KING - POWER OF EMPIRE - 47 in Gujarati Fiction Stories by A K books and stories PDF | KING - POWER OF EMPIRE - 47

The Author
Featured Books
Categories
Share

KING - POWER OF EMPIRE - 47

(આગળના ભાગમાં જોયું કે ફંકશન મા દેશના ટોપ બિઝનેસમેન આવે છે, ઘણા બધા લોકો ને અલગ અલગ ફિલ્ડ મા કેટલાય એવોર્ડ મળે છે એ સાથે જ નવા ચેરમેન ની જાહેરાત થાય છે પણ બધા જે નામ ચેરમેન તરીકે વિચારી રહ્યાં હતાં એના સ્થાને જયદેવ પવાર નવા ચેરમેન બને છે અને એ સાથે જ કિંગ ના નામની ઘોષણા થાય છે પણ હવે કિંગ કંઈ જગ્યાએ થી આવશે એ જોવા બધા આતુર હતા. )

સ્ટેજ પર સ્મોક મશીન માંથી સ્મોક છુટે છે, સ્ટેજ પર રહેલી ડિજિટલ સ્ક્રીન ખૂલે છે, બધા ની નજર દરવાજા પરથી હટી ને ત્યાં જાય છે, સ્મોક ને કારણે ચહેરો દેખાતો નથી, પણ ત્રણ માનવ આકૃતિ દેખાય છે, ત્યાં બેઠેલા લોકો મા બે જ વ્યક્તિ જાણતા હતા કે કિંગ કોણ છે એક મિસ્ટર બક્ષી અને બીજું જયદેવ પવાર. ધીમે ધીમે સ્મોક ઓછો થયો અને ત્યાં આવેલા ત્રણ વ્યક્તિઓ થોડા થોડા દેખાવા લાગ્યા, થ્રી-પીસ નેવી બ્લુ સુટમાં S.P. અને અર્જુન ધીમે ધીમે દેખાવા લાગ્યા, તેના જોતાં જ કાનજી પટેલ ની આંખો ઝીણી થઈ ગઈ તે વિચારવા લાગ્યા કે તેમણે આ બંને વ્યક્તિ ને કયાંક જોયા છે, ઘણા લોકો હતા જે S.P. અને અર્જુન ને જોઈ ને વિચારવા મજબૂર થઈ ગયા હતા કે તેમણે આ બંને કયાંક તો જોયા છે, સ્મોક આેછો થતાં જ રોયલ બ્લુ કલરના કપડાં મા એક વ્યક્તિ દેખાયો, રોયલ બ્લુ કલરનું પેન્ટ અને તેના ઉપર વ્હાઈટ શર્ટ તેના પર રોયલ બ્લુ બ્લેઝર તેની સ્લીવ ઉપર ચઢાવેલી હતી અને હાથમાં રુદ્રાક્ષ નું બ્રેસલેટ, ધીમે ધીમે ચહેરો સ્પષ્ટ થયો અને એ જોતાં જ અમુક વ્યક્તિ ને જોરદાર ઝટકો લાગ્યો, કાનજી ભાઈ, મોહનભાઇ, સુમિત્રાજી, પ્રીતિ, શ્રેયા અને અક્ષય શૌર્ય ને સ્ટેજ પર જોઈ ને થોડીવાર તો કંઈ સમજી ના શક્યા. ચહેરા પર એક અનોખું તેજ આંખોમાં એક ઝનૂન અને ઈરાદા એટલા મજબૂત હતા કે જે પર્વત ને પણ ધરાશાયી કરી શકે, શૌર્ય ને જોઈ ને બધા આશ્ચર્ય મા હતા કારણ કે એમના મતે કિંગ કોઈ વૃદ્ધ હશે જેની પાસે વર્ષોથી જમા કરેલ દોલત અને અનુભવ હશે જેના આધારે તેણે બધા લોકોને પછાડયા પણ જયારે તેમની સામે એક એકવીસ વર્ષે નો યુવાન કિંગ તરીકે ઉભો હતો ત્યારે સહેજતા થી કોઈ આ વાત સ્વીકારી શકે તેમ ન હતું.

