Superstar part 6 in Gujarati Fiction Stories by Sandip A Nayi books and stories PDF | સુપરસ્ટાર ભાગ - 6

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સુપરસ્ટાર ભાગ - 6

સુપરસ્ટાર

ભાગ 6

“તારી ફિલ્મ હિટ જશે પછી તો તું મને યાદ પણ નહીં કરે?” માર્ટિનાએ ખુલ્લા આકાશ સામે જોઈને અમસ્તો જ કબીરને સવાલ કરીને કહ્યું.કબીર માર્ટિનાના હવામાં ઊડતા વાળને જોઈ રહ્યો હતો.તેના બોલવા માટે ફડ-ફડ થતાં હોઠ જાણે કોઈ અલગ જ દુનિયામાં કબીરને લઈ જતા હોય એવું લાગતું પણ આજે તો એ પોતે તેની દુનિયામાં આવી હતી. અમદાવાદમાં ચાલતા કબીરના શૂટિંગમાં થોડા દિવસ માટે માર્ટિના આવી હતી.આજે માર્ટિના અને કબીર અમદાવાદની ગલીઓથી નીકળીને કબીરના ઘરે આવ્યા હતા.કબીરના ઘરમાં તેના મમ્મી-પપ્પા અને તેની નાની બહેનનો સમાવેશ થતો.તેમના સાથે માર્ટિનાએ બેસીને ડિનર કર્યું હતું અને એ વાતે કબીરે બહુ જ ખુશ થઈ ગયો હતો. માર્ટિના પણ કબીરના પરિવારને મળીને ખુશ હતી અને તેને પોતાની ફેમિલી યાદ આવી ગઈ હતી.માર્ટિના અને કબીર જમીને ટેરેસ પર આવીને બેઠા હતા.અમદાવાદ કબીરના ટેરેસ પરથી વધારે સુંદર લાગતું હતું.વાહનોનો કલબલાટ અહી શાંત લાગતો હતો.અમદાવાદની કૈંક અલગ જ વાત હતી,માર્ટિના પણ બે જ દિવસમાં આ શેહરના પ્રેમમાં પડી ગઈ હતી.શિયાળાની ઠંડી ગુલાબી હવા ચારેકોર ફેલાઈ રહી હતી.કબીર માર્ટિનાને અમદાવાદના લોકો વિશે,તેની ખાણી-પાણી વિશે અને અહીના ગરબા વિશે હતી એટલી બધી વાતો કરવા માગતો હતો.

“તને લાગે છે હું એવું કરીશ......”કબીરે માર્ટિનાને જવાબ આપતા કહ્યું હતું.

“ના....પણ એક ફિલ્મ હિટ થઈ જાય પછી લોકો બદલાઈ જતાં હોય છે...”માર્ટિનાએ તેને વળતો જવાબ આપતા કહ્યું હતું.કબીર માર્ટિનાની જીણી આંખો સામે જોઈ રહ્યો હતો.

“બધાને ભૂલી જવું પણ તને થોડી ભૂલી શકાય.અત્યારે હું જે પણ કરી રહ્યો છું એ બધુ તારા લીધે છે.મને તો એકડો ક્યાંથી ઘૂંટવો એની પણ ખબર નહોતી,તે જ હાથ પકડાવીને ઘૂંટાવ્યો છે.”કબીરે હવામાં એકડો ઘૂંટતા કહ્યું.

માર્ટિના તેની સામે જોઈ જ રહી.કબીર તેના માટે બધુ જ હતો.કોઈના પર કદીપણ આધાર ના રાખતી માર્ટિના આજે કબીરના આધારમાં રહેવા લાગી હતી.કબીર થોડા જ મહિનાઓમાં તેના માટે બહુ જ મહત્વનો પર્સન બની ગયો હતો.તેને બહુ જ લોકપ્રિય અને સ્કસેસફૂલ એકટરોએ પર્પોજ કર્યું હતું પણ માર્ટિનાને કદીપણ કોઈના માટે એવી કોઈ ફિલ્લિંગ્સ આવી નહોતી,બસ તેને સામે તેનું કરિયર જ દેખાતું હતું.આજે જ્યારે કબીર તેના સામે હતો ત્યારે માર્ટિના ખુદ તેના તરફ ખેંચાઇ રહી હતી.જ્યારે પહેલીવાર કબીરને પાર્ટીમાં જોયો ત્યારે જ માર્ટિના તેનાથી ઇમ્પ્રેસ થઈ ગઈ હતી.માર્ટિના થોડીવાર ઊપર રહેલા આકાશને તો થોડીવાર કબીરને જોતી હતી.

