Shivali - 11 in Gujarati Adventure Stories by pinkal macwan books and stories PDF | શિવાલી ભાગ 11

Featured Books
Categories
Share

શિવાલી ભાગ 11

બીજા દિવસે શિવ શિવાલી ને લઈ દેવગઢ ફરવા નીકળ્યો. સૌથી પહેલા તેઓ શિવ મંદિર ગયા. દેવગઢ નું શિવ મંદિર ખૂબ મોટું હતું. તેમજ તે જુના રાજાઓ ના સમય નું હતું જેનું બાંધકામ ખૂબ જ મજબૂત અને નકક્ષીકામ વાળું હતું. શિવાલી તો ખૂબ ખુશ થઈ ગઈ. તેણે ત્યાં ભગવાન શિવ ની પૂજા કરી.

ખૂબ સુંદર છે મંદિર. ને કોતરણી તો ખુબજ સરસ છે.

હા આ મંદિર રાજાઓ ના સમય થી છે ને સમયે સમયે તેનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવે છે એટલે હજુ એવું ને એવું છે. દૂર દૂર થી લોકો અહીં દર્શન કરવા આવે છે. ચાલો હું તમને બીજું બધું બતાવું.

બન્ને મંદિરમાં થી નીકળી દેવગઢમાં અલગ અલગ સ્થળો ની મુલાકાત લે છે. આ સમય બન્ને માટે એકબીજા ને ઓળખવાનો પણ હોય છે. છેલ્લે તેઓ મહેલ ની મુલાકાત માટે જાય છે. મહેલ જોઈને શિવાલી ખૂબ ખુશ થઈ જાય છે. આખો મહેલ ફરી ને શિવ તેને બતાવે છે.

આ ઉપર જવા નું કેમ આમ બંધ કરી દીધું છે? શિવાલી એ પૂછ્યું.

કેમકે ત્યાં ઉપર આત્મા છે.

આત્મા? કોની આત્મા? કોણે કહ્યું? કોઈએ જોયું છે?

અરે શાંતિ શાંતિ એકસાથે આટલા બધા પ્રશ્નો?

તો બોલો ને કોની આત્મા છે?

કહેવાય છે કે મહેલમાં રાજકુમારી ચન્દ્રપ્રભાની આત્મા ભટકે છે.

રાજકુમારી ચન્દ્રપ્રભા? એ કોણ હતી?

રાજકુમારી ચન્દ્રપ્રભા એ દેવગઢ ના રાજા ઉંદયસિંહ ની દીકરી હતી. પણ એ ખૂબ ક્રૂર અને ગુસ્સાવાળી હતી. તે તંત્ર મંત્ર ને જાણતી હતી ને તેના પ્રયોગો માણસો પર કરતી હતી. એકવાર તેણે પોતાના સેનાપતિ ની દીકરી કનકસુંદરી અને રાજકુમાર સમરસેન ની હત્યા કરી દીધી. જેના થી ક્રોધિત થઈ ને શાઉલ નામના એક તાંત્રિકે તેને મંત્રો થી બાંધી ને એક રૂમમાં પુરી દીધી. ને એ રૂમ એણે શાસ્ત્ર વચનો થી બંધ કરી દીધો. પણ હજુ એનો આત્મા મોક્ષ પામ્યો નથી. એ હજુ એ રૂમમાં છે. ને એ રૂમ ઉપર છે.

પણ રાજકુમારી એ કનકસુંદરી અને સમરસેન ને કેમ માર્યા?

કહેવાય છે કે સમરસેનના લગ્ન રાજકુમારી સાથે થવાના હતા. પણ રાજકુમાર સમરસેન કનકસુંદરી ને પ્રેમ કરતો હતો એટલે રાજકુમારી ને એ ના ગમ્યું ને તેણે બન્ને ને મારી નાંખ્યા.

આ સાંભળી શિવાલી એકદમ ચૂપ થઈ ગઈ.

ચાલો હવે ઘરે જઈશું? શિવ બોલ્યો.

