Pranay Saptarangi - 32 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રણય સપ્તરંગી - પ્રકરણ 32

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 32

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 32

અમી ચેઇન્જ રૂમમાંથી ડીસ્કોથેક હોલમાં જતાં જતાં ફોન ચેક કર્યો કોઇનાં ફોન કોલ્સ મેસેજ છે કે કેમ ? એણે મોબાઇલ ઓપન કર્યો એ સાથે એણે જોયું કે કોઇનાં કોલ્સ નથી પણ એમાં એણે અક્ષયનાં ફોન કર્યા છે એવાં નોટીફીકેશન જોયાં એ આશ્ચર્યમાં પડી ગઇ મેં ક્યાં કોઇ ફોન કર્યાજ છે ? પછી એણે ચેક કર્યો તો વોટ્સઅપ પર એણે મેસેજ લખ્યાં છે. "હાય અક્ષય આઇ લવ યુ મારે તને સ્વીમીંગ પુલમાંજ કહી દેવું જોઇતું હતું પણ મને લાગ્યું ત્યાં કોઇ ખોટી હરકત કરીશ એટલે અટકેલી પણ તારાં જેવી મને તારાં માટે લાગણી છે આઇ લવ યું.

અમી આ બધુ વાંચીને એક સાઇડ ઉભી રહી ગઇ એને તમમ્મર આવી ગયાં એ સમજી નહોતી શકતી કે આ બધુ કેવી રીતે થયું કોણે કર્યું એણે ફોન કોલ્સ અને મેસેજનો સમય જોયો તો માત્ર 20 મીનીટ પ્હેલાંનાં હતાં. એને થયું મેં અક્ષયને ધુત્કારી નાંખ્યો પછી એ ગુમ થયેલો. નક્કી એનુંજ આ કારસ્તાન છે એણે તુરંતજ નિર્ણય કર્યો અને ચેન્જ અને લોકરરૂમનાં સીક્યુરીટી પાસે જઇને જવાબ માંગ્યો કે મારી ગેરહાજરીમાં ચેઇનરૂમનાં લોકરનો કોણે ખોલેલું અને ચાવી તમે કોને આપી હતી ? સીક્યુરીટીએ કહ્યું "નો મેડમ અમે કોઇને નથી આપી અને અહીં કોઇ આવ્યું જ નથી સાચું કહુ છું અને અહીંનાં નિયમ પ્રમાણે કોઇનાં લોકરની ચાવી કોઇને આપીજ ના શકાય અમીએ સમજી લીધું આ કબૂલશે નહીં એણે આજુબાજુ નજર કરી એણે જોયું સીસીટીવ કેમેરા છે. અમીએ કહ્યું જો સાચું બોલજે નહીતર તારી નોકરી જશે જ ઉપરથી જેલથી હવા ખાવી પડશે સાચું બોલ એમ કરીને ખૂબ ધમકાવ્યો. તોય ના મક્કર જતાં એણે કહ્યું હું એક ફોન કરુ છું અને પોલીસને હું બોલાવુ છું અમુલખ સર મારાં મામા છે તને છોડીશ નહીં હું કમીશ્નર અંકલ ને ફોન કરું છું તું સમજે છે શું સાચું બોલ ?

પેલો આ બધું સાંભળીને ગભરાઇ ગયો એણે કહ્યું સોરી મેડમ હું ખોટું બોલ્યો છું અહી શેઠનાં મિત્ર અક્ષયભાઇ આવેલાં અને ધમકાવી ને ચાવી માંગી હતી મેં આપી હતી અને અમીનાં પગમાં બેસી ગયો કહ્યું "મેડમ મને માફ કરો બાળ બચ્ચાવાળો માણસ છું. પુરુ ના થતાં બે બે નોકરી કરુ છું તમે કહેશો ત્યારે જુબાની આપીશ પણ મને માફ કરો.

અમીનો ગુસ્સો શાંત ના થયો અને એણે સીક્યુરીટી ગાળ બોલી... યુબાસ્ટર્ડ કહીને જોરદાર તમાચો મારી દીધો. અને ત્યાંથી ગુસ્સામાં ધુંઆપુંઆ થઇને સીમા પાસે જવા નીકળી. એને થયું મારી પાછળ અક્ષય છે દીદીતો સલામત છે ને ?

