જિંદગી પણ ક્યાંય થી ક્યાંય લઈ જાય છે,એનું કોઈને ખબર નથી હોતી,પણ interception.....My Foot... જરૂર થી હું કહીશ...કારણ કે જિંદગી વ્યક્તિ પર આધાર રાખે છે,અને એ વ્યક્તિને સાથ માત્ર ને માત્ર ભગવાન આપે છે કારણ કે વ્યક્તિ ને કોઈ સાથ નાં આપે તો વ્યક્તિ માત્ર આશા ભગવાન પર જ રાખતો હોય છે,પછી તેને ભગવાન ને જોયો હોય કે ના જોયો હોય,ભગવાનમાં માનતો હોય કે ના માનતો હોય..ચાલો ત્યારે આપણે અનુભવ કરીએ,interception.....My Foot.. વાર્તા નો...
વાત એવા બાળક ની જ્યારે જન્મ્યો ત્યારે આખું ઘર ખુશી થી જુમી ઉઠ્યું.બાળક આમ તો તંદુરસ્ત,ને બધાનો લાડકવાયો એટલે બધા તેને પ્રીત કહેતા..જ્યારે તે ૬ વર્ષનો થયો ત્યારે તેને ખબર પડી કે તેનો જમણો હાથ બરાબર કામ નથી કરતો,મતલબ કે નાનપણ માં તેને ખેંચ આવેલી કોઈ કારણોસર. જ્યારે તે પહેલાં ધોરણ માં આવ્યો તો અચાનક એનો પરિવાર ગામડામાં રહેવા આવી ગયો...પણ એનું નામ તો પહેલાં ધોરણ માં શહેર માં ચાલતું હતું...માંડ માંડ એનું એલ.સી.શહેર થી લાવ્યા.પણ એમાં એ બાળકનું એક વર્ષ બગડી ગયું.ભલે વર્ષ બગડ્યું,પણ જિંદગી ક્યાં બગડી છે ?એમ કરીને તેને પહેલાં ધોરણ ફરીથી માં દાખલ કરવામાં આવ્યો.તે ભણવામાં હોંશિયાર હતો માટે એના ઘરના ને આશા હતી કે તે આગળ કંઇક બનીને રહેશે...પણ કહેવાય છે ને કે ભગવાન એટલું ઝડપ થી કોઈને નથી આપતો.
એજ બાળક જ્યારે ધોરણ ૫ માં હોય છે ને એનું પરિણામ આવે છે,ત્યારે એનો વર્ગમાં ૫ મો નંબર આવ્યો હોય છે,ત્યારે પ્રીત ની માતા તેને ખૂબ લડે છે ને મારે પણ છે,બાળક માર પણ ખાય છે,ને માતા ને જણાવે છે," માં, ગમેતે થાય પણ હું નંબર લાવીશ" ત્યારે માં કહે છે," બેટા, તારા પર મને બહુ આશા છે,તું ભણવામાં પણ હોંશિયાર છે,માટે તું મહેનત કર."