ચાલો, રસ્તા માં બન્ને એ આ વિષય પર ઘણી વાતો કરી. શિવાલી પશ્ર્નો પૂછ્યા કરતી ને શિવ જવાબ આપ્યા કરતો. આ વાર્તાલાપ બન્ને ને એકબીજા તરફ આકર્ષિત કરી રહ્યો હતો.

ઘરે પહોંચી ને શિવાલી એ આ બધી વાતો ગૌરીબા અને પુની ને કરી. એ આજે ખૂબ ખુશ હતી. આખા દિવસ ના થાકમાં એ ક્યારે સુઈ ગઈ એ એને ખબર ના પડી. પણ હજુ શિવ ને ઉંઘ આવતી નહોતી. એતો આખા દિવસના સ્મરણો યાદ કરી ને ખુશ થતો હતો. એ શિવાલી ની વધુ નજીક જવા લાગ્યો હતો.

શિવાલી સવારમાં વહેલી ઉઠી શિવ મંદિર ગઈ. હવે એણે મંદિર જોઈ લીધું હતું. એટલે પુની ને લઈને પહોંચી ગઈ. એને મંદિરમાં એક અજબ શાંતિ મળતી હતી. એણે ત્યાં પંડિતજી સાથે સારી ઓળખાણ કરી લીધી.

જ્યારે એ લોકો ઘરે પાછા આવતા હતા ત્યારે શિવાલી ને એવું લાગ્યું કે લોકો એને કઈક અજબ નજરે જોઈ રહ્યા છે. તેને નવાઈ લાગી પણ એ કઈ ના બોલી. ઘરે આવી ગૌરીબા ના રૂમમાં ગઈ.

દાદી કાલે આપણે બન્ને શિવ મંદિર સાથે જઈશું. તમે આવશો?

આવીશ વર્ષો થઈ ગયા એ મંદિરમાં ગયે. હું જયારે પણ અહીં આવું ત્યારે ત્યાં અચૂક જાવ છું.

ત્યાં શિવ શિવાલી ને બોલવા આવી ગયો. ચાલો આજે નથી જવું?

જવું છે ને દાદી તમે પણ ચાલો ને?

ના હો હવે મારામાં ચાલવાની તાકાત નથી. તું તારે જા. શિવ અને શિવાલી ત્યાં થી નીકળી ગયા.

આજે ક્યાં જઈશું આપણે? શિવાલી એ પૂછ્યું.

આજે આપણે દેવગઢ નું તળાવ અને ઓલિયાપીર ની દરગાહ જોવા જઈશું.

તળાવ ખૂબ સુંદર હતું. તેની આજુબાજુ સરસ કોતરણી વાળી મૂર્તિઓ હતી. તેમાં રાજકુમારી ચન્દ્રપ્રભા ની મૂર્તિ હતી. જે શિવે શિવાલી ને બતાવી.

બહુ સુંદર હતી રાજકુમારી? બનાવનારે કેટલી સુંદર મૂર્તિ બનાવી છે.

હા રાજકુમારી ખૂબ સુંદર હતી પણ એનું હૃદય જ કાળું હતું.

તળાવ જોઈ ને એ લોકો દરગાહ જોવા નીકળ્યા. દરગાહમાં ખૂબ ભીડ હતી. દરગાહ ના ફકીર પાસે ત્યાં ગામ ગામ થી લોકો ભૂત પ્રેત કઢાવવા આવતા હતા. શિવાલી એ આ પહેલા આવું ક્યારેય જોયું નહોતું. એ લોકો અંદર દરગાહમાં જઈને પીરબાબા ના દર્શન કરી આવ્યા. ને પછી દૂર ઉભા ઉભા કેવી રીતે ભૂત નીકળે છે તે જોવા લાગ્યા. લોકો ધુણાતાં હતા, ચીસો પડતા હતા, બુમો પડતા હતા. આ બધું જોઈને શિવાલી થોડી ડરી ગઈ. એટલામાં એક સ્ત્રી જેને બે ત્રણ જણે પકડી રાખી હતી તે શિવાલી અને શિવ સામે જઈને જોર જોર થી બુમો પાડવા લાગી,

ચાલી જા અહીં થી, મરી જઈશ તું. મારી નાંખશે તને. ચાલી જા અહીં થી ચાલી જા એ જોર જોર થી બુમો પાડવા લાગી.