“કેટલું સુંદર છે.....”માર્ટિનાએ આકાશમાં દેખાતા તારાઓ સામે જોઈને કહ્યું.

“હા....બહુ જ પણ તારાથી વધારે નહીં.....”કબીરે તરત આકાશની અને પછી તરત માર્ટિના સામે જોઈને કહ્યું.માર્ટિનાના દિલના ધબકારા તેજ ગતિએ ચાલવા લાગ્યા હતા.કબીર હજૂપણ માર્ટિના સામે જોઈ રહ્યો હતો.બંનેની આંખો એકબીજા સાથે ટકરાઇ ત્યારે બંનેના આંખોમાં પ્રેમ નજરે પડતો હતો.

“ફિલ્મી ડાયલોગ મારે છે....”માર્ટિનાએ કબીરને ગાલ પર મારતા કહ્યું અને હસી.

“ના દિલથી કહું છું....”કબીરે આંખ મારતા કહ્યું.

“હમ્મ.....”માર્ટિનાએ કબીરના હાથને પોતાના હાથમાં લેતા કહ્યું.ઊપર કાળું ભમ્મર આકાશ તેમના આ પ્રેમનું સાક્ષી બની રહ્યું હતું.કબીરના આખા બદનમાં એક લખ-લખું પસાર થઈ ગયું.કબીરે માર્ટિના સામે જોયું અને તેના હાથને કસીને પોતાના પાસે ખેંચી લીધા.ટેરેસ પર ઠંડી હવા વાતી હતી,કબીર માર્ટિનાના હાથના સ્પર્શને હંમેશ માટે સાચવી લેવા માગતો હતો.જ્યારે તમે બે મટીને એક થઈ જાવ ત્યારે કૈંક જુદી જ દુનિયા રચાતી હોય એવું લાગે........

“આઈ વિશ કે ફિલ્મ સુપર-ડૂપર હિટ થાય......”કબીરે માર્ટિનાના હાથને વધારે કશીને પકડતા કહ્યું.

“થઈ ગઈ સમજ......”માર્ટિનાએ તેના સામે જોઈને કહ્યું.

આ ક્ષણ,આ પળ,આ સમય ક્યારે વીતી ગયો અને ક્યારે કબીર જેલના દરવાજે આવીને ઊભો હતો એની એને ખબર જ ના રહી.માર્ટિનાની હયાતી જાણે ખોવાઈ ગઈ.રાતના બે વાગીને દસ મિનિટ થઈ હતી છતાં હજૂપણ કબીર આ બધુ યાદ કરતાં આછા અજવાળામાં પોતાના પડછાયાને તાકી રહ્યો હતો.

***********************

“કબીર તમે શું કહેવા માગો છો...તમે જ તમારી ગર્લફ્રેંડનું મર્ડર કર્યું.....???”

“શા માટે તમારા જેવા આટલા મોટા સુપરસ્ટારે આવું પગલું ભરવું પડ્યું?”

“ક્યા મિલેગાં માર્ટિના કો ન્યાય?”

મીડિયાના લોકો પોલિસની વેનમાંથી બહાર ઉતરતા જ કબીર પર તૂટી પડ્યા હતા.બધી ટીવી ચેનલો પર એક જ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો કે કબીરે કર્યું પોતાની જ ગર્લફ્રેંડ માર્ટિનાનું મર્ડર.દરેક બે મિનિટ પર ટીવી ચેનલોમાં કબીર વિશે કોઈ નવી જ અપડેટ આવી જતી.કબીરને લઈને પોલિસ તરત જ કોર્ટમાં જતી રહી હતી.એક સુપરસ્ટાર આજે પોતાના ફિલ્મ માટે નહીં પણ મર્ડર માટે ટીવી પર આવી રહ્યો હતો.સોશિયલ મીડિયા પર પણ કબીર બધાની ટીકાનું પાત્ર બન્યો હતો.