પ્રીત એટલો ઈમોશનલ પણ હતો,એક દિવસ શનિવારે દાવ કરતી વખતે,જ્યારે બંને હાથ સામે રાખવાનાં હોય ત્યારે પ્રીત નાં જમણા હાથ માં થોડીક ક્ષતિ હોવાથી તેના હાથ સીધા રહેતા નથી ને એક સાહેબ તેને લડે છે,ત્યારે પ્રીત નો પક્ષ એના વર્ગ શિક્ષક લે છે,ત્યારે પ્રીત કશું બોલતો નથી,પણ રૂમમાં જઈને રડી પડે છે,લાગણીશીલ સ્વભાવ ની આજ ખાસિયત કે ખામી હોય છે,ત્યારે પ્રીત વિચાર કરે છે," મારી પાસે જે છે એ ભગવાને મને આપ્યું છે,જેવો છું એવો છું,ને મારામાં ખામી છે એટલે લોકો તો બોલશે,માટે પ્રીત તારે આનાથી નિરાશ થવાનું નથી પણ માતાના સપના પણ પૂરા કરવાના છે,આવા interception.. આવ્યા કરશે,બસ તારે તેને My Foot. કરવાના છે," આટલું વિચારી તે સ્વસ્થ થાય છે,ને પછી શાળામાંથી પોતાના ઘેર જાય છે,
સોમવારે લેશન સાહેબ ચેક કરવાના હોવાથી પ્રીત સાહેબ ને સારું લાગે એટલે પોતાના અક્ષર ખરાબ આવતા હોવાથી તે સારા અક્ષરો કાઢીને લખે છે,ને આ વખતે તેના અક્ષર એકદમ બદલાઈ ગયેલા હોય છે,તે મનમાં મલકાતો મલકાતો સોમવારે શાળામાં જાય છે ને સાહેબ જેવું લેશન ચેક કરવા માટે બોલાવે છે તો પ્રીત પોતાના અક્ષરના વખાણ કરશે એમ કરીને સાહેબ પાસે જાય છે,સાહેબ તેનું લેશન ચેક કરે છે,ને પ્રીત સામે જોવે છે,પ્રીત મનના મલકાય છે,પણ આ શું? તેના શિક્ષકે તો અક્ષર સારા હોવાના લીધે સાબાશી આપવાના બદલે તેના લખાણમાં ભૂલ કાઢે છે ને મારે છે,ત્યારે પ્રીત ને લાગે છે કે તેને ભગવાન જ સાથ આપતો નથી, ગમે તેટલું તે કરે તો પણ તેનું સારું થતું નથી..પણ હા તેને વિચાર પાછો આવે છે જિંદગીમાં જ્યારે interception આવે ત્યારે તેને My Foot જ કહેવું સારું રહેશે..માટે તે નિરાશ થવાના બદલે ખુશ થાય છે,ને ફરીથી લખે છે,ત્યારે સાહેબ તેના ખૂબ વખાણ કરે છે.પ્રીત પહેલી વખત ભગવાનનો આભાર માને છે.
હવે પ્રીત ની ધોરણ ૬ ની સત્રાંત પરિક્ષા આવે છે,પ્રીત સખત મહેનત કરીને પોતાની તમામ માનસિક તાકાત નો ઉપયોગ કરીને પરિક્ષામાં જળવંત સફળતા મેળવે છે,ત્યારે સાહેબોને નવાઇ લાગે છે,કે વળી આ છોકરો કેમનો હોંશિયાર થઈ ગયો?
પણ પ્રીત ને નવાઇ નથી લાગતી.પ્રીત વિચારે છે કે તેને તો વિજ્ઞાનમાં ૫૦ માર્ક્સ નું લખ્યું તું ને બધું સાચું હતું,તો ગુણ કઈ કપાયા? પણ તેણે એટલું આ વખતે ગંભીરતાથી નાં લીધું.
