પ્રકરણ ૧: "રહસ્યમયી સફર..!! "
ભરચોમાસે સાબરમતીની લહેરો જોવાની જે મજા છે, એનું ડિસ્ક્રિપ્શન આપવું કદાચ અશક્ય છે.
રિવરફ્રન્ટ પર ઊભા રહીને પલડતા વરસાદમાં નીગમે નદીમાં વહેતા પાણીને જોઈ ને કહ્યું..
" સાલા તું ફિલોસોફિકલ વાતો કરતો ક્યારનો થઇ ગયો..??" દિવ્યેશે નિગમને ટોકતા કહ્યું..
"મારી ઘરવાળી ,મારી અર્ધાંગિની ક્ષમાનો આ પ્રભાવ છે." નીગમે કહ્યું.
સાલુ બધી ખરાબ આદતો મુકાઈ ગઈ, પણ આ કોકેન મારાથી છૂટતું નથી. એમ કહી નીગમે કોકેનનો પાવડર ખિસ્સામાંથી કાઢ્યો...!
"આ ફેંક સાલા..
પોલીસવાળા જોઈ જશે તો બંનેને અંદર ઘાલી દેશે....!!" દિવ્યેશે ડરતા ડરતા કહ્યું.
"લુક એટ યોર ફેસ દિવ્યેશ...! સાવ ફટ્ટુ છે તુ સાલા, એમ કહી નીગમે ગુસ્સાથી દિવ્યેશ સામે જોયું,
ખાલી મીઠું જ છે લ્યા તારી ફાટે એટલા માટે સ્પેશ્યલ રાખ્યું હતું .."એમ કહી નીગમે સિગારેટ કાઢી એનો કશ લેવાનો ચાલુ કર્યો..!
દિવ્યેશ મનમાં બબડ્યો,
"આ હરામી કદી નહીં સુધરે..!"
તારી બીજી એક આદત પણ હજી સુધી સુધરી નથી.
ઊંડો કશ મારતાં નિગમ બોલ્યો,
"કઈ આદત અલ્યા...?"
સટ્ટો લગાવવાની...!! દિવ્યેશ બોલ્યો..
"હવે એને શેર બજાર કહેવાય અને તારા જેવા ડોબા માણસ માટે નથી જ એ..!" નીગમે ગુસ્સાથી કહ્યું..
"એટલે જ તમે દસ લાખનો ઘાટો કર્યો છે છેલ્લા બે વર્ષની અંદર , સાલા હવે તો સુધાર..
ભાભી પ્રેગ્નેટ છે , હવે તારા માથે એક નહીં બે જવાબદારીઓ છે...!" દિવ્યેશ દ્રઢતાપૂર્વક બોલ્યો..!!
સળગતી સિગાર નદીમાં નાખીને નીગમ બોલ્યો,
"હા, તો એના માટે જ હું બધું કરું છું, તને શું સમજ પડે આમાં..? ભલે ૧૦ લાખ ગયા છે પણ ૧૦ ના ૨૦ આવતા કદી વાર નહીં લાગે..!
નવો શેર મૂક્યો છે મારી કંપનીએ...
એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે મે ,જે પણ મુળી બચી હતી એનું .. આઈ એમ સ્યોર કે, એમાં નુકસાન નહિ જ થાય... !!" નીગમ બોલ્યો.
"નીગમ, ધીરે ભાઈ બધા જ રૂપિયા તું આમાં નાખી દઈશ..? કંઈક તો સેવિંગ રાખ તારી જોડે...!"
દિવ્યેશે ચિંતાજનક ભાવ સાથે કહ્યું..
"એ તારે નહીં જોવાનું..!" નીગમે ગુસ્સાથી કહ્યું,
"તું નીકળી જા અહીંયાથી, મારી લાઇફમાં ના પાડીશ. જ્યારે પૈસા આવશે ત્યારે તને સમજ આવશે કે હું સાચો હતો ....
"જેવા તારા નસીબ,
ભાઈ સાચવજે....!! " એમ કહી દિવ્યેશ નીકળી જાય છે..
બે લવ-બર્ડ્સ શ્રાવણનો સાક્ષાત્કાર કરતા એકબીજાના હોઠમાં હોઠ પરોવીને તલ્લીન થઈને ડૂબેલા હતા, નિગમનું ધ્યાન એના તરફ પડે છે.
અચાનક એ જ સમયે તેની વાઇફ ક્ષમાનો કોલ આવે છે,
"ક્યાં છો નીગમ..? મૂડ અને એટમોસ્ફિયર બંને રોમેન્ટિક છે..
