મા મને પેટમાં બહુ દુખે છે મારે આજે સ્કૂલે નથી જાવું , વંદિતા એ સવારે ઉઠતાં વેત કહ્યું. રાધીકા વંદિતા ની મા સમજી ગઈ કે ઉઠવાની આળસે આવું બહાનું કાઢી રહી છે. સાતમાં ધોરણ માં ભણતી વંદિતા ભણવા અને ઇતર પ્રવૃત્તિમાં ખૂબ હોંશિયાર સ્કૂલમાં એનો દબદબો પણ વહેલું ઊઠવાનું આવે એટલે બેન ને તકલીફ થાય. આમ તો સ્કુલનો સમય બપોરનો હતો. પણ આજે સવાર જવાનું હતું સોમવારે ચુંટણી હતી તો બપોરે સ્કુલ સોંપી દેવાની હતી. પરિક્ષા માથે હોવાથી સ્કૂલમાં રજા રાખી શકાય એવું હતું નહીં. ના હો આ તારા બહાનાં મારી આગળ નહીં ચાલે ચાલ જલ્દી ઉઠી જા અને તૈયાર થઈ જા. પરિક્ષા નજીક હોય ને નીંદર જ કેમ આવે. અમે નાના હતાં છ વાગે ઉઠી ને સ્કૂલે જતાં. વંદિતા મોઢું બગાડતાં બગાડતાં બાથરૂમ મા ગઈ અને તૈયાર થઈ બહાર આવી. પણ એને મજા નોતી આવતી. ક્યારેક પેટમાં તો ક્યારેક પેટની નીચે ખૂબ દુઃખતું હતું ચુંક આવતી હતી. પણ એ સમજી ગઈ હતી. કે પહેલાં ઘણી વખત ખોટાં બહાનાં કાઢેલ તેમાં આજે ખરેખર સાચું બોલી રહી છે તે તેની મા સમજી નોતી શકતી. મા આજે ચાલીને નહીં જવાય મૂકી તો જા સાચે દુઃખે છે. રાધીકા ને થયું ચાલો મૂકી આવું અને શાક પણ લેતી આવું.
વંદિતા ને શાળા એ છોડી ને શાક લઈ ઘરે આવી ત્યાં જ ટિફિન અને નાસ્તા નો સમય થઈ ગયો હતો. વેદાંત પણ જીમ થી આવી ગયેલ. વેદાંત એટલે રાધીકા ના પતિદેવ જે સવારે વહેલાં જીમ પર ચાલ્યાં જતાં. આવી પોતાની રોજિંદા કાર્યો પૂર્ણ કરી ઓફિસ ભણી દોટ મૂકતાં. રસોડામાં રહેલ રાધીકા ને ફોન ની રીંગ સંભળાઈ પણ ફોન ચાર્જમાં હતો. વેદાંત ફોન જોવો ને મારા હાથ બગડેલાં છે હું લોટ બાંધું છું. વેદાંત પોતાના રૂટિનમાં જ વ્યસ્ત કહી દીધું કે તારે ક્યાં કોઈ મહત્વના કોલ હોય નિરાંતે જોજે હું અત્યારે છાપુ વાંચું છું. પણ રાધીકા ને થયું કે ના કદાચ ખરેખર વંદિતા ને મજા નહી હોય અને સ્કુલ થી ફોન હશે તો. ખરેખર એવું જ બન્યું અને રાધીકા એ ફોન જોડ્યો સામે થી સ્કૂલના કેરટેકર બેને ફોન ઉપાડ્યો અને કહ્યું કે વંદિતા ને શાળા થી લઇ જાવ એને પીરીયડ આવ્યાં છે. રાધીકા ચાલું ફોને જ ખોવાય ગઈ કે સાતમાં માં જ તો ભણે છે અત્યાર માં.. ફોન જેમ તેમ મૂકી વેદાંત ને કંઈ કહ્યાં વગર એણે તો ગાડી કાઢી ને સ્કૂલ જવા નીકળી ગઈ. મને તો એમ કે હજી તો વાર છે હું ૯ માં ના વેકેશનમાં થયેલ તો વંદિતા ને મારી જેમ જ હોય તો નિરાંતે એને સમજાવીશ. બિચારી ને કંઈ તો ખબર નથી કે આ શારીરિક પ્રક્રિયા છે જે છોકરી માં થી સ્ત્રી બનવાની ક્રિયાનો એક ભાગ છે. સ્કુટર ની જગ્યા એ ગાડી એટલે લીધી કે તકલીફ ઓછી થાય અને ડાઘ છુપાઈ જાય. (MMO) બિચારી શું વિચારતી હશે કેમ સમજાવીશ કે પીરીયડ માં આવવું શું છે કઈ રીતે દર મહિના આ બધું થશે. હવે શું શું ધ્યાન રાખવું પડશે. રાધીકા ને તરત એની મિત્ર કે જે ડોકટર છે તે યાદ આવી અને ચાલુ ગાડી એ જ એને ફોન કર્યો અને પરિસ્થતિ ની વાત કરી ને અત્યારે જ એને મળવા બોલાવી લીધી. સંગીતા એ કહ્યું કે ક્લિનિક પર જતાં પહેલાં આવશે. શાળા એ પહોંચી વંદિતા ને લેડીઝ રૂમમાં રાખેલ ત્યાં ગઈ વંદિતા ડઘાઈ ગયેલ મા મને કેમ અચાનક લોહી નીકળવા લાગ્યુ માં નસકોરી તો નાકમાં ફૂટે ને? રાધીકા શું કહે બસ બેગ પકડી ને વંદિતા ને ઘરે લઈ આવી. બધી જ વાત વેદાંત ને કરી અને વંદિતા ને પેડ કઈ રીતે મૂકવું એ જણાવ્યું. મા પણ આ કેમ થયું એ તો કે આજે તો સાઈકલ માં પણ નથી ગઈ કે મને ત્યાં વાગ્યું હોય અને લોહી નીકળે. રાધીકા ને થયું કે તે સમજાવે એનાં કરતાં ડોકટર સમજાવે તો સરળતા રહેશે એટલે વંદિતા ને આરામ કરવા કહ્યું અને શેકની થેલી આપી પેટ પર શેક કરવા કહ્યું. વંદિતા પણ દુખાવાના કારણે આંખ બંધ કરી સૂઈ ગઈ.
#બે_વિડિયો_માં_જરૂરી_તમામ_માહિતી_છે .. આ સિવાય પણ યુ ટ્યુબ પર ઘણાં જ વિડિયો જોવા મળશે.
https://youtu.be/jWN4GQE_vXM
https://youtu.be/ZCY7yhgmNG4