Bas kar yaar - 25 in Gujarati Fiction Stories by Mewada Hasmukh books and stories PDF | બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૫

Featured Books
Categories
Share

બસ કર યાર (સંવેદન પ્રેમ સ્ટોરી) ભાગ - ૨૫

અનુભવ તો નથી કોઈ વાત નો પણ...
મળે જ્યાં જખમ ત્યાં થોડું શીખી લઉં છું...

મોગરા ની ખુશ્બૂ આખાય રેસ્ટોરન્ટ માં મહેકી રહી હતી..પણ કોઈ ને ખબર નહોતી કે આટલી ખૂશનુમાં સુગંધ નું એપી સેન્ટર ક્યાં છે..!

મહેક..જ મહેકતી હતી...મોગરા ની શ્વેત મહેક લઈને...

હા,મોગરા નું ફૂલ મને ય ગમતું...પણ, મારા પ્રિય પાત્ર ની પસંદ હું સહુ મિત્રો ની સામે જાહેર માં દેખાવ કરું તો....બધા મને પ્રેમ નો પાગલ કહી ને ઉતારી પાડે...

બસ કર યાર..ભાગ - ૨૫..

"હાય.. અરુ..ણ..!!"
મહેક નાં દાડમ ના દાણા જેવા ચમકતા દાંત સહુ કોઈનું ધ્યાન ખેંચતા હતા .

મે એક નજર કરી મહેક ને માત્ર ઈશારા થી અભિવાદન આપ્યું ..

મારા અને મહેક નાં અા વર્તન ને નેહા ઝીણી આંખો થી જોઈ રહી..સદાય વાવાઝોડા ની જેમ તોફાન લાવનાર પવન પણ મને જોઈ મંદ હતો...

ભાવતુ ભોજન..હું કોઈ ની રાહ જોયા વગર તૂટી પડ્યો..જમવા.!
નેહા,મારા વર્તન થી થોડી નારાજ થઈ ધીમા સ્વરે બોલી..
"અરુણ,આ બધું શું છે..યાર !!"

મે ચૂપ રહવા પ્રયત્ન કરતા કહ્યું
"બસ કર યાર..!!"

"ઓહ્,તો અમે પણ હવે અલગ લાગીએ છીએ એમ ને..!
હા...હવે શું જરૂર છે અમારી તો અમને જવાબ મળી શકે..!"
નેહા ના સંવેદન શબ્દો મારા કાનના પડદા ને ધ્રુજાવી દેતા હતા.

"અરુણ..પ્રશ્નો છુપાવા કરતા એક બીજા સામે શેઅર કરીશ..તો એનું સોલ્યુશન કદાચ આવી શકે.. એવું બની શકે..!"
પવને કહ્યું..

છેવટે, મે મૌન તોડ્યું
"સોરી,મારો કોઈ પ્રશ્ન નથી..જે આપના થી ગુપ્ત હોય"

"તો..આટલી સ્થિરતા કેમ છે..!"
મહેક પણ જોડાઈ..

"તમે જાણો છો...તો કહી દો બધાને..?"
મે હાજરજવાબી બીરબલ ની જેમ સંભળાવ્યું..

"શું છે..મહેક,પ્લીઝ..આમ એકલા એકલા કેમ દર્દ ને વધુ ઘટ્ટ બનાઓ છો.જે હોય તે કહો યાર.. કંઇક ખબર પડે..!!"
નેહા એ મહેક ને ગંભીર થઈ કહ્યું.

"નેહા...અરુણ નાં પ્રશ્ન નો જવાબ આપી દિધો છે..નાહક જીદ પકડી ને પોતાના મૂડ ને ઓફ કરે છે."મહેક પણ ગંભીર હતી..

"શું જવાબ આપ્યો.. ફરીથી કહેશો..મેડમ..??"
મે થોડા ઉગ્ર થઈ કહ્યું.

"મેડમ..?"
મહેક પણ..થોડી તીવ્ર લાગતી હતી..પણ આજુબાજુના સ્ટુડન્ટ્સ ને શંકા ન થાય તે માટે મુખ પર સ્મિત પરાણે રાખ્યું હતું..

"ઓકે..મારું પતી ગયું જમવાનું..તમે નિરાંતે જમી શકો છો...બાય."
મે ચેર પરથી ઊભા થતા કહ્યું

મારા આ વર્તન થી મહેક જ નહિ નેહા અને પવન પણ નારાજ હતા..

મારો હાથ પકડતા પવને બેસવા કહ્યું..આજુબાજુ ના સ્ટુડન્ટ્સ અમારી વાતમાં રસ લે...તેના પહેલા હું પાછો બેસી ગયો..

અમે જમી ને નક્કી તળાવના ઓવારે બેઠક પર ગોઠવાયા..

