Mitho Thapko in Gujarati Short Stories by Richa Modi books and stories PDF | મીઠો ઠપકો

Featured Books
Categories
Share

મીઠો ઠપકો

મીઠો ઠપકો

પ્રેમ એટલે યુવાનો દ્વારા ઉજવવામાં આવેલા વેલેન્ટાઇન ડે કે અન્ય રીતે જેમ પ્રેમ ની ઉજવણી કરવામાં આવે અથવા પ્રેમ ને સેલિબ્રિટી કરવામાં આવે એજ પ્રેમ નથી. અને જીંદગી ભર પ્રેમ નિભાવતા નિભાવતા એપ્રેમ વૃધ્ધ થાય છે અને એ પ્રેમ એ જીવનસાથી ના રૂપે મળે છે અને પછી ઉંમર ની છેલ્લી ઘડીએ નાની વાતો માં એક બાળક ની જેમ પ્રેમી પંખીડા ઓ પ્રેમ શોધે છે ને એક વૃધ્ધ માણસ પણ એજ પ્રેમ કરે છે અને આ કહાની માં પણ આજ વાત કરવા આવી છે કે પ્રેમ એ ઉંમર ના કોઈ પણ સમય માં એ કાળજી બની ને બહાર આવે છે .

*સાંભળો છો કાલે ડાયાબિટીસ ચકાસવાની તારીખ છે, એટલે હું હોસ્પિટલ માં નોંધાઈ આવું છું અને આપણે કાલે જઈશું.

અને તમારુ ધ્યાન રાખજો હું થોડી વાર પછી આવું છું.

*અંદર થી અવાજ આવ્યો અને તરત રાજુ કાકા એ જવાબ આપ્યો.

રાજુ કાકા = હા, પણ નીલમ આપણો તો ચાલવા જવાનો ટાઈમ થાય છે તેનું શું?

*અંદર થી તરત રસોઈ બનાવી ને બોલતા બોલતા બહાર આવ્યા નીલમ કાકી,

નીલમ કાકી = હા તો તમે તમારા મિત્ર સાથે મળીને જતા રહો, પણ જો કંઈક પણ મીઠાઈ ખાવાની કોશિશ કરી અને કાલે રિપોર્ટમાં કંઈ પણ ઉપર નીચે આવ્યુ તો તમારી વાત છે. તમારી સાથે વાતચીત બંધ કરી દેવા ,સાંભળી લેજો ખેર નથી, પછી તમારી મીઠાઇ પછી રિપોર્ટમાં અસર બતાવે છે.

કાકા = અરે, હા નહિ ખાવ તું તો જો આમ બોલે છે, કે વાત બંધ કરી નાખા આવુ કંઈ થાય,

કાકી = હા , હું તમને ઓળખુ છું એક પણ વખત છોડતા નથી મીઠાઇ ખાવા નો, એટલે હું તેમને બેકરી કે બજાર નથી મોકલતી, તમે ભલે ના બોલો છો પણ પછી મીઠાઇ ખાઈ ને જ આવશો, અને કદાચ બે દિવસ પહેલા પણ મીઠાઇ સંતાડી ને ખાધી હતી ને,,

કાકા = હા, પણ તને કેવી રીતે ખબર!?

કાકી = તમે જે મીઠાઇ ખાધી હતી ને એ મે સંતાડી હતી, અને કદાચ તમને મળી ગઈ, પડોશી ભરત પંડ્યા ને ત્યા પૂજા હતી એની જ મીઠાઇ હતી.

કાકા = એટલે જ મને મીઠાઇ ન મળી અને મને એમ કે તેઓ એ મીઠાઇ નથી આપી,

કાકી = સારુ સાચવી ને જજો અને કંઈ પણ મીઠું ખાતા નહીં,

કાકા = અરે હા, પણ તારા પણ રિપોર્ટ કરાવવા ના છે,

કાકી = હા, એટલે હું નોંધાવવા માટે જાવ છું .

કાકા = હા હું જયપાલ અને કેતન સાથે ચાલવા જઉં છું,

પછી કાકા અને તેમના મિત્રો ચાલતા ચાલતા ,એક હોટેલ તરફ જાય છે ત્યારે તેમના મિત્રો ખૂબ મનાવે છે મીઠાઈ ખાવા માટે પણ તેઓ ખાતા નથી અને તેઓ નીલમ કાકી ને યાદ કરે છે.

જયપાલ કાકા = ચાલ ખાય લે, પેંડા તારા મનપસંદ છે ને,

કાકા = ના ભાઈ મારી નીલમ એ મારો ડાયાબિટીસ ઓછો આવે તે માટે ખૂબ મહેનત કરે છે અને એને પોતે પણ કોઈ બિમારી વગર મારા માટે મીઠું ખાવા નું છોડી દીધું છે .

કેતન કાકા = ભાભી તમારો ઘણો સાથ આપે છે.