અહીં સીમાએ નશીલા બે ગ્લાસ પુરા કરી દીધાં હતાં અને સીમાને કંઇ ભાન જ નહોતું. સંયુક્તાએ રણજીતને કહ્યું કે તે ચાલ તો ચાલી છે પણ ફસાઇ નહીં જવાય ને ? રણજીતે કહ્યું તું નિશ્ચિંત રહે તારી ફ્રેન્ડ સાથે એન્જોય કર હું આને ડાન્સફલોર પર લઇ જઊં છું. પેલાં અક્ષયને કહે હવે પાછો ફોટો વીડીઓ લે. સંયુક્તા કહે સારું હું કહું છું અને ત્યાંથી ખસી ગઇ.

રણજીત સીમાને કેડમાં હાથ નાંખીને નશામાં ચકચૂર સીમાને ડાન્સફલોર પર લઇ આવ્યો અને મ્યુઝીશીયનને ઓર્ડર કર્યો જોરદાર રોમેન્ટીક ધૂન મૂક સાંભવનારનાં હાથ પગ થી રકવા લાગે સ્ટાર્ટ. અને મ્યુઝીક આખા હોલમાં ફેલાવા લાગ્યું ફલોર પરનાં અને બાકીનાં પણ થીરકવા લાગ્યાં રણજીતે સીમાને કહ્યું હેય બેબી કેવું લાગે છે ? સીમાને નશામાં પણ ખૂમ મજા આવી રહી હતી એ એની આંખોથી રણજીતમાં સાગરને જોઇ રહી હતી એણે હસ્તાં હસ્તાં કહ્યું "વાહ સાગર ખૂબ મજા આવી રહી છે અત્યાર સુધી આવી મજા ક્યારેય નથી આવી. અને એનાં પગ મ્યુઝીકનાં બીટ પ્રમાણે થીરકવા માંડ્યા. રણજીતે સાંભળ્યું આ તો સાગરનાં જ ભ્રમમાં છે એણે સાંભળવાનું જાણે સાંભલ્યું ના હોય એમ એતો સીમાને વધુને વધુ વળગી રહેલો હવે એણે સીમાને આખી કેડમાંથી પોતાનાં તરફ ખેંચી લીધી એણે જોયું અક્ષય આવી ગયો છે એટલે સીમાનાં હોઠ પર હોઠ મૂકીને એ તરસ્યા પ્રાણીની જેમ સૂસવાં લાગ્યો સીમાએ રણજીતનો ચ્હેરો પકડી લીધો બંન્ને જણાં એકમેકને ખૂબજ માદક પ્રેમ કરી રહેલાં.

સંયુક્તા અને અક્ષય આ જોઇને મજા માણી રહેલાં અને ત્યાંજ અમીએ હોલમાં પ્રવેશ કર્યો. બધેજ અંધારુ હતું માત્ર ડાન્સફલોર પર સીમા રણજીતનાં ઉપર રોશની પડી રહી હતી સીમાને રણજીતને આવી રીતે ચૂમતી જોઇ એનાથી ના રહેવાયું અને એકમદ ગુસ્સામાં ઝડપથી ડાન્સફોલર પર જઇને દીદી એમ જોરથી બૂમ પાડી અને રણજીતને કહ્યું સાલા રાશ્કલ મારી દીદીને અભડાવે છે એને ખ્યાલ આવી ગયો કે અહીં દીદી આ લોકોનાં ચક્રવ્યૂહમાં ફસાઇ ગઇ છે અને બેહદ નશામાં છે એને ભાનજ નથી કે શું થઇ રહ્યું છે ? એ કોનીસાથે ડાન્સ કરે છે રણજીતે અક્ષયને ઇશારો કર્યો એટલે અક્ષય અમી પાસે આવીને કહે "એય અમી તું શું કરે છે ?" શા માટે રોકે છે ? જોતી નથી બંન્ને જણાં કેટલાં આંતપ્રોત છે ? અને સીમાદીદી એમની મરજીથી ડાન્સ કરે છે. મેં નજરે જોયું છે મારી કે એમણે રણજીત પાસે ડ્રીંક માંગ્યુ અને પછી રણજીત સરને ડાન્સફલોર પર લઇ આવી ડાન્સ કરવા.

અમીએ કહ્યું એય ડફર મને બેવકૂફ ના બનાવ તે મારી સાથે પણ ગેમ કરી છે તમે બધાંજ એક માળાનાં મણકાં છો આ સંયુક્તા પણ બાકાત નથી મને અને દીદીને અહીં બોલાવીને તમે શેનો બદલો લો છો ? અમારી ઇજ્જત આબરૂ કાઢીને શું મેળવવા માંગો છો હવે મને ધીરે ધીરે સમજાઇ રહ્યું છે. અક્ષય કંઇ બોલવા જાય એ પ્હેલાંજ અમીએ અક્ષયને પણ ગાલ ઉપર જોરદાર થાપડ ધરી દીધી અને તુરંતજ પોતાનો મોબાઇલ કાઢી અને 9 નંબર અંક દાબી દીધો. પછી બોલી હમણાં થોડીવારમાં ખબર પડી જશે કે હું તમારાં શું હાલ કરું છું. આ સાંભળતાં જ અક્ષયે રણજીત સામે જોયું. રણજીતે કહ્યું હવે પુરુ કર સાલા મારી સામે શું જોયા કરે છે ? એ સાંભળતાં સાથે અક્ષયને ડર સતાવી રહેલો એની ઉત્તેજનામાં એણે અમીને પકડીને એનું મો દાબીને બંધ કરીને બળજબરીથી અંદરની તરફ ખેંચી ગયો.

