Challenge - 12 in Gujarati Fiction Stories by Kanu Bhagdev books and stories PDF | ચેલેન્જ - 12

Featured Books
Categories
Share

ચેલેન્જ - 12

ચેલેન્જ

કનુ ભગદેવ

(12)

મૂનલાઈટ ક્લબ…!

ઉષા ચુપ થઇ ક તરત જ દિલીપ ઊંડા વિચારમાં ગરકાવ બની ગયો.

અજીત મર્ચન્ટ અને દીનાનાથ, અજીતના કહેવા પ્રમાણે સાળા-બનેવી થતા હતા. રાજેશ્વરીને નશાની લતે પહોંચાડનાર માણસનું વર્ણન દીનાનાથે બલરામપુર ખાતે દિલીપન જણાવ્યું હતું, તે આબેહુબ ખુદ એના જ બનેવી અજીતને મળતું આવતું હતું. વધુમાં દીનાનાથે કહ્યું હતું કે મારી પુત્રીની પાછળ પાડનાર આ બદમાશનું નામ હું જાણતો નથી. દીનાનાથની આ વાત નજર સામે રકીએ તો એ બદમાશનું નામ અજીત મર્ચન્ટ નહીં પણ કોઈક બીજો જ હોવો જોઈએ. અને અજીતના કમભાગ્યે જોગાનુજોગ જ આ વર્ણન તેને બંધબેસતું આવે છે. તો આ સંજોગોમાં એ બીજો માંનાસ્સ એટલે કે દીનાનાથે કહેલા મૂળ બદમાશને તો શોધવો જ પડશે. શું ખૂન એણે જ કર્યું છે? કે પછી કોઈક બીજાએ? તો એબીજો કોણ? ખૂની ગુલાબરાયનો કોઈક મળતિયો પણ હોઈ શકે. નશાકારક પદાર્થો વેચનારા બદમાશોની પીઠ પર ગુલાબ્રયનો હાથ છે. પોતે (દિલીપ) આ ધંધાના મૂળમાં રેલ બદમાશોને શોધી ન કાઢે એટલા માટે ગુલાબરાયે દીનાનાથની પુત્રી રાજેશ્વરી ઉર્ફે આરતી જોશીનું ખૂન કરાવી નાંખ્યું હોય તો એ બનવાજોગ છે. પોતેરજેશ્વરી સુધી પહ્હોંચીને તેની પાસેથી નશાકારક દ્રવ્યોનો વેપાર કોણ કોણ કરે છે એની માહિતી મેળવે તટે પહેલાં જ ગુલાબરાયે એનું કાસળ કઢાવી નાંખ્યું.

મહત્વની વાત છે ખુનનો સમય! સવા દસથી સાડા દસના અર્સમમાં આરતીને ત્યાં કોઈક અજ્ઞાત વ્યક્તિનો ફોન આવ્યો હતો. આ એ ફોન હતો કે જેને ઉષા અને સરલા પોતાનો (દિલીપનો) ફોન માની બેઠી હતી. તો એ ફોન કરનાર કોણ? હેમલતાએ આરતીની બાલ્કનીમાંથી પોતાની બલ્ક્નીમમાં કુદકો મારીને નાસી જતો જોયો હતો તો આ રીતે પોતે પણ કુદીને ગયો હતો. એ જ રીતે ખૂની પણ પોતાની બાલ્કનીમાં કુદીને નાસી ગયો હશે? વિચારતાં વિચારતાં સહસા દિલીપને યાદ આવ્યું કે પોતે જયારે હોટલમાં પાછો ફર્યો ત્યારે ડ્રેસિંગ ટેબલ પરથી દીનાનાથે બલરામપુર ખાતે આપેલો રાજેશ્વરીનો ફોટો ગુમ થઇ ગયો હતો અને બહાર જતી વખતે પોતે બાલ્કની તરફ ઉઘડનારું બારણું ઉઘાડું મૂકી ગયો હતો તે પાછો આવ્યો ત્યારે બંધ હતું. ચોક્કસ ખુનીએ જ પોતાની ગેરહાજરીમાં આવીએન બારણું બંધ કર્યું, બાથરૂમમાં જઈ, પોતાના ટુવાલથી લોહીના ડાઘા દુર કર્યા અને ટેબલ પરથી રાજેશ્વરીનો ફોટો ઉઠાવી, રૂમની બહાર નીકળી, લોબીમાં થઇ, સીડી ઉતરીને હોટલના આગલા કે પછી પાછલાં, કોઈ પણ એક માર્ગેથી તે બહાર નાસી છૂટ્યો. અહીં આવીને રહસ્ય વધુ ઘૂંટાય છે. ખુનીએ રાજીશ્વરીનો ફોટો શા માટે તફડાવ્યો? એને શું જરૂર પડી? પુષ્કળ વિચાર્યા પછી પણ આ સવાલનો જવાબ દિલીપને મળ્યો નહીં. છેવટે તે એવી માન્યતા પર આવ્યો કે આ એક જ સવાલના જવાબમાં ખૂનનું કારણ અને ખૂની છુપાયો છે. આ સવાલનો જવાબ મળે તો બધો ભેદ ઉકેલાઈ જાય તેમ છે. ખૂની વિલિયમ, સરલા, હેમલતા, ગુલાબરાય, દલપતરામ અને કુળ ઉસ મહેતા પોતે પણ હોઈ શકે છે. અજીત મર્ચન્ટ પણ હોઈ શકે છે. આ શંકાની પરિધિમાં આવેલાં પાત્રો!