કબીરને કોર્ટના સામે લઈ જઈને તેના બેલ માટે શોભીતે બધા સુબતો કોર્ટના સામે પેશ કર્યા હતા.આશુતોષ અને કબીરનો લોયર કાઇપણ કરી શકે એમ નહોતા કેમકે હાલ-પુરતા બધા સબૂત કબીરના તરફ ગુનેગાર હોવાના નજરે પડતાં હતા.કોર્ટ કબીરના રિમાન્ડ મંજૂર કરી દીધા હતા.કબીરના બહાર નીકળતા જ પાછા મિડિયાના લોકો તેના પર સવાલો સાથે તૂટી પડ્યા હતા પણ જેમતેમ કરીને કબીરને વેનમાં બેસાડીને લઈ જવામાં આવ્યો હતો.કબીર કોઈપણ જાતનું બયાન મીડિયા સામે આપવા નહોતો માગતો,તેના માટે માર્ટિના તેની લાઈફ હતી.આજે જ્યારે આખી દુનિયા તેને માર્ટિનાના ખૂની રૂપે જોઈ રહી હતી ત્યારે કબીર પોતાના અને માર્ટિના માટે એક સાચી લડાઈ લડવા માટે સજ્જ થઈ ગયો હતો.

***************

“માર્ટિના મારી ગર્લફ્રેંડ હતી મારે કેમ એનું મર્ડર કરવું જોઈએ.અમે બંને થોડા દિવસમાં લગ્ન પણ કરવાના હતા,માર્ટિનાનું મર્ડર મે નથી કર્યું.....આઈ અમ ઈન્નોસેંટ”કબીરે બને એટલા સ્વસ્થ થઈને શોભિતને જવાબ આપ્યો.જ્યારે કબીરની આઠમી ફિલ્મ પણ સુપરહિટ ગઈ ત્યારે માર્ટિના અને કબીરે નક્કી કર્યું હતું કે આ વર્ષના અંત સુધીમાં તે લગ્ન કરી લેશે.માર્ટિના માટે લગ્ન એટલે એક એવી અનુભૂતિ જેને તે પોતાના કહ્યામાં વર્ણવી નહોતી શકતી.કબીર માટે લગ્ન બહુ મહત્વના નહોતા કેમકે લગ્ન વગર પણ તે માર્ટિના સાથે હમેશા ખુશ હતો.

શોભિત અને કબીર એક રૂમમાં બેઠા હતા.રૂમના ચારે તરફ આછો અજવાળાનો પ્રકાશ ફેલાતો હતો.કબીરને બને એટલા સારી રીતે ટ્રીટ કરીને શોભિત પોતાના સવાલો કરી રહ્યો હતો.કબીર જલદી પોતાનો આપો ખોઈ ના બેસે અને બને એટલા સાચા જવાબો આપે એ શોભિત માટે જરૂરી હતું.

“તુમને જો એવાર્ડ જીતા થા ઉસકે ઊપર સેમ વહી નિશાન મિલે હે જો માર્ટિના કે ફેસ પર થે”શોભીતે કબીરના સામે તેના એવાર્ડ અને માર્ટિનાના ફેસના ફોટા ફેકતા કહ્યું.કબીર થોડીવાર માટે માર્ટિનાના ફોટો સામે જોઈ રહ્યો અને તેને એ ક્ષણ યાદ આવી ગઈ જ્યારે તેણે માર્ટિનાનો બેડરૂમ ઓપન કરીને તેને લોહી-લુહાણ હાલતમાં જોઈ હતી.તેના માટે આ બધુ જોવું અગરું હતું.કબીરે પોતાના એવાર્ડના ફોટોને જોયો અને શોભિતના સામે જોઈને કહ્યું,

“હોઈ શકે કે એવાર્ડના નિશાન હશે પણ મે માર્ટિનાનું મર્ડર નથી કર્યું.નિશાન મળવાથી મે જ ખૂન કર્યું છે એવું કઈ રીતે સાબિત થાય?”કબીરે ફોટોને બાજુમાં મૂકતા શોભિતના સામે જોઈને કહ્યું.