રણજીત સીમાને ઊંચકીને ખેંચી અંદર તરફ લઇ ગયો. અમીએ અક્ષયથી છુટવા ખૂબ પ્રયત્ન કર્યો પણ એ ફાવી ના શકી. અક્ષયે ગ્રાઉન્ડ ફલોરનાં રીસોર્ટમાં રૂમમાં અમીને લઇ જઇને પૂરી દીધી અને એનો મોબાઇલ પોતે લઇ લીધો. આ બાજુ સંયુક્તાએ પોતાની ચાલ ચાલી એને થયું હવે બધુ અચાનક થઇ ગયું છે તો પુરુ જ કરું પછી દેખા જાયેગા જે થાય એ ખરું. એણે તરત જ સાગરને ફોન કર્યો પણ એનો ફોન એંગેજ આવ્યો. સતત કર્યા કરતી હતી કે સાગરની સાથે વાત થાય પણ ફોન બીઝી જ આવતો હતો. હવે આ બધી પરિસ્થિતિ જે રીતે કરવટ બદલી રહી હતી. સંયુક્તાને પણ ડર લાગી રહેલો.

**************

સાગરને સીમાનો ફોન લાગી નહોતો રહ્યો. એને થયું ત્યાં સુધી હું માં સાથે વાત કરી લઉં. કૌશલ્યા બ્હેને સાગર નો ફોન આવ્યો જોઇને ખુશ થઇ ગયાં. કેવી ચાલે છે ટ્રેઇનીંગ કેવું છે ફાવે છે ને ? જમવા રહેવાની વ્યચવસ્થા કેવી છે ? સાગરે બધાં જવાબ આપ્યા પછી કહ્યું "પણ માં સીમાં આપણાં ઘરે છે ? એનો ફોન જ નથી આવ્યો કૌશલ્યા બ્હેને કહ્યું સાગર હું અહીં સીમાને ઘરે આવી છું એની મંમી સાથે ગપ્પાં મારું છું અને સીમા અને અમી સંયુક્તા સાથે એમનાં રીસોર્ટ ગયાં છે. ત્યાંથી ડીનર લઇને આવવાનાં છે હમણાં તારાં પાપા પણ અહીં આવશે. સાગર કહે ઓકે ઓકે તમે મજા કરો હું સીમાને પાછો ટ્રાય કરું છું. એમ ફોન મૂક્યો અને સાગરનાં ફોનમાં પણ ફોટાં અને વીડીયો આવ્યાં.

સાગરનાં ફોનમાં સીમા સંયુક્તા અને રણજીત સાથે શોપીંગમાં ગઇ છે અને રણજીત સાથે વધુ પડતી ફ્રેન્ડલી વર્તન રહી છે એને જાણે ઘરતી પગ નીચેથી સરકી ગઇ એ આવ્યું જોઇને ખૂબજ આધાત પામ્યો. હજી બીજા ફોટાં અને વીડીયો આવી રહેલાં એ મોબાઇલ જોતાં જોતાં ખુરશી ઉપર ફસડાઇ પડ્યો. અત્યારે સીમા રણજીત સાથે ડીસ્કોથેંકમાં ડ્રીંક લઇ રહી છે અને હવે રણજીતની બાહોમાં ડાન્સ કરી રહી છે અને રણજીત એને હોઠ પર ચૂમી રહ્યો છે ચૂસી રહ્યો છે સાગરથી આગળ ના જોવાયું એણે આપા ખોઇ નાંખી અને ત્રાડ પાડી બોલ્યો ના ના આવું ના જ હોય સીમા આવું ના જ કરે.... એ ધુસ્કે ધુસ્કે રડી ઉઠયો અને અપાર આક્રંદ કરી રહ્યો એનાંથી જોવાતું નહોતું એણે જાણે બુધ્ધિ અને મન પરથી કાબૂ ગુમાવી બેઠો હતો.