દિલીપને પોતાનું માથું ફરતું લાગ્યું.

‘તમે શું વિચારમાં પડી ગયા છો?’ સહસા ઉષાનો અવાજ સાંભળીને તે વિચારધારામાંથી બહાર આવ્યો.

‘ખાસ કંઈ નહીં’ દિલીપે આળસ મરડતાં કહ્યું. એની આંખમાં થાક અને ઉજાગરાનો કંટાળો હતો. આ જોઇને ઉષા ચા બનાવી લાવી. બંનેએ તેનાં ઘૂંટડા વચ્ચે ફરીથી વાતો શરુ કરી દીધી.

‘તમે ત્યાંથી આવ્યા બાદ પાછળથી આરતી અને સરલા વચ્ચે સખત બોલચાલી થઇ હોય અને આવેશમાં આવીને સરલાએ આરતીનું ખૂન કરી નાંખ્યું હોય એવું ન બને?’ દિલીપે કહ્યું.

‘હેં…?’ ઉષા સહેજ ચમકીને બોલી, ‘ના...હું એમ નથી માનતી. તમને જનીનેનાવાઈ લાગશે પણ સરલાને પણ નશો કરવાની કુટેવ પડી ગઈ છે. સ્મોક વગર તેને ચાલતું નથી અને તેને જોની પોતે જ સ્મોક પૂરી પાડે છે. ખાસ તો એટલા માટે જ સરલા જોનીને છોડવા નથી માંગતી.’

‘તો આવા જ કોઈ નશામાં એણે આરતીનું ખૂન નહીં કર્યું હોય તેની શી ખાતરી?’ દિલીપે પૂછ્યું.

‘આ જમાનામાં કોણ ક્યારે શું કરી બેસશે એ વિષે કહેવું ખુબ જ મુશ્કેલ છે.’

‘સમજ્યો…’ દિલીપ બોલ્યો, ‘તમે આરતીને સારી રીતે ઓળખતા હતા?’

‘હા...અમે બંને અઠવાડિયામાં બે-ત્રણ વખત મળતાં હતાં.’

‘એનું અંગત જીવન કેવુંક હતું? અને અહીં તે પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવતી હતી? શું તે કોઈ નોકરી કરતી હતી?’