“એવાર્ડ અને તેના ફેસ પર સેમ નિશાન છે ને તમે કઈ રહ્યા છો તમે નથી કર્યું હાવ ઇટ્સ પોસિબલ કબીર....સેમ નિશાન મળવા એ કોઈ મજાક નથી”શોભિત કબીરની આંખમાં આંખ નાખીને કહ્યું.

“હોય શકે કે જ્યારે મે માર્ટિનાને જોઈ અને તેને મારી બાહોમાં લઈને રડ્યો એ પછી કદાચ મારા હાથ એવાર્ડને ટચ થઈ ગયા હોય અને એવાર્ડ પર નિશાન રહી ગયા હોય”કબીરે ફરીથી નીચે પડેલા બંને ફોટોગાર્ફ્સને હાથમાં લઈને જોતાં કહ્યું.

“કબીર બાર વાગ્યા આસપાસ માર્ટિનાનું ખૂન થયું હતું અને તું રાતે બે વાગે તેના બેડરૂમમાં તેને લઈને રડતો હતો, જે પણ થયું એ પહેલા થઈ ગયું હતું.નિશાન પહેલાના હતા.”શોભીતે કબીરના સામે જોતાં કહ્યું.

“એટલે તો કહું છું કે હું તો ત્યાં બે વાગે આવ્યો હતો તો તમે મારા પર ખૂનનો આરોપ કઈ રીતે લગાવી શકો???”કબીરે ટેબલ પર પડેલા પાણીના ગ્લાસને બાજુમાં કરતાં કહ્યું.

“કબીર તું એક વાત ભૂલે છે.....”શોભીતે પોતાનું તીર તેના સામે ફેકતા કહ્યું.

“કઇ વાત?” કબીરે પોતાની આંખોને પહોળી કરતાં કહ્યું.

“કબીર જેમ મે કોર્ટમાં કહ્યું એમ જ્યારે માર્ટિના ઘરે હતી ત્યારે તેના બિલ્ડીગમાં રાતે બાર વાગે સીસીટીવી કેમેરા બંદ થઈ ગયા હતા.”શોભિત આટલી વાત કહીને થોડીવાર માટે ઊભો રહ્યો.

“તો કબીર કઈ રીતે કરી લે છે આ બધુ?”તરત તેણે કબીરને સવાલ કરતાં કહ્યું.

“શું.....?”કબીરે તેના સામે જોઈને કહ્યું.માર્ટિનાનો કેસ જેટલો શોભિત માટે મહત્વનો હતો તેટલો જ આખા દેશ માટે પણ હતો.

“કેટલો ભોળો બનીશ કબીર હવે સાચું કહી દે કે તે જ માર્ટિનાનું ખૂન કર્યું છે,અને કેમ કર્યું છે એ પણ....”શોભિત પોતાની વાત પર સીધા આવતા કહ્યું.

“વેટ...વેટ....તમે શું કહી રહ્યા છો ? તમને એવું લાગે છે કે સિસટીવી કૅમેરા મે હેક કરીને આ બધુ કર્યું છે.....વોટ નોનશેન ઈટ ઈજ.....માર્ટિના વોઝ માય ગર્લફ્રેંડ હું કેમ એનું મર્ડર કરું........”કબીરે શોભિતના આંખોમાં આંખો મિલાવીને કહ્યું.આ વખતે હવે શોભિત જરા-જરા ગુસ્સે થવા લાગ્યો હતો.

“બીકોજ યૂ આર હેકર......તું એક હેકર છે...અમદાવાદનાં તારા હોમટાઉનમાં તે હેકીગ વિશે બધાને માહિતી આપી હતી ત્યાં તે તેનો કોર્સ પણ કર્યો હતો અને હા.....તને ત્યાં બધા શું કે છે હેકીગનો એક્સ્પેર્ટ...તે તારી કોલેજના સિસટીવી હેક કરેલા છે કબીર.......”શોભીતે તેના સામે બધી ડિટેલ આપતા કહ્યું.