થોડીવાર રડ્યા પછી થોડા સ્વસ્થ થયો એને થયું સીમા તો હવે ગઇ પણ સ્થિતિ છે લાવ અમીને ફોન કરું એણે અમીનાં મોબાઇલ પર સતત રીંગ મારી એમાં નો રીપ્લાય આવતો હતો હવે એને સાચી સૂઝ પડી એને થયું નક્કી આ રણજીત અક્ષયનું કાવત્રુ છે આ બંન્ને બહેનો એ લોકોનાં ચક્રવ્યૂહમાં ફસાઇ ગઇ છે હવે એને ગેડ બેસવા માંડી ચોક્કસ મોટું કાવત્રુ ઘડીને એ લોકોએ અમારાં ઉપર વાર કર્યો છે પણ શેના માટે ? શું સીમાને મેળવવા ? બદનામ કરવા ? એ લોકોનું શું મળશે ?

સાગરે તુંરત પાપાને ફોન કર્યો અને બધીજ વિગત ટૂંકમાં સમજાવી અને તુરંત રણજીતનાં રીસોર્ટ પર જઇ સીમા અને અમીની ખબર લેવાં કહ્યું કંદર્પરાય સાંભળીને ખૂબ આશ્ચર્ય સાથે આધાતમાં સર્યા પછી તરતજ એમણે સિધ્ધાર્થની ટીમને રીસોર્ટ જવા રવાના કરીને પોતે પણ અમુલખસરને ફોન કરીને સાથે જવા નીકળ્યા. અમુલખ સરે કહ્યું "કંદર્પરાય ચોક્કસ કોઇ મોટી ઘટના ઘટી છે મારાં પર અમીનો મેસેજ છે કે આ સ્થાને તાત્કાલીક પહોચો એનાં મોબાઇલમાં મેં એ એપ નાંખેલી છે કે એ તકલીફમાં હોય મને તુરંત જાણ કરી શકે એમાં રીસોર્ટની અંદરનો કોઇ રૂમ જણાય છે ચોક્કસ છોકરીઓ કોઇ મોટી તકલીફમાં છે. અને આપણે ઝડપથી ત્યાં પહોચી જઇએ.

કંદર્પરાય ખૂબ ચિંતામાં હતાં. સાગરે કહ્યું હતું હું પહેલીજ ફલાઇટમાં વડોદરા પહોચુ છું. હું મારાં બોસને કહીને તરતજ નીકળું છું. એટલે સાગર પણ આવી રહેલો અને આ બાજુ અક્ષય અમીને હજી સમજાવી રહેલો કે તું મારાં કાબૂમાં છે મેં તને અનેક વાર પ્રેમથી પ્રપોઝ કર્યું છે તું માની નથી રહી હવે આજે તને નહી છોડું અહીં કોઇ આવી શકે એમ નથી એમ કહીને અમીને વશ કરવાં ગયો અને અમીએ સમય સૂચકતા વાપરીને બે પગ વચ્ચે એટલી જોરથી કરાટે લાત મારી કે અક્ષય ઓયમાં કરીને હાથ દબાવતો બેસી પડ્યો પછી અમી એનાં ઉપર તૂટી પડી એને એટલો બધો માર્યો કે પેલો બેહોશ થઇ ગયો. અમીએ પહેલાંજ પોતાનો ફોન લઇને તુરંત અક્ષયને એજ રૂમમાં લોક કરીને સીમાને ખોળવા માટે નીકળી એણે જોયું ક્યાંય સીમા નથી એને ખૂબ ચિંતા થવા લાગી એણે સીમાનાં મોબાઇલમાં રીંગ કરવા માંડી એણે જોયું રીંગ વાગે છે પણ સીમા ઉપાડી નથી રહી.

અમી હવે સંયુક્તાને શોધવા લાગી એ ક્યાં છે આ બધાની જડ એજ છે એજ અમને અહીં લાવી છે એમ કહીને સંયુક્તા શોધવા લાગી પણ સંયુક્તા ક્યાંય હાથમાં ના આવી અમીએ રીસેપ્ન્શ પર જઇને કહ્યું રણજીત ક્યાં છે ? એનો શ્યુટ ક્યાં છે પેલાએ કહ્યું ઉપર છે પણ સર નથી સર તો ક્યારનાંય એમની ગર્લફ્રેન્ડને ગાડીમાં લઇને નીકળી ગયાં. અમીએ ગુસ્સાથી પગ પછાડ્યા છતાં એ ઉપર ગઇને શ્યુટ ખોલીને જોયું તો કોઇ નહોતું. એ કંઇ વિચાર કરે ત્યાંજ કંદર્પરાય, અમુલખ સર અને સિધ્ધાર્થ બધાં આવી ગયાં.