હવે તે સાતમા ધોરણમાં આવ્યો.ને એના ગામની શાળાનો એક નિયમ હતો કે જે છોકરો કે છોકરી સાતમા ધોરણમાં પહેલો નંબર લાવે તો જ્યારે તે ધોરણ ૮ માં આવે ત્યારે તેને ૨૬ મી જાન્યુઆરીના રોજ બધા વચ્ચે ઈનામ મળે.માટે આ ઈનામ પ્રીત ને જોઈતું હતું.તે ખૂબ મહેનત કરે છે,પરિક્ષા પણ આપે છે,
તેના વર્ગ શિક્ષક એક દિવસ તેને કામ માટે તેમનાં ધરે બોલાવે છે,ત્યારે સાહેબ થોડા બહાર હોય છે એટલે તેની નજર પેપર પર પડે છે. કુતુહલ વશ તે જોવે છે,તો તેના માર્ક્સ દરેક વિષય ના જોતા બધા થી તે ૫ માર્ક્સ આગળ હોય છે,તે દોડતો ઘરે જાય છે ને તેની મમ્મીને આ વાત કહે છે,તેની મમ્મી ખૂબ ખુશ થાય છે,ને કહે છે," બેટા,ખૂબ સરસ,આમ ને આમ આગળ ભણતો રહેજે.કાલે તારું પરિણામ છે,તું અત્યારે સુઈ જા."પ્રીત ઊંઘવાનો પ્રયત્ન ખૂબ કરે છે પણ કહેવાય છે ને કે જ્યારે માનવીની જિંદગીમાં સુખ હોય કે દુઃખ હોય તે રાત્રે તે ઊંઘી શકતો નથી.. બસ પ્રીત સાથે પણ આવું બને છે.તે સવારે વહેલો શાળામાં જાય છે,આજે તે બહુ ખુશ છે કારણ કે આજે તેનો પહેલો નંબર આવશે..બધા તેને અભિનંદન પાઠવશે.સાહેબ આવે છે ને પરિણામ જાહેર કરે છે,આ શું? પ્રીત નો બીજો નંબર આવે છે,પ્રીત ને કંઈ પણ સમજાતું નથી,તેવામાં સાહેબ કહે છે કે ૪ કે ૫ માર્ક્સ ઓછા આવે તો ચાલે,એ પહેલો નંબર જ કહેવાય...પણ સાહેબ ને ક્યાં ખબર હતી કે કોઈ બાળક માટે તો નંબર મહત્વનો હોય છે ગુણ નહિ..પ્રીત માર્કશીટ જોવે છે તો આગલા દિવસે જે વ્યક્તિ કરતાં ૫ માર્ક્સ આગળ હતો તેના કરતાં આજે તે ૫ માર્ક્સ પાછળ હતો..ત્યારે પ્રીત ને એક શિક્ષક પર નફરત થાય છે, કે શા માટે તેને નંબર નાં આપવામાં આવ્યો?,તપાસ કરતાં તેને હવે ખ્યાલ પણ આવે છે કે જે નો પહેલો નંબર આવ્યો તો એ છોકરો ગામના કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનો છોકરો હતો,ને તે છોકરાને ઈનામ મળે બધા વચ્ચે તો ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિનું માન પણ વધે.પણ આ માન નાં ચક્કરમાં એક બાળકનું સપનું રોળાઈ ગયું એની કોઈને પડી ન હતી. ત્યારે પ્રીત ફરી વિચારે છે કે એની જિંદગીમાં interception આવે જ છે,પણ છતાં તે નિરાશ થઈને ઘરે જાય છે, તેની માતા ને તે તમામ હકીકત જણાવે છે,ત્યારે તેની માતા કહે છે, બેટા,કંઈ વાંધો નથી,પહેલો નંબર નાં આવ્યો તો,પણ જો તું ભવિષ્યમાં એક શિક્ષક બને તો આવું કદાપિ ના કરતો.તું શિક્ષકની ગરિમા ને સાચવજે." માતા ની વાત માની જઈને આ વખતે પણ પ્રીત interception ને My Foot કહે છે
પણ હા પ્રીત ને આજે પણ સપનું એનું સપનું જ રહેશે તે નક્કી થઈ જતું હોવાથી તે નિરાશ થાય છે પણ કહેવાય છે ને કે વ્યક્તિ એ હંમેશા વર્તમાનમાં જ જીવવું જોઈએ.પરિણામ સ્વરૂપ પ્રીત એ વાતને પણ હકારાત્મકતાથી લે છે. ભલે એને ઇનામ ન મળ્યું પણ એણે ઈનામ લેવા માટે બીજો રસ્તો શોધી કાઢ્યો. તેણે વકૃત્વ સ્પર્ધા માં ભાગ લીધો અને તેના એ જ વક્તવ્ય ની અંદર તેણે તેની સાથે અન્યાય થયો તેવી તમામ બાબતોનો સમાવેશ કરી દીધો. અને હા પેલા એ શિક્ષક ને યાદ પણ કરાવી દીધું ગમે તેટલો અન્યાય કરી દો પણ સત્ય કદી પરાજીત નથી થતું. આજે સમારંભમાં બેઠેલા તમામની સાથે પેલા શિક્ષકને પણ પ્રીત માટે તાળીઓ પાડવી પડે છે. એનાથી વિશેષ તો જીત બીજી પ્રીત માટે કઈ હોઈ શકે?
