જુના સમય ની વાત છે.
એક આશ્રમ હતું તેમાં થી ગુરુ એ 3 શિષ્યોને પસંદ કર્યા અને તેની પરીક્ષા લેવાનું નક્કી કર્યું .
ગુરુ જોવા માંગતા હતા કે તેઓ કેટલા હોશિયાર છે અને ભણાવેલુ જીવન માં ઉપયોગ કરે છે કે માત્ર ભણવા માટે જ ભણે છે.
ગુરુ એ 3 શિષ્યો ને એક એક કબૂતર આપ્યા અને કીધું કે 'આ કબૂતર છે તેને એવી જગ્યા એ છોડી દેજો જ્યાં કોઈ તમને જોઈતું ના હોય'.
3 શિષ્યો માનો એક શિષ્ય બોલ્યો કે' ગુરુજી આવા મૂર્ખામણિ વાળા કાર્યો શુ મને આપો છો' , ગુરુએ પ્રેમથી જવાબ આપ્યો કાર્ય પૂરું કરી મને મળો.
3 શિષ્ય જંગલ માં ગયા અને એવો વિસ્તાર શોધવા મંડ્યા કે જ્યાં કોઈ હોય નહીં.
દિવસ વીત્યો 2 શિષ્યો ખાલી હાથે આવી પહોંચ્યા પરંતુ 3 જો શિષ્ય આવ્યો જ નહીં .
ઘણી રાહ જોયા બાદ એ આશ્રમ માં આવ્યો પરંતુ તેના હાથમાં સવારે આપેલું કબૂતર હજુ હતું તેને તે ગુરુ ના હાથ માં સોંપી દીધું અને ગુરુ એ તેને જાતે જ સ્વતંત્ર કર્યું .
પછી ગુરુ એ ત્રણેયને બોલાવ્યા અને પૂછુંયું કે તમે કઈ રીતે કબૂતર ને મુક્ત કર્યા .
તેમાં નો પેલો બોલ્યો કે 'ગુરુજી મારા માટે આ કાર્ય સરળ હતું મેં તેને પર્વત પરથી ઉડાવ્યું ત્યાં કોઈ પણ લોકો ના હતા' , ગુરુ એ તેનો જવાબ સાંભળી થોડું સ્મિત કરી તેને બાજુ માં ઉભો રાખ્યો .
બીજા વિદ્યાર્થી ને પુછ્યું કે તે ક્યાં તેને ઉડાવી મૂક્યું તેને જવાબ આપ્યો કે 'મેં તેને નદી પાસે ઉડાવ્યું ત્યાં થોડા લોકો હતા પરંતુ મેં રાહ જોઈ અને બધા જતા રયા પછી ત્યાંથી ઉડાવી દીધું , ગુરુજી ફરી થોડું હસ્યા અને તેને પણ પેલા ની સાથે ઉભો રાખ્યો .
પેલા બન્ને એક બીજા સાથે વાત કરતા હતા કે ' આપડે બન્ને પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હવે ઓલા છેલ્લાને ગુરુ જી શિક્ષા કરશે '
હવે તેનો વારો આવ્યો જેને કબૂતર ઉડાવ્યું જ નહીં ને ફરી ગુરુ ને સોંપ્યું હતું , ગુરુ એ પ્રેમ થી પૂછ્યું ' બેટા તમે કેમ કાર્ય પુર્ણ ના કર્યું'.
છેલ્લાં બાળકે જવાબ આપ્યો ' ગુરુ જી હું પેલા પર્વત માં ગયો ત્યાં ઊડાવા ગયો તો ત્યાં બીજા પક્ષીઓ જોતા હતા મને થયું આ આજ્ઞા નું પાલન ના થયું ગણાય , પછી હું ત્યાંથી નદી એ ગયો ત્યાં ઉડવા ગયો કે મને ખ્યાલ આવ્યો કે પાણી માં રહેલ માછલીઓ તો જોતી હતી , છેલ્લે હું એક ગુફા માં ગયો મેં વિચાર્યું કે પક્ષી પછી બહાર નીકળી જશે , હું ગયો ત્યાં કોઈ જ ના હતું અને જેવું હું ઉડાવવા ગયો કે મને યાદ આવ્યું કે ' ભગવાન તો જુએ જ છે' આ સંસાર માં એવી કોઈ ચીઝ વસ્તુ નથી જે ભગવાન થી છુપી હોય.
ગુરુ એ જવાબ સંભાળતા કયું કે બેટા તારા જવાબ પરથી મને લાગ્યું કે તું ખરેખર તું સાચું શીક્ષણ મેળવી રહ્યો છે અને તેને તારા જીવન માં સમાવી રહ્યો છે .
પેલા બે શિષ્યો ના મોં નીચા પડી ગયા અને ગુરુએ તેને પણ પ્રેમ થી સમજાવી ને છેલ્લે એક સલાહ આપી,
' ગમે તે કાર્ય કરો સારા કે ખરાબ કોઈ જુએ ના જુએ પરંતુ ભગવાન ની નજર હંમેશ ને માટે તમારા પર હોય જ છે અને તમને સારા કર્યો નું સારું પરિણામ અને ખરાબ કર્યો નું ખરાબ પરિણામ મળશે જે દુનિયા અને કર્મ નો નિયમ છે . '