‘ના તે અભિનેત્રી બનવા ઈચ્છતી હતી પણ એનામાં જરાય અભિનય ક્ષમતા નથી. અલબત્ત, તે પોત્તાની જાતને ખુબ જ સારી અભીનેત્રી માનતી હતી. ફિલ્મમાં કામ મેળવવા માટે તે એક શહેરમાંથી બીજા શેરમાં જઈને સ્ટુડીઓના ચક્કર લગાવતી હતી.પછી એના કહેવા મુજબ અચાનક જ એને એક ફિલ્મ પ્રોડ્યુસરનો ભેટો થયો. એના જ એટલે કે આરતીના કહેવા પ્રમાણે એ પ્રોડયુસરને એનામાં અભિન્નાય શક્તિની સારી સૂઝ દેખાઈ. એણે એને અભિનેત્રી બનાવવાનું વચન આપ્યું. એટલું જ નહીં, એ તેની પાછળ નાણા ખર્ચવા પણ તૈયાર થઇ ગયો હતો. તમે કદાચ નહીં જાણતા હો મિસ્ટર દિલીપ, પણ આરતી લલિતપુરમાં અભિનયની તાલીમ લેવા માટી જ આવી હતી. એના અહીં રહેવાનો તમામ ખર્ચ એ પ્રોડ્યુસર ભોગવતો હતો. પોતાના અંગત જિંદગી વિષે આરતી બહુ વાતો નહોતી કરતી. પણ જયારે તે અહીં ન્નાવી નવી આવી હતી, ત્યારે કોઈક જબરદસ્ત માનસિક આઘાતથી પીડાતી હોય એવું મને લાગ્યું હતું. જિંદગી અને આ સંસારથી તટે કદાચ્ચ થાકી ગઈ હતી. અભિનેત્રી બનવામાં સાંપડેલી નિષ્ફળતાને કરને તે એક વખત આપઘાતનો પ્રયાસ પણ કરી ચુકી હતી. પણ સદભાગ્યે કોઈક પ્રોડ્યુસરે એને બચાવી લીધી અને જિંદગી જીવવા માટે પ્રોત્સાહિત કરી. એ ભલા પ્રોડ્યુસરે તેને પૈસા આપીને અહીં લલિતપુર અભિનયની તાલીમ લેવા માટે મોકલી આપી. ખરેખર આવા પ્રોડ્યુસરો કોઈ નસીબદાર ને જ મળે. એક બાપની જેમ એણે આરતીની પ્રાગતીમાં રસ લીધો હતો. અહીં આવ્યા બાદ તે શરુ શરૂમાં ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાં તાલીમ લેવા જતી પણ પછી એણે ત્યાં જવાનું બંધ કરી દીધું હતું. કોણ જાને અભિનેત્રી બનવાનો એનો શોખ તદ્દન ઉતરી ગયો હતો.’

‘હું…’ દિલીપે કહ્યું, ‘તમારી અને આરતીની સાથે સરલા કેવી રીતે આવીને ભળી ગઈ?’

‘લે, કર વાત…! આવવાનો અને આવીને ભળવાનો સવાલ જ ઉભો નથી થતો. હું અને સરલા બંને બહેનપણીઓ છીએ અને એક જ ઓફિસમાં નકરી કરીએ છીએ. આરતી સાથે સર્લાનનો પરિચય મેં જ કરાવ્યો હતી. પણ આરતી મારા જેટલી ગાઢ મિત્રાચારી તેની સાથે ન કેળવી શકી. અને એમાં પણ જયારે જોની આરતી તરફ ઢળ્યો ત્યારે એ બંને ભાગ્યે જ એકબીજાને મળતી હતી. અલબત્ત, આરતીના મનમાં કંઈ જ નહોતું અને કંઈ છે જ નહીં એવું પુરવાર કરવા માટે જ એણે અમને બંનેને પોતાને ત્યાં ડીનર માટે બોલાવ્યા હતા. જોનની સાથે પોતાને કંઈ જ સંબંધ નથી એની ખાતરી આરતી સરલાને કરાવી દેવા ઈચ્છતી હતી.’

‘આ જોની કેવો માણસ છે?’ દિલીપે પૂછ્યું.

‘એકદમ નફફટ, વિશ્વાસઘાતી અને લબાડ…!’

‘તો પછી આરતી શા માટે તેના પ્રત્યે આકર્ષાઈ હતી?’

‘કદાચ ડ્રગ્સને કારણે…! એ નશો કરતી હતી કે નહીં એની મને ખબર નથી પણ જોની સાથે સંબંધ રખવાનું આ એક જ કારણ હોય એવું મને લાગે છે.’

‘અરે વિષે એણે શું કહ્યું હતું?’

‘એ કહેતી હતી કે તમે બહુ મજાના, પરગજુ અને ઉદાર માણસ છો. તમને જોઇને પહેલી જ નજરે તે તમને ચાહતી થઇ ગઈ હતી.’

‘ઠીક છે…’ દિલીપે કહ્યું, ‘અત્યારે તો હું જોની વિષે પૂરી માહિતી જાણવા માંગુ છું. ઉપરાંત આરતી અહીં કઈ જાતનું જીવન જીવતી હતી એ વિષે પણ જાણવા માંગુ છું. એમાંથી જ મને ખૂનીના સગડ મળી આવશે.’