અમીએ કંદર્પરાય અને અમુલખ મામાને જોઇ અત્યાર સુધી રોકી રાખેલું રુદન છુટુ મુક્યું એ મામાને વળગીને ખૂબજ રડી અને સ્વસ્થ થતાં કહ્યું "સર સીમાને તો રણજીત અહીથી ક્યાંક એની કારમાં ઉપાડી ગયો છે એની છીનાળ બ્હેન પણ ક્યાંય દેખાતી નથી એ લોકોએ અહીં પાર્ટીમાં બોલાવીને અમને ફસાવ્યાં છે પેલા અક્ષયને તો મેં બરોબર ધોલાઇ કરીને ઉપર રૂમમાં પૂર્યો છે કંદર્પરાયે સિધ્ધાર્થને અક્ષયને એરેસ્ટ કરવા કહ્યું સિધ્ધાર્થ 2-3 હવાલદાર સાથે અક્ષયને એરેસ્ટ કરવા ગયો.

કંદર્પરાય એમનાં ઇન્સપેક્ટરને કહ્યું અહીનાં સીસીટીવ કેમરાનાં ફુટેજ તમે લઇ લો અને વ્હેલાંમાં વહેલી તકે સીમાની ભાળ મેળવવી પડશે. કંદર્પરાયને એટલું આશ્ચર્ય થતું હતું કે આ રાજઘરાનનાનો છોકરો આટલી હદે નીચ હતો ? વાતો અને વર્તન તો કેવું કરતો હતો ?

એટલામાં જ સંયુક્તા બધાની સામે આવી ગઇ એણે પરિસ્થિતિનો અંદાજ આવી ગયેલો એણે રડતા રડતાં કહ્યું "સર અમને બચાવો અહીં ભૂરાનાં માણસોએ આવીને બધું ખેદાન મેદાન કર્યું છે અને એ લોકો સીમાને સંયુક્તા એટલે કે મને સમજીને લઇ ગયાં છે સર પ્લીઝ સીમાને બચાવો. ભાઇ પણ એ લોકોની પાછલ ગાડી લઇને ગયો છે સીમાને છોડાવવા સર ભૂરાને મારી સાથે પ્રોબ્લેમ હતો અને મને બરબાદ કરવા માટે આજે હમલો કરેલો તે એ લોકોથી છુપાઈ ગઇ હતી પણ સીમાને લઇ જતાં જોઇને હું બહાર દોડી આવી.

કંદર્પરાયે આશ્ચર્યથી સંયુક્તાની સામે જોયું અમી પણ બે મીનીટ સંયુક્તાને જોઇ રહી કે આ કેટલી હદ સુધી જુઠ્ઠુ બોલે છે અમી કહે સર ! આ ખૂબ જૂઠ્ઠુ બોલી રહી છે એનો ભાઇ આ સંયુક્તા બધાં ભળેલાં છે અક્ષય પણ મારી સાથે રમત રમ્યો છે હું પછી બધીજ વિગતવાર વાત કરીશ પહેલાં મારી દીદીને પેલાં હેવાન થી છોડાવો નહીંતર એની જીંદગી બરબાદ કરી દેશે.

અમુલખ સરે કહ્યું "સંયુક્તા અત્યારે તો તારે પણ અમારી સાથે આવવું પડશે બધી જુબાની લખાવવી પડશે પછી નિર્ણય થશે. તમે આવાં મોટાં ઘરાનાનાં થઇને આવાં નીચ ધંધા કરો છો ? અમને પૂરી બાતમી છે ભૂરો આ તરફ આવ્યો જ નથી.

*************

સાગર તરતજ પહેલી ફ્લાઇટમાં વડોદરા આવવા નીકળી ગયેલો હવે પહોંચવામાં માત્ર પાંચ મીનીટ બાકી હતી એને ખૂબજ ચિંતા થઇ રહેલી અને એનું પ્લેન લેન્ડ થયું અને એણે ફટાફટ સીક્યુરીટી ચેંકીગ વગેરે નીપટાવીને તરતજ પાપાનાં કહેવા પ્રમાણે ટેક્ષીને રીસોર્ટ તરફ લેવરાવી. રીસોર્ટ પહોચી સાગરે પ્હેલાં પૂછ્યું સીમા ક્યાં છે ? અમીએ કહ્યું પેલો રણજીત એને લઇને ગયો છે. સંયુક્તાને ક્રાઇમ ઓફીસ લઇ ગયાં છે.

