khatti aambli in Gujarati Comedy stories by Palak parekh books and stories PDF | ખાટ્ટી આંબલી

Featured Books
Categories
Share

ખાટ્ટી આંબલી

ખાટ્ટી આંબલી

હું અને તે ઓફિસમાં એક સાથે જ કામ કરતા હતા... સોરી સોરી કરીએ છીએ. તો શું થયું કે તેઓ અત્યારે લીવ પર છે! પણ કામ પર તો છેજને....બસ મારા માટે એટલું આશ્વાસન બહું છે.
હવે તમે એનું નામ પૂછો છો તો ચાલો કહી દઉં પણ એક શરત છે કોઇનેય કહેવાનું નથી હો... શું છે ને વાત થોડી ખાનગી છે એટલે. હા તો નામ છે ""પ્રાચી મજુમદાર"". ઓફિસમાં તેઓ મારા ઉપરી અધિકારી છે એટલે કે સિનિયર. અને હુ જુનિયર. આમતો ઉંમર માં સિનિયર પણ જવા દો શું ફરક પડે છે. કહેવાય છે ને કે આવડત ઉંમર નથી જોતી. મારી ઓફિસમાં સૌકોઈ તેમનાથી ડરે, ખબર નથી પણ બધા ના કહેવા મુજબ તેઓ ખુબ સ્ટ્રીક છે અને સાથે સાથે ગમે ત્યારે ગમે ત્યાં ગમે તેને ધધડાવી પણ દે કહેવાય નહીં.
અરે હું મારો પરિચય આપવાનો તો ભુલી જ ગયો, મારું નામ છે " રોહિત શર્મા" ના ભાઈ ના ક્રિકેટર નહીં હોં. આ તો જોગાનું જોગ સંજોગ છે. બાકી ઓફિસ માં બધા મને શર્માજી ના ટૂંકા નામથી જ બોલાવે. ઉંમર છે માત્ર 35 વર્ષ અને મારા બોસ ની માત્ર 28 વર્ષ. અજુગતું લાગ્યું ને મને પણ લાગતું હતું. પણ શું કરું?. માંડ નોકરી મળી છે કરવી તો પડશે જ ને... હવે એમાં પણ જો મેલ ઇગો લઇને બેસીશ તો ક્યાં સુધી ચાલશે? મારે ઘરે પણ બૈરી છે (નોકરી ના લીધેજ જો કાન માં કહું તો).

આમતો મારે ને મારાં બોસ ને કોઈક વાર જ મિટિંગ માં મળવાનું થતુ.બાકી ના દિવસો માં તેઓ તેમની કેબિનમાં અને હું મારા ડેસ્ક પર બિઝી જ હોઉં, પણ તે દિવસે કંઇક ઑર જ સીન થયો તેઓ ઓફિસે આવ્યા ત્યારથી કંઇક અલગ જ દેખાતા હતા.કંઇક ખરાબ તબિયત કે ખબર નહી કેમ. આમતો હું કોઇપણ પ્રકારની લપ્પન છપ્પન માં પડું નહી પણ તે દિવસે થયું કે એક જવાબદાર એમ્પ્લોયર તરીકે મારે તેમને પૂછવું જોઈએ. એમ સમજીને હું તેમની કેબિન તરફ ગયો. અમારા પ્યુન જેન્તી ભાઈ ને પૂછતા ખબર પડી કે આજ સવારથી મેડમ નો મૂડ થોડો બદલાયેલો લાગે છે, વાત વાત માં ગુસ્સો કરે છે. આ સાંભળી ને મારે માથે જે એક જવાબદાર એમ્પ્લોયર તરીકે નું ભુત ચડ્યું હતું તે હવામાં ઓગળી ગયું. પણ પછી મમ્મી ની એક વાત યાદ આવી કે .........." બેટા હંમેશા સ્ત્રીઓની મદદ કરો, સેવા કરો... મેવા જરુર મળશે." એટલે કે મમ્મી તો ફ્કત એટલું જ કહેલું કે........ "" હંમેશા બધાની મદદ કરો,.. સેવા કરો.... મેવા જરુર મળશે."" આઈ હોપ યુ કેન અંડરસ્ટેન્ડ, વ્હોટ આઈ મીન!