મિસ્ટર ઝવેરી આગળ આવ્યા અને શૌર્ય પાસે ગયા અને હાથ લંબાવ્યો અને કહ્યું, “આજ સુધી જે વ્યક્તિ નું નામ ન્યૂઝ પેપર ની હેડલાઈન પર જ જોયું એને આજ સામે જોઈ ને બહુ ખુશી થઈ ”

“મને પણ ડાયમંડ કિંગ ને મળી ને બહુ ખુશી થઈ ” શૌર્ય એ હાથ મિલાવીને કહ્યું

મિસ્ટર બક્ષી એ શૌર્ય ને એવોર્ડ આપ્યો અને આખો હોલ ટાળીઓ થી ગૂંજી ઉઠ્યો, જયદેવ પવાર તો ઉભો થઈ ને ટાળીઓ પાડી ને શૌર્ય ને વધાવયો. બધા લોકો ના મનમાં ઘણા સવાલો હતા અને તેના ઉતર આપવા જ શૌર્ય આવ્યો હતો. મિસ્ટર ઝવેરી પોતાની જગ્યા પર જઈને બેસ્યા અને તુષાર એ શૌર્ય ને એના વિશે થોડું કહેવા કહ્યું.

શૌર્ય Podium પાસે ગયો અને તેણે એવોર્ડ S.P. તરફ લંબાવ્યો, S.P. એ એવોર્ડ શૌર્ય પાસે થી લીધો અને પછી શૌર્ય એ શરૂઆત કરતાં કહ્યું, “KING આ નામ છેલ્લાં ઘણાં સમયથી તમને બધા ને અધીરા કરી મૂકયા હતા પણ મને અફસોસ છે કે તમે જેવી કિંગ ની ઈમેજ તમારા મનમાં બનાવી હું એવો બિલકુલ નથી મારું માનવું છે કે વ્યક્તિ ને સફળતા એની ઉંમર નહી પણ એનું ટેલેન્ટ આપે છે એટલે જ કદાચ હું અહીં છું, હું જાણું છું કે તમે બધા આતુર છો એ જાણવા કે હું કોણ છું, કયાં થી આવ્યો છું અને આટલી બધી સફળતાઓ કંઈ રીતે તો હવે તમે બધા આરામ થી બેસો કારણ કે હું અહીં બધા જવાબ આપવા જ આવ્યો છું , સૌપ્રથમ તો મિસ્ટર જયદેવ પવાર ને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે તે બિઝનેસ એમ્પાયર જેવી કંપની ના ચેરમેન બન્યાં, બિઝનેસ એમ્પાયર આ એજ કંપની છે જેના થકી અહીં દેશના ટોપ ના બિઝનેસમેન બેઠા છે, જે વર્ષો પહેલાં નાના વેપારીઓ હતા આજ આ કંપની થકી જ બહુ મોટા બિઝનેસમેન બન્યાં છે ” શૌર્ય એ કાનજી પટેલ સામે જોતાં કહ્યું, શૌર્ય ને જોઈ ને કાનજીભાઈ ને એક વ્યક્તિ ના હોવાનો આભાસ થતો હતો પણ એ સમજી શકતા ન હતા કે આખરે શૌર્ય કોણ છે, S.P. અને અર્જુન ને જોઈ વારંવાર તે યાદ કરવા મજબૂર થતાં હતા કે આખરે કોણ છે આ બંને.