સાગરે અમીને સાથે લીધી અને સિદ્ધાર્થ કહ્યું એ દિશામાં જવા વિચાર કર્યો. સાગરે વિરાટને પણ જણાવી દીધું હતું એટલે વિરાટ પણ ત્યાં આવી ગયો વિરાટે કહ્યું અમી તું તારીકા સાથે ઘરે જા બધાં ચિંતા કરશે હું અને સાગર ભાળ લેવા જઇએ છીએ.

કૌશલ્યા બ્હેને અને સરલાબ્હેન સુધી સમાચાર પહોંચી ગયેલાં સરલાબ્હેનનો રડીરડીને અધમુઆ થઇ ગયાં હતાં કૌશલ્યાબ્હેન પણ આંસુ સાથે સમજાવી રહેલા બન્ને જણાં રડી રહેલાં અને સીમાને હેમખેમ પાછા લાવવા માટે ઠાકોરજીને પ્રાર્થના કરી રહેલાં.

સાગરે એની રીસ્ટવોચનાં રાખેલા ડીવાઇસની મદદ લેવી શરૃ કરી સાગરે પ્હેલાં જ ક્રાઇમમાં ફોન કરી કહ્યું કે સંયુક્તાનાં ફોન પર નજર રાખજો એનાં ફોન પર રણજીત ફોન કરશેજ મને તુરંત જાણ કરજો હું એનું લોકેશન ખોળી નાંખીશ હવે અક્ષયને એરેસ્ટ કરીને ક્રાઇમ ઓફીસ જ લઇ આવ્યાં જ્યાં સંયુક્તાને બેસાડી હતી. સંયુક્તા હજી એકજ રટણ રટી રહી હતી કે અમે કંઇ નથી કર્યું ભાઇ પણ નિદોર્ષ છે. અમુલખ સરે કહ્યું "હમણાં બધી ખબર પડી જશે દૂધનું દૂધ અને પાણીનું પાણી છુટુ પડી જશે. શાંતિથી બેસો અને તમારાં પાપાને પણ જાણ કરી દીધી છે.

હજી સંયુક્તા ફોન જોવે એ પ્હેલાં રીંગ વાગી અને તુરંતજ સિધ્ધાર્થે ફોન કબ્જામાં લઇ લીધો અને રણજીતનો જ ફોન હતો. સંયુક્તાનો ફોન સર્વેલાન્સમાં હતો જ એટલે તુરંત એનાં સ્ટાફને કહ્યું હું ફોનની રીંગ વાગવા દઊં છું તમે તુરંત આનું લોકેશન આપો. તુરંતજ એનું લોકેશ ટ્રેક થયું અને કહ્યું સર એની ગાડી વાઘોડીયાથી ડભોઇ તરફ જઇ રહી છે.

સિધ્ધાર્થે તરત સાગરને જાણ કરી એટલે વિરાટે એ પ્રમાણે ગાડી વાઘોડીયાથી ડભોઇ તરફનાં રસ્તો પુર પુરાટ મારી મૂકી સાગરની પળ પળ ખૂબ ચિંતામાં વિતી રહી હતી. એને થયું આ લોકોએ મારા ગયાં પછીનો જ સમય નક્કી કર્યો જેથી કોઇ અડચણનાં પડે. સાગરને સીમા પર ગુસ્સો આવતો હતો એણે સીમા સંયુક્તા સાથે શોપીંગમાં જવાની હતી ત્યારે જ કહેલું કે આ બલાથી સાચવજે પણ એ એનાથી અંજાઇ ગઇ અને આ એણે ડ્રેસ પ્હોર્યો છે છી... એને શોભતો નથી એનાં ચરિત્રથી વિરુદ્ધનો છે અને એ માની કેવી રીતે ? રણજીત અને એનાં ફોટાં વીડીયો જોતાં લાગે છે કે એ પેલાનાં શીશીમાં ઉતરી ગઇ એને વિચાર નહીં આવ્યો હોય કે હું કેવાં માણસોની સંગતમાં છું આ લોકો મારો ઉપયોગ કરે છે ? મારાં આવા વર્તન વ્યવહારથી સાગર મને છોડી દેશે પછી એની પાસે શું રહેશે ? રણજીત એને પ્રેમ કરતો હતો કે ભોગવવાનાં કાવત્રાં રચતો હતો સીમાને આટલી સમજદારને પ્રમાણભાન કેમ ના રહ્યું હું ઓળખું છું એનાં થોડાં પણ વખાણ કરો સામેવાળા પર વરસી જાય છે એટલી કાચા કાનની અને કાચી સમજની છે રૂપનાં વખાણમાં તો એ શરમાય એવી છે કે સામે એનો ભરધાર હોય અને સામે વાળો ગેરસમજ કરીને ગેરલાભ જ ઉઠાવે હું એને બરોબર તૈયાર ના કરી શક્યો. વધુ કહેવા જઊં તો એને થાય હું વધુ પોઝેઝીવ ઓર્થોડોક્સ છું અને એને બોર કરી રહ્યો છું પણ હવે જોઊં છું કેવી સ્થિતિમાં મળે છે શું શું થયું છે એની સાથે કેવી રીતે થયું છે ? મળે પછી વાત. સાગર આ બધાં વિચારોમાં ઘેરાયેલો હતો એને ધ્યાન બહાર રોડ પર હતું જ નહીં અને વિચાર વમળમાં ઘેરાયેલો જ રહ્યો.