આ જોઈને શિવાલી ડરી ગઈ. એણે પોતાનો ચહેરો શિવ ની પાછળ સંતાળી લીધો. પણ એ સ્ત્રી એની વધુ નજીક આવી ગઈ ને બુમો પાડવા લાગી. એના આવા વ્યવહાર થી શિવાલી અને શિવ બન્ને ડરી ગયા.

જે લોકો એ સ્ત્રી ને પકડી હતી તેઓ તેને પોતાની તરફ ખેંચી રહ્યા હતા પણ એ સ્ત્રી વધુ જોર થી શિવ અને શિવાલી તરફ ધસી જતી હતી.

રૂક જા બંધ કર ચિલ્લાનાં. કયું બચ્ચો કો ડરા રહી હૈ, ભૂત કાઢતા ફકીરે પેલી સ્ત્રી ને કહ્યું.

મરી જશે તું. ચાલી જા અહીં થી તું હજુ પણ એ સ્ત્રી બુમો પાડતી હતી. પેલા માણસો સ્ત્રી ને દૂર લઈ ગયા.

શિવે ફકીર ને પ્રણામ કર્યા. બાબા આ શિવાલી છે.

શિવાલી એ ફકીર ને પ્રણામ કર્યા.

ફકીરે બન્ને ને આશીર્વાદ આપ્યા, ખુશ રહો બચ્ચા. અલ્લા તુમારા ભલા કરે.

બાબા એ સ્ત્રી એવું કેમ બોલતી હતી? શિવાલી એ પૂછ્યું.

કુછ નહીં બચ્ચાં કુછ લોગ એસે હી ચિલ્લાતે રહેતે હૈ. તુમ લોગ જાઓ. શિવાલી ફકીર સાથે વાત કરવા માંગતી હતી પણ એ કઈ બોલી ના શકી. બન્ને ત્યાં થી ઘરે જવા નીકળ્યા. શિવાલી હજુ પણ ડરેલી હતી. તેને પેલી સ્ત્રીના શબ્દો સંભળાતા હતાં. શિવ પણ એ વિશે જ વિચારતો હતો.

શિવાલી ઘરે કોઈ ને આ વાત કરતા નહિ. નહીંતો બધા ચિંતામાં આવી જશે. ને ચારુબા મને બોલશે કે હું તમને ત્યાં કેમ લઈ ગયો?

કઈ વાંધો નહિ હું કોઈ ને નહિ કહું. પણ હજુ મને પેલી સ્ત્રી કેમ આમ કહેતી હતી તે સમજ પડતી નથી.

અરે બાબા એ કહ્યું ને કે આવા લોકો આવું બોલ્યા કરે વધારે નહિ વિચારવાનું.

હા પણ એ સ્ત્રી કેવું જોતી હતી મારી સામે મને બીક લાગતી હતી.

શિવે ઉભા રહી ને શિવાલી નો હાથ પોતાના હાથમાં લીધો ને કહ્યું તું ચિંતા ના કર હું છું ને.

શિવાલી ના આખા શરીરમાં એક અજબની ધ્રુજારી આવી ગઈ. ને તેણે શિવની આંખોમાં જોયું. તેને એક ભરોસો તેમાં દેખાયો. તેણે પોતાનો હાથ છોડવો લીધો.

બન્ને જણ ચૂપચાપ ચાલવા લાગ્યા. ઘરે આવી ને બન્ને પોત પોતાના રૂમમાં ચાલ્યા ગયા.

શિવ વિચારતો હતો, એને ખોટું તો નહિ લાગ્યું હોય ને? મારે એનો હાથ પકડવો નહોતો જોઈતો? પછી પોતે જ પ્રશ્ર્નો ના જવાબ આપી દેછે, એણે કઈ કહ્યું નથી. કદાચ ખોટું ના લાગ્યું હોય. કદાચ એને મારી લાગણી ની ખબર પડી ગઈ હોય તો? એ કોઈ ને કહી દેશે તો? શિવ ને ડર ની એક ધ્રુજારી આવી ગઈ.