“ધેટ વોઝ.......”કબીરે કહ્યું.

“હું તને કહું છું કે થયું કેવું હતું.......” કબીર બોલતો હતો અને તેની વાત અડધેથી શોભીતે કાપી નાખી.શોભિત ધીરે રહીને પોતાની ચેરમાથી ઊભો થયો અને બારી પાસે જઈને તેણે સિગારેટ જલાવી અને પોતાની વાત શરૂ કરી,

“રાતે તું તૈયાર થઈને એવાર્ડ ફંકશનમાં ગયો.એવાર્ડ ફંકશન સ્ટાર્ટ થાય અને તને બેસ્ટ એકટરનો એવાર્ડ મળે ત્યાં સુધી તે શાંતિથી એવાર્ડ ફંકશન એન્જોય કર્યું.જ્યારે ફંકશન પૂર જોરમાં ચાલી રહ્યું હતું ત્યારે તું બધાની નજરથી છુપાઈને પોતાની કાર લઈને માર્ટિના ઘર સુધી આવ્યો પણ તે પોતાની કાર તેના ઘરથી દૂર ઊભી રાખી અને ત્યાથી જ સિસટીવી હેક કરીને આવીને પાછલા રસ્તે કે કયા રસ્તે મને નથી ખબર પણ તે માર્ટિના ઘરમાં ઘૂસીને પોતાના પાસે રહેલી ચાવીથી દોર ઓપન કરી તેનું ખૂન કર્યું અને ત્યાથી કોઈને ખબર ના પડે એમ પાછા આવી સીસીટીવી સ્ટાર્ટ કરીને ફંકશનમાં જતો રહ્યો અને જ્યારે ફંકશન ખતમ થયું એટલે તું પાછો માર્ટિનાના ઘરે આવીને ઢોંગ કરવા લાગ્યો” શોભીતે એક જ લાઇનમાં બધુ કહી દીધું.શોભિત કબીરને આ બધુ કહીને સાચું કહેવડાવા માગતો હતો.જેમ-તેમ કરીને પોતાના દિમાગની મનગડિત કહાની બનાવીને શોભિત થોડીવાર માટે હાશકારો અનુભવતો હતો.તેને લાગતું હતું કે કબીર આ વખતે બધુ સાચે સાચું કહી દેશે.........

“આવું કઈ નહોતું બન્યું.........અને પહેલીવાત એ કે હું હેકીગનો અક્સપર્ટ હતો એ વાત સાચી પણ મે ક્યારેય કોઈનું ખરાબ કરવા માટે કદીપણ તેને યુઝ નથી કર્યો.આજથી સાત વર્ષ પહેલા જ્યારે હું મારી કોલેજમાં હતો ત્યારે આ કોર્સ આપણા દેશમાં નવો-નવો આવેલો અને ત્યારે હું અને મારા દોસ્તોએ ખાલી ટાઇમપાસ માટે આમાં ગયેલા પણ ત્યાં જઈને મને એટલી ફાવટ આવી ગઈ કે મને મજા પડવા લાગી હતી.હું ધીરે-ધીરે હેકીગના પ્રેમમાં પડવા લાગ્યો હતો પણ મારૂ સપનું તો સુપરસ્ટાર બનવાનું હતું તેથી હું પછી મુંબઇ આવી ગયો હતો અને હેકીગ પાછળ જ રહી ગયું હતું. વાત રહી મારા કોલેજના સિસટીવી હેક કરવાની તો એ મે મારા સરના કહેવાના લીધે કર્યા હતા તમને યકીન ના આવતું હોય તો તમે જઈને મારા સર કમલેશ શર્માને પૂછી શકો છો.”કબીર આટલું કહીને થોડીવાર માટે ઊભો રહયો.તેણે એક હાશકારો લીધો.તેના માટે ખુદને કોઈના સક્ષમ પ્રૂવ કરવાનો આ પહેલો પરસંગ હતો.શોભિત તેની સિગારેટના કશ લેતો તેની વાતમાં પૂરેપરો લીન થઈ ગયો હતો.

