"ઉબર કૉલિંગ:"
પ્રકરણ ૨: "શોર્ટ બ્રેક..!"
રજ્યા આજે કાર હું ચલાવીશ..
ફૂલ કોન્ફિડન્સ સાથે રજતની હાથમાંથી કારની ચાવી લેતા નીગમે કહ્યું,
"સાહેબ તમારી જ કાર છે પણ થોડું સાચવીને ચલાવજો...!"
ચિંતા ના કરીશ તુ," નીગમે કહ્યું..
કાર હાઇવે તરફ આગળ વધી રહી હતી ..
કારના બેકગ્રાઉન્ડમાં સોંગ વાગી રહ્યું હતું,
"મે તેરે ઈશ્ક મે મરના જાઉં કહી ,
તુ મુજે આઝમાને કી કોશિશ ના કર ,
ખૂબસૂરત હૈ તુ, ઔર મે હું હસી,
મુજસે નઝરે ચૂરાને કી કોશિશ ના કર...!!"
"સાલુ જૂના સોંગ ની વાત જ કંઇક અલગ હતી હોં રજ્યા, અત્યારે તો પત્તર ફડાઈ ગઈ છે બધા જ સોંગની B.C.....!"
ગાળ દેતા નીગમે કહ્યું ..
"અરે સાહેબ , શું કહું તમને...
હમણાં બે દિવસ પહેલાની જ વાત જોઈ લો,
બે છોકરીઓ મારી ઉબરમાં બેઠી હો,
ફૂલ ટુ ફોરેનર લાગી પહેલા તો મને, પણ મારી બેટી ગુજરાતીમાં બોલી.
કદાચ એન.આર.આઇ હોવી જોઈએ..
એવામાં એમને કોઈ છોકરાનો કોલ આયો,
પછી તો ઇંગ્લિશમાં વાતો ચાલુ થઈ કે,
"હું છેક દૂરથી આવી છું તને મળવા,
અને રોજ તું મને પેલું શું કહેવાય,અરે હા "અવોઈડ" કરે છે."
આજે તો મળવું જ પડશે તારે,
આજે રાતે દસ વાગ્યે મારા ફ્લેટ પર આવવાનું જ છે. એમ કહી એને તો ફોન કટ કરી નાખ્યો પણ એ પોતાની બહેનપણીને કહેવા લાગી,
"હિ ઈસ સો હેન્ડસમ,
હિ હેસ લોટ્સ ઓફ એનર્જી.."
પછી કંઈક બોલી એનો મતલબ મને સમજાણો નહીં, "લાસ્ટ નાઈટ કંઈક હિ વોસ સો "ગોડ" ઈન બેડ.."
ડોબા એ "ગોડ" નહીં, "ગુડ ઈન બેડ" કહેવાય..
નીગમે કહ્યું...
"મતલબ શું સાહેબ.??"
રાજ્યાએ પૂછ્યું....
નિગમ મોટેથી હસતાં હસતાં બોલ્યો ,
"એનો મતલબ સમજતા તને ઘણી વાર લાગશે.."
રજ્યો બોગા ની જેમ માથું ખંજવાળવા લાગ્યો.
રસ્તો કપાઈ રહ્યો હતો, ડિસ્કશન ચાલી રહ્યું હતું. એવામાં નિગમે કીધું ,
"તું રાતની ટ્રીપ કેમ નથી લેતો રજ્યા.?,આજ તો ઉંમર છે પૈસા બનાવવાની. અત્યારે નહીં કમાય તો પાછળથી ઘણી તકલીફ થશે...!"
"ના સાહેબ હું જે કમાઉ છું એમાં ઘણો ખુશ છું.
વધારે કશી લાલચ જ નથી..
ઘરવાળાને સરખો ટાઈમ આપવો બહુ જ જરૂરી છે. અહીં આપણે રાતે ગાડીયો દોડાવતા હોઈએ અને રાતના ટાઈમે ઘરવાળી બીજા કોઈના જોડે લફડા લડાવતી હોય તો એ ખોટું જ પડે ને, બધાને એકસરખો ટાઈમ આપવો બહુ જ જરૂરી છે સાહેબ..!!
