Pranay Saptarangi - 31 in Gujarati Fiction Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રણય સપ્તરંગી - પ્રકરણ 31

Featured Books
Categories
Share

પ્રણય સપ્તરંગી - પ્રકરણ 31

પ્રણય સપ્તરંગી પ્રકરણ - 31

સંયુક્તા આજે ખૂબ ખુશ થઇ ગઇ. પોતાનાં પ્લાનીંગ પ્રમાણે સીમાને રણજીતે આપેલો ડ્રેસ પહેરાવીને અમી સાથે રાતની ડીનર પાર્ટીમાં લઇને આવી હતી. રણજીત પણ સંયુક્તાને સીમા અને અમી સાથે આવેલી જોઇને ખૂબ ખુશ થઇ ગયો. એણે એનો ચક્રવ્યૂહ સચવાનું ચાલું કરી દીધું એણે અક્ષયને પણ હાજર રાખેલો. અક્ષયને કહ્યું શું છે આજેતારે ખાસ કામ પાર પાડવાનું છે અને તારી અમી પણ એની બ્હેન સીમા સાથે આપણાં રીસોર્ટ પર ડીનર પાર્ટી માટે આવવાની છે. તો તારાં માટે પણ ચાન્સ છે અજમાવી લે જે હું તારાં સાથમાં જ છું અક્ષય તારાં સંયુક્તા-સાગરનાં લીધેલાં ફોટાં ભૂરાને મોકલ્યાં હતાં હમણાંજ એ સીમાનાં ફોનમાં મોકલી દે તાત્કાલીક.....

અક્ષય અમી આવવાની છે એ જાણીને ખુશ થઇ ગયો અને એણે રીસોર્ટમાં જ પહેરવેશ ચેન્જ કર્યો રણવીરની સાથે કાયમ અહીં રહેતો એટલે કાયમ થોડી જોડ કપડાં અહીંજ રાખતો રણજીત એને ક્યારેય પણ કામ પર મોકલી દે રોકાવા કહી દેતો. એણે પૂરી તૈયારી કરી લીધી હતી અને રણજીતનાં આદેશ મુજબ સીમાને ફોટો-વીડીયો મોકલી દીધાં અને સીમાનાં ફોનમાં રીસીવ થઇ ગયાં. જોવાયા નહોતાં અક્ષયને ભૂરા સાથે થયેલી વાતો જાણે યાદ જ નહોતી રાખ્યુ હેંગ ઓવર સવારે દૂર થયું એમ ભૂરા સાથેની વાતો જાણે ભૂલી ગયો.

સંયુક્તા સીમા અને અમી મુખ્ય લોઉન્જમાંથી પસાર થઇને રીસોર્ટનાં પાછળનાં ભાગમાં મોટી લોન છે એ બાજુ બધી એકટીવીટી ચાલે ત્યાં ગયાં સ્વીર્મીંગ પુલ, ડાઇનીંગ હોલ, રણજીતનો પ્રાઇવેટ બાથરૂમ અને બધાં માટેનાં ડીસ્કો થેક બધું જ હતું ઘણાં શહેરી લોકો હાજર હતાં. ઘણાં સ્વીમીંગ કરી રહેલાં એની આસપાસની બેન્ચિસ પર ફેમીલી અને ફ્રેન્ડ્સ બેઠાં હતાં એમનાં છોકરાઓમાંના કેટલાક બેબી પૂલમાં પાણીમાં રમી રહ્યાં હતાં કેટલાક ચિલ્ડ્રન પાર્કની રાઇડ્સ અને ઝુલા એન્જોય કરી રહ્યાં સાંજ એની સુંદરતા પાથરી રહી હતી. ઠંડો શીતળ પવન લેહરાઇ રહ્યો હતો બધાં વાતાવરણની મજા લઇ રહ્યાં હતાં.

સંયુક્તાએ સીમાને કહ્યું "ચાલો આપણે સાથે લોન પાસેની બેન્ચિસ પર બેસીએ ત્યાંથી બધુ જ દેખાશે બધાને આનંદ કરતાં જોઇ મજા આવશે ત્યાંજ આપણે ડીનર પ્હેલાં થોડું ડ્રીંક અને સ્નેકસ મંગાવીશું મજા આવશે.

અમી કહે સાચેજ મજા આવે એવું વાતાવરણ છે યાર સંયુક્તા દીદી તમે તો અત્યાર સુધી મને ઇન્વાઇટ નથી કરી મને તો અહીં નાનાં નાનાં ભૂલકાઓ સાથે રમવાનું અને સ્વીમીંગ નો પણ ખૂબ શોખ છે. સીમાએ કહ્યું "અમી તારે જ્યાં જવું હોય અહીં ફરવું હોય જા અમે આ બેંન્ચ પર બેઠાં છીએ.