“વાત છે એવાર્ડ ફંકશનની તો હું જ્યારે રાતે નવ વાગે એવાર્ડ ફંકશનમાં ગયો હતો ત્યારથી લઈને રાતે એવાર્ડ ફંકશન ખતમ થયો ત્યાં સુધી હું ત્યાં જ હતો.તમને જો યકીન ના આવતું હોય તો તમે એવાર્ડ ફંકશન સમયના મારા ટાઇમ સાથે ફૂટેજ હશે ઓર્ગનાઇઝર પાસે તમે જઈને ચેક કરી શકો છો.......”કબીરે પોતાની બધી વાત બાહોશ થઈને શોભિતના સામે આંખોમાં આંખો નાખીને કહી દીધી.તેના માટે માર્ટિનાને જસ્ટિસ મળે એ જ હાલ મહત્વનુ હતું.કબીર પોતે પણ માર્ટિનાના ખૂનીને પકડવા બેકાબૂ હતો.

“તો એ રાતે તમારા સાથે કોણ કોણ હતું અને કાર કોણ ચલાવતું હતું?”શોભીતે પોતાની આંખોને જીણી કરતાં કહ્યું.શોભિત કબીર પર જરાયે વિશ્વાશ નહોતો કરી શકતો કેમકે કબીરના ભોળા ફેસ પાછળ તેને હવે એક ખૂની નજરે પડતો હતો.

“એ રાતે મારા સાથે મારા બે બોડીગાર્ડ હિરેન અને મનોજ,મારો મેનેજર આશુતોષ અને મારા ડાઇવર ચિનુકાકા હતા.ચિનુકાકા જ મારી કાર ડ્રાઇવ કરીને લઈ ગયા હતા અને મૂકી ગયા હતા.”કબીરે શાંતિથી જવાબ આપ્યો.

“તમારા બોડીગાર્ડ પણ તમારી કારમાં આવ્યા હતા?”શોભીતે કહ્યું.

“ના તેમને મે એક બુલેટ ગિફટ કર્યું હતું કેમકે મનોજને બુલેટનો બહુ શોખ છે અને જો અમારે મુંબઈમાં જ ક્યાંક જવાનું હોય તો તે લોકો બુલેટ લઈને જ જતાં.”કબીરે પોતાની વાત પૂરી કરતાં કહ્યું.

શોભિત કબીર સામે થોડીવાર જોઈ રહ્યો.તેના વિચારો કઈ દિશામાં ગતિ કરતાં હતા તે કબીરને સમજાયું નહીં.શોભીતે પૂરી થયેલી સિગારેટને નીચે પડેલા ડસ્ટ્બિનમાં નાખી.તેના માટે હવે કેસ વધારે ગૂંચવણ ભર્યો બની રહ્યો હતો.

“તો ખૂન તે ના કર્યું હોય તો થઈ શકે કે એ બંને એ જ કર્યું હોય ?”શોભીતે પોતાનો પહેલો દાવ કબીર સામે ફેકતા કહ્યું.કબીર સમજી ના શકાય એવા એક્સ્પ્રેસન સાથે શોભિત સામે જોઈ રહ્યો.

“એ બંને જણા મારી સાથે ને સાથે હતા,જ્યાં સુધી હું ત્યાં હતો ત્યાં સુધી એંડ એ બંને જણા અભણ છે. એમને ક્યાંથી સીસીટીવી હેક કરતા આવડે......”કબીરે પોતાની ચતુરાઇ ભરેલી વાતથી શોભિતને કહ્યું.

“થઈ શકે તો પછી ચિનુકાકા યા આશુતોષ ?”શોભીતે ફરી પોતાનો બીજો દાવ ફેકતા કહ્યું.