રજ્યાની વાતે નીગમને વિચારવા માટે મજબૂર કરી દીધો, વાત તો એકદમ સાચી છે,
હંમેશા પૈસા પાછળ ભાગવામાં ક્ષમાનો વિચાર મે ક્યારેય કર્યો જ નથી,
ક્ષમાનુ અફેર તો નહીં હોય ને કોઈના જોડે..?
ક્ષમાના તો ફ્રેન્ડ્સ પણ ઘણા છે..!!"
ના, બિલકુલ નહિં. આવુ ના જ બની શકે, ખબર નહીં કેમ હું આવું વિચારવા લાગ્યો છું...?નીગમ પોતાની જાતને કોસતા મનમાં બબડ્યો.
રજ્યા વાત બદલ યાર , માથું દુખવા લાગ્યું...!!
"અરે સાહેબ સોરી સોરી,
ચલો સોંગ જ બદલી નાખીએ..!"
સોંગ ચેન્જ કરવામાં રજ્યા નો ફોન એના હાથમાંથી પડી ગયો, ફોન ઉઠાવવા માટે જેવો રજ્યો નીચે વળ્યો તે જ ક્ષણે નીગમે કારની શોર્ટ બ્રેક મારી અને મોટેથી એક ચીસ પાડી,,
"રજ્યા કોઈક ઊડી ગયું લ્યા, અને કાર સિદ્ધિ ડિવાઈડર જોડે અથડાઈ..!!"
સાહેબ ફટાફટ કાર ભગાવો ,પાછું વળીને ના જોતા
નહીં તો આપણે બંને ફસાઈ જઈશું..
નીગમે ડિવાઈડર સાથે અથડાયેલી નાજુક હાલત વાળી કાર બને એટલી ઝડપથી ત્યાંથી ભગાવી..
"કોણ હતું સાહેબ..??"
રજ્યાએ હાંફતા હાંફતા પૂછ્યું..
"રજ્યા, એક સ્ત્રી અને એના ખોળામાં રહેલી એક નાની છોકરી કાર આગળ આવી ગઈ
એક સાથે બે મર્ડર કરી નાખ્યા મે રજ્યા......!!!
કારને ગાંધીનગરના એક નાનકડા ગામમાં વાળી લેવામાં આવી.
"રજ્યા કંઇક રસ્તો કાઢ.
મારી ઘરવાળી પ્રેગ્નેટ છે અને નાનું બાળક ઘરમાં આવવાનું છે અને આ મર્ડર કેસ....!!
હવે નહીં સહન થાય મારાથી..." નીગમે કહ્યું.
"ચાલો જમી લઇએ સર પહેલા,
અહીં મારા એક મિત્ર નું ઘર છે.
કંઈક રસ્તો તો નીકળશે જ ...!!"
રજ્યા એ કહ્યું..
વનરાજ ચાવડા, એટલે ગામનો મુખી અને રજયા નો બાળપણનો મિત્ર.
વનરાજ ના ઘરે જવા બંને નીકળ્યા. દરવાજો અડધી રાતે ખખડાવતા "દરબાર" થોડો સાવધાન થઈ ગયો..
"આટલી રાતે કોણ આવ્યુ હશે અને શું કરવા માટે.?" વનરાજ એ વિચાર્યુ..
હાથમાં ડાંગ પકડી વનરાજ દરવાજા તરફ ગયો,એક હાથથી દરવાજો ખોલ્યો અને સામેથી રજયાએ ફોનની ટોર્ચની લાઈટ સીધી વનરાજના મોં પર નાખી.
"કોણ છે આ ભડનો દીકરો...??" કહી વનરાજે સીધી ડાંગ ઉગામી..
"બાપુ, ખમ્મા કરો. હું રજયો તમારો જૂનો બાળપણનો મિત્ર.."રજ્યા એ ડરતા ડરતા કહ્યું..
"તો પહેલા બોલને રજયા. આવ અંદર આવ..!"
"માફ કરજો દરબાર, આટલા મોડા તમારા ઘરે આવવું પડ્યું. આ મારા શેઠ છે ,આજ રાતનો આશરો જોઈએ છે.
થોડી તકલીફ માં ફસાયા છીએ. તકલીફ પડી એટલે તમે યાદ આવ્યા બાપુ..!" રજ્યા એ વિનમ્રતાથી કહ્યું.
"દોસ્તીમાં માફી ના માંગવાની હોય ભલા, અંદર આવો. સાહેબના મોઢાના ભાવ જોઈને લાગે છે કે કશું ખાધું નથી અને કોઈ મોટી તકલીફ પડી છે રસ્તામાં એમાં બન્ને વધારે ડઘાઈને બિવાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે.
પહેલા થોડું જમી લો, મારી ઘરવાળી પિયર ગઈ છે અને જમવાનું બનાવતી ગઈ છે, જમતા જમતા વાત કરીશું.. " વનરાજે હુકમ કર્યો.
ચિંતામાં ને ચિંતામાં રજ્યાની ભૂખ વધી ગઈ હતી અને એમના સાહેબ નિગમની ભૂખ ડૂબી ગઈ હતી.
"દરબાર એક ભૂલ થઈ ગઈ છે ,રસ્તામાં આવતા અનાયાસે એક લેડી અને એમની ફૂલ જોવી છોકરી મારાથી અજાણતા હોમાઈ ગયા છે.."નીગમે ડરતા ડરતા કહ્યું..
દરબાર ની આંખો લાલ થઈ ગઈ .
"ભાન પડે છે સાહેબ તમને કંઈ.. ?
મર્ડર કરીને ભાગ્યા છો અને આવી ખોટી વસ્તુ માટે મારો આશરો લેવા આવ્યા છો.." વનરાજ ત્રાડુક્યો..
નિગમ સીધો હાથ જોડીને દરબારના પગે પડ્યો ,
"પ્લીઝ બચાવી લો મને નહીં તો મારી વાઈફ અને મારું આવનાર બાળક મારા ગુનાની સજા ભોગવશે..." વનરાજને ગુસ્સો તો હતો પણ નિગમ પર દયા પણ આવી,
"તને બચાવવાનો વિચાર પછી કરીશ પહેલા એ જાણવું પડે કે એ બહેન અને છોકરી હતા કોણ અને તેઓ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે..?
તું ચિંતા ના કર હું મારી રીતે તપાસ કરાવું છું."
એટલામાં નિગમના ફોનમાં રીંગ વાગી,
"રાતના ૨ વાગવા આવ્યા છે,
ક્યાં છે નિગમ?
મને તારી બહુ ચિંતા થાય છે, એક કોલ તો કર કે કેમ લેટ થયું..?" ક્ષમા ગુસ્સામાં બોલી.
"ક્ષમા અત્યારે હું તને કંઈ જ કહી શકું એવી હાલતમાં નથી પણ તું ચિંતા ના કરીશ હું કાલ સુધીમાં પાછો આવી જઈશ...!" નીગમે સાંત્વના બાંધી.
"બધું બરાબર તો છે ને નિગમ,?
મને ક્યારનું દિલમાં થાય છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે...!" ક્ષમાએ પૂછયું.
"ના ક્ષમા, કંઈ ખોટું .........!!"
આટલું બોલતા એ અટકી ગયો,
"હેલો નિગમ ,હેલો...!" સામેથી ક્ષમાના અવાજો આવી રહ્યા હતા આ બાજુ નિગમના હાથમાંથી ફોન નીચે પડી ગયો.
નિગમ દિગ્મૂઢ બનીને વનરાજના ઘરમાં લટકતી એક તસવીર ને જોઈ રહ્યો હોય છે પાછળથી રજ્યો આવે છે ,
"શું થયું સાહેબ શું જુઓ છો તસવીરમાં...?"
"જે સ્ત્રી આ તસવીરમાં દેખાય છે ને રજયા અેને જ રસ્તામાં મે હોમી નાખી છે....!!" ડરતા ડરતા નીગમ બોલ્યો..
રજિયા ના દિલ માં ફાળ પડે છે,
"સાહેબ આ તો દરબાર ની વાઈફ છે ,તમે વનરાજ ની વાઈફ અને છોકરીને જ ઉડાડી દીધા....?"
રજ્યો ધ્રુજતા અવાજે બોલ્યો.
નીગમના ફફડાટમાં વધારો થયો.....!!!
To be continued....!!
ડૉ. હેરત ઉદાવત