‘સાચી વાત છે.’ ઉષા વિચાર્વશ અવાજે બોલી, ‘આરતી વિષે હું તમને એક મજાની વાત કહું. તે હંમેશા મારી પાસે અક્ષત કુમારીકા હોવાનો દાવો કરતી હતી એટલે હું માનું છું કે જોની એટલા માટે જ તેનામાં રસ લેતો હતો. બાકી હકીકતમાં આરતીને ચાહતો જ નહોતો. પોતાની કુએવને કરને એ પોતાના પરિચયમાં આવતી દરેક સુંદર યુવતીઓને ચાહવાનો માત્ર ડોળ જ કરતો હતો. એની આવી દીલ ફરેબ વાતોમાં સરલા જેવી ભોળી છોકરીઓ ફસાઈ જતી હતી. હવે જોની વિષે વધુ સાંભળો. એની ઉંમર આશરે ચોવીસ-પચીસ આસપાસની છે. દેકાવે રાખોડી બાંધાનો મજબુત માણસ છે ચહેરા પરથી જ એ બદમાશ હોવો જોઈએ એવું નાનું છોકરું પણ સમજી શકે તેમ છે. કૈફી પદાર્થોનો નશો કરવાની એને ટેવ છે.’

‘એ શું કામકાજ કરે છે?’

‘એને ફક્ત એક જ કામ આવડે છે. ઉસ્માનપુરા વિસ્તારમાં નશાની કુટેવ વાળા માણસોને તે કૈફી દ્રવ્યો આપવા માટે લઇ જાય છે. ઉસ્માનપુરામાં મૂનલાઈટ ક્લબ નામની એક બદનામ ક્લબ છે. આ ક્લબમાં જુગારખાનું, શરાબ બાર એ હેરોઈન, ચરસ, સ્મેક વિગેરે નશા અતે એક જુદો જ હોલ છે. નશાખો સ્ત્રી-પુરુષો ત્યાં બેસીને પોત-પોતાની જરૂરિયાત મુજબના દ્રવ્યોનો નશો કરે છે. કલબનો સંચાલક પોલીસખાતામાં અને છ્હેક ઉપર સુધી જબરી લાગવગ ધરાવે છે એટલે પોલીસ આંખ આડા કાન કરે છે. ક્લબ તરફથી લાગતા વળગતા અધીકારીઓને ઘેર બેઠા હપ્તાની રકમ પહોંચી જાય છે. કલબની વિશાળ ઈમારતનો બહારનો દેખાવ એકદમ બિસ્માર છે. પણ અંદરથી આ ક્લબ એટલી જ સુસર્જીત છે. અગાઉ આરતી અહીં આવી ત્યારે બીજા જ અઠવાડિયે આ ક્લબમાં અમારી સાથે આવી હતી. જોની મને, સરલાને અને આરતીને ત્યાં લઇ ગયો હતો. જોકે સરલા અગાઉ પણ ત્યાં જઈ આવી હતી. એ ક્લબ એટલીબધી રેઢિયાળ છે કે મને કદાપી બીજી વાર ત્યાં જવાનું મન નથી થયું. સેક્સનું આટલું બધું કારબ અને વીકૃત રૂપ મેં અગાઇ ક્યારેય નહોતું ઓયું. મારી જેમ આરતીને પણ ભયંકર સુગ ચડી ગઈ હતી. પણ એ વખતે તે ચુપચાપ બેસી રહી.’

‘ઠીક છે…’ થોડી વાર વિચાર્યા પછી દિલીપે કહ્યું, ‘હવે હું જોનીને મળવા માંગુ છું અત્યારે તે ક્યાં મળશે એ વાત તમે સરલાને ફોન કરીને પૂછી લો.’

ઉષા ટેલીફોન સ્ટેન્ડ તરફ આગળ વધી ગઈ. પછી રીસીવર ઊંચકીને એણે સરલાનો નંબર મેળવ્યો. સામે છેડે કેટલીયે વાર સુધી સતત ઘંટડી વાગતી રહી.

એણે ત્રણ-ચાર વાર ફરીથી ટ્રાય કરી જોઈ.

પરિણામ શૂન્ય.

સામે છેડેથી કોઈ રીસીવર ઊંચકતું જ નહોતું.