“આ કંપની ની શરૂઆત વીસ વર્ષ પહેલાં એક વ્યક્તિ એ કરી હતી જેણે બધા ને પોતાના સમજયા જેણે બિઝનેસ ની દુનિયામાં એક નવો સૂર્યોદય કર્યો જેના થકી આજ અહીં આટલા મોટા અને મહાન વ્યકિત ઓ બેઠા છે, તે વ્યક્તિ એ એક વાકય કહ્યું હતું એજ વાકય થકી એક આખું સામ્રાજ્ય ઉભું થયું અને તે વાકય સાથે જ એ સામ્રાજ્ય ખાખ મા મળી ગયું અને બધા એ વ્યક્તિ વ્યક્તિ ને ભૂલી ગયા પણ હું આજ બિઝનેસ એમ્પાયર ના સ્થાપના દિવસ પર ફરી એ વાકય ને ગુંજતું કરું છું અને એ વાકય હતું, “અંત જ આરંભ છે ” ” શૌર્ય એ એક જોરદાર અવાજ સાથે એ વાકય ને ગુંજતું કર્યું.

આ વાક્ય સાંભળતા જ કાનજીભાઈ ને યાદ આવી ગઈ તેના પરમ મિત્ર ની ત્યાં ઉપસ્થિત લોકોને યાદ આવી ગઈ એ વ્યક્તિ ની જેના ઉપકારો થકી તે આ મુકામ સુધી પહોંચ્યા હતા.

“તમે જે વિચારી રહ્યાં છો હું એજ વ્યક્તિ ની વાત કરી રહ્યો છું ” શૌર્ય એ કાનજી પટેલ સામે જોતાં કહ્યું

“આ બિઝનેસ એમ્પાયર ના સ્થાપક અને જેને બિઝનેસ ની દુનિયા ના બેતાજ બાદશાહ કહેવામાં આવે છે એજ મિસ્ટર સમ્રાટ સુર્યવંશી ” શૌર્ય એ એકદમ બુલંદ અવાજ સાથે કહ્યું અને આ નામ આખાં હોલમાં ગૂંજી ઉઠ્યું.

જે વ્યક્તિ નું નામ છેલ્લાં દસ વર્ષોમાં કોઈ સાંભળ્યું પણ ન હતું, જે માત્ર કેટલાંક લોકો ના દિલો મા જ રહી ગયા હતા, આજ એ જ વ્યક્તિ નું નામ શૌર્ય એ ગુંજવી મૂક્યું. આ નામ સાંભળી ઘણા લોકો ના ચહેરા પર ખુશી હતી તો કેટલાંક લોકો ના ચહેરા પર ડર હતો.

“તમે વિચારતા હશો કે મે એમનું નામ શા માટે લીધું, હું આજે જે પણ છું એના એ જ વાકય થકી છું, દસ વર્ષ પહેલાં સમ્રાટ સુર્યવંશી ની મોત થઈ અને સાથે એની કંપની તેમનું સામ્રાજ્ય પણ ખાખ થઈ ગયું, જેમ જેમ સમય વીત્યો એ કેટલાંક લોકો ના દિલોમાં જ રહ્યાં અને કેટલાંક એમને એક ઈતિહાસ સમજી ને ભૂલી ગયા, અંત જ આરંભ છે, આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ હોય કે વસ્તુ એના અંત સાથે જ એક નવો આરંભ થાય છે એવું તેમનું માનવું હતું અને તેમણે દરેક અંતમાંથી એક નવો આરંભ કર્યો પણ અફસોસ એના થકી તમે આજ આ સ્થાન સુધી પહોંચ્યા પણ એમના અંત સાથે કોઈ એ નવો આરંભ ન કર્યો પણ સમ્રાટ સુર્યવંશી ના અંત સાથે આરંભ થયો મારો અર્થાત્ KING, હા સમ્રાટ સુર્યવંશી ના અંત ને તમે બધા એ સુર્યવંશ નો અંત સમજી લીધો પણ એજ અંતમાંથી મે એક નવો આરંભ કર્યો હતો દસ વર્ષ પહેલાં જેણે મને આજ આ મુકામ પર લાવીને ઉભો કર્યો, તમે બધા તમારા સાચાનામ કરતાં તમારા ઉપનામ થી જાણીતા છો એવી જ રીતે KING મારું ઉપનામ છે ઉપનામ નહીં પણ એક બ્રાન્ડ છે આ નામ પણ મારું પણ એક નામ છે જે સાંભળી ને કદાચ તમે સમજી જશો આખરે હું કોણ છું અને એ નામ છે..... શૌર્ય સુર્યવંશી ” શૌર્ય એ પોતાના નામને જાહેર કરતાં કહ્યું