આમ કર્યા બાદ પ્રીત હવે જ્યારે આઠમા ધોરણમાં આવે છે ત્યારે બીમાર થઈ જવા થી તેને બીજી જગ્યા પર ભણવા જવું પડે છે. તેની જૂની સ્કૂલ ની અંદર નિયમો હતા તેના કરતાં હાઈસ્કૂલના નિયમો થોડાક અલગ હતા. પોતાની નવી સ્કુલના પહેલા જ દિવસે ઘટના બને છે તે ઘટના પ્રીત કદાપિ ભુલી ન શકે તેવી બને છે. આ વખતે શાળાની અંદર બધા છોકરાઓ અવાજ કરતા હોય છે તેથી હિન્દી વિષયના શિક્ષક બરાબર ગુસ્સામાં આવે છે અને એકબાજુથી વર્ગના તમામ છોકરાઓને મારવાનું શરૂ કરે છે, પ્રીત જેણે કોઈ દિવસ એક ટપલી પણ નહોતી ખાધી,તે પ્રીત જ્યારે સાહેબને ન મારવાનું કહે છે ત્યારે સાહેબ સામે દલીલ કરે છે,ત્યારે સાહેબ દલીલ નું બહાનું કાઢીને પ્રીતને બરાબરનો મારે છે, આખો વર્ગ સાક્ષીમાં છે કે પ્રીતની કોઈ ભૂલ નથી છતાં પણ તે શિક્ષક પ્રીત ને મારે જ રાખે છે અને ખૂબ જ નિરાશ થયેલો પ્રીત આચાર્ય ખંડ ની અંદર જઈને બરાબરનો રડી જાય છે, પણ અફસોસ એ વાતનો કે હિન્દી ના શિક્ષક ને થોડીક પણ શરમ નહોતી. અને કદાચ મારે જો આ શિક્ષક વિશે કહેવું હોય ને તો હું એટલું જ કહું કે તે શિક્ષક એ કદી શિક્ષક થવાને લાયક નથી. આવા શિક્ષક પર કાર્યવાહી થવી જ જોઈએ. પ્રીત ઘરે જાય છે પણ પોતાની સાથે બનેલા આ interception વિશે પોતાના ઘરે પણ વાત કરતો નથી કારણકે તે સમજે છે શિક્ષક આદરણીય હોય છે સન્માનનીય હોય છે અને કદાચ જો તેના વિશે વાત કરશે ઘરે તો શિક્ષકની ગરિમા જશે. આમ વિચારીને તે interception.......My Foot... કહે છે.