..હવે બંદા ઊભા તો થયા મેડમની ખબર પૂછવા પણ આ માંકડા મને ફરી પાછી ગુલાંટ મારી, કહેવા લાગ્યું કે, " ક્યાંક ખબર પૂછવાના ચક્કરમાં તારી ખબર ના નીકળી જાય તેની ખબર રાખજે." ત્યાં ફરી બીજું બોલ્યું, " અરે... જા... જા... હિંમતે મર્દા તો મદદે ખુદા".. શું ખબર કે એ ખબર પૂછવા માં તને કૈંક સારું ફળ પણ પ્રાપ્ત થાય. એમ આ બધા માં અટવાતો હું ક્યારે મેડમ ના કેબીને જઈ પોંચ્યો મને ખબર પણ ન પડી. પણ હવે ફરી પાછું કૈંક યાદ આવ્યું, હા.. લીંબુ શરબત. મારી પત્નીએ મારાં માટે આ તપતાં ઉનાળા માં મને ઠંડક મળે તે માટે મને લીંબુ શરબત બનાવી આપેલું, હું ઝડપથી મારા ડેસ્ક પર આવ્યો અને ફરીથી મેડમજીની કેબિન બહાર જઈને ઉભો.હું તે બોટલ લઇને ડરતો ડરતો તેમની કેબિન બહાર ઉભો હતો, અને ત્યાં બારી માંથી જોયું તો તેઓ બે હાથ માં માથું નાખીને બેઠા હતા. મે બારણે ટકોરા મારી પૂછ્યું કે, " may I come in medam!" તેમણે અચાનક થયેલા અવાજથી મારી તરફ જોયું કઈક અણગમા સાથેજ તો ,પણ એ પહેલાં કે કંઇ હુમલો થાય મે સીધી શરબત ની બોટલ તેમના ટેબલ પર મૂકી અને બોલ્યો, " મેડમ આ શરબત મારી વાઇફે મારી માટે ભરેલો પણ લાગેછે કે તમને આની વધું જરુર છે." તો please take it... આટલું બોલીને તેમનાં કોઇપણ પ્રકારના રીએકશન ની રાહ જોયા વિના હું સીધો કેબિન માંથી બહાર નીકળી ને રીતસર નો મારી જગ્યા પર ધબ..... દઈને બેઠો.....
થોડી વાર થઈ હશે લગભગ કલાકેક જેટલું, ત્યાં જેન્તી ભાઈ અમારા પટાવાળા મને હાથ માં બોટલ પકડાવી બોલ્યાં "મેડમ તમને મળવા અંદર બોલાવે છે." હું બોટલ લેવાજ જતો હતો કે ત્યાં આ વાક્ય સાંભળીને રીતસર નો ડરી ગયો..થોડીક વાર પછી ઑફિસ છૂટવાનો ટાઈમ પણ થવા આવ્યો હતો. મને લાગ્યું કે આજે કદાચ આ ઑફિસ માં મારો છેલ્લો દિવસ તો નઈ થાય ને.હું મારી ગભરામણ ને મારી બે મુઠ્ઠી માં બંધ કરી તેમની કેબિન તરફ ગયો... ત્યાં જઈ ઉભો જ હતો કે સામેથી મેડમનો અવાજ આવ્યો, " Come in Mr Sharma". અને મારું હ્રદય જે જોરથી ધડક્યું છે...જે જોશથી ધડક્યુ છે.. શું કહું તમને! આટલું તો બોર્ડ ની એક્ઝામ વખતે પણ નોતું ધડકતું. હું ડરતો- ડરતો તેમની કેબિનમાં દાખલ થયો. કદાચ તેમણે મારી આ હાલત જાણી લીધી હતી કે પછી.... પણ એક રૂપકડાં હાસ્ય સાથે મને ચેર તરફ ઈશારો કરતા બોલ્યાં,
" please Mr Sharma have a seat". અને હું તેમની સામે જોયા વગર કઠપૂતળીની માફક લપકીને સીટ માં ( સોરી એ ગભરામણ હજી પણ આવી જાય છે) મતલબ કે ખુરશી પર બેઠો. મારી સામે ગ્લાસ ધરતા તે બોલેલા, " અરે મિ. શર્મા હું એક સ્ત્રી જ છું કઈ વાઘણ નહીં જે તમને ખાઈ જાય". અને હા કામની બાબતમાં હું થોડી સ્ટ્રીકટ છું, પણ આજે મે તમને તેનાં માટે નથી બોલાવ્યાં. ખરેખરતો મારે જ તમારી એક હેલ્પ જોઈતી હતી. પેહલા થયું કે જાતે જ આવું પણ યુ નો! એક સ્ટ્રીકટ બૉસ ની ઈમેજ ને સાચવવું કેટલું અઘરું છે. એટલે જેન્તી ભાઈ ને મોકલ્યાં તમને બોલાવવા માટે. ....