ek di to aavshe..! - 5 in Gujarati Fiction Stories by Mewada Hasmukh books and stories PDF | એક દી તો આવશે..! - ૫

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

એક દી તો આવશે..! - ૫

"જીન્દગી અને મનગમતા પતંગિયા,
ઉડી ગયા પછી હાથ નથી આવતા..!!"


એક દી તો આવશે...!!
ભાગ - ૫,

છેવટે, અમુ નિશાળ ન ગયો...અને ખેતરે જ એક ભેંસ અને બે ગાય ને લઈ આખો દિવસ ચરાવા જતો..ને મોજ કરે જતો...!!

વેલો ને સમુ પણ...એકના એક છોકરા ને હીરા ની જેમ સાચવતા સમય પસાર કરતા હતા.
ધીમે ધીમે સમય પસાર થતો ગયો..

એકાદ બે વરહ આમ જ નીકળી ગયા..અમુ આઠ વર્ષ નો થઈ ગયો...ગીતા પણ ચાર વરહ ની થઈ ગઈ હતી..!

વરસાદ ની અછત વર્તાતા..સુકો દુકાળ ભાસી રહ્યો હતો..પાણી ના તળ ઊંડા જતા રૂપા પટેલ પણ પૂરતું પાણી આપી શકતા નઈ..
વેલો પોતાનું ભરણપોષણ થાય એટલું વાવતો..ને સમુ ની હારે એ..ને સુખ ની શેર ઉડાડતો મોજ થી રહેતો...

આમાં એક દી રાત્રે ડેરી એ દૂધ ભરાવા જતા..વેલાને વિમલ શેઠ નાં વાવડ મળ્યા.વેલા એ વિમલ શેઠ ની વાત સમુ ને કહી...સમુ એ વેલા ને કહ્યું કે શેઠ ને કાને વાત મુકજો..
કે અમુ ને પણ શહેર માં કામ શીખવા લઈ જાય. શહેર ના પાણી માફક આવશે તો થોડો બદલાશે..ને બે પૈસા કમાતો થાસે..

વેલા ને સમુ ની વાત હૈયે બેઠી.મનોમન હરખાઈ વેલો બોલ્યો." હા,શેઠ ને કાલે હવારે જઈ મળી આવું.શેઠ નાં નહિ પાડે"

સમુ ને વેલો અમુ ને શહેર મોકલવાના સપનાં જોતાં જોતાં સુઈ ગયા...

વેલો સવાર ના થોડો ડોળ માં થઈ..અમુ ને પણ હાથ પગ ધોવરાવી માથાના વાળ સરખા કરી.ધોયેલા કપડા પહેરાવી વિમલ શેઠ નાં ઘરે ગયો.

શેઠ આરામ ખુરશી પર બેઠા બેઠા શીંગ ને ગોળ નો દેશી નાસ્તો કરી રહ્યા હતા.અમુ અને વેલો સામે ઓટલા પર બેસી ગયા.

"વેલા, હું આ વખતે દસ દી રોકવાનો છું..છોકરા ઓ પણ આવવાના છે તો સવાર સાંજ 2 લિટર દૂધ જોઈશે."

"હો,શેઠ આપી જાઉં"
વેલો અમુ ને ખભે હાથ મૂકતા બોલ્યો..

"શેઠ, મારો અમુડો નિશાળ જતો નથી..ને હવે ખેતી માં પણ પાણી નીસા જતા રહ્યા સે તો કંઈ રહ્યું નથી.તો તમે કોક જગા એને ગોઠવો"
વેલો બે હાથ જોડી આજીજી કરી શેઠ ને વિનતી કરતા બોલ્યો

"વેલા પણ હજુ નાનો છે. થોડો મોટો થવા દે પસી લઈ જાઉં.ને ક્યાંક દુકાન માં સેટ કરી દેશું."
શેઠ અમુ સામે જોતા બોલ્યા.

"શેઠ,મારે કઈ મજૂરી નથી જોઇતી.બસ એને તમે જ લઈ જાઓ.થોડો હોશિયાર થાસે તો પસી મને ટેકો કરશે"
વેલો થોડા દબાતે અવાજે બોલ્યો

"હારું વેલા..છોકરા ને આવા દે..પસી તમે કેવડાવું." શેઠ ઊભાં થતાં બોલ્યા..

વેલો ને અમુ ખેતર નાં રસ્તે પડ્યા..

બપોરે ભાત ટાઈમ વેલા ની નજર વારેવારે અમુ ને જોઈ રહી હતી..
ને સપનાં નાં વાવેતર કરી રહી હતી...

બે દિવસ માં શેઠ નાં પુત્ર મુંબઈ થી પરિવાર સાથે આજે સવારે ગામમાં આવી પહોંચ્યા હતાં..
શેઠ પોતાના પૌત્રો ને લઈ વેલા નાં ખેતરે પહોંચ્યા..
વેલો શેઠ નાં પૌત્રો ને જોઈ રાજી રાજી થઇ ગયો..
શેઠ નાં પૌત્રો ને પણ ખુલ્લું હરિયાળું મેદાન મળી ગયું રમવા માટે..તો ક્યારે સમય પસાર થયો ખબર જ ન પડી..

અમુ ને પણ શહેરી છોકરા સાથે ધીંગા મસ્તી માં મઝા પડી ગઈ..
હવે તો શેઠ નાં છોકરાને સવારે વહેલા વેલા નાં ખેતર માં ગાડી મૂકી જતી...બપોરે જમવાના ટાઈમે ગાડી લેવા આવી જતી..ને પાછા ખેતરે મૂકી જતી..
અમુ ને ગાડી માં બેસવાની ઈચ્છા થઈ આવતી..પણ..એ શરમાળ પણ હતો..તો ઈચ્છાઓને મારવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

બે દિવસ પછી શેઠ સપરિવાર મુંબઈ જવાના હતા..તો શેઠ ને ફરીથી યાદ અપાવવા સમુ એ વેલા ને કહ્યું..

વેલો શેઠ નાં ઘરે જઈ..વિમલ શેઠ ને મળ્યો..ત્યારે વિમલ શેઠ નો છોકરો પ્રકાશ હાજર હતો..વેલા ની નિર્દોષ નજર અને લાચારી જોઈ શેઠ અમુ ને લઈ જવા તૈયાર થઈ ગયા...

સહુ નો આભાર..!!
હસમુખ મેવાડા..


દર રવિવારે વાંચો..
બસ કર યાર...!!
સંવેદન પ્રેમ સ્ટોરી