SVAPAN BHANG PART-2 in Gujarati Fiction Stories by dhiren parmar books and stories PDF | સ્વપ્ન ભંગ ભાગ-૨

Featured Books
Categories
Share

સ્વપ્ન ભંગ ભાગ-૨

(વિશ્વા સ્કુલે જાય મીતુ તેની બહેનપણી સાથે રમવાનુ મઝા કરવાની અને અચાનક અભીષેક આચાર્ય આવે ત્યાંજ વિશ્વા ઢળી પડે વધુ જાણો આગળ.... )

સાહેબ વીશ્વાના ઘરે ફોન કરે છે અને તાત્કાલીક ડોક્ટર સાહેબ નીરંજનભાઈને પણ જાણ કરે છે. જે અનાયાસે મીતલના પપ્પા છે તેજ,

”હલ્લો..કોણ?!”

”હું જીતુ.., તમે કોણ?”

”જીતુભાઈ, વીશ્વાની સ્કુલમાંથી અભીષેક આચાર્ય બોલુ છું, તમે જલ્દી સ્કુલે આવી જાવ...”

”કેમ?, શું થયું!?”

”તમે જલ્દી આવી જાવ...બસ!”

”હા, આવું છું!”

આ વાત સરીતાબહેને સાંભળતાજ તેના મનમાં ધ્રાસ્કો પડ્યો.

“કેનો ફોન હતો...!?”

”શું, થયું..?!”

“એ બધી વાત કરીશ ! તું ચાલ મારી સાથે!” બેબાકડા બનેલા જીતુભાઈ બોલી ઉઠયા અને તરતજ ઘરની બહાર નીકળી રીક્ષામાં બેસી ગયાં.

”શું થયું હશે....!?”

”શું થયું કહો તો ખરા?!”

”વીશ્વા..., આપણી વીશ્વાની સ્કુલમાંથી ફોન હતો...!”

”જલ્દી આવવાનું કહ્યું બસ..”

સરીતાબહેનના મગજમાં કંઈક અજુગતા વીચારો આવ્યા અને ફરી તેનુ શમન થઈ ગયું, કંઈક ગડમથલો ચાલી.

”શું થયું હશે !”

”આમ કેમ અચાનક...?!”

”વીશ્વાને કંઈ થયું તો નહિ હોય ને!?” અગણીત સવાલોના મારા તેના મગજમાં પડઘા પાડવા માંડ્યા એવામાં તો તે વીશ્વાની સ્કુલે પહોંચી ગયાં, ત્યાં એમ્બ્યુલન્સના સાયરન સરીતાબહેનના મગજને ટંટોળતા હતા, તેનીતો બુધ્ધીજ જાણે ચાલી ગઈ.

“શું છે?!, સાહેબ!”

”શું થયું વીશ્વાને?!” અભીષેક એકીધારો સવાલ પુછતો હતો.

”કઈં નથી!, બધું સારુ થઈ જશે”

”હોસ્પીટલે ચાલો જલ્દી!” નીરંજન, ડો.નીરંજન બબડી ઉઠ્યાં

અભીષેક આચાર્ય સીધા વીશ્વાને ખોળામાં તેડીને એમ્બુલન્સમાં સુવાડે છે.

”શું થયું વીશ્વાને?!”

”હેં....નીરંજનભાઈ બધું સારુ તો છે ને?!” જીતુ જાણે જેલના કેદી પર બરાડા પાડતો હોય તેમ બરાડા પાડી ઉઠયો

સરીતાબહેનતો એમ્બ્યુલન્સમાં સુવાડેલી વીશ્વાની પાસે જઈને બંધ આંખો જોતા, માથા પર હાથ ફેરવતા રહ્યા અને આંખોમાંથી ગંગા-જમના વરસવા લાગી જાણે આજે ભરઉનાળે ધોમધખતા તાપમાં ‘માવઠાનાં’ એંધાણ વરતાવા લાગ્યાં.

હોસ્પીટલમાં નીરંજનભાઈ સીધાજ નર્સને, પોતાના ટેબલ પર વીશ્વાને સુવાડવાનો ઈંગીત(ઈશારો) કરે છે. નર્સ હજી તો.... ત્યાંતો વીશ્વા આંખો ખોલીને રડવા માંડે છે, અને આ ક્યાં આવી ગઈ એ નીહાળીને અચંબો પામે છે

”અંકલ તમે...! હું ક્યાં છું!?”

”મીતુ મારી બહેન...મીતુ...!ક્યાં છે તું?!”

ડો. નીરંજન તેને આશ્વાસન આપીને ફરીથી ટેબલ પર સુવડાવે છે અને ઓફીસ બહારથી સરીતાબહેન તથા સાથે આવેલી મીતુને અંદર બોલાવે છે.

”થોડા ટેસ્ટ કરવા પડશે!”

”કેમ!, શું થયું છે પપ્પા વીશ્વાને?!” મીતુ વચ્ચેજ બોલી ઉઠેછે.

”કઈં નહિ બેટા, તમારી વીશુને કશુંજ નથી થયું હો....”

તે વીશ્વાને તપાસવા લાગે છે અચાનક તેની નજર મીતુ પર પડે છે અને બોલ્યાં

”બેટા, તું બહાર જાતો જરા...!” નીરંજનસાહેબ થોડા કડકાઈ ભર્યા સ્વરમાં મીતુને બહાર જવા સુચવે છે, મીતુને નર્સ તરતજ બહાર લઈ જાય છે.

“શું વાત છે નીરંજનભાઈ?!” જીતુ બોલી ઉઠયો

“કઈં નથી, બલ્ડ ટેસ્ટ કરીએ બધી વાતો આપોઆપ બહાર આવી જશે” એમ કહીને ડો.નીરંજન હાથમાં ઈંજેક્શન લઈને વીશ્વાના શરીરમાંથી થોડું લોહીનું સેમ્પલ લે છે. ખુબ રડી-રડીને થાકેલી વીશ્વા પોતાના મમ્મીના ખોળામાં એક નીશ્ચીંત શ્વાસ લે છે

“સારુ તો થઈ જશે ને નીરંજનભાઈ?!” કેબીનમાંથી બહાર આવતાં જીતુ હજી એજ સવાલ પર અટકી પડ્યો હતો, બહાર મીતુ, સરીતાબહેન અને અભીષેક અધીરાઈથી તેના જવાબની રાહ જોતા હતાં.

(ડો.નિરંજનના ઘર પર)

નિરંજન! કેમ આજે થાકી ગયા હો એવું લાગે છે!?” સાડીનો પલ્લું સરખું કરતી નિરંજનભાઈની પત્ની દિવ્યાએ પુછ્યું

”મીતુ ક્યાં? દિવ્યા”

“એ તો ક્યારની સુઈ ગઈઈ..!”

“તને કાંઈ કહેતી હતી”

“હા”

“શું..?”

“વીશુને આજે કાંઈ થયું હતું..!?”

“હા”

“આખરે વાત શું છે!?”

(ક્રમશ......)

(વિશ્વા બચશે કે કેમ? શુ થશે? તેને કોઈ બીમારી છે કે કેમ? વધુ જાણવા વાંચો ભાગ-૩)