કાકા = હા, કેતન 35 વરસ થી મારો ખૂબ સાથ આપે છે. અરે તને એક વાત કહું અમારા લગ્ન થયાં હતાં ત્યારે અમે હરીફાઈ કરતા કે કોણ કેટલી મીઠાઇ ખાઈ શકે અને તેમાં નીલમ હંમેશા જીતતી હતી. અને તેને એટલી મીઠાઇ ભાવે છે અને આજે જુઓ મારા માટે આ મીઠાઇ થી દુર રહે છે તેને સાત વર્ષ થી મીઠાઇ ખાધી નથી.

જયપાલ કાકી = હા, એતો છે ભાભી તમારો ખૂબ સાથ આપે છે.

કાકા = એટલે કાલે મારે પણ બતાવવું છે કે મારો રિપોર્ટ નોર્મલ આવશે. અને નીલમ ની મહેનત બરબાદ થઈ નથી.

અને ત્યારે તે હોટલ ની બાજુ માં જ હોસ્પિટલ હતું તથા ત્યા નીલમ કાકી આવે છે કાલે રિપોર્ટ કરાવવા છે તેમાટે નોંધાવવા, પણ તે પહેલાં કાકી તરત કાકા ને હોટલ માં જોઈ છે અને ત્યારે તેઓ એમ લાગે છે કે કાકા મીઠાઇ કે કંઈ મીઠું ખાઈ છે અને ત્યારે તેઓ ને ગુસ્સો આવે છે. અને ઘરે પરત ફરે છે.
થોડી વાર પછી કાકા પણ ઘરે પરત ફરે છે.

કાકા = નીલમ કયાં છે તું

*કાકી તરત ગુસ્સા માં આવ્યા અને ચા નો કપ ટેબલ પર મુકે છે અને બોલે છે બો જલદીથી આવી ગયા હજું મીઠાઇ ખાઈ ને આવવુ હતું ને

કાકા = આ શું બોલે છે, પહેલા મારી વાત સાંભળ ,

કાકી = મારે કંઈ સાંભળવુ નથી. અરે મારે તો બોલવું જ નથી. મે તમને કહ્યુ હતું કે જો તમે મીઠાઇ ખાધી તો હું બોલુ નહી.

*ગુસ્સા માં કાકી ચા ના કપ તરફ ઈશારો કર્યો અને બોલ્યા ચા પીય લો અને જમવા માં તમને શીરો ખવડાવીશ, બહાર ફાફા મારો એના ઘરે ખાવ આજે મીઠો શીરો ખાજો.

કાકા = પણ સાંભળ મારી વાત, મારી વ્હાલી!! મે મીઠાઇ,,,,,

કાકી = અરે તમને કહ્યુ કે મારે કંઈ સાંભળવુ નથી અને મને વ્હાલી બોલતા જ નહીં મારે તમારી સાથે વાતચીત કરવા માં હવે કોઈ રસ નથી.
તમને કહ્યુ હતું કે કે બહાર મીઠાઇ ખાતા નહીં ત્યારે વ્હાલી યાદ ના આવી ??

*આટલું બોલતા તો નીલમ કાકી એ તરત મોઢું ફેરવી લીધું .અને બોલ્યા અને હવે કાલે નહીં પરંતુ તેના પછી ના દિવસે જઈશું પણ જો તમારી ઈચ્છા ના હોય તો કંઈ નહીં.

કાકા = પણ તુ કયાં જાય છે અને આવુ ના બોલ અને કાલે રિપોર્ટ કરાવવા જઈ શું.

કાકી = ના, પછી ના દિવસે જઈશું, કાલે જઈશું તો રિપોર્ટ માં ડાયાબિટીસ માં સુગર લેવલ વધુ આવશે.

કાકા = ના ,અરે ના આવે અને કાલે રિપોર્ટ કરાવવા જઈશું, પણ તારો મીઠો ઠપકો ખુબ ગમ્યો.

કાકી = બસ હવે, હું હમણા તો નહીં માનું,, અને હું બજારમાં જાવ છું.

*કાકા મન માં બોલે છે અરે આતો સાંભળતી નથી કે મીઠાઈ નથી ખાઘી, અને ખુબ બોલે છે પણ તેની અા ચિંતા અને મીઠો ઠપકો મને ખૂબ ગમ્યો. અરે લગ્ન ના દિવસે યાદ આવી ગયા પહેલા પણ કોઈ પણ વાતે આમ જ થપકો મળતો હતો.

કાકી = મન માં મન શું હસો છો, અરે હા હજું ઘર માં કંઈ સંતાડી ને રાખ્યુ હશે તે મારા ગયા પછી ખાશો, કેમ,

કાકા = અરે ના,

કાકી = મારે કંઈ બોલવું નથી, બસ,,

* વાત કરતા કરતા ખૂબ ચિંતિત બની ગયા અને કંઈ શોઘે છું અને આમ તેમ ફાફા મારે છે અને પછી કાકા તેમની પાસે જાય છે અને બોલે છે શું થયું?

કાકી = મારે નથી બોલવું ,,

કાકા = પણ શું શોધે છે,

* પછી કાકા તેમની નજીક આવે છે અને માઠાં પર થી ચશ્મા કાઠી આપે છે અને કંહે છે અરે તારા ચશ્મા તારા માઠાં પર જ છે ,અને તુ તો ઘર માં શોઘે છે. અરે તને યાદ જ નથી રહેતુ,

કાકી =હા ભલે મને ભુલવા ભલે બિમારી છે પણ એ મને બરાબર યાદ છે કે તમારી સાથે વાતચીત બંધ રાખવાની છે.