“ઇટ્સ નોટ પોસિબલ બીકોજ ચિનુકાકા શું કામ કરે ? હું એમને પરસનલી ઓળખું છું.તેમને લાઈફમાં બસ એક જ કામ આવડે છે ખાલી કાર ચલાવતા એમને તમે બીજું કોઈ કામ આપશો તો એ કરી પણ નહીં શકે,ઘણીવાર હું પણ નવાઈ પામું છું કેમકે તેમને બીજા કોઈ કામ ના આવડે પણ જ્યારે કાર ચલાવે ત્યારે બરાબર ચલાવે,અને એમની ઊમર પણ થઈ ગઈ છે એ શું કામ કરે ? વાત છે આશુતોષની તો એ પણ હમેશાં મારી સાથે જ હોય છે તે દિવસે પણ તે મારા સાથે જ હતો ઇન્ફેક્ટ મારી પાછળની ચેરમાં જ એને મે સીટ આપી હતી.”કબીરે પોતાની વાત પૂરી કરતાં કહ્યું.

“તો કિસને કિયા મર્ડર ? કોઈ આસમાન સે ટપકા ? મુજે તો તુમહારી પર હી શક હે કબીર બીકોજ એવાર્ડ પર મિલે નિશાન ઔર હેકીગ સબકુચ તુમહારે ખિલાફ હે કી તુમને હી માર્ટિના કા મર્ડર કિયા હે.....”શોભીતે હવે ગુસ્સે થતાં કહ્યું.તેનું ગુસ્સે થવું પણ હવે વાજબી હતું કેમકે તેને કોઈ તોળ મળી જ રહ્યો ના હતો.

“મેને આપસે કહા કી આપ વો એવાર્ડ ફંકશન કે સારે ફૂટેજ ચેક કર સકતે હો......”કબીરે પોતાની સફાઈ આપતા કહ્યું.

શોભિત તરત ઊભો થયો અને તેને એક વાત સૂજી હોય અમે તેને કહ્યું,

“હા.....ઔર સીસીટીવી એકબાર નહીં દો બાર બંદ હુએ થે.......ઊસકે ઉપર ક્યાં કહોગે.....”શોભીતે ફરી તેના સામે જોતાં કહ્યું.આ બે વાર સીસીટીવી બંદ થવાની વાત એટલા માટે શોભીતે કબીર સામે નહોતી કરી કેમકે શોભિત જાણતો હતો કે જો કબીર જ ખૂની હશે તો વાત-વાતમાં તેના મોઢે આ વાત આવી જશે પણ કબીર સાલો ઉસ્તાદ હતો હજૂસુધી તેના મોઢે આ વાત આવી નહોતી,એ વાતની શોભિતને નવાઈ લાગી હતી ત્યારે શોભીતે ખુદ સામેથી કહ્યું હતું.

“તો આપને તો મુઝે વો પહેલે બતાયા હી નહીં........”કબીરે જવાબ આપતા કહ્યું.શોભીતે એકદમ ભોળા બનીને બેઠેલા કબીર સામે જોઈને બહાર જવાનો રસ્તો પકડ્યો.કબીર શોભિતને બહાર જતાં જોઈ રહ્યો.

શોભિતના બહાર જતાં જ કબીરના ફેસ પર એક ઉદાસી છવાઈ ગઈ.તેને કેસ સાથે કઈ લેવા-દેવા નહોતા પણ તેને માર્ટિનાનો ખૂની એકવાર પકડાઈ જાય અને તેણે માર્ટિનાનું ખૂન કેમ કર્યું તે ખબર પડી જાય એટલુ જ જોઈતું હતું.દરેક પાંચ મિનિટ રહીને તેના સામે માર્ટિનાનો ખૂન ભર્યો ફેસ આવી જતો હતો.

“કબીર ........કબીર.......કબીર.......”કબીરના વિચારો વચ્ચે તેને ફરી માર્ટિનાનો અવાજ સંભળાયો.બારી બહારથી આવતા આછા અજવાળામાં માર્ટિના સફેદ ડ્રેસમાં સજ્જ કબીરને પોતાની પાસે બોલાવી રહી હતી.કબીરની નજર તેના પર પડી ત્યારે કબીર હજૂપણ તેના ફેસ પર રહેલા ઘા ના નિશાન જોઈને દુખી હતો.