છેવટે એણે રીસીવર યથાસ્થાને મૂકી દીધું અને વિચાર્વશ ચહેરે પાછી આવીને દિલીપ સામે બેસી ગઈ.

‘સરલાને ત્યાં કોઈ જવાબ નથી આપતું.’ ઉષાના અવાજમાં ચિંતાનો સુર હતો, ‘ભગવાન જાણે શું થયું હશે.’

‘કંઈ નહીં થયું હોય.’ દિલીપ બોલ્યો, ‘એ ક્યાં બહાર ગઈ હશી.’

‘અત્યારે…!’ ઉષાએ ચિંતાતુર અવાજે પૂછ્યું.

દિલીપ કંઈ જવાબ આપે એ પહેલાં જ ટેલીફોનની ઘંટડી રણકી ઉઠી.

‘અત્યારે કોનો ફોન હશે.’ દિલીપ બબડ્યો.

‘ભગવાન જાણે.’ હવે અવાજની સાથે સાથે ઉષાનો ચહેરો પણ બેહ્હદ ચિંતાતુર બની ગયો હતો, ‘જવાબ આપું?’

‘હા…’ દિલીપે કહ્યું, ‘પણ ફોન કરનાર ભલે ગમે તે હોય તેને મારે વિષે કશું યે કહેશો નહીં.’

ઉષા ઉતાવળે પગલે ટેલીફોન સ્ટેન્ડ પાસે પહોંચી ગઈ. કોઈક અજ્ઞાત ભાવનાથી પ્રેરાઈને દિલીપ પણ તેની પાછળ ગયો.

‘હલ્લો…’ ઉષાએ રીસીવર ઊંચકીને કહ્યું. બે-પાંચ ક્ષણો પછી તે બોલી, ‘ઓહ, જોની ટુ છો એમ ને? ત્યારબાદ થોડી પળો સુધી સામે છેડેથી કહેવાતી વાત સાંભળીને એ ફરીથી બોલી, ‘એટલે? તું કહેવા શું માંગે? પોલીસ મારે ત્યાં શા માટે આવે?’ કહી માઉથપીસ પર હથેળી દબાવીને એણે પ્રશ્નાર્થ નજરે દિલીપ સામે જોયું.

‘તમે એણે વાતોમાં રોકી રાખો.’ દિલીપ ખુબ જ ધીમા પણ સ્પષ્ટ અવાજે ઉષાના કાનમાં બોલ્યો, ‘પોલીસ કે બીજી કોઈ વાત વિશે તમે કશું યે જનતા નથી એવો એખાવ કરીને જોની ક્યાં મુઓ છે તે એની પાસેથી જાણી લો.’

‘ના…’ માઉથપીસ પરથી હાથ ખસેડીને એણે કહ્યું, ‘સરલા તો મને આરતીને ઘેર જ મળી હતી. પછી નથી મળી. પણ ટુ શા માટે પૂછે છે? કોઈ બખેડો થયો છે?’ ચુપ થઈને તે જોનીનોઓ અવાજ સાંભળવા લાગી.જોની ચુપ થયો કે તરત જ એ ફરીથી બોલી, ‘મારે ત્યાં આવીને તને શા માટે મળવું જોઇએ? એવી કઈ વાત હોઈ શકે?’ ફરી એકવાર ઉષાએ માઉથપીસ પર હાથ મુક્યો અને દિલીપના કાનમાં ધીમેથી બોલી, ‘જોની મને કોઈ પણ જાતનું કારણ આપ્યા વગર ફક્ત જરૂરી કામ છે એટલું જણાવીને હમણાં જ મુનલાઈટ ક્લબમાં બોલાવે છે.’

‘એને કહો કે મારે ઘેર મહેમાન છે એટલ એણે એકલા મુકીને હું કોઈ પણ સંજોગોમાં આવી શકું તેમ નથી. છતાય જો મારે ત્યાં આવવાની જરૂર હોય જ તો હું મારા મહેમાનને લઈને આવી શકું તેમ છું. પણ એકલી તો કોઈ સંજોગોમાં અવાય તેમ નથી.’ દિલીપે એના કાનમાં શીખવ્યું.

દિલીપની વાત એણે તરત જ જોનીને જણાવી દીધી.