*રાજુ કાકા એ ચશ્મા પહેરાવવામાં કાકી ની મદદ કરી અને ચા નો કપ હાથ માં લીધો અને પીવા ગયા ત્યારે બઘી ચા સીઘી બહાર આવી,

કાકા = આ શું આજે પાછી ખાંડ ની જગ્યા પર મીઠુ નાખ્યું .અરે પાછુ યાદ ન રહ્યુ કે ચશ્મા પહેરા નથી. અને મીઠુ નાખ્યું અને કેટલી વાર ભુલી જાય છે અને મારે સહન કરવું પડે છે

કાકી= અરે મે તો ગુસ્સા માં ખાંડ ની જગ્યા પર મીઠુ નાખ્યું છે અને આજે તમને મીઠી ચા પીવડાવી હતી અને તમે મને સહન કરો છો. તમારી સાથે બોલવુ નથી. બાઈ, હું જાવ છું.

કાકા = અરે ના, એવુ નથી, બોલની મારી વ્હાલી!!!

કાકી =.મે કહ્યું હતું કે બસ હવે વ્હાલી ના કહો,

* કાકા મન માં બોલે છે અરે આતો પાછી રિસાઈ ગઈ.
*બીજા દિવસે સવારે સાડા આઠ વાગ્યે બંને તૈયાર થાય છે હોસ્પિટલમાં જવા માટે અને ત્યારે બુટ પહેરવા નીચે વડે છે અને કમર અટકી જાય છે અને બુમ પાડે છે, નીલમ,,,,, ઓ નીલમ,,,

કાકી = શું થયું, શું કામ ચીસ પાડો છો,

કાકા = અહી આવ તો મારી કમર અટકી ગઈ.

કાકી = અરે તમને કહ્યુ કે બુટ માટે નીચે ના વડો, ચાલો હાથ આપો, ઊભા થઇ જાવ અને હું પહેરાવી આપુ બુટ,,,

કાકા = અરે તું આમ મીઠો ઠપકો આપો ત્યારે મને ખૂબ ગમે, પણ તુ કંઈ પણ બોલ બંધ ના કર પ્લીઝ જરા કંઈ પણ બોલ, તને ખબર છે તુ છેલ્લા આઠ વર્ષથી બુટ પહેરાવવામાં મદદ કરે છે .અને મારી આ ડાયાબિટીસ ની પણ તું ચિંતા કરે છે .અને મે કાલે મીઠાઇ નથી ખાઘી અને આ વાત સાચી છે આ વાત કાલ ની હું બોલવા માગું છું, પણ હવે મને લાગે છે કે આપણો પ્રેમ વૃધ્ધ થઇ ગયો છે અને હવે કંઈ પણ થાય એટલે તું આવું ના કર પ્લીઝ બોલ,,

કાકી = અરે આવું ના બોલો, તમને કંઈ પણ ના થાય, એને તમે તો મારી આંખો અને મારી યાદદાસ્ત છો હું કંઈ પણ ભુલે તો તમે યાદ અપાવો છો અને મારી આંખો છો, મારી આંખો બંધ થયા પણ તમને કંઈ પણ ના થાય. હું એક પણ દિવસ તમારી વગર રહેવા માંગતી નથી. તમે મારા જીવનમાં સવાર નો સુરજ અને રાત નો ચાંદો છો. અને કદાચ આપણો પ્રેમ આજે પણ એવો જ છે પણ એકબીજા ની ચિંતા કરવા માં વૃધ્ધ થઈ ગયો છે.

* કાકી = કેવી રીતે સાથ છોડી દેવામાં અાવે ,આપણે તો લાબું જીવવા નું છે અને તે પણ સાથે મળીને, અને તે દિવસે હોટલ માં જોઈ ને ગુસ્સો આવ્યો હતો પણ બજારમાં જયપાલ ભાઈ મળ્યા હતા તેઓ એ કહ્યું કે રાજુ એ કાલે ખુબ યાદ કર્યા અને મીઠાઈ ખાઘી જ નહી. અને ત્યારે મને થયું કે મે ઘરે ખોટો ગુસ્સો ક્યો ?

* અને અચાનક રાજુ કાકા બહાર ઘર ના આંગણ માં જાય છે અને એક ગુલાબ નું ફુલ તોડે છે . અને ઘર માં આવી ને નીલમ કાકી ને આપે છે અને કહે છે હેપી વેલેન્ટાઈન ડે મારી વ્હાલી

*આ સાંભળીને ને નીલમ કાકી ખૂબ શરમાઈ જાય છે. ત્યારે કાકા કહે છે.

વરસો વીતી ગયા વાત ને
પણ, હજીયે એ મનમાં વાત છે ,
અને મને ક્યાં ખબર હતી કે એં
તમારી એ પહેલી સ્મિત એ
મારુ દિલ આજ સુધી
ઘાયલ કરશે!!!!