“તું માર્ટિના નથી મારી માર્ટિના નથી..........”કબીરે બને એટલા સભાન થઈને કહ્યું.

“તો કોણ છું હું?”માર્ટિનાએ તરત પોતાના બંને હાથને તેના સામે ફેલાવતાં કહ્યું.

“મને નથી ખબર............તું મારી માર્ટિના નથી.મારી માર્ટિનાના ફેસ પર આવા નિશાન નહોતા......”કબીરે પોતાની બંને આંખે હાથ મૂકતાં કહ્યું.

“કબીર......કબીર...............કબીર...........”માર્ટિનાની બૂમો વધારે તેજ થવા લાગી. કબીરે બને એટલા કશીને પોતાના બંને હાથ આંખો પર મૂકી દીધા હતા.

“કબીર......કબીર.....કબીર........................કબીર....................”વધારે બૂમો હવે કબીરને હેરાન કરી રહી હતી. તેના માટે હવે આ સહન ના થવા બરાબર હતું તે આવી માર્ટિનાને જોવા નહોતો માગતો.

ધીરે –ધીરે આવજો ધીમા થવા લાગ્યા.ચારે તરફ શાંતિ લાગવા લાગી હતી.કબીરે ધીરે-ધીરે પોતાની આંખો પરથી હાથ હટાવી લીધા અને તે હવે પોતાની જાત પર,પોતાના પર કાબૂ રાખતા શીખી ગયો હતો.

*********************

“આઈ વોન્ટ ઈચ એંડ એવરી ફૂટેજ વિથ ટાઇમ.....”શોભીતે એવાર્ડ ફંકશનના ઓર્ગનાઇઝરને કહ્યું.

શોભિત સામે એવાર્ડ ફંકશનના બધા જ ફૂટેજ હતા અને તે પોતે બેસીને તે બધા ફૂટેજ જોવા લાગ્યો હતો.અલગ-અલગ કેમેરાથી લીધેલા બધા ફૂટેજ જોવામાં ઘણો સમય લાગતો હતો પણ આ કેસ માટે જરૂરી હોવાથી શોભિત કોઈપણ જાતની કચાશ રાખવા નહોતો માગતો.દરેક ફૂટેજમાં તેની નજર કબીર પર જ હતી.એવાર્ડ ફંકશન સ્ટાર્ટ થવાથી એન્ડ થવા સુધી ટાઈમ સાથે કબીર પર નજર રાખવી હવે તેના માટે જરૂરી હતી.કબીર કોને-કોને મળ્યો થી લઈને બધી ડિટેલ્સ ફૂટેજમાં હતી.

“વોટ ધ ***ક**** ”શોભિતના મોઢામાંથી ગાળ નીકળી ગઈ.કબીર એવાર્ડ ફંકશન સ્ટાર્ટ થવાથી લઈને એન્ડ સુધી ત્યાં જ હતો.શોભિત અચાનક જ હેબતાઈ ગયો. કબીર સાચું બોલી રહ્યો હતો.

“યે ફૂટેજ કો એડિટ નહીં કિયા હે ના ઔર કોઈ મિસિંગ નહીં હે ના???”શોભીતે ફરી ખરાઈ કરતાં પૂછી લીધું.

“નહીં સર જેસા હે વેસા હી હે” ઓર્ગનાઇઝરએ જવાબ આપ્યો.

ફરીથી માર્ટિનાના કેસમાં વળાંક આવ્યો હતો.કબીરના એવાર્ડ પર મળેલા નિશાન અને સિસટીવી હેક થવા,કબીરનું એવાર્ડ ફંકશનમાં જ હોવું,હવે શોભિત માટે આ કેસ વધારે ગુચવણ ભર્યો બની ગયો હતો.

કબીર નહીં તો કોણે કર્યું છે માર્ટિનાનું મર્ડર ? અને શા માટે ? શું કબીર તો બધાને બેવકૂફ નથી બનાવી રહ્યો ને ?

વિચારોનું યુદ્ધ ચાલી રહ્યું હતું શોભિતના મનમાં...............................

(કમશ:)