આ બાજુ શિવાલી પણ શિવ ના વિચારોમાં ખોવાયેલી હતી. એ શિવે પકડેલા હાથ નો વિચાર કરી રોમાંચિત થઈ જતી હતી. એને એની આંખો યાદ આવતી હતી. કેટલો વિશ્વાસ હતો એમાં અને બીજું પણ કંઈક. વિચારોમાં ઉંઘ આવી ગઈ.

રાતના ત્રીજા પહોરમાં શિવાલી એકદમ જાગી ગઈ. એને લાગતું હતું કે કોઈ જોર જોર થી રડે છે. એને કોઈની ચીસો સંભળાતી હતી. તે ઉભી થઈ ને ચારે બાજુ જોવા લાગી પણ ત્યાં કઈ દેખાતું નથી. પણ પેલો અવાજ હજુ પણ આવતો હતો. ચીસો ખૂબ ભયંકર હતી. તેણે પોતાના કાન બંધ કરી દીધા. પણ અવાજ હજુ પણ સંભળાતો હતો. એ ડરવા લાગી. થોડીવારમાં અવાજ બંધ થઈ ગયો. પછી તેને ઉંઘ ના આવી.

સવારે તે સીધી ચારુબેન પાસે ગઈ. ચારુબા રાત્રે કોણ રડતું હતું?

કેમ? કોઈ નહોતું રડતું.

પણ ચારુબા મને કોઈના રડવાનો અવાજ આવતો હતો અને ચીસો પણ સંભળાતી હતી.

તે કોઈ સપનું જોયું હશે શિવાલી. કોઈ બુમો મને નથી સંભળાઈ. ચાલ આપણે ગૌરી પાસે જઈએ. બન્ને બગીચામાં જાય છે ત્યાં ગૌરીબા, રમણભાઈ અને શિવ બેઠા છે.

સાંભળ્યું ગૌરી આ તારી લાડલી ને રાત્રે કોઈના રડવા નો અવાજ સંભળાતો હતો.

શુ થયું શિવાલી?

કઈ નહિ દાદી.

તો ચારુ શુ કહે છે?

કઈ નહિ એતો મને સપનું આવ્યું હશે.

એટલે તું સપનામાં રડવાનો અવાજ સાંભળતી હતી, રમણભાઈ બોલ્યા.

હા મને રડવાનો અવાજ અને ચીસો સંભળાતી હતી. પણ ચારુબા કહે છે કે એ સપનું હશે કેમકે એમને અવાજ ના સંભળાયો. તમને કોઈ ને સંભળાયો?

શિવાલી કોઈ અવાજ નહોતો આવતો. તને વહેમ થયો હશે, ગૌરીબા બોલ્યા.

શિવાલી કઈ બોલી નહિ. પણ એ અસમંજસ માં પડી ગઈ કે એણે અવાજ સાંભળ્યો કે સપનું જોયું?

બધાના ગયા પછી શિવે શિવાલી ને કહ્યું,

શિવાલી કાલના મારા વ્યવહાર બદલ હું માફી માંગુ છું.

શિવાલી કઈ બોલી નહિ ને ઉભી રહી.

જુઓ મારો ઈરાદો તમને મદદ કરવાનો હતો બસ. તમે ડરી ગયા હતા એટલે હું તમને શાંત કરવા માંગતો હતો.

હજુ પણ શિવાલી નીચે જોઈ ને ઉભી હતી. તે કઈ બોલતી નહોતી.

જુઓ તમે આમ ચૂપ ના રહો. હું ખરેખર મારા વ્યવહાર બદલ માફી માંગુ છું. તમે આમ ચૂપ ના રહો. મને ડર લાગે છે. તમે કઈક તો બોલો?

કઈ વાંધો નહીં. તમારે માફી માંગવાની જરૂર નથી. એટલું બોલી શરમાતી તે હવેલીમાં જતી રહી.

ને શિવ ખુશ થતો ત્યાંજ ઉભો રહી ગયો.

ક્રમશ.........