(હવે મેડમ ને કોણ કે, કે તેમનાં આ સ્ટ્રીકટ બૉસની ઈમેજના ચક્કરમાં મને કેટલાં ચક્કર આવી ગયા હતા.... પણ ખેર કઈ નહી.) બાય ધ વે થેંક યું સો ... મચ.. આટલું કહીને તેઓ ફરી પાછું હસ્યાં , અને એ પણ એકલાં નહીં સાથે હું પણ.
એ પછીથી તેમની રજા લઈને હું ઘરે જવા નીકળ્યો. એ દિવસ મને હજી એટલે યાદ છે કારણકે એ, એ દિવસ હતો જ્યારે પેલી વાર જીવનમાં મને ઑફિસ સારી લાગી હતી...હા..... બહું સારી....
આ વાતને લગભગ એકાદ મહિનો થવા આવ્યો હશે, ત્યાંજ મારી ઑફિસની ઓટલા પરિષદ એટલેકે મહિલા મંડળ એટલેકે લેડીસ સ્ટાફ તરફથી એક જોરદાર ન્યૂઝ મળ્યાં... કે તેઓ( મારાં બૉસ) પ્રેગનેન્ટ છે.સાચું કહું તો જેટલો લેડિસ સ્ટાફ ખુશ હતો તેટલો હું દુઃખી. હાસ્તો વળી હવે જ્યારે પરાણે મારી ને એમની દોસ્તી થઈ હતી ( મારા તરફથી પાક્કી પણ તેમનાં તરફથી..... ખબર નહીં) અને તેમણે મને કઈ જ ના જણાવ્યું! કઈ જ નહીં... સાચું કહું તો મને બહુ જ ખોટું લાગ્યું હતું ત્યારે. પણ હવે શું?
બધા સ્ટાફની સાથે હું પણ તેમને અભિનંદન આપવા તેમનાં કેબિન માં ગયો . થોડી ઘણી સારી સારી વાતો પછી બધાની સાથે સાથે હું પણ નીકળવા જતો હતો ત્યારે તેમણે મને પર્સનલી નામ લઇને બોલાવ્યો અને કહ્યું, "" મિ. શર્મા પ્લિઝ તમે થોડી વાર રોકાશો?" મારે તમારું કામ છે."" મે મનમાં કહ્યું, " નેકી ઑર પૂછ પૂછ". પછી તરત બોલ્યો હા મેડમ કેમ નહીં! તો તેમણે થોડા કચવાટ સાથે મને કહ્યું કે,"I hope you can understand, um.. Mr Sharma, you know, I'm um... ah.. you know " હું અહીં હજી નવી છું અને મને આ જગ્યાનો વધારે અનુભવ પણ નથી... તો તમારું એક ફેવર જોઈએ છે. મે કહ્યું હા મેડમ બોલો ને શું ફેવર જોઈએ છે તમારે? પછી તેમણે કૈંક સંકોચ સાથે મને કહ્યું કે, મિ.શર્મા શું તમે મારા માટે થોડીક "ખાટ્ટી આંબલી" લેતાં આવશો? ( મો માં પાણી આવ્યું ને, મારાં મોં માં પણ આવેલું) મે કહ્યું અરે હા.. હા.. કેમ નઈ, ચોક્કસ લેતો આવીશ. અને હું ઑફિસ થી સીધો ઉપડ્યો બજાર માં " ખાટ્ટી આંબલી" લેવાં માટે. ત્યાં જઈને જોઉં છું તો જાત જાતની આંબલી, ચમચી વાળી, ગોળ ગોળ લાડવા જેવી ખટ્ટી મીઠી, મસાલા વાળી અને કઈ કેટલીયે જાતની આંબલી. આજે પેલ્લી વાર બઝારમાં પણ પરસેવો વળી ગયો, આંબલી જોઈનેજસ્તો. મેડમે આંબલી લાવવાનું કહેલું પણ કઇ ફ્લેવર એ તો નોતું કહ્યું તો .. પછી જેમ હનુમાનજી એ સંજીવની બૂટી ની જગ્યાએ આખો પહાડ ઉઠવેલો તેમ આપણે બધા ફ્લેવર્સ ઉઠાવ્યાં અને ગયા ઘર તરફ.