સંયુકતાએ કહ્યું "પ્હેલાં કોફી સ્નેકસ આવી જવા દે પછી તું અમારી સાથે બધુ લઇને પછી જા અને જો તારે સ્વીમીંગ કરવું હોય તો હું તને કોચ્યુમની વ્યવસ્થા કરી આપું. અહીં સ્ટોરમાં બધુ જ ઉપલબ્ધ છે એકદમ ડ્રેસ અમીએ સીમાની સામે જોયું સીમાએ સંમતિસૂચક ઇશારો કર્યો. અમી કહે તો તો દીદી મને કરી આપો તમે લોકો કોફી સ્નેકસ લો હું તો સ્વીમીંગ પછી જ લઇશ. સંયુક્તાએ ફોન કરીને એનાં કર્મચારીને આદેશ કર્યો અને અમીને સાથે જવા કહ્યું તને નવો કોશચ્યુમ મળી જશે. અમી ખુશ થતી ગઇ અને સીમા અમીને આનંદથી જતી જોઇ રહી.

સંયુક્તા સીમા સાથે અમી આવી હતી એ રણજીત અને અક્ષય બન્નેનાં ધ્યાનમાં હતું. બંન્નેની ચકોર નજર સતત એ લોકોનો પીછો કરી રહી હતી. રણજીતે કહ્યું "તું હવે તારી વ્યવસ્થામાં રહે અને અમી સાથે ચાન્સ મારી લે પછી મને જરૂર હશે ત્યારે હું તને ફોન કરીને બોલાવીશ અને ધ્યાન રહે તું આ લોકો હાજર છે ત્યાં સુધી એક બૂંદ દારૃ નહીં પીવે નહીંતર આખી બાજી બગાડીશ અક્ષયે કહ્યું "સાલા મેં એટલે જ અત્યાર સુધી ફૂંકી નથી કે નથી બોટલ સામે જોયું આજે સીમા સાથે આર પાર કરી લેવું છે અને જાણુ છું એ પ્રમાણે પેલો વરણાગીઓ પણ શહેરમાં નથી અક્ષયે કહ્યું હાં એ બેંગ્લોર ગયો છે કોઇ ટ્રેઇનીંગ માટે…

રણજીતે ત્રાંસી નજરે જોતાં કહ્યું "મને બધી ખબર છે અને હવે એ બેંગ્લોરથી પાછો કેવી રીતે આવે છે જોઊં છું ત્યાં સુધીમાં તો હું એની મહેબુબાને ઉડાવીને લઇ જઇશ મારીજ કરી દઇશ જોયા કર. હવે મને સંયુક્તાની ગડ બેઠી.... પછી બોલતો ચૂપ થઇ ગયો અને અક્ષયને જવા કહ્યું. અક્ષયને ખબર પડી ગઇ કે આ રણજીત બોલવાનાં શબ્દો ગળી ગયો ઠીક છે હું અમી શું કરે છે જોઊં એની પાસે જઊં...

***********

જૈમિને ભૂરાને કહ્યું "ભાઇ તમે અક્ષયને ફોન આપી દીધો. સારું કર્યું આમ પણ મેં તમારી સૂચના મુજબ તાત્કાલીક એનાંજ નામ પર મોબાઇલ અને સીમ ખરીદયાં હતાં પણ ભાઇ તમે અંદર શુ લોડ કરીને મોકલ્યું છે. ભૂરાએ કહ્યું "મશીનગનમાં ગોળીઓ લોડ થાય એમ એમાં રણજીત માટેની બુલેટો લોડ છે અને એજ માહિતી મેં સીબીઆઇ, કમીશ્નર સર અને એનાં મધોક સર બધાને એક સાથે મોકલી છે જોઇએ છીએ કયું જવાળામુખી ફાંટે છે અને એક સાથે બધા હરામી જે જેન્ટલમેલ બનીને ફરે છે એમનાં નકાબ ઉતરી જશે અને હું નિર્દોષ સાબિત થઇશ અને એમાં આ તારો અક્ષય જ કામ લાગશે અત્યારે પણ લાગ્યો છે.