આ નામ સાંભળતા પ્રીતિ ના ચહેરા પર સ્માઈલ આવી ગઈ અને તે બહુ ખુશ થઈ ગઈ, કાનજીભાઈ, મોહનભાઇ અને તેમનો પરિવાર પણ ખુશ થઈ ગયો ધણાં લોકો ખુશ થઈ ગયા તો ઘણા ચિંતા મા આવી ગયા બધા અંદરોઅંદર વાતો કરવા લાગ્યા.

“હા હું જ છું સમ્રાટ સુર્યવંશી નો અંશ, સમ્રાટ સુર્યવંશી નો પૌત્ર શૌર્ય સુર્યવંશી ” શૌર્ય એ જુસ્સા ભરી અવાજે કહ્યું

બધા લોકો એ ટાળીઓ થી હોલ ગુંજવી મુકયો, લોકો ચિચિયારી પાડવા લાગ્યા, પ્રીતિ પોતાની જગ્યા પર ઉભી થઈ ને શૌર્ય નું નામ બોલવા લાગી પણ આટલા અવાજ તેનો અવાજ દબાય ગયો.

“હવે કદાચ તમે સમજી શકશો કે હું આ ઉંમરે આ મુકામ સુધી કંઈ રીતે પહોંચ્યો કારણ કે કહેવાય છે ને સિંહ ના બચ્ચાં ને શિકાર કરતાં શિખવાડવું પડતું નથી, ઉંમર એકવીસ ની છે પણ અનુભવ એકયાસી વર્ષ નો છે ” શૌર્ય એ કહ્યું અને બધા ચિચિયારી પાડવા લાગ્યા.

શૌર્ય એ પોતાની ઓળખ તો આપી દીધી પણ દસ વર્ષ સુધી તે ઈન્ડિયા મા ન હતો, દસ વર્ષ પહેલાં શું થયું એ જાણવું જરૂરી છે એ ખબર પડશે પણ એ પહેલાં મહત્વની વાત એ હતી કે શૌર્ય ના દાદાજી એ લોકોની ભલાઈ માટે કામ કર્યું તો પછી છેલ્લા દસ વર્ષમાં કોઈ વ્યક્તિ એ એમને શા માટે યાદ ન કર્યો.

“હું જાણું છું કે દસ વર્ષ પહેલાં મારા દાદાજી પર ફોર્ડ નો કેસ કરવામાં આવ્યો હતો પણ હકીકત કંઈક અલગ જ છે મારા દાદાજી ની મૃત્યુ પછી ઘણા લોકોના પૈસા ડૂબી ચૂકયા હતા પણ હવે હું કિંગ એ બધા લોકોને એમના પૈસા વ્યાજ સહિત પાછા આપીશ, મારા દાદાજી એ છેલ્લી શ્વાસ સુધી લોકો ની ભલાઈ માટે કામ કર્યું હતું એટલે એમના ચારિત્ર્ય પર હું કોઈ ડાગ નહીં લાગવા દઈ” શૌર્ય એ કહ્યું, લોકો એ ટાળીઓ પાડી ને ચિચિયારી બોલાવી.