મારી પત્નિ આટલી બધી આંબલી જોઇને ચોંકી ઉઠી અને બોલી, આ બધું શું છે? મે કહ્યું કે, ખાટ્ટી આંબલી. તો તે બોલી,
એ તો મને પણ દેખાય છે. પણ આટલી બધી આંબલી કેમ? અને કઈ ખુશી માં?
હું બોલ્યો, અરે.. મારા મેડમે મંગાવી છે..
આટલું બોલીને હું મારાં રૂમ માં ગયો અને આવતીકાલે આંબલી જોઈને મેડમ કેટલાં ખુશ થશે, મને કદાચ પ્રમોશન પણ અપાવે, મારા વખાણ કરતા થાકશે નહી અને કઇ કેટલાયે વિચારો માં હું ખોવાઈ ગયો. આ તરફ હું મેડમના વિચારો માં ખોવાયેલો હતો તો બીજી તરફ મારી પત્નિ મારાં. કારણકે સ્ત્રી વિશ્વ નો એક નિયમ છે કે, એક સ્ત્રી પોતાના પતિને ભગવાન તો માને છે પણ જો તે ભગવાન તેને છોડીને બીજા ભક્તો પ્રત્યે ફ્કત આકષૉય ને તો તે તેના ભગવાન ને ઘરનો રોટલો તો ઠીક ઓટલો પણ ના અડવા દે! અને કદાચ આ વાત થી હું બેખબર હતો. કારણકે ભૂકંપ આવેતો તેને માપી શકાય પણ તેની આગાહી તો ના જ કરી શકાય. અને મને શું ખબર કે એ ભૂકંપ ટુંક સમયમાં મારા ઘરે થવાનો હતો.
બીજા દિવસે હું રોજ કરતા વેહલાં ઉઠી ગયો વિચાર્યું કે બધા આવે તે પહેલાં ઑફિસ પહોંચી જાઉં અને મેડમને મારા હાથે આ ખાટ્ટી- મીઠી આંબલી આપું. હું નહાઈને બહાર આવ્યો અને જોયું તો બહારનું વાતાવરણ થોડું બગડેલું લાગ્યું. પણ મને થયું હશે કઈક આમે તેનો મૂડ ક્યારે સારો હોય અને ક્યારે ખરાબ તે કંઈ કેવાય નઈ. હું તો કઈ બોલ્યાં ચાલ્યા વગર ઑફિસ માટે નીકળી ગયો, એક જીવંત જ્વાળામુખી ને ઘરે મૂકીને (જેનો ટુંક સમયમાં ભોગ હું પોતેજ બનવાનો હતો.)
તો મેડમને મારી આંબલી જોઈને ખુશી થઈ હશે કે દુઃખ? અને મારી પત્નિ અને મારા સંબધો માં બોમ્બ ધડાકો થશે કે પુષ્પવર્ષા આ બધું જાણવા માટે તમારે થોડી રાહ જોવી પડશે. આવતા અંક સુધીની. તો મારી સાથે આમજ જોડાઈને રહો અને વાંચતા રહો મારી નવલિકા "ખાટ્ટી આંબલી".