વિરાટ સમજી ગયો સાગર ઊંડા વિચારોમાં ગર્ત છે એણે થોડીવાર વિચારમાં રહેવા દીધો પણ થોડેક જ આગળ રણજીતની કાળી મર્સીડીઝ જોઇને એણે સાગરને વિચારોમાંથી ઢંઢોળ્યો એણે કહ્યું સાગર જો આગળ જ રણજીતની કાળી મર્સીડીઝ જાય છે અને લોકેશન પણ મેચ થાય છે હવે હું ઝડપથી એની નજીક જઇને એને આંતરું છું તું સાવધ રહેજે. એટલામાં રણજીતે ખૂબ ઝડપથી એની કાર એક ફાર્મહાઉસનાં ગેટમાં ઘૂસાડી દીધી અને પછી ગેટ બંધ થઇ ગયાં. પાછળ ને પાછળ વિરાટની ગાડી આવી પણ જોરથી બ્રેક મારી ઉભી રાખી ગેટ બંધ હતો.

**********

આ બાજુ અક્ષયને બરાબર મેથીપાક મળ્યો હતો. બધાં એને જાણતાં હતાં છતાં કોઇ દયા કે વિચાર વગર થર્ડ ડીગ્રીથી એને ટોર્ચર કરેલો. અક્ષય સમજી ગયેલો કે હવે નહીં છૂટાય એનાં કરતાં સરકારી સાક્ષી બનીને સજા થોડી ઓછી થાય એટલે એણે ફટાફટ બધુ કબુલવા માંડેલુ એણે અમી-સીમા - સંયુક્તા બધાની બધી વાતો કરી રણજીત અને સંયુક્તાએ આ બધો ચક્રવ્યૂહ રચેલો રણજીતને સીમા જોઇતી હતી ઐયાશી માટે લગ્ન નહોતાં કરવા અને સાગર સાથે જોતાં એ સળગી જતો અને સંયુક્તાએ ભૂરાને છોડ્યા પછી સાગર ઉપર નજર કરી હતી. રજવાડી કુટુંબના અહમ અને જીદમાં બંન્ને ભાઇ બ્હેને અનેક ગુના કરેલા ઉપરથી શાણાં અને સંસ્કારી દેખાતાં અંદરથી ગુનેગાર મનોવૃત્તિ ધરાવતાં હતાં. અક્ષયે ભૂરાને આપેલો ફોન પણ જમા કરાવ્યો અને એમાં પણ રણજીતનાં દારૃ-ડ્રગ્સ નાં ધંધાની સ્ફોટક વિગતો અને પૂરાવાં હતાં બધાંજ પોલીસે કબજે કરેલાં અને અક્ષયે સરકારી સાક્ષી બનવા સાથે ભૂરા સાથે શું શું થયેલું ઇમરાન સાથે મેળવી ભગાડી જેલમાંથી નીકળ્યા પછી શુ શુ થયુ બધુ જ વિગતવાર જુબાની લખાવી અને ભૂરાને આપેલું વચન પણ નિભાવ્યું અક્ષયે કહ્યું "અમુલખ સર મારાથી મોટી ભૂલ થઇ ગઇ છે સારાં કામ કરવાનાં રસ્તેથી ભટકીને ખોટાં રસ્તે ચઢી ગયો હતો. રણજીતને તો એનો સ્વાર્થ સાંધવો હતો પણ મારી બુધ્ધિ પણ ભ્રષ્ટ થઇ ગઇ હતી મારાં દાદા (ભાઇને) સેટ કરવાં અને ઘર બનાવાનો ટૂંકો રસ્તો અપનાવેલો. મને માફ કરો. અમુલખ સરે કહ્યું "તે બધીજ કબુલાત કરી છે અને પોલીસને બધી જ માહિતી બાતમી અને પુરાવા આપ્યા છે એટલે અમે સરકારી સાક્ષી બનવાનો તને લાભ અપાવીશું. પણ તને સજા તો થશેજ અને તને ભાન પડી ગયું હશે સ્ત્રીમાં શક્તિ છે અને સ્ત્રી શક્તિ સ્વરૃપ છે. અક્ષયે કહ્યું અમીનાં મારથી મારાં બાર વાગી ગયેલાં મારાં કરતાં વધુ -ચબરાકા અને મજબૂત છે મારાં વતી એને સોરી કહેજો અને બીજી છેલ્લી વિનંતી મારી માં ને મારી વાત ના કરતાં કે ના મુલાકાત કરાવતાં કહેજો કામ માટે હું પરદેશ જતો રહ્યો છું.