“હું દસ વર્ષ પછી આવ્યો છું બધા નો હિસાબ ચૂકતો કરવા માન હોય કે અપમાન, ભરોસો હોય કે વિશ્વાસઘાત બધું હું ચૂકતુંં કરી ” શૌર્ય એ કહ્યું

શૌર્ય ની આ વાત થી ઘણા ની પરિસ્થિતિ બગાડવા લાગી હતી, શૌર્ય ખુલ્લેઆમ કેટલાંક ને ધમકી જ આપી રહ્યો હતો. પણ શૌર્ય કોનાથી શરૂઆત કરશે એ જાણવું જરૂરી છે. શૌર્ય ની દસ વર્ષ પછી ફરી થી આ એન્ટ્રી પર થોડી લાઈન કહેવા માંગુ છું,

જેને રાખ સમજીને ઠારતાં રહ્યાં,
એ અંગારા થઈ હવે અડકે છે.
આંખોમાં મશાલ તો નથી સાહેબ,
આ રોશનીનું કારણ દિલ સળગે છે.
ખારાશ ભરી રાખી હતી પાંપણોમાં,
જે આજે વાદળ થઈ વરસે છે.
મીઠો સહેજ પણ નાતો અમારો દરિયો,
થોડા ગળ્યા થ્યા તો પીવા તરસે છે.
જેનાથી તુ દૂર દૂર ભાગ છે,
એ લગોલગ લાગણી મારી પડખે છે.
મારી શાયરીમાં પણ એક દિલ છે બેધડક,
જે ધારદાર શબ્દોમાં ધડકે છે.

શૌર્ય પોતાની સ્પીચ અહીં જ પૂરી કરી ને જવા માટે નીકળ્યો કારણ કે જો તે વધારે સમય રહશે તો એ ન બોલવાનું બોલી જશે એટલે તે સ્ટેજ ની નીચે ઉતર્યા ગાર્ડ એ એકબીજા ના હાથ પકડીને એક ચેઈન બનાવી અને શૌર્ય ની સાથે S.P. અને અર્જુન પણ નીકળ્યા બધા લોકો કિંગ ને મળવા પડાપડી કરી રહ્યા હતા પણ ગાર્ડ એ બધા ને રોકયા, શૌર્ય નીચે ઉતર્યા ત્યારે તેની નજર કાનજીભાઈ સાથે મળી તેની વચ્ચે વાતચીત ન થઈ પણ આંખો ઘણું બધું કહી ગઈ, શૌર્ય ની આંખો મા ગુસ્સો હતો અને કાનજીભાઈ ની આંખો મા શૌર્ય માટે પ્રેમ હતો.

શૌર્ય ની પાછળ મિસ્ટર બક્ષી અને ત્યારબાદ જયદેવ પવાર પણ નીકળ્યા. શૌર્ય S.P. અને અર્જુન કાર મા નીકળી ગયા, શૌર્ય ને આજ ઘણું બધું કહેવું હતું પણ એ શક્ય ન હતું એ બસ એજ કહેવા થી ખુશ હતો કે એ સમ્રાટ સુર્યવંશી નો પૌત્ર છે. એના દાદાજી એના માટે બધુ હતા, તેમણે લોકોની ભલાઈ માટે કામ કર્યું હતું પણ એક એવી પરિસ્થિતિ ઉભી થઇ જેમાં તે બધું ગુમાવી દીધું, પણ શૌર્ય ફરી આવ્યો હતો બધું ફરીથી મેળવવા.
“સર આગળ શું કરવાનું છે? ” S.P. એ કાર ચલાવતા કહ્યું

“કાલના ન્યૂઝ મા બધે કિંગ નું જ નામ હોવું જોઈએ શૌર્ય સુર્યવંશી નું નહીં ” શૌર્ય એ કહ્યું

“જરૂર સર ” અર્જુન એ કહ્યું

“પરમ દિવસ એ કંપની ની આેપનીંગ સેરેમની છે બધા લોકો ને ઈન્વાઈટ કરો દોસ્ત અને દુશ્મન ને, બધા ને મળી લઈએ ” શૌર્ય એ કહ્યું