‘ના...તું એણે નથી ઓળખતો!’ જોનીનો જવાબ સાંભળ્યા પછી એના એક પ્રશ્નના જવાબમાં ઉષાએ કહ્યું, ‘હેં…? ના...ભલે...હા...હા...હું બને એટલી જલ્દી મારા મહેમાન સાથે આવું છું.’

‘વાતચીત પરથી જોની ખુબ જ ગભરાઈ ગયો હોય એવું લાગે છે.’ રીસીવર મુક્યા પછી દિલીપ સામે જોઈ ને ઉષા બોલી, ‘જાણે મારો બોસ હૂય એવા આદેશાત્મક અવાજે એણે મને તાબડતોડ આવી પહોંચવા કહ્યું છે. જો હું નહીં આવું તો એનું પરિણામ ખુબ જ ગંભીર આવશે એવી ધમકી પણ એ લબાડે ઉચ્ચારી હતી.’

‘વાંધો નહીં. આપણે એની ખો ભુલાવી દેશું. તમે ઝપાટાબંધ તૈયાર થઇ જાઓ. આપણે બનતી ઝડપે મુનલાઈટ ક્લબમાં પહોંચી જવાનું છે.’

હકારમાં માથું હલાવીને ઉષા તૈયાર થવા માટે અંદર ચાલી ગઈ.

પાંચ મિનીટ પછી બંને સડક પર ફૂટપાથ પાસે ઉભા રહીને ટેક્સીની રાહ જોતા હતા. દિલીપે અમસ્તી જ ઉપર નજર કરી.

સ્વચ્છ આકાશની કેદમાંથી પ્રભાતનું પહેલું કિરણ ધરતી પર ઉતરતું હતું.

સડક પર જોકે હજુ અંધારું હતું. પણ એકલદોકલ રાહદારીઓની આવ-જા શરુ થઇ ચુકી હતી.

થોડી વાર પછી તેઓને એક ખાલી ટેક્સી મળી ગઈ.

બંને તેમાં બેસી ગયા. દિલીપે ટેક્સીના ડ્રાયવરને મુનલાઈટ ક્લબ જવાનું જણાવી દીધું.

ડ્રાયવરે મહુ હલાવી, ટેક્સી સ્ટાર્ટ કરીને દોડાવી મૂકી.

‘સાંભળો…’ દિલીપ ટેક્સી બહાર નજર દોડાવતો ઉષાને સમ્ભોધીને બોલ્યો, ‘જોની જો મારે વિષે તમને પૂછે તો હું તમારો નવો નવો બોયફ્રેન્ડ છું, એમ તમે કહી દેજો. અને મારી સ્વભાવ ઘણો શંકાશીલ છે એવું પણ તમે વા વટમાં તેને જણાવી દેજો. જોની તમારી સાથે એકાંતમાં વાત કરવા ઈચ્છશે એટલા માટે પાણી પહેલાં જ પાલ બાંધી દેજો. તમારા બંનેની વાથીત વખતે હું હાજર રહી શકું એવો પ્રયાસ કરજો. ઉપરાંત આરતીના મૃત્યુ વિષે તમે કંઈ જ નથી જાણતા એ વાત યાદ રાખજો. જરૂર પડે તો તમે એણે કહી દેજો કે સરલાને આરતીના ફ્લેટમાં મુકીને હું એકલી જ મારે ઘેર ચાલી આવી હતી.’

‘ભલે…’ કહીને ઉષાએ પૂછ્યું, ‘જોની શું વાત કરવા માંગતો હશે એ વિષે તમે કોઈ અનુમાન કરી શકો?’

‘હા…’

‘શું...?’

‘આરતીના ફ્લેટની બહાર બારણા પાસે લોબીમાં આરતી અને તેની વચ્ચે બોલાચાલી થઇ હતી અને તેણે આરતીને ભયંકર પરિણામ આવશે એવી ધમકી ઉચ્ચારી હતી એ વિષે તમારે પોલીસને કંઈ જ કહેવું નહીં એટલું જણાવવા ખાતર જ જોની તમને અત્યારે મુનલાઈટ ક્લબ બોલાવે છે એમ હું માનું છું. એ ખૂની છે કે નહીં તે તો હું નાથ્હી જાણતો પણ એણે આરતીને જે ધમકી આપી હતી એ જો તમે પોલીસને જણાવવી દો તો પોલીસને ચોક્કસ તેના પર શંકા આવે જ. એટલે જ તમારી જીભ સીવેલી રાખવાં માટે એ તમને બોલાવે છે એમ હું માનું છું. અને તમે પણ એની દરેક વાત માન્ય રકવાનો દેખાવ કરીને તેને આરતીના ખૂન વિષે કેવી રીતે ખબર પડી એ જાણવાનો પ્રયાસ કરજો.’