નક્કી તળાવ ની શીતળ..ખુશનુમા સુગંધ ને તાણી આવતી પવન ની મંદ મંદ લહેરો...તન અને મન માં ઠંડક પાથરતી હતી..

દૂર એક શોપ પર વાગતું ધીમું ધીમું સોંગ..
"કભી શામ ઢલે તો મેરે દિલ મે આ જાના.."એના કર્ણપ્રિય સંગીત થી
પ્રેમીઓને પાગલ કરતું હતું..

મહેકે પોતાની વાત નેહા અને પવન સામે ખુલ્લા દિલ થી મૂકી..

મહેકે પ્રેમભરી નજર અરુણ સામે કરી..
"અરુણ, આઈ એમ સોરી..!"

નેહા એ મહેકની પૂરી વાત સાંભળી...
અને પરિસ્થિતિ માં નવો વળાંક લાવવાનો પ્રયત્ન કરતા નેહા એ અરુણ ને કહ્યુ..
"અરુણ..તે મહેક નો જવાબ પૂરો સાંભળ્યો નઈ હોય કદાચ માટે આટલી નારાજગી આવી છે."

"અરુણ, હકીકત તો એ છે કે..
મહેક ની બહેન શ્વેતા એ બે વર્ષ અગાઉ એની સાથે નાં કોલેજ મિત્ર પિયુષ સાથે પરિવાર ની મંજુરી વગર લવ મેરેજ કર્યા..અને સહુ ને છોડી ચાલી નીકળી.કુટુંબ ના વડીલો ની પણ વાત ન માની..જેના કારણે સમાજ માં એના પરિવાર ને ઘણું સહન કરવું પડ્યું..છેવટે,એના પરીવારે શ્વેતા ને આવકારી ..એક વરસ પછી પિયુષ ની હકીકત સામે આવી..એ શ્વેતા ને હેરાન કરતો..એના કુટુંબ પાસે અવનવી માગણી ઓ કરતો..અને શ્વેતા ને ખૂબ સતાવતો. શ્વેતા બિચારી મૂંગા મોએ સહન કરતી..કોની સામે પોતાનું દુઃખ વ્યક્ત કરે..!
નાં પરિવાર..માં નાં સાસરે..!
શ્વેતા દેખાવ ની સુંદર હતી..તો પિયુશે એના પર શક કરવાનું ચાલુ કરી..બેરોકટોક મારઝૂડ કરતા..એક દિવસ હિંમત કરી શ્વેતા એ પોતાની હાલત થી છુટકારો મેળવવા આત્મહત્યા નો પ્રયાસ કર્યો..પણ સંજોગ થી પાડોશીઓ એ બચાવી લઈ..એના ઘરથી મમ્મી પપ્પા બોલાવી એમની સાથે મોકલી દીધી...અને શ્વેતા બચી ગઈ..."

"અરુણ...તું જ વિચાર એક જ ઘર માં લવ મેરેજ થી આવી હોનારત સર્જાઈ હોય ત્યાં બીજા લવ મેરેજ ની કોણ પરમિશન આપે..?"

"મહેક,મારી દોસ્ત નહિ પણ બહેન છે..મને બધું એણે પહેલા પણ કહેલું..પણ,એ ઈચ્છતી હતી કે અરુણ પરિસ્થિતિ સમજી શકશે...માટે મે તને ના કહ્યું.."

અરુણ નેહાની વાત સાંભળી ઢીલો પડી ગયો..એકદમ શાંત..થોડીવાર પહેલા જે ખિન્ન ચહેરા પર ઉપસી આવતા તોફાન નાં અણસાર વાયુ વેગે ક્યાં અસ્ત થઈ ગયા.એક નજર પોતાના વતન તરફી નાખી.પોતે ક્યાં કોઈ રાજઘરાના નો કુંવર હતો કે પોતાને એના ઘર વાળા લવ મેરેજ કરવા ની છૂટ આપશે.ઉલ્ટાનું સમાજ માંથી બરતરફ કરી નાખે તેવા રિવાજો હતા પોતાના સમાજ માં..!

સહુ થોડી વાર શાંત રહ્યા..
મહેક ની આંખોમાં ભીનાશ હતી..જે વરસી શકે તે શક્ય નહોતું..

અરુણ..પણ નિર્દોષ ચહેરે મહેક ને જોઈ લેવા પાંપણ ઊંચે કરતો..પણ, આંખો ની પરમિશન નહોતી મળી કે મહેક ને આંખો થી આખો પરોવી એકીટશે જોઈ શકે..!

છેવટે.. અરુણે મૌન તોડયું..
"મહેક...?"

ક્રમશ..
આવતા રવિવારે
સહુ નો આભાર..!!!

હસમુખ મેવાડા..

મારી બીજી વાર્તા જરૂર વાંચજો..

એક..
દી...
તો...
આવશે....!!