“ઓકે સર કામ થઈ જશે ” અર્જુન એ કહ્યું

“તમે બંને એ કોન્ટ્રેક્ટ પેપર તો તૈયાર રાખ્યાં છે ને? ” શૌર્ય એ કહ્યું

“હા સર એ તૈયાર છે બસ તમારા ઓર્ડર ની તૈયારી છે ” S.P. એ કહ્યું

“જરૂર હવે તમે બંને ને છૂટ આપું છું, બધા ને ખબર પડી કે હું કિંગ છું એેટલે હવે એ કિંગ સાથે બિઝનેસ કરવા ઉતાવળા થશે ” શૌર્ય એ કહ્યું

“સર આપણે પણ એજ જુવે છે ” અર્જુન એ કહ્યું

“અત્યારે સુધી એ બધા ની કંપની ખાલી નામ પૂરતી આપણી સાથે હતી હવે એકવાર કોન્ટ્રેક્ટ પેપર પર સિગ્નેચર કરે એટલે હું એ બધા ને એની ઓકાત બતાવી ” શૌર્ય એ કહ્યું

“સર પાર્ટી તો બને છે ” અર્જુન એ કહ્યું

“જરૂર પણ એકવાર દુબઈ ના દાગીના ને આવી જવા દે બધા પાર્ટી કરશું ” શૌર્ય એ કહ્યું

“સર મેં એમની સાથે વાત કરી છે એ આેપનીંગ સેરેમની મા પહોચી જશે ” S.P. એ કહ્યું

“એકવાર એ આવી જાય એટલે આપણી પાવર ડબલ પછી બધા સાથે હિસાબ ચૂકતો કરવામાં મજા આવશે ” શૌર્ય એ કહ્યું

રાત ના બાર વાગ્યા હતા, કાનજીભાઈ ની આંખો મા ઉંઘ જ ન હતી, શૌર્ય ની વાપસી પર એ ખુશ હતા તો અહીં પ્રીતિ તો ખુશી ને મારે ઉછળી રહી હતી તો બીજી એક જગ્યા પર એક વ્યક્તિ દારૂ ના પેગ પર પેગ લગાવી રહ્યો હતો, આંખો લાલ થઈ ચૂકી હતી અને વારંવાર શૌર્ય નો ચહેરો તેની સામે આવી રહ્યો હતો, દસ વર્ષ પહેલાં ની ઘટનાઓ યાદ આવી રહી હતી.

નિયતી બધા ને ફરી એજ મુકામ પર લાવીને ઉભા કરી દિધા જે દસ વર્ષ પહેલાં તે છોડી ને આવ્યા હતા, એટલું જરૂર કહી આ સ્ટોરી ની શરૂઆત મા જે કંપની સળગી રહી હતી એ બીજા કોઈ ની નહીં પણ સમ્રાટ સુર્યવંશી ની હતી અને જે નાનો બાળક આંખોમાં આંસુ લઈ ને એ નજરા ને જોઈ રહ્યો હતો અને જેના મનમાં એક જ વાત ચાલી રહી “ અંત જ આરંભ છે ” એ જ હતો શૌર્ય સુર્યવંશી ઉર્ફે કિંગ, પોતાના દાદાજી ના સામ્રાજ્ય ને રાખ થતાં જોયું હતું અને આજ એ રાખ માંથી જ અંગારા બની ગયા હતા. જે કેટલાય ના સામ્રાજ્ય ને સળગાવવાના હતા. આખરે કોણ છે સમ્રાટ સુર્યવંશી? શું હતું શૌર્ય નું અતિત અને શું થયું હતું દસ વર્ષ પહેલાં એ બધું જાણવા મળશે આવતા એપિસોડમાં અને શૌર્ય ના અતિત ના અમુક પાનાઓ પ્રીતિ ખોલે, તો અતિત ના રહસ્યો જાણવા માટે વાંચતા રહ્યો, “ KING - POWER OF EMPIRE ”