નાનો દીકરો અનિલ પણ બારમાં ધોરણમાં અભ્યાસ ઘરબેઠા કરતો
દિવાળીનો મહિનો હતો પરમાને કામ પણ ઝાઝું ભેગું થઈ ગયું હતું હવે દીકરો અનિલ પણ મમ્મીને મદદ કરવા લાગ્યો બન્ને મા દીકરો વારાફરતી સિલાઈ મશીને બેસતાં કારણકે ભાઈબીજ નજીક આવે છે તો પરમાના ભાઈ ભાભી દીકરો સુનિલ પણ સાથે આવવાનો હતો માટે કામ જલ્દી પૂરું થઈ જાય.
પરમા આજ સવારે વહેલી ઉઠી રસોઈની તૈયારી કરી ઘડિયાળમાં સમય જોતાં બાર વાગી ગયાં કેમ હજું ભાઈને એ લોકો આવ્યાં નહિ મનોમન બબડતી હતી ત્યાં જ થોડીવારમાં કારનો અવાજ આવ્યો પરમાએ દરવાજો ખોલ્યો પરમા એ ભાઈ ભાભીનું સ્વાગત કર્યું,ભાઈ આજે કેમ આટલું બધું મોડું થઈ ગયું ?
ભાઈ એ હસતાં હસતાં જવાબ આપ્યો આ તારો કુંવર સુનિલ છેક નવ વાગ્યે ઉઠ્યો શું કરું હમણાં રજા છે એટલે થયું ભલે સૂતો આરામથી જશું, ચાલ હવે વાતો બહુ થઈ અમને ભૂખ લાગી છે તું જમવાનું ફટાફટ પીરસ.
બધા એકીસાથે જમવા બેસી ગયાં હસતાં બોલતાં વાત વાતમાં પરમાના ભાઈ એ કહ્યું પરમા મેં તારા માટે નવું મકાન લીધું સાથે એક દુકાન પણ લીધી છે,મારી એવી ઈચ્છા છે સુનિલને એ નવી દુકાનમાં પોતાની અલગ કપડાંની દુકાન કરી દઉં અને તારાં ભાભી એ સુનિલ માટે એક છોકરી પણ જોઈ છે, વાતચિત પણ થઈ ગઈ છે બસ આજે તું તારા સાસુ અને અનિલ અમારી સાથે આવો એટલે આપણે જોવા કરવાનું ગોઠવી એ, સુનિલની જો વાત પાકી થઈ જાય તો એકાદ મહિનામાં હવે તારે પણ ત્યાં નવાં મકાને તારો માલસામાન લઈ આવી જવાનું છે,
બસ હવે બહું થયું પરમા હવે તું ના નહિ કહેતી હવે તારા દીકરા વહુ સાથે રહે એવી અમારી ઈચ્છા છે.
સારું ભાઈ હવે તમે અને ભાભી કહો એમ જ કરીશ બસ,
આજે આપણે બપોર પછી સાથે જઈએ તમે બધાં થોડો આરામ કરીલો ત્યાં સુધી હું કામકાજ પતાવી લઉં.
બપોર પછી બધાં એકીસાથે ગાડીમાં ઘરેથી રવાના થયાં એકાદ કલાકમાં ભાઈની ઘરે પહોંચ્યા,ચા પાણી પી ફટાફટ પરમા,સુનિલ ભાઈ ભાભી અનિલ રેડી થઈને ઘરેથી નીકળ્યા થોડીવારમાં છોકરી વાળાને ત્યાં પહોંચી ગયા, છોકરા છોકરીને એક બીજાને પસંદ કરી લીધાં પરમાને પણ પ્રિયા બહુ ગમી બન્નેની જન્મકુંડળી પણ મળી ગઈ બધાના મો મીઠા કરાવ્યા વાત પાકી થઈ ગઈ બ્રાહ્મણને બોલાવી લગ્નની અને સગાઈની તારીખ પણ જોવડાવી લગ્નનની તારીખ દોઢ મહિના પછી આવી ચટ મંગની પટ બ્યાહ,રાતે પ્રિયાના ઘરે જમીને બધા છુટા પડ્યાં, ઘરે પહોંચી સાથે બેસી નક્કી કર્યું કે આવતી કાલે
પરમા તારાં ગામ જઈ માલસામાન લઈ આવીએ હવે આપણી પાસે દોઢ મહિનો છે લગ્નની તૈયારી કરવાની છે.
બીજે દિવસે સવારે પરમા એમનાં ભાઈ ભાભી બન્ને દીકરા ટેમ્પો ભાડે કરી પરમાને ગામ પહોંચી ગયા માલસામાન ભરતાં બે દિવસ થયાં બે દિવસમાં પરમા ગામમાં જેનું કામ લીધેલું હતું એ પોતે ઘરે જઈને આપી આવી અને ત્રીજે દિવસે સવારે
એ સમય આવી પહોંચ્યો આખું ગામ જાણે પરમાના ઘરે ઉમટી પડ્યું પરમાને આવજો કહેવા પરમા પણ ગામના લોકો પાસે રડતી હાથ જોડી રજા લીધી એ દ્રશ્ય જાણે એવું હતું કોઈ કન્યા વિદાય થતી હોય બધા લોકોની આંખે આંસુ વહેતા હતા પરમા ત્યાંથી રાજી ખુશીથી વિદાય થઈ.
નવાં ઘરે નવાં શહેરમાં પરમા આખરે પહોંચી ગઈ બધો સામાન ઉતારી ગોઠવી અને બે દિવસમાં તે ત્યાં સેટ થઈ ગઈ સાથે પરમા અને એના ભાભી લગ્નની તૈયારીમાં લાગી ગયાં
હતા ખુશ હતા.
સચિન સોની