ભૂરો જૈમિન સાથે વાત કરતો હતો અને એટલામાં એનાં મોબાઇલમાં રીંગ આવી એણે નંબર જોઇને સ્માઇલ કર્યુ. પછી વાત કરતા કહ્યું "હાં દેવાંશી બોલ બધુ બરોબર છે ને મેં કરેલી વ્યવસ્થા બરાબર છે ને ? કોઇ તને હેરાન નથી કરતું ને. તું સારી રીતે જીવી શકે એવું કર્યું જ છે છતાં કોઇ તકલીફ હોય તો કહે. દેવાંશી..... એ ભૂરા સાથેની મુલાકાત જયારે અડ્ડા પર પોલીસની રેડ થયેલી ત્યારે સુંદરી અને દેવાંશી સાથે હતાં. ભૂરાએ બંન્નેને બચાવેલ સુંદરી ખૂબ નાની હોવાથી પોતાની સાથે લઇ આવેલો અને દેવાંશીને બચાવીને એટલું કહેલું હમણાં તને સાથે નહીં લઇ જઇ શકું પણ તારી સલામત વ્યવસ્થા કરી આપીશ જ્યારે જરૂર હોય મારી પાસે આવજે અને એ છોકરીનાં ધંધાનાં અડ્ડા પર ઇમરાન સાથે 2-3 વાર ગયેલો એને આ બધું ગમતું નહીં પણ એ દારૂનાં નશામાં દેવાંશી સાથે સૂઇ ગયેલો દેવાંશીને ભૂરાની આખી વાત ખબર હતી એક દિવસ નશામાં ભૂરાએ સંયુક્તા સાથેનાં પ્રેમની વાત કરી હતી. ભૂરાને દેવાંશી ખૂબ પસંદ હતી એ બધી જ છોકરીઓમાં જુદી પડતી હતી એ કોઇ સંસ્કારી ઘરની ફસાયેલી છોકરી હતી અને આ ધંધામાંથી મુક્ત થવા માંગતી હતી. અને સાચાં સમયે ભૂરાએ એને મદદ કરી હતી. એણે ભૂરાને કહ્યું હતું કે હું ક્યારેય હવે ખોટાં કામ નહીં કરું નહીં મારું શરીર અભડાવું હવે હું તનેજ સમર્પિત. ભૂરાએ કહ્યું મારી જીંદગીનું ઠેકાણું નથી છતાં મદદની જરૂર હોય કહેજે મારી બનતી મદદ કરીશ એ મેળાપ પછી છેક આજે દેવાંશીનો ફોન આવેલ.

દેવાંશી કહે તમે જે વ્યવસ્થા કરીને ગયાં છો પછી મને કોઇ તકલીફ નથી. બસ તકલીફ એકજ છે તમારી ખૂબ યાદ આવે છે ઘણાં સમયથી તમે મારી પાસે આયાં નથી અને તમારી દૂરી ખાઇ જઇ રહી છે. ક્યાં તમે મને તમારી પાસે બોલાવી લો ક્યાં મારી પાસે આવી જાવ હવે બીજો રસ્તો નહીં રહે અને હવે મને ખબર નહીં શું થયું છે કે તમારાં વિરહમાં જીવજ ની કળી જશે.

ભૂરો પણ સાંભળીને થોડો લાગણીશીલ થઇ ગયો પછી સ્વસ્થ થઇને બોલ્યો દેવાંશી આમ લાગણીશીલ થયે નહીં ચાલે લગામ રાખ બધામાં મારી સ્થિતિ ખૂલ્લી જ તું જાણે છે જાણે ખુલ્લી કિતાબ મારી પાસેથી શું મળશે ? તારી કોઇ બીજી તકલીફ હોય કહે.

દેવાંશી કહે બીજી કોઇ તકલીફ નથી. અત્યાર સુધી જીવન એટલું ગંદુ હતું ત્યારે નરકમાં જીવતી હતી તમે મને જીવતાં નરકમાંથી બહાર કાઢી નવજીવન આપ્યું છે હવે આ જીવન ફક્ત તમને જ સમર્પિત છે તમે કાં સ્વીકાર કરો કે ક્યાં હું જીવ જ આવી દઊં હું તમારી સ્થિતિ સમજું છું તમારાં ગળે નથી પડતી તમને ભારે નહીં પડું પણ હવે વિરહ નહીં સહેવાય તમારી સાથે રાખો. જેમ રાખો. જેમ રાખશો એમ રહી લઇશ.

ભૂરાએ ત્વરિત જ નિર્ણય લીધો અને કહ્યું તું એક કામ કર તારો સામાન લઇને હું તને એડ્રેસ મોકલું છું ત્યાં મારી પાસે આવીજા હવે જે થશે એ આપણાં બન્નેનું સાથે જ થશે દેવાંશી સાંભળીને ખુશ થઇ ગઇ એણે કહ્યું પહેલી જ ટ્રેઇનમાં હું તારી પાસે આવી જઊ છું થેંક્યુ મારાં હીરો લવ યું હું પહોચું જ હવે તરત.

ભૂરાએ ફોન મૂક્યો અને જૈમિનને કહ્યું જૈમીન તારી ભાભી આવે છે એમનાં વેલકમની તૈયારી કર. તૈયારીમાં બીજો બેડરૂમ અસ્તવ્યસ્ત છે એ કવિતાને કહે સરખો કરે એ હવે અહીંયા જ રહેશે. હું નાસ્તો ફરતો રહું છું પણ એ અહીં સલામત રીતે ઠરીઠામ થઇને રહેશે.