અમુલખ સર કહે ત્યારની વાત ત્યારે તને એ ભાનનથી કે એ લોકોની શું દશા થશે બધુ જાણશે ત્યારે તને કોઇનો વિચાર ના આવ્યો ? હવે હમણાં અહીં જ રહેવું પડશે.

************

ભૂરાએ જૈમીનને કહ્યું "પેલા અક્ષય અને રણજીતે અંતે મોટું કારસ્તાન કરી દીધું છે મારી પાસે બાતમી આવી છે હમણાંજ કે રણજીત કમીશ્નરનાં દીકરાની પ્રેમીકાને લઇને ક્યાંક ભાગ્યો છે અને અક્ષયને સારો એવો મેથીપાક મળ્યો છે અને એ એરેસ્ટ થઇ ગયો છે એણે આપણી આપેલી બધીજ માહિતી ત્યાં જમા કરાવી છે એટલે પેલો રણજીત અને સંયુક્તા બધીજ રીતે ખૂલ્લાં પડી ગયાં છે જૈમીને કહ્યું શું વાત કરો છો બોસ આતો બહુ સારાં સમાચાર છે ભૂરાએ કહ્યું "તને ખબર નથી આજે દેવાંશી આવી ગઇ છે ત્યારથી જાણે માહોલ જ બદલાઇ ગયો છે. સુંદરી પણ અત્યંત ખુશ છે અને જો સમાચાર પણ શુભ આવી ગયાં છે .

જૈમીન મને એવું લાગે છે કે હું બે દિવસમાં સામેથીજ સરન્ડર કરું અને મારી બધીજ કેફીયત પુરાવા સાથે રજૂ કરું અને ઇમરાનતો એમની કસ્ટડીમાં છે એટલે એની પાસે કબૂલ કરાવતાં એ લોકોને વાર જ નહીં લાગે. ભૂરો આજે ખૂબ ખુશ અને સ્વસ્થ લાગતો હતો એનાં મનમાંથી જાણે ડરજ દૂર થઇ ગયો હતો એણે દેવાંશીને કહ્યું તારાં કંકુ પગલાં આ ઘરમાં શું થયાં અને બધાં સારા સમાચાર મળે છે પણ હું હવે સરન્ડર કરીશ અને મને જે સજા થશે એ ભોગવીને પાછો આવીશ અને તારી સાથેજ જીવન વ્યત્તિત કરીશ ત્યાં સુધી જૈમીન અને કવિતા સાથે સુંદરીને સાચવીને રહેજો જો અહીં કવિતાએ ટીફીન સર્વિસ અને પાપડ-સારેવડા બધુ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે એમાં મદદ કરશે અને સ્વાભિમાન થી જીવશે ટૂંકમાં પછી હું અને જૈમીન પણ વ્યવસાય કરીશું કંઇ પણ અને સુખ શાંતિથી જીવીશું.

જૈમીન કહે ભૂરાભાઇ મેં અહીં રોડનાં નાકેજ ગોટાં ભજીયાની લારી ચાલુ કરવાનું નક્કી કર્યું છે અને થોડા દિવસમાં શરૃ થઇ જશે અને નામ પણ નક્કી છે ભૂરાભાઇ ગોટાવાળા આ સાંભળીને બધાંજ એક સાથે હસી પડ્યાં.

પ્રકરણ -32 સમાપ્ત.

રણજીત ભયનો માર્યો સીમાને લઇને નીકળ્યો તો ખરો પણ એણે મોટી ભૂલ કરી નાંખી હતી હવે એમાંથી છુટી શકે એમ નહોતો એ એનાં ખાનગી ફાર્મ હાઉસમાં આવી તો ગયો અને દરવાજો બંધ કરાવી દીધેલો પણ આગળ ઘણુ સામનો કરવાનું થવાનું છે એ સમજી ગયેલો. અને વિરાટ સાગર ફાર્મહાઉસમાં પ્રવેશી ગયા.