‘ભલે…’ ઉષાએ જવાબ આપ્યો.

ટેક્સી ઉસ્માનપુરા વિસ્તારમાં દાખલ થઈને થોડી વાર પછી એક મોટા ફતાકમાં પ્રવેશીને, અંદર વૃક્ષોથી ઘેરાયેલા ભાગની વચ્ચે જઈને ઉભી રહી ગઈ. ફાટક પર મુનલાઈટ ક્લબનું નામ નિયોન સાઈન લાઈટથી ચમકતું હતું.

ઉષાએ ટેક્સી ડ્રાયવરને વૃક્ષો વચ્ચેથી પસાર થતા માર્ગ પાસેથી પાછળના ભાગમાં ટેક્સી ચલાવવાનો સંકેત કર્યો.

ટેક્સી એ જુના-પુરાના કિલ્લા જેવી વિશાળ, ત્રણ માળની જર્જરિત ઈમારતના પાછળના ભાગમાં આગળ વધી ગઈ. પાછલાં ભાગમાં પણ ઊંચા ઊંચા વૃક્ષો વચ્ચે બહુ મોટું કમ્પાઉન્ડ હતું. એ વખતે ત્યાં આઠ-દસ મોટરો, એટલાં સ્કુટર અને મોટર-સાયકલો પડ્યા હતા.

ત્યાન્ન પહોંચ્યા પછી એ ઈમારતમાં કો ક્લબ ચાલતી હોય એવું દિલીપને લાગ્યું નહીં. ઈમારતના બારી-બારણામાંથી પ્રકાશની કોઈ જ રેખાઓ ચમકતી નહોતી, તેમ કોઈ પણ જાતનો અવાજ અંદરથી બહાર આવતો નહોતો. ચારે તરફ સન્નાટો હતો. કમ્પાઉન્ડમાં પડેલા વાહનો પરથી અંદર ઘણાબધા માણસો હોય એવું પુરવાર થતું હતું. ઈમારતના પાછલાં દરવાજા પર લાલ રંગનો એક નાનકડો બલ્બ ટમટમતો હતો. દરવાજા સુધી પહ્હોંચવા માટે સીડીઓ હતી.

ટેક્સીમાંથી ઉતરીને દિલીપે ભાડું ચુકવ્યું.

ટેક્સી ડ્રાયવર તરત જ ત્યાંથી પોતાની ટેક્સી હંકારી ગયો.

ઉષાનો હાથ પકડીને દિલીપ પગથીયા ચડવા લાગ્યો.

તેઓ છેલ્લા પગથીયા પર પહોંચ્યા કે તરત જ ભારે, મજબુત દરવાજો ઉઘડ્યો અને ચોકીદારની વર્દીમાં સજ્જ થયેલો ભીમના ભાઈ જેવો એક રાખોડી બાંધાનો માણસ બહાર નીક્લ્ય્યો. સાથે જ સંગીતનો ધીમો ધીમો અવાજ પણ બહાર ફેલાવા લાગ્યો.

‘તમે સમયસર જ આવ્યા છો.; એક સલામ ભરીને ચોકીદાર સ્મિત ફરકાવતો બોલ્યો, ‘છેલ્લો શો શરુ થવાની તૈયારીમાં જ છે.’

દિલીપે એના હાથમાં દસ રૂપિયાની નોટ મૂકી અને પછી ઉષા સાથે અંદર દાખ્હલ થયો.

પગની અડધી એડી ખુન્છી જાય એવા કુબ્સુરત અને નરમ ગાલીચા પર આગળ વધીને તેઓ એક લાંબી, વિશાળ લોબીને બીજે છેડે આવેલાં કોતરકામ વાળા બારણે જઈ પહોંચ્યા. ત્યાં કાળા સૂટમાં સજ્જ થયેલો એક ગોરો ચિટ્ટો પહેલવાન જેવો માણસ તત્પર મુદ્રામાં ઉભો હતો. એણે એ બંનેનું પગથી માથા સુધી નિરિક્ષણ કર્યું.