જૈમીન એકદમ ખુશ થઇ ગયો મનમાં વિચારવા લાગ્યો ભાઇ ઘીમે ધીમે સુધરીને ઠરીઠામ થવા લાગ્યાં છે સારું છે એણે તરતજ કવિતાને બોલાવીને સૂચના આપી કવિતા પણ ખુશ થઇ ગઇ સુંદરી સ્કૂલેથી આવે એટલે એને પણ આ ખુશખબર આપવા જણાવ્યું અને ભૂરાએ ફોનમાં તરતજ દેવાંશીને સરનામું અને બધી ડીટેઇલ્સ મોકલી દીધી.

*******

અક્ષય અમીની ગતિવિધિ પર એની પાછળ રહીને બધુજ ધ્યાન રાખી રહેલો. એણે જોયું કે અમી સ્વીમીંગ કોશચ્યુમ લઇ રહી છે એણે સમય બગાડ્યા વિનાં તરત જ ચેન્જરરૂમમાં જઇને કોશ્યુમ પોતાનાં લોકરમાંથી લઇને સ્વીમીંગપુલમાં સ્વીમ કરવા માટે નીકળી ગયો. ત્યાં ઘણાં બધાં રીસોર્ટમાં રોકાયલા ત્થા રેગ્યુલર મેમ્બર હતાં અને સ્ત્રી અને પુરુષો સાથે જ સ્વીમ કરી રહેલાં. એટલે અક્ષયે હેડ કેપ અને ચશ્માં પહેરી રાખેલા જેથી કોઇ તરત ઓળખી ના શકે.

અમી પણ કોશચ્યુમ લઇ કર્મચારીનો આભાર માનીને લેડીઝ ચેન્જરૂમમાં જઇને કપડાં મોબાઇલ બધુ લોકરમાં મૂકીને કોશચ્યુમ પ્હેરી સ્વીમીંગ પુલમાં સેકન્ડ ટોપ પરથી ડાઇ મારીને પૂલમાં ગઇ અક્ષયે એને જોઇ લીધી. અમીતો એનાં મૂડમાં સીરીયસ્લી લેન્થ સ્વીમ કરી રહી હતી ઘણાં બધાં એની સાથે થઇ જતાં અને પાછળ રહી જતાં કોઇ આગળ નીકળી જતું નાનાં નાનાં કિશોર કિશોરીઓ પણ સ્વીમીંગનો આનંદ લઇ રહેલાં.

અમી સળંગ ત્રણ લેન્થ મારીને એક કોર્નરમાં શ્વાસ લેવા ઉભી રહી અને ચારે તરફ જોઇ રહી હતી એણે સીમાને હાથ કરીને પોતાની હાજરી ક્યાં છે એ દર્શાવી. સીમા ઉભી થઇને અમી પાસે આવી એનાં સ્નેપ લીધાં પૂછ્યું મજા આવે છે ને ? અમી એ કહ્યું દીદી ખરેખર મજાઆવે છે. સારુ થયું હું તમારી સાથે આવી આજે ફ્રેશ થઇ ગઇ. સીમાએ કહ્યું તું તારું સ્વીમીંગ પતાવીને અંદરની તરફ ડાઇનીંગની બાજુનો હોલ છે ત્યાં આવી જજે અમે લોકો થોડીવાર પછી ત્યાં જઇએ છીએ. સંયુક્તાની બીજી ફ્રેડ્સ ત્યાં બેઠી છે એટલે અમીએ કહ્યું ભલે તમે જાવ હજી તો હું સ્વીમ કરીશ. સીમાએ કહ્યું ભલે એન્જોય અમી લવ યુ કહીને નીકળી ગઇ. જતાં જતાં અમીએ કહ્યું "દીદી આજે તમે ખરેખર આ ડ્રેસમાં અપ્સરા જેવા સુંદર દેખાવ છો. સીમાએ ફલાઇગ કીસ આપી આનંદ વ્યક્તિ કર્યો અને નીકળી ગઇ.