પણ કહેવાય છે ને કે સત્ય ક્યારેય પણ છૂપું રહેતું નથી અને વાત પ્રીત ના પપ્પાને ખબર પડી જાય છે. પ્રીત ના પપ્પા તાત્કાલિક શાળાએ પહોંચે છે અને સાહેબ વિરુદ્ધ ફરિયાદ પણ કરી દે છે. પણ પ્રીત તેમને તેમ કરતા રોકે છે. તે તેના પપ્પાને કહેતા કહે છે કે સાહેબ થી ભૂલ થઈ ગઈ મેં તેમને માફ કરી દીધા છે. આ શબ્દ સાંભળતા જ શાળામાં ઉપસ્થિત હજાર બાળકો પ્રિતને તાળીઓથી વધાવી દે છે. અને તે શિક્ષક ની આંખો આ વખતે શરમથી ઝૂકી જાય છે
આમ ફરી હકારાત્મકતા સાથે પ્રીત આગળ વધે છે, જાણે પાનખર પછી વસંત આવતી હોય તેમ. પણ કહેવાય છે ને ભગવાન હંમેશા સાચા માણસની વધારે પરીક્ષા કરતો હોય છે. પ્રીત હવે ધોરણ-12માં છે ત્યારે તેની પાસે આશા છે તેની પાસે જિજ્ઞાસા છે અને તેણે કંઈક કરી બતાવવું છે, પણ કહેવાય છે ને એક શિક્ષકના હાથમાં બાળકનું ભવિષ્ય લખેલું હોય છે, આ વખતે હોંશિયાર વિદ્યાર્થીઓની જ્યારે ગણતરી થાય છે ત્યારે પ્રીત નું નામ સાહેબ લેતા નથી,ત્યારે પ્રીત ને દુઃખ થાય છે, છતાં પ્રીત ખૂબ મહેનત કરે છે અને બારમા ની અંદર ટકા પણ લાવે છે,પણ આવી જાય છે interception. તેને કોલેજમાં એડમિશન મળવાનું જ હોય છે પણ માત્ર એક માર્ક્સ ઓછો હોવાના લીધે તેને કોલેજમાં એડમીશન મળતું નથી. પ્રીતના બધા સહાધ્યાયીઓને એડમિશન મળી જાય છે પણ પ્રીત ને મળતું નથી ત્યારે પ્રીત વિચાર કરે છે કે તેની સાથે જ કેમ એવું થાય છે? પણ પ્રીત હંમેશા હકારાત્મકતાથી વાતને લેતો હોવાથી આ વખતે પણ આવેલા interception ને My foot કહે છે. અને નક્કી કરે છે કે ગમે તે થઈ જાય પણ જે વિષયના લીધે મને ઓછા માર્ક્સ મળ્યા છે તે વિષય પર જ હવે હું આગળ વધીશ. પ્રીત આગળ વધે છે, પીટીસી પણ કરે છે, એફવાય બીએ માં ફર્સ્ટ ક્લાસ, એસ.વાય.બી.એ માં ફર્સ્ટ ક્લાસ, અને ટી.વાય.બી.એ.માં સેકન્ડ ક્લાસ સાથે પાસ થાય છે.
હવે પ્રીત પોતાના માટે મોટરસાયકલ લેવાનું વિચાર કરે અને એટલા માટે તે 15000 રૂપિયા લઈને મોટરસાયકલ લેવા જાય છે, પોતાના સપનાને પહેલી વખત સાકાર કરવા પ્રીત જઈ રહ્યો છે ગાડીના શોરૂમ પર,ગાડી પસંદ પણ કરે છે અને લેવા માટે પ્રોસેસ કરે છે,એવામાં એનો મિત્ર એને દેખાય છે અને તેને બોલાવે છે, બંને વચ્ચે સામાન્ય વાત ચાલે છે ત્યારે પ્રીત નો મિત્ર કહે છે કે તે બી.એડ. નું એડમિશન લેવા ગયો હતો અને કોલેજ સારી છે કે તેમાં એક સાથે પૈસા પણ કાઢવા પડતા નથી. પ્રીત આ વખતે વિચાર કરે છે કે તે પણ બી એડ કરી દે તો? આમ વિચાર કરી ને પ્રીત ગાડી નો વિચાર માંડી વાળીને પ્રીત બી.એડ. નું એડમિશન લઈ લે છે.
કોલેજ નું એડમિશન લઈને તે ઘરે જાય છે ત્યારે તેને ખબર પડે છે કે તેને તો નોકરી માટે કોલ લેટર આવ્યો છે. પ્રીત ખુશ થઈ જાય છે અને આઈ.ટી.આઈ ની અંદર નોકરી પણ તેને મળી જાય છે, પણ તેને લેખિતમાં ઓર્ડર આપવામાં આવતો નથી અને જે નોકરી છે તે કરાર ની હોવાથી તે માત્ર એક દિવસ નોકરી કરીને છોડી દે છે.
