમાં લંબાવ્યું પણ વિરાજને ઊંઘ નહોતી આવી રહી.. વિરાજે વહીસ્કી નો એક પેગ તૈયાર કર્યો અને વિચારમંથન કરતો કરતો હોલમાં રાખેલાં સોફામાં બેઠો.. વહીસ્કી ની ઘૂંટ સાથે વિરાજ મનોમન બોલ્યો.

"આ બધું ક્યાંક એ વ્યક્તિનું કરેલું તો નથી ને જેને મેં થોડાં દિવસ પહેલાં રેસ્ટોરેન્ટમાં જોયો હતો.. એ વ્યક્તિ જે રીતે અમારી તરફ જોઈ રહ્યો હતો એ ખરેખર વિચિત્ર તો હતું જ.. જો એ વ્યક્તિ એ આ વસ્તુઓ અહીં નથી રાખી તો બીજાં કોને રાખી..? અને જો એને જ રાખી હોય તો અમારી મદદ કરવાં પાછળનો એનો ઉદ્દેશ શું હતો..? "

એકસાથે ઘણાં સવાલોનાં જવાબ શોધતાં શોધતાં વિરાજ સોફામાં જ સુઈ ગયો.. !!

★★★

વધુ નવાં ભાગમાં.

એ બધી વસ્તુઓ ત્યાં રાખનારો વ્યક્તિ આખરે કોણ હતો..? શું એ લોકો ડેવિલ બાઈબલ નાં અધૂરાં પન્ના શોધી શકશે..? રાજા અલતન્સ નો ખજાનો સાચેમાં અસ્તિત્વ ધરાવતો હતો કે પછી એ ખાલી કહાની હતી..? વિરાજે હોટલમાં જોયેલો રહસ્યમયી માણસ આખરે કોણ હતો..? એ ચારેય મિત્રો આગળ જતાં કેવી મુસીબતમાં ફસવા જઈ રહ્યાં હતાં..? આ સવાલોનાં જવાબ જાણવાં વાંચતાં રહો આ થ્રિલ અને સસ્પેન્સથી ભરેલી નોવેલ મોતની સફરનો નવો ભાગ.. આ નોવેલ સોમ, બુધ અને શુક્ર આવશે.

આ નોવેલ જેમ આગળ વધશે એમ ઘણાં એવાં રહસ્યો તમારી સમક્ષ આવશે જે વિશે મોટાંભાગનાં વાંચકો અજાણ હશો.. તો દરેક ભાગને રસપૂર્વક વાંચો એવી નમ્ર વિનંતી.

માતૃભારતી પર મારાં મોટાભાઈ જતીન પટેલ ની શાનદાર નોવેલો ડેવિલ એક શૈતાન, આક્રંદ, હવસ, એક હતી પાગલ, મર્ડર@રિવરફ્રન્ટ, પ્રેમ-અગન અને ચેક એન્ડ મેટ પણ વાંચી શકો છો.

આ સિવાય માતૃભારતી આપ મારી અન્ય નોવેલ

દિલ કબૂતર,

રૂહ સાથે ઈશ્ક

ડણક

અનામિકા

The haunted picture

સેલ્ફી: the last ફોટો...પણ વાંચી શકો છો.

-દિશા. આર. પટેલ

***