swayam Education for self and Life - 2 in Gujarati Human Science by Gaurang Mistry books and stories PDF | સ્વયં એજ્યુકેશન ફોર સેલ્ફ લાઈફ (૨) - સ્વ જાગૃતિ

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

સ્વયં એજ્યુકેશન ફોર સેલ્ફ લાઈફ (૨) - સ્વ જાગૃતિ

માનવજીવન એટલે તાર્કિક જીવન. સામાન્યતઃ આપણે આપણા માં રહેલી જાણકારી, સમજણ અને ડહાપણ થી તર્ક સમજતા હોઈએ છીએ. પરંતુ આપણી જ એક સમજણ મુજબ સામાજીક અનુકરણ માં જ ડહાપણ છે એમ માની આપણે આપણાં કર્મો, કાર્યો ને justify કરતા હોઈએ છીએ. આપણને ગમે કે ના ગમે પરંતું બધા કરે એટલે હું કરું ની નીતિ અપનાવી જીવન જીવવાનો આગ્રહ રાખીએ છીએ. ઉદાહણરૂપે જોઈએ તો યંત્ર્યુગ માં જીવતા આપણે સૌ દુન્યવી સંશોધનો વિશે માહિતગાર થતાં હોઈએ છીએ અને ભૌતિકતા ના ભાગ રૂપે એ મુજબ જીવવા પ્રેરાતા હોઈએ છીએ. આ જ સંજોગો માં ભારતીય અભ્યાસમાં શાળા કોલજોમાં ચાલતાં traditional education આપણને કંટાળા જનક અને બોજારૂપ લાગતા હોવા છતાં, "ભણવું તો પડે જ" જેવા દબાણ સ્વરૂપ પ્રેરક બળ થી આપણું પાયા નું ઘડતર શરૂ થાય છે. અભ્યાસ થી શરૂ થઈ જીવન ના દરેક તબક્કા માં આપણે આપણી સમજણ ને જરાક સાઇડ પર રાખી "કરવું પડે" ના નિયમઃ ને અનુસરવા આપણી જાત ને મનાવતા થઈ જઈએ છીએ.

તમે તમારી જાતને કે તમારા માતાપિતા ને "લગ્ન કેમ કરવા જોઈએ?" એવા સવાલ નો જવાબ માંગજો. સામાજિક બંધન સ્વીકારતા આપણે સૌ લગ્ન સંસ્થા ને વ્યક્તિગત શારીરિક કે માનસિક જરૂરીયાત સાથે જ જોડી શકીશું. પરંતું સામાજીક મૂલ્યો અને તર્ક સમજ્યા વગર કરવામાં આવતા લગ્ન સમજણ કરતા વધારે અનુકરણ છે એવું મને લાગ્યું છે. આપણા સમાજ માં ચાલી રહેલી સૌથી ગંભીર અને પેહલી કહી શકાય એવી સમસ્યા ઓ માં લગ્ન ગણી શકાય.

સામાજીક બંધન સ્વીકારતાં આપણે સમાજ ના મૂલ્યો ને કેવી રીતે જાણીએ છીએ. કયા ગ્રંથ, કે પુસ્તક માં પાયા ના મૂલ્યો નું તર્ક બદ્ધ વર્ણન કરવામાં આવ્યું છે. સમાજ નું મહત્વ શું? આપણા દેશ માં સ્વચ્છ ભારત અભિયાન હાથ ધરવામાં આવ્યું ત્યારે સ્વચ્છતા વિશે વ્યક્ત્તિગત સમજણ માં ક્યાંંય સંદેહ નહોતો. અને એના વિશે આપણે દુર્લક્ષ્ય સેવતા હતા એ પણ
સત્ય હતું. "આપણો સમાજ" ને બદલે "મારો સમાજ" ની માન્યતા માં પ્રબળતા લાવવાનો સમય છે.

"હું અને મારું" શબ્દ પ્રયોગ માં અધિકાર અને માલિકીભાવ નો રણકો સંભળાય છે. વ્યક્તિગત સ્વાર્થ સપાટી પર લાવી એને સમજવાની જરૂર છે. "આપણને મન થાય એવું કંઈ પણ નીતિમત્તા ના મૂલ્યો થી વિપરિત ના જ હોય શકે કારણ આપણું મન જ તો આપણા સંસ્કાર છે". આપણને કશું ખરાબ કે ખોટું કરવાનું મન થાય એવું ક્યારેય શક્ય જ નથી. આના થી થોડી જૂદી વાત આપણા ઘર માં આપણી સાથે રેહતા આપણા વડીલો સમજાવતા રહે છે અને આપણ ને હમેશાં આપણા હિત માં હોવાનુ જણાવી રોકતા કે ટોકતા હોય છે. મારા વડીલો એ મને હમેશાં શું કરવું પડે (by force) અને મારે શું નથી કરવાનું (મારી ઈચ્છા હોય કે થતી હોય છતાં) એ જ સમજાવ્યું છે. મારા બાળ સંસ્કાર ના ભાગ રૂપે ભણવું પડે અને રમવાનું મન થાય તો પણ રમવા નઈ જવાનું, જૂઠું નઈ બોલવાનું, ચોરી નઈ કરવાની, કોઈ ની બુરાઈ નઈ કરવાની વગેરે જેવા કેટલાય સૈદ્ધાંતિક સંસ્કાર કે નીતિમત્તા ના મૂલ્યો નો મારા વડીલો માં જ અભાવ છે એ મે હમેશા નોધ્યું છે. ઘર પરિવાર ના મોભી એમની નીચેના પરિજન ને રોકતા ટોકતા હોય અને પોતે લીબર્ટી લેતા હોય એ દરેક ઘર માં સામાન્ય હોય છે. આના કારણો જાણવાનો પ્રયત્ન કરતા મને ઘણા તાર્કિક અને ચોંકાવનારા ખુલાસા મળ્યા છે.

મારા વડીલો પણ જન્મ થી આજ સુધી દંભી કે અતાર્કિક સમાજ ના દબાણ હેઠળ જીવતા હોય છે. અને યેનકેન પ્રકારેણ પોતાનો મોભોં, મહ્ત્વ સમાજ માં સ્થાપિત કરી ઘર માં દરજ્જો ભોગવતા હોય છે. બહુ હાસ્યાસ્પદ લાગતી આ વાત આજ ની નક્કર હકીકત છે. શું સારું ને શું ખરાબ એ દૃષ્ટિ વ્યક્તિગત રહી જ નથી. દંભી સમાજ ની સામે પાછલા બારણે જીવતા આપણે કંઇક ખોટું કર્યાં ના રોજિંદા એહસાસ સાથે જીવતા હોઈએ છીએ. કોઈ ને ખબર નથી કે તમે શું ખોટું કર્યું છે કે કરી રહ્યા છો પણ તમને પોતાને આ જાણકારી હોવાથી એક પ્રકાર નો અપરાધભાવ અને મુંઝારો સતત ચાલ્યા કરતો હોય છે. આથી જ હવે શું થશે કે કાલે શું થશે એવા ભવિષ્ય થી જોડાયેલા વિષય માં સવાલો ચાલ્યા કરે છે. મારું ભવિષ્ય ઊજળું જ છે એ આત્મ વિશ્વાસ કેળવવા માટે મારે મારા કર્મો માં વિશ્વાસ કેળવવાની જરૂર છે. મારા કર્મો મારી લાગણી, મારા વિચારો અને મારી માન્યતા મુજબ જ થતાં હોય છે. આથી જ મારી લાગણી, વિચાર અને માન્યતા માં મારું સમર્થન કેવી રીતે કેળવી શકાય એ વિશે આવનારા દિવસોમાં લખતો રહીશ.

* મારા પ્રથમ લેખ માં મારા મિત્ર નું નામ "સિધ્ધાર્થ મણિયાર" છે જેની નોંધ લેશો.