પ્રીત આ interception ને My Foot કહે છે
ત્યારબાદ તે બી.એડ ચાલુ રાખે છે. અને આ વખતે પણ તે ખૂબ જ મહેનત કરે છે, અને નક્કી જ કરે છે કે ગમે તે થાય 85 ટકા તો લાવવા જ છે, પણ કહેવાય છે ને જેની જીંદગીની અંદર અવરોધો આવતા હોય એ અવરોધો કદી ન આવે એવું બનતું નથી, પણ હા ચોક્કસથી કહી શકું કે અવરોધોથી જ માણસ આગળ આવે છે, પ્રીત ની પરીક્ષા ના આગલા જ દિવસે જ્યારે તે પોતાની રિસીપ્ટ લેવા જાય છે ત્યારે તેને માલુમ પડે છે કે તેને તો chickenpox થયા છે, ફરી પાછું આવ્યું interception. ગામડાની માન્યતાઓ ની અંદર લોકો તેને માતાજી પધાર્યા તેમ કહે છે અને એ સમય દરમિયાન ઘરની બહાર પણ જવાનું મુશ્કેલ હોય છે એટલે કે ઘરના બહાર પણ જવા દેતા નથી. પણ પ્રીતથી ઘરમાં રહી શકાય તેમ ન હતું કારણકે પરીક્ષા બી.એડ. ના પ્રથમ સેમેસ્ટરની હતી. પ્રીત માન્યતાઓ વચ્ચે પણ ડોક્ટરની દવા લે છે અને પરીક્ષા આપવા માટે જાય છે. ભગવાન પણ interception લાવી દે છે. પણ આ વખતે પણ પ્રીત My Foot કહે છે. અને અછબડા ની ફોલ્લીઓ વચ્ચે અસહ્ય ખંજવાળ વચ્ચે પણ પ્રીત પરીક્ષા આપવા માટે જાય છે અને આ વખતે શારીરિક પીડા હોવા છતાં પણ પરીક્ષા આપે છે. કહેવાય છે ને કે જો કામ સારું કરીએ તો ભગવાનને પણ સાથ આપવો પડે છે, પ્રીત પરીક્ષા આપે છે અને તેનું પરિણામ પણ આવે છે. પણ પ્રીતે જે ટકા ધાર્યા હતા 85 તેની જગ્યાએ ટકા આવે છે 82. પ્રીત નિરાશ થાય છે પણ પોતાના મનોબળને વધારે મજબૂત કરે છે અને જ્યારે વાર્ષિક પરીક્ષા આવે છે ત્યારે પ્રીત 89 ટકા સાથે પાસ થાય છે અને તે ખુબ ખુશ થાય છે.
અને એ જ વર્ષે પ્રીત ટાટની પરીક્ષા આપે છે અને તે એક શિક્ષક તરીકે સિલેક્ટ પણ થઈ જાય છે. અરે ત્યારબાદ પોતાની માતા પિતાની ઇચ્છાને સાકાર કરીને પોતાની પત્ની અને પોતાના બાળકો સાથે સુંદર જીવન વિતાવે છે. તેની જિંદગીમાં અવરોધો ઘણા પણ આવ્યા પણ તેની પ્રત્યેક વખતે તે અવરોધોને પોતાના મનોબળથી દૂર કરીને પાર પાડે છે.
મિત્રો આ હતી પ્રીતની જિંદગી, હતી પ્રીતની આકાંક્ષા, જે છેલ્લે પૂર્ણ થાય છે. જિંદગીમાં કેટલા પણ દુઃખો કેમ નથી આવતા પણ જો આપણે તેનો સામનો હકારાત્મકતાથી કરીએ તો એક દિવસ ભગવાનને પણ વહાલ વરસાવું પડે છે.
પ્રીત નાં પ્રબળ મનોબળને યોગ્ય શ્રેય મળે માટે મે આ વાર્તા નું નામ
Interception....My Foot આપ્યું છે.
આપના પ્રતિભાવો ચોક્કસ થી આપજો....
અને હા ફેસબુક પર @lifejainil ને ફોલો કરવાનું ના ભૂલતા..