ફર્સ્ટ રોમેન્ટિક રેઈન ઓફ અમદાવાદ..!"
"બે પક્ષીઓ એકબીજામાં ચાંચ નાખીને બેઠા છે ,બસ એમને જોઈ રહ્યો છું.."હસતા હસતા નીગમે કહ્યું.
"બીજાને ચાંચ મારતા ઓછા જોવો, અને હવે ઘર તરફ આવો તો સારું..! ખબર નહીં કેમ પણ આજે મને સારું ફીલ નથી થઈ રહ્યું ,કંઇક ખરાબ થવાનું હોય એવું દિલમાં લાગી રહ્યું છે ...!" ક્ષમાએ ચિંતા ભાવે કહ્યું..!!
"નાહકની ચિંતા મુક્ત બકા, કશું નહીં થાય.
અહીંથી ગાંધીનગર એટલે મેક્સિમમ એક કલાકનો રસ્તો..
વેટ ફોર મી.. જોડે જ ડિનર લઈશું...!"
નીગમે કહ્યું.
"અને સાંભળને નિગમ...!"
"હા બોલને ક્ષમા...!"
"કઈ નઈ, તને થોડુંક ખરાબ લાગશે..!" ક્ષમાએ કહ્યું..
"તુ કોકેન તો તું લેતો નથી ને એ જ પુછવા માગે છે ને...?"આકરા થઈને નીગમે કહ્યું..
મેં કહ્યુંને તને કે બંધ કરી દીધું છે, ડોન્ટ વરી..
આપણા આવનારા બાળકની કસમ...
બાય,,
લવ યુ...!!
ફોન ડિસકનેક્ટ થઈ જાય છે..
નીગમે ૨૦ દિવસથી કોકેન લીધું ન હતું,
ક્ષમાએ માંડ કસમ આપીને આ આદતે છોડાવી હતી..
એક નાનું પેકેટ કોકેનનું હંમેશા તે પોતાના ખિસ્સામાં રાખતો,
રોજ સાંજે રિવરફ્રન્ટ પર આવીને નદીમાં એ પેકેટ ફેંકી દેતો.
પોઝિટિવ બિહેવીયર રિસ્પોન્સની ઈફેક્ટ એના પર સવાર હતી..
એ જ્યારે પણ એ પેકેટને નદીમાં ફેંકતો તો એક અલગજ ખુશી સાથે ઘર તરફ ફરતો હતો અને રસ્તામાં ઘર તરફ જતા પોતાના સાઈકોલોજિસ્ટ ડૉ પ્રશાંત દવેને કોલ કરતો..!
રોયલ ટચ નામની મલ્ટિનેશનલ કંપનીના બ્રાન્ચ મેનેજર તરીકેની તેની બહુ જ સારી પોસ્ટ પર તે હતો.
જેટલી સારી અને ઉંચી તેની પોસ્ટ હતી એટલા જ નવાબી તેના શોખ હતા..તમામ નશાનો બંધાણી અચાનક બધો જ નશો ભૂલી ગયો જ્યારે તેની લાઈફમાં ક્ષમા નામના નશાનું બંધાણ આવ્યું.
એક પાર્ટીમાં થયેલી એ વાઈલ્ડ મુલાકાત એક વર્ષ પહેલા મેરેજ માં કન્વર્ટ થઈ અને એ મેરેજના સાક્ષીરૂપ એમનું નવું બેબી આ દુનિયામાં આવવાની તૈયારીમાં હતું .
અમદાવાદથી ગાંધીનગર રોજ રાતે 08:00 વાગે નિગમ એક જ ફિક્સ કરેલી ઉબર માં જતો.
રજત દેસાઈ એ ઉબર નો ડ્રાઇવર...
એક બે ટ્રીપમાં તે નીગમ સાથે પરિચિત થઈ ગયેલો. અને હવે જોડે ઘરે જવુ તે બંનેનો નિત્યક્રમ થઈ ગયેલો..
"રજ્યા, તારો બાપ તારી રાહ જુએ છે..
ચલ જલ્દી આવ. "હુકમથી નીગમેં કહ્યું.
"બસ સાહેબ પાંચ જ મિનિટ..!" રજતે કહ્યું.
ઉબરમાં રજત અને નીગમની ગાંધીનગર તરફ ની સફરની શરૂઆત થઈ ,પણ આ વખતે સફર કંઈક અલગ હતી.
એંધાણ હતાં કંઈક અજુગતું થવાના.
"વાદળની તીવ્ર ગર્જના સાથે ઉબરની સફર સ્ટાર્ટ થઇ.....!! "
To be continued...!
ડૉ. હેરત ઉદાવત..