‘સાહેબ…’ એ દિલીપ સામે જોઈ બોલ્યો, ‘તમારું અહીં મેમ્બરશીપ કાર્ડ દેખાડો…!’

‘અમે અહીં જોનીને મળવા મત આવ્યા છીએ.’ દિલીપે કહ્યું.

‘હું દિલગીર છું સાહેબ. હું કોઈ જોનીને ઓળખતો નથી. જો તમારી પાસે મેમ્બરશીપ કાર્ડ ન હોય તો તો તમારે વ્યક્તિદીઠ સો રૂપિયા આપવા પડશે, ત્યારબાદ જ તમે અંદર જઈ શકશો.’

દિલીપે ચુપચાપ સો રૂપિયાવાળી બે નોટ કાઢીને તેના હાથમાં મૂકી દીધી.

‘હવે તમે ખુશીથી અંદર જઈ શકો છો.’ કહીને એ માણસે બારણું ઉઘાડી નાખ્યું.

દિલીપને ઉષા અંદર દાખલ થયા.

તે એક વિશાળ હોલ હતો. લોબીની જેમ અહીં પણ ખુબ જ ઓછો પ્રકાશ હતો. ઉષાનો હાથ પકડી, ઉભા રહીને દિલીપે ચારે તરફ નજર દોડાવી. હૂલના પોણા ભાગમાં આશરે પચાસ-સાઠ ટેબલો અને ખુરશીઓ પડ્યા હતા. અત્યારે મોટા ભાગના ટેબલો ભરેલા હતા. હોલના બાકીના ભાગમાં એક ઊંચું પ્લેટફોર્મ જેવું સતેજ બનેલું હતું. જેના પર સ્પોટ-લાઈટના સીમિત અજવાળામાં કોઈક પાશ્ચાત્ય સંગીતમાં બે અર્ધનગ્ન યુવતીઓ નૃત્ય કરતી હતી.

‘આવો સાહેબ…’ એક વેઈટર દિલીપની નજીક આવીને અદબભેર બોલ્યો.

દિલીપ અને ઉષા તેની સાથે આગળ વધ્ય.

વેઈટર તેમને સ્ટેજ પાસેની બીજી હરોળમાં એક ખાલી ટેબલ પાસે લઇ ગયો.

બંને બેસી ગયા. એ જ વખતે નૃત્યનો કાર્યક્રમ પૂરો થયો. વાતાવરણમાં તાળીઓનો અવાજ ગુંજી ઉઠ્યો.

સ્ટેજ પરથી સ્પોટ લાઈટનું અજવાળું દુર થઇ ગયું અને તેને સ્થાને હોલની છત પર રહેલ બલ્બો સળગવા લાગ્યા. હોલમાં હવે અજવાળું થઇ ગયું હતું.

સ્ટેજ પર નૃત્ય કરતી બંને યુવતીઓ સ્ટેજ પાછળ જ ક્યાંક ગુમ થઇ ગઈ હતી.

‘તમે શું લેશો?’ દિલીપે પ્રશ્નાર્થ નજરે ઉષા સામે જોતાં પૂછ્યું.

‘વ્હીસ્કી…’ ઉષાએ જવાબ આપ્યો, ‘એ સિવાય અહીં બીજું કંઈ જ મળતું નથી.’

‘અને જે લોકો વહીસકી ન પિતા હોય તેને માટે…?’ દિલીપે પૂછ્યું.

‘તેને માટે પણ એ જ છે. પરંતુ પીએ ન પીએ તે ઈચ્છાની વાત છે. પણ હું તો ક્યારેય છોડતી નથી. ટેવ પડી ગઈ છે એટલે પીધા વગર ચાલતું નથી.’

પછી દિલીપના ઓર્ડર પ્રમાણે વેઈટર વ્હીસ્કીના બે મોટા પેગ મૂકી ગયો.

હોલની છતમાંથી રેલાતો પ્રકાશ ધીમે ધીમે બંધ થઇ ગયો અને પછી ફરી એક વાર સ્પોટ લાઈટનો જોરદાર પ્રકાશ સ્ટેજ પર પથરાયો.

સ્પોટ લાઈટના પ્રકાશપુંજ વેરતા ગોળ વર્તુળમાં આશરે પચીસેક વર્ષની એક યુવતી, એક એનાથી નાની ઉમરના નવયુવાનનો હાથ પકડીને ઉભી હતી.

***