અક્ષયે પણ લેન્થ પૂરી કરીને સીધો જ અમીની બરાબર બાજુમાં રેસ્ટ લેવા માટે ઉભો રહ્યો. અમીને કાંઇ ખબર ના પડી એણે નોંધ ના લીધી. થોડીવાર અક્ષય અમીની સામે ટગર ટગર જોઇ રહ્યો. અમી ખૂબ સોહામણી લાગી રહી હતી અને સ્વીમીંગ કોશચ્યુમમાં અમીનાં છાતીનાં ઉભાર સ્પષ્ટ દેખાંતાં હતાં એના લેન્થ લીધાં પછી શ્વાસ પણ લાંબા લેતી હતી થાક ઉતારતી હતી અક્ષય એને નજરોથી પી રહેલો અમીની છાતીથી સાથલ સુધીનો ભાગ જાણે હમણાં શું કરશે એમ જોઇ રહેલો. કોશયુમ એવું હતું કે અમીનાં ગુટણ ભાગ સિવાય એનાં સાથળ અને કુણી જાણે સ્પષ્ટ દેખાંતા હતાં અક્ષયનાં મનમાં કોઇ ગંદા વિચારો ચાલી રહેલાં એણે જોયેલી કોઇ નગ્ન સીડીનાં દ્રશ્યો સાથે સરખાવી રહેલો અને પોતે ઉતજીત થઇ રહેલો એને થયુ અમીને સ્પર્શ કરી એને દીર્ધ ચુંબન કરી લઊં.

અમી ઉભી રહેલી એને એહસાસ થયો કે કોઇ મને ક્યારનું સતત તાકી રહ્યું છે એણે અક્ષય તરફ નજર કરી તો એને થયું આ મને ક્યારનો ઘૂરી રહ્યો છે એણે અક્ષય છે એમ ના ઓળક્યો. અક્ષયે જોયું કે અમીએ એને ઘૂરતો જોઇ લીધો છે અમીએ કહ્યું "એય મીસ્ટર આમ શું મને તાકી રહ્યા છો જાવ તરવા આવ્યા છો તરો અહીં શું દાટયુ છે ઘરમાં માં બ્હેન નથી કે કોઇ સ્વાદ ચખાડું બેશરમની જેમ તાક્યા કરો છો. ગેટ લોસ્ટ નહીંતર હમણાં સીક્યુરીટીને બોલાવું છું.

અક્ષયને થયુ હવે બાજી બગડશે એટલે તરતજ એણે ચશ્મા કેપ ઉતાર્યા અને બોલી ઉઠ્યો "અરે સોરી સોરી અમી હું અક્ષય છું તને આમ ઉભેલી જોઇ પછી નજર હટાવી ના શક્યો તારું આ સંગેમર ભરયુ રૂપ હું ધરાઇને પી રહેલો. આઇ એમ સોરી. અમીએ કહ્યું "અક્ષય તું છે ? અહીં શુ કરે છે ? ક્યારે આવ્યો. અને આ રીતે જોતાં શરમ નથી આવતી મર્યાદા નું ભાન રાખીને મારી સાથે બોલવાનું વર્તવાનું હુ તારી ગર્લફેન્ડ નથી સમજ્યો ?

અક્ષયે કહ્યું હું થોડીવાર પ્હેલાં જ આવ્યો રખડીને ખૂબ થાકેલો એટલે ફ્રેશ થવાં સ્વીમીંગ કરવા આવી ગયો મને થોડી ખબર કે તું અહીંયા છે ? આતો લેન્થ લેતાંજ તારી પર નજર પડીને અહીં આવ્યો હજી તને બોલાવાનો વિચાર જ કરતો હતો અને તે મને પૂછ્યું બાય ધ વે સાચું કહુ અમી તું ખબૂ સુંદર છે અમીએ કહ્યું "બસ મને ખબર છે હું શું છું અને તું શું છે એ પણ મને ખબર છે એટલે વધારે માખણ ના લગાવીશ હું તારી સાથે કામ કરું છું એ જ રીતે કલીગ છું એમ જ હું તને ઓળખું છું એટલે મર્યાદા રાખીને જ વાત કરજે મને કશામાં કે કોઇનામાં રસ નથી.

અમીનો સીધો સપાટ જવાબ સાંભળીને અક્ષય થોડો હેબબાઇ ગયો એણે બેલેન્સ કરવા કહ્યું "અમી એક મિત્ર તરીકે તારી સાથે વાત કરી છે અને તું ખૂબ સુંદર છે તો છે હું વખામ જ કરું બીજુ શુ કર્યું અમી કહે ઠીક છે તું તારું કર મારે હજી લેન્થ લેવી છે બાય. એમ કહીને અમીએ સ્વીમ કરવાનું ચાલુ કરી દીધું અક્ષય એને જોતો રહ્યો અને અમીનાં આખાં શરીરનાં ઘાટ અને આકાર જોઇ વધુને વધુ આકર્ષાતો ગયો એણે હોઠ દાબીને કહ્યું "અમી માનીજા નહીંતર એકદીવસ એવો આવશે હું તને ભોગવીને રહીશ. અને અક્ષયમાં રણજીત જેવાં પિશાચી વિચારો આવી ગયાં એ અમી પાછળ પાગલ થઇ ગયો હતો.

અક્ષયે કોઇ નિર્ણય કર્યો અને એને ખબર નાં પડે એમ સ્વીમીંગ પૂલમાંથી બહાર નીકળી ગયો. પોતે ચેઇન્જ રૂમમાં જઇને કપડાં ચેન્જ કર્યા અને રીસોર્ટનાં સીક્યુરીટીને પૂછ્યું લેડીઝ ચેન્જરૂમનાં લોકરમાં કોણ ડ્યૂટી પર છે ? એણે જાણી લીધું અને ચેન્જરૂમની બાજુનાં લોકરરૂમનાં સીક્યુરીટીને કહ્યું "સરનો ઓર્ડર છે મારે એક લોકર ચેક કરવાનું છે એમ સીક્યુરીટી એને ઓળખતો જ હતો એવો અક્ષયને એલાઉ કર્યો. અક્ષયને થયુ કયું લોકર અમીનું હશે ? એ ગૂંચવાયો એણે પેલા સીક્યુરીટીનો અમીનો ફોટો બતાવીને કહ્યું આ મેડમનું કયું લોકર છે ? સીક્યુરીટીએ કહ્યું આ મેડમે અહીથી જ નવું કોશ્ચ્યુમ લીધેલું એટલે મને યાદ છે આ લોકર છે એમનું અને આ લોકરની ચાવી. અક્ષયે કહ્યું વાહ મારા સીક્યુરીટી એમ કહીને 200ની નોટ આપી ખુશ કર્યો એણે લોકર ખોલીને કપડાંની ઉપરનો મોબાઇલ લીધો અને કળથી ઓપન કરીને એણે અમીનાં ફોનમાંથી મેસેજ કર્યો અને ફોન કર્યા પછી એ ફોન એમજ મૂકીને એ સીક્યુટીરીટને ચાવી પાછી આપી કહ્યું "કોઇને કહેવાનું નથી મેં એમજ બધુ પાછું મૂક્યું છે. સીક્યુરીટીએ સલામ મારતાં કહ્યુ "અરે સમજાવવું પડે સર. તમે તો આ મેડમ સાથેજ હોવ છો. અક્ષયે કહ્યું અરે તને કેવી રીતે ખબર ?

સીક્યુરીટીએ કહ્યું "સર મેં આ મેડમ સાથે બાઇક પર જોયાં છે તમારાં ગર્લફ્રેન્ડ છે ને તમે કચેરીમાં આવેલા ત્યારે આ મેડમ પણ તમારી પાછળ બેઠલાં હતાં હું પોલીશ કમીશ્નર કેચરીમાંથી છૂટીને સાંજની ડ્યુટી અહીં કરું છું શેઠ સાહેબે મને ગોઠવ્યો છે મારી વધારાની આવક થાય છે તો પુરુ થાય છે મને બધી ખબર છે. અક્ષયને થયું આ રણજીત ક્યાં ક્યા પહોંચેલો છે એણે કચેરીનાં આવા કેટલાં પેદા અહીં ગોઠવી રાખ્યાં છેકે જે એને ક્યારેક તો કામ આવતાં જ હશે. અક્ષયે એમને પૂછ્યું તમારી સાથમાં બીજા અહીં કેટલાં ડ્યુટી કરે છે ? પેલાએ કહ્યું અહીં ચેન્જરૂમ લોકરમાં હુ છું અને ત્યાં ડીસ્કોથેકમાં પેલો લક્ષ્મણ પ્હેલવાન કચેરીનો જ છે એતો અહીં ખૂબ પૈસા રળે છે કચેરીથી છૂટીને સીધો અહીં હાજર થાય છે અને શેઠનો ખાસ માનીતો છે અહીંની સીક્યુરીટીનું બધુ એજ સંભાળે છે અક્ષયે કહ્યું ઓકે ઓકે થેક્યું એમ કહીને અક્ષય પોતાનું કામ કરીને ત્યાંથી નીકળી ગયો અને સીધો રણજીત પાસે પહોચ્યો.

રણજીતે અક્ષયને પોતાની તરફ આવતો જોઇને કહ્યું "એય અક્ષય માણી લીધું ? હાથમાં કંઇ આવ્યું તમને ? અક્ષય સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો એને થયુ આને કેવી રીતે ખબર ? અક્ષયે હસ્તાં હસતાં કહ્યું "અરે બોસ તમે તો ત્રીકાળ જ્ઞાની છો તમને ... અરે જો આ સ્ક્રીન એમાં બધુજ મને દેખાય છે હું સ્ક્રીન સીલેકટ કરીને ઝૂમ કરીને બધુ જોઇ શકું છું તારાં અને અમીનાં હાવભાવ જોતાં સમજી ગયેલો તારું કંઇ ઉપજાયું નથી સોનાની ચેઇન પાણીમાં ગઇ છે. ભલે મને તમારાં ડાયલોગ નથી સંભળાયા પણ મને બધાંજ અંદાજ આવી ગયો હતો.

અક્ષયે કહ્યું બોસ ડીસ્કોથેકમાં જુઓ હું કેવો કમાલ કરું છું એ મને સામેથી ભેટવા આવશે હું બધાની સામે એને લીપકીસ કરીશ. રણજીત કહે ભલે જોઇશ જા તું સોંપેલા કામ કર કે હું સંયુક્તા અને સીમા પાસે જઊં છું જોજે તારું કરવામાં મારું ના બગાડતો રણજીત એટલું બોલીને સંયુક્તા સીમા બેઠાં હતાં એ તરફ ગયો.

સીમાને જોઇને રણજીતે કહ્યું "અરે શું વાત છે ? આજે તો આસમાનથી અપ્સરા ઉતરી આવી છે ને કંઇ ? એમ કહીને સંયુક્તાને બારમાં લઇને ગાલ પર કીસ કરીને કહ્યું "વેલ કમ ચીકું અને બોલ્યો ચીકુ તું પણ સુંદર લાગે છે મારે રાજકુમાર શોધવો પડશે. અને પછી સીમાની નજીક જઇને. સીમાને બાથમાં ભરી વેલકમ કરવા ગયો. સીમા સંકોચાઇ અને કહ્યું રણજીત થેંક્યુ એમ કહીને અટકાવી દીધો. રણજીતે ઉતાવળ ના કરતાં અટકી ગયો પછી મગજનું માંડ બેલેન્સ કરીને કહ્યું "આવો આવો આપણે અંદર જઇએ મસ્ત મ્યુઝીક ચાલી રહ્યું છે કંઇક ડ્રીક લઇએ સંયુક્તાએ સીમાને કહ્યું ચાલ ડાર્લિંગ અંદર પછી ડીનર લઇ લેવાય તને સમયસર ઘર પણ મૂકી જવાય. સીમાને થયું સંયુક્તા મારું વિચારીને કહી રહી છે એણે કહ્યું પણ અમીને મેં અહીં મળવાનું કહ્યું છે. સંયુક્તાએ કહ્યુ અહીં આ સીક્યુરીટીને હું કહું છું અમીને આપણી પાસે અંદર લઇ આવશે. અને સીમા સંયુક્તા સાથે અંદર ગઇ. સંયુક્તા અને સીમાને ડીસ્કોથેકની સામે પ્રથમ હરોળની રીલેક્ષ ચેરમાં સ્થાન લીધું. અને એ લોકોની સામે સર્વીગ ડેસ્ક પણ હતું જ્યાં ફુડ ડ્રીંકસ બધુ મૂકી શકાય વાતાનુકુલીન વાતાવરણમાં બધાં આનંદથી જોરદાર મ્યુઝીક સાથે નાચી રહ્યાં હતાં બધા ખૂબ આનંદથી જોરદાર મ્યુઝીક સાથે નાચી રહ્યા હતાં બધા ખૂબ આનંદ લઇ રહ્યાં હતાં યુવાન છોકરાં છોકરીઓ ચીચીયારીઓ પાડીને ડાન્સની મજા લઇ રહ્યાં હતાં.

રણજીતે સમય પારખી અમી આવે એ પહેલાંજ તક ઝડપીને ડાન્સફ્લોર પર જઇને એનાઉન્સ કર્યું કે આજની સામ સીમાને નામ બધાએ તાળીઓથી એનાઊન્સમેન્ટ વધાવી લીધું લાઇટનાં રંગીન શેડ સીમાની ઉપર આવીને રોશની પાથરી ગયાં સીમા ડઘાઇ ગઇ એણે સંયુક્તાને કહ્યું "આશું છે બધું ? સંયુક્તા જવાબ આપે પ્હેલાં રણજીતે કહ્યું "મારી સુંદર અને નિદોર્ષ ભોળી મિત્ર આજે મારાં ડીસ્કોથેકમાં પ્રથમ વાર આવી છે એટલે આમે દરેક ગેસ્ટ ખૂબ આનંદ સાથે ખાય-પીએ અને લહેર કરે આજનું બધાનું બીલ માફ મારી મિત્રને તમારાં બેસ્ટ વીશીશ આપજો. સીમાતો સાવ જ ગભરાઇ ગઇ એની આંખમાં આંસુ આવી ગયાં અને રણજીતે ખૂબજ રોમીન્ટીક ધૂન મૂકાવી અને પાછો ડાન્સ શરૂ થઇ ગયો. સીમા પરથી લાઇટનાં શેરડા હટી ગયાં સંયુક્તાએ અને બધાએ તાલીઓ પાડીને સીમાનું અભિવાદન કર્યું સીમાને અંદર અંદર ગમી રહેલું છતાં સંકોચ પણ થઇ રહેલો એણે થેક્સ કહ્યું થોડીવારમાં સંયુક્તા અને સીમા પાસે સ્નેકસ અને ડ્રીંક્સ આવી ગયાં પાછળને પાછળ રણજીત એક સ્પેશીયલ ચેર મૂકાવીને બેઠો.

રણજીતે કહ્યું સીમાને "કેવી રહી સરપ્રાઇઝ ? સીમા કહે આવુ બધુ કેમ કર્યું ? મને નથી ગમતું રણજીતે ફ્લર્ટ કરતા કહ્યું અરે આજે એક અપ્સરા મારાં રીસોર્ટ પર આવી છે અને તારાં પગલાં થતાં જ અહીં બધાને મોજ આવી ગઇ છે અને મારો રીસોર્ટ ધન્ય ધન્ય થઇ ગયો છે હું શું સેવા કરું ? બીજું ખાસ કે આ ડ્રેસ આ પહેરી ને તારી સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધાં છે.

રણજીતે કહ્યું તમે એન્જોય કરો. હું પછી આવું છું. સંયુક્તાએ સીમાને કહ્યું "તું બેસ હું હમણાં જ આવી ત્યાં સામે મારી ફ્રેન્ડસને પણ હું હાય હેલો કરીને આવું પ્લીઝ એક્સક્યુઝ એમ કહીને એ સમજીને ઉઠી ગઇ સીમા એકલી પડી અમી પણ હજી આવી નથી એને થયું અમીને સ્વીમીંગ મળ્યું બધુજ ભૂલી જાય છે. એણે અમીને કેવી રીતે બોલાવવી એમ કરીને મોબાઇલ હાથમાં લીધો અને ફોન ઓન કરતાં એણે મેસેજ ફોટા અને વીડીઓ કોઇએ મોકલ્યાં છે એ જોયું એને ઉત્સુક્તા થઇ અને અમીનું ભૂલીને એણે વીડીયો ફોટા બધું જોયું. સાગર સંયુક્તાનાં આવાં ફોટાં અને વીડીયો જોઇને એ આધાતમાં સરી ગઇ. ખાસ કહીને બાઇક રાઇડમાં સંયુક્તા જોરીને સાગરને જે રીતે વળગીને મજા આપી રહી હતી એને તો કાપો તો લોહીનાં નીકળે એવી હાલત થઇ ગઇ એનો સાવ મૂડ ચાલ્યો ગયો. એને થયું સાગર આ શું કરે છે ? એ બેઊ બાજુ રમી રહ્યો છે ? પેલેસમાં પણ ગયાં ત્યારે એ અંજાઇ ગયેલો સંયુક્તાએ એનો બેડરૂમ ફર્નીચર વાતાવરણમાં બ્હાને આમંત્રીત કરેલો શું સાગર ત્યાં પણ ગયો હશે ?

સીમાને તરત બીજો વિચાર આવ્યો ના ના સાગર મારો આવો નથી જ એને તો સંયુક્તા પર ખૂબ ચીઢ છે આવું ખોટું જ છે હું નહીં માનું સાગરને ફોન કરીને જ ચોખવટ કરી લઊં કે શું છે આવ્યું ? એવો વિચાર કર્યો અને તરતજ રણજીત આવી ગયો અને કહ્યું "અરે સીમા આટલા એરકંડીશનમાં તને આટલો પરસેવો ? બધુ ઓકે છે ને ? શું થયું કંઇ તકલીફ છે કહે મને ચપટીમાં નીકાલ લાવું સીમાએ ફોન બાજુમાં મૂકતાં કહ્યું "ના ના કંઇ નહીં એતો એકલી હતી એટલે બોર થતી હતી સંયુક્તા આવેજ છે. રણજીતે કહ્યું જોયું હું એક ક્ષણ શું આઘોપાછો થયો તું બોર થવા લાગી આજની શામ સીમા તારે નામ છે તું બોર થાય ચાલે ? એમ કહીને રણજીતે સીમાને થમ્સઅપમાં મેલાવેલા ડ્રગ્સ સાથે ડ્રીંક આપ્યુ અને સીમાએ વિચાર્યા વિના ફ્રેશ થવા માટે એક ઘૂંટે પી લીધું. રણજીતે કહ્યું ઓહો આટલું જલ્દી ? એમ કહીને બીજું લાર્જ ડ્રીંક આપ્યું અને કહ્યું ધીમે ધીમે પીજે સીમા ખૂબ મજા આવશે નજર સામે સ્વર્ગનો અનુભવ થશે એટલામાં સંયુક્તા આવી ગઇ.

પ્રકરણ -31 સમાપ્ત.

અમી સ્વીમીંગ પૂલમાંથી નીકળીને ચેન્જરૂમમાં આવી પછી લોકરમાંથી પોતાનો સામાન લઇને સીમા પાસે આવવા નીકળી.