Hereditary love - 7 in Gujarati Fiction Stories by આર્યન પરમાર books and stories PDF | વારસાગત પ્રેમ - 7

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

વારસાગત પ્રેમ - 7

આગળના ભાગમાં જોયું કે,

શંકરે અગાઉની તમામ વાતો અને બનેલા બનાવનું વર્ણન લક્ષ્મણકાકા આગળ કરી દીધું અને ત્યારબાદ બન્ને છુટા પડ્યા.
હવે આગળના ભાગમાં જોઈએ....

વારસાગત પ્રેમ (ભાગ ૭)

પંચાયતે આપેલ સમય મુજબ દિવસો નીકળી ગયા સાથે સાથે તપાસ પણ કરવામાં આવી અને આખરે આજે સભા ભરાવાનો સમય છે દિન હતો ૧૫મો,
ગામના આગેવાનો ગ્રામજનો અને દોષીઓને બોલાવવામાં આવ્યા,
હજી લાખા ભરવાડ અને શંકરનો ક્યાંય અતોપતો જણાતો નહોતો.
લાખા ભરવાડ તો એમ પણ સભા પહેલા માં સિકોતરના મંદિરે દર્શન કરીને જ સભામાં બેસતા એટલે મોડું થતું, પણ સભાને શંકરની રાહ હતી.
ચારે બાજુ ગ્રામજનો વાતો કરી રહ્યા હતા,
શંકર ક્યાં હશે ??

એવામાં જ એક ઘેરો અવાજ સૌના કાને પડ્યો અને બધાની નજર ત્યાં જઈ પહોંચી, સભામાં શાંતિ પ્રસરી ગઈ.
એક આવજ સૌના કાને પડ્યો,
" જય સિકોતર......"
અવાજ લાખા ભરવાડનો હતો.
આવતા જ લાખા ભરવાડે બધાને બે હાથ જોડી પોતાની આગવા અંદાજમાં નમસ્કાર કર્યા અને આગળ બોલ્યા,
" તમ બધાય જાણો સો આપડા ગોમમાં પાછલા પંદર દિવસ પહેલા જે ઘટના બની એ તો બોવ જ નિંદાને લાયક સે અને એનો ઉકેલ લાવો પણ જરૂરી સે જેથી કરીને આજ પસી આવી ઘટનાઓ બનતી ન થાય, "
સભા સાલું કરવામાં આવે લખમણ.

આવો આદેશ થતા જ લાખા ભરવાડની ઠીક જમણી બાજુ બેઠેલા લક્ષ્મણ ઉભા થયા અને આભાર સાથે ગ્રામજનોને નમસ્તે કર્યા,
" ગામવાસીઓ આજે આ સભામાં આ ઘટનાનો નિકાલ લાવવામાં આવશે,આરોપીઓ કોણ છે તેની ખબર પડશે એટલે તેને ગામથી દૂર કરી તેનો દાણો પાણી બંધ કરી દેવામાં આવશે અને આકરામાં આકરી સજા કરવામાં આવશે.સભા ચાલુ કરવામાં આવી રહી છે, નંદિની અને શશીકાંત આગળ આવે.
નંદિની અને શશીકાંત તમે પોતાના બચાવમાં જે પણ કહેવું હોય તે કહી શકો છે. આટલું કહેતા જ નજર આગળ ગઈ અને બોલ્યા શંકર કયા છે?
હજી કેમ નથી આવ્યો ?
એવામાં શશીકાંત વચમાં બોલ્યો,
" લક્ષ્મણકાકા હું જાણું છું ભાગી ગયો લાગે, મેં કહ્યું તું ને તેણે જ મને ફસાવ્યો છે અને આજે ક્યાંક જતો રહ્યો,હશે કોઈક દારૂના અડ્ડા પર દારૂ પિતો હશે.
શશીકાંતની વાત નોંધવામાં આવી અને
નંદીનીને પણ પૂછવામાં આવ્યું, ક્યાં છે શંકર??
નંદિનીએ ધીમા અવાજમાં જવાબ આપ્યો,
" કાકા મને નથી ખબર એ ક્યાં છે પંચાયતના અપાયેલા આશ્રય પછી હું શંકરને મળી જ નથી."
ચર્ચાઓ ફરીથી શરૂ થવા લાગી શંકર કયા છે ?
પંચાયત પહેલા પણ ગામવાસીઓમાં ગનગણાટ હતો જ કે શંકર કેમ નથી હવે સભા દ્વારા પૂછવામાં આવતા ચર્ચા ગંભીર બની.
સભામાં પણ ગણગણાટ વધ્યો અને આખરે લાખા ભરવાડ દ્વારા કહેવામા આવ્યું કે ,

' ગોમના બે યુવાનોને તેના ઘેર મોકલવામાં આવે અને એની ભાળ કરી તેને અહીંયા લાવામાં આવે ',
લાખા ભરવાડના આપેલા આ બીજા આદેશનું પાલન કરવા માટે લક્ષ્મણ દ્વારા બે યુવાનો શોધવામાં આવ્યા.
અને એટલામાં જ અચાનક....
દૂરથી હાંફતો હાંફતો એક માણસ દોડી નજીક આવ્યો.
થાક અને ડર તેની આંખોમાં સ્પષ્ટ દેખાતા હતા અને પસીનો તેના શરીરનો કઈક ગંભીર બાબત હોવાનું જણાવી રહ્યું હતુ, તે માણસ નજીક આવ્યો અને બોલ્યો...
આઈ બા....પા......આ...ઈ બા......પા.....
શંકર.....
શ........ક....ર....
લાખા ભરવાડે કહ્યું,
બોલ શુ થયું?
આઈ બાપા શંકર ગામના છેવાડાની નદીના કિનારે....
આટલું કહીને એ માણસ અટકી ગયો.
સભા આખી ચકિત થઈ ગઈ લાખા ભરવાડ અને આગેવાનો પોતાની જગ્યા પરથી ઉભા થઇ ગયા શુ થયું હશે??
એ માણસ ક્યાંથી આવ્યો હતો??
શુ કહેવા માંગતો હતો??
શંકર ક્યાં છે????

આપના પ્રતિભાવ આપો અને આપના આ નવા લેખકની ભૂલોને સલાહ સુચન આપો.