chitkar - 2 in Gujarati Moral Stories by Het Vaishnav books and stories PDF | ચિત્કાર - ૨

Featured Books
Categories
Share

ચિત્કાર - ૨

ચિત્કાર-૨
ઈલીઝા જ્યારે જીમ ને શોધવા આવી હતી, ત્યારે તેણે પોતાના માલિક આર્થર અને મહેમાન વચ્ચે જીમ ને વેચવાની જે વાત હતી તે સાંભળી હતી .એટલે તેના દિલમાં ફફડાટ પેસી ગયો કે , મારા વહાલા દીકરાને શેઠ વેચી તો નહિ દેને !
એટલે તે પોતાની શેઠાણી એમિલીને પાસે આવીને ધ્રુસકે ધ્રુસકે રડી પડી . એમિલી આ જોઈને નવાઈ પામી. તેણે પૂછ્યું : “બેટા , તને એકાએક આ શું થઈ ગયું ? તું કેમ રડે છે?”
ઇલિઝા –“માં, બાપુ પાસે ગુલામોનો વેપારી આવ્યો છે!”
એમિલી- “તું પણ ખરી છે! ગુલમોનો વેપારી આવ્યો ,તેથી શું થઈ ગયું ?તારા શેઠ ને મળવા પણ ન આવે ?”
ઇલીજા – “મા, મેં એમની વાતો બહારથી સાંભળી છે. બાપુ સાથે તે વેપારી મારા જીમને વેચવાની વાત કરતો હતો! શું બાપુ મારા જીમ ને વેચી દેશે?”
એ સાંભળીને એમિલી વધારે નવાઈ પામી. સ્નેહભર્યા અવાજે બોલી :” બેટા , તું તો એવી ને એવી વહેમિલીજ રહી . તારા બાપુ નો સ્વભાવ પણ તું હજી ઓળખી શકી નથી ! તેમના જેવા દયાળુ શેઠ મળવા મુશ્કેલ છે.તે પોતાના ગુલામોને પોતાના સંતાન જેટલા જ ચાહે છે. તે કદી એ પોતાના ગુલામોને વેચવાનો વિચાર સુધ્ધા નહીં કરે. તું શાંત થા. તારા જીમ ને કશું નહીં થાય.”
ઈલીજા- “ મા, તમે બાપુને સમજાવજો, હાં કે ? મારા જીમ વગર હું એક ઘડી પણ જીવી નહીં શકું.”
એમિલી જરા ગુસ્સે થઈને બોલી : “તું તો સાવ મૂરખ જેવી છે! તારો જીમ શું અમને વહાલો નથી? તું તારે નિરાતે રહે . તારા જીમ ને જોનાર હુ બેઠી છું.કોની મગદુર છે કે , જિમ ને અહીંથી લઈ જાય? હવે ઉઠ, જોઉં; આ બધા કપડા ઠેકાણે મૂકી આવ.” શેઠાણીની વાત સાંભળીને ઈલીઝા જરા શાંત થઈ. મનમાં પોતાની પ્રેમાળ શેઠાણી નો આભાર માનતી તે ત્યાંથી કપડાં લઈને જતી રહી.
એમિલી ઇલીઝાની વાતને બહુ મહત્વ ન આપ્યું .તેને પુરે પૂરી ખાતરી હતી કે , તેનો પતિ દક્ષિણ પ્રદેