Facebookiyo Prem - 3 in Gujarati Love Stories by Ritik barot books and stories PDF | ફેશબુકીયો પ્રેમ - 3

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

ફેશબુકીયો પ્રેમ - 3

અંશે એકવીશમી જૂન ના દિવસે બોલીવુડ ની એક જબરદસ્ત એવી ફિલ્મ જોઈ. આ ફિલ્મ તેના મગજ પર એવી અસર કરી ગઈ કે, તેનો પ્રેમ પર ભરોશો વધી ગયો. અંતે રાત્રે તેણે શ્રેયા ને એફ.બી પર મેસેજ કર્યો.

'તોહ, જોઈ નવી પ્રેમ કથા?'

'હા, એક નંબર ફિલ્મ છે લ્યા!'

'આમ, એટલે તને લાગે આવું હકીકત માં બની શકે?'

'હા! કેમ ન બની શકે? કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિ થી આટલું પ્રેમ કરતી હોય તોહ, આ બધું શક્ય છે'.

'ઓહ! એટલે કોઈ છોકરો પ્રેમ માં આવો બની જાય એ તને ગમે?'

'પ્રેમ માં આ બધું કરે એવું નથી કહેતી! પરંતુ, આવો પ્રેમ હોવો જોઈએ એવું કહું છું'.

'ઓહકે! તોહ મતલબ એવું કે આવો પ્રેમી હોવો જોઈએ'.

'હા! જરૂર! ચલ બાય મારી ફ્રેન્ડ્સ આવી છે'.


આમ, આ વાતચીત નો અંત આવ્યો. અંશ તેના મિત્રો પાસે ગાર્ડન માં પહોંચી ગયો.

"ઔર, ભાઈ સાહેબ! ક્યાં ચલ રહા હૈ?" અભલા એ પ્રશ્ન કર્યો.

"અરે! અપન કે ભાઈ કા પ્રેમ ચલ લા હૈ!" હર્ષ એ મુસ્કાન સાથે જવાબ આપ્યો.

"હા, વહ તો ચલ હી રહા હૈ! પરંતુ, આજે જ્યારે મેં આપણે જોયેલી ફિલ્મ વિષે તેને વાત કરી ત્યારે, તેણે મને કહ્યું કે, હા આવું શક્ય છે!" અંશે કહ્યું.

"હા, તોહ?" હર્ષ એ પ્રશ્ન કર્યો.

"હા, તોહ ઘેલા! એ સાચા પ્રેમમાં માને છે!"

"હે! અમને તો ખબર જ નહોતી. લ્યા એ તોહ બધી જ છોકરીઓ આવું કહેતી જ હોય છે. એમાં શું નવાઈ ની વાત છે?"


"અરે! તમે સમજ્યા નહીં? હવે મારો રસ્તો સાફ છે! આપણે જઈ અને તેને પ્રપોઝ કરી દઈએ ને!"

"ના હો! હવે આમાં અમને વરચે નહીં લાવતો. આપણે એટલે શું આપણે?" હર્ષ એ હલકી મુસ્કાન સાથે પ્રશ્ન કર્યો.

"હા, રમિલે! શબ્દો ની રમત રમિલે!"

"મારું માનવું છે કે, તેની શાળા માં જઈ ને શાળા ની બહાર જ પ્રપોઝ કરી નાખ!"

"ના! એવું હોતું હશે કંઈ? આવું શક્ય નથી યાર!"

"એક બાજુ બોલતા હૈ કી, પ્રેમ કરતા હું! ઔર દુસરી તરફ બોલને સે ડરતા હૈ? યહ કૈસા પ્રેમ હૈ રે?"

"એવું નથી લ્યા! પણ આમ બધા વરચે? થોડું ડર લાગે ને? અને એ ના પાડી દે તો? બધા વરચે લાફો મારી દે તો?"

"અરે, ટોપા! એવું ન હોય કંઈ! ડર કયું રહા હૈ? એવું હોય તોહ, છુટ્ટીમાં એકલી હોય ત્યારે ટ્રાય કર."

આમ, શાળાઓ શરૂ થઈ તેને એક મહિનો થઈ ગયો હતો. અંશ અને તેના મિત્રો શાળામાં થી છુટ્ટી લઈ અને પંદર મિનિટ વહેલા નીકળી ગયા. શ્રેયા ની શાળા ની પાસે ના એક વૃક્ષ પાસે જઈ તેઓ ઉભા રહ્યા. અંતે છુટ્ટી નો સમય થયો. શાળા ના બધા જ વિદ્યાર્થીઓ નીકળી ગયા બાદ શ્રેયા એક છોકરા ની સાથે બહાર નીકળી. આ જોઈ ને અંશ ના હાથમાં ની એ ચોકલેટ નીચે પડી ગઈ. શ્રેયા એ છોકરા ની સાથે બાઈક પર તેના ઘેર તરફ નીકળી ગઈ. અંશ નિરાશ થઈ અને તેના ઘેર તરફ વળ્યો.

"અંશ...અંશ...સાંભળ!અંશ! અરે યાર કદાચ એ તેનો ભાઈ હોય!" હર્ષ એ કહ્યું.

"હર્ષિયા ભાઈ હોત તો આમ!" અંશ અડધો જવાબ આપી ઘેર તરફ ભાગવા લાગ્યો.

"અભલા?"

"ના હર્ષ! એ સાચો છે. જો ભાઈ હોત તો આમ, તેના હાથમાં હાથ મૂકી અને ચાલી ન રહી હોત ને? અને માની પણ લીધું કે, એનો ભાઈ હશે! એ હર્ષિયા! એમ કરીએ ને કે, અંશ ને કહીં અને શ્રેયા પાસે એ જાણી લઈએ કે તેનો કોઈ ભાઈ છે, કે નહીં?" અભિષેક એ જવાબ આપ્યો.

આમ, બંને મિત્રો એ અંશ ને ગાર્ડન માં બોલાવ્યો.

"જો અંશ! એ ગાર્ડન માં આવવાની છે. તેને પૂછી લે જે કે, તેનો કોઈ ભાઈ છે, કે નહીં?" હર્ષ એ કહ્યું.

"યાર, છોડ હવે! આપણે કંઈ લેવા કે દેવા?" અંશ એ ઉત્તર આપ્યો.

"અરે! હમણાં જ આપણે ઓલી ફિલ્મ જોઈને આવેલો ને? તેમાં પ્રેમ નું શું મહત્વ હતું? એ તને ખબર છે ને? આગળ તું સમજદાર છે".

અંતે શ્રેયા પણ એ ગાર્ડન માં આવી ગઈ. અંશે શ્રેયા ને તેની પાસે બોલાવી.

"શ્રેયા! તારો કોઈ ભાઈ છે?" અંશે પ્રશ્ન કર્યો.

"કેમ? આમ અચાનક? ક્યારેય નહીં અને આજે તે મારો ભાઈ છે કે ,નહી એવો પ્રશ્ન કર્યો? ના! મારે કોઈ ભાઈ નથી. પિતા હતા. પરંતુ, આજ થી પાંચ વર્ષ પહેલાં જ તેમનું અકસ્માત માં.."

વાક્ય અડધું મૂકી શ્રેયા ત્યાં થી જતી રહી. આમ, અંશ તેના આ જવાબ થી નિરાશ થયો. આગળ શું થવાનું છે? એ જાણવા માટે વાંચતા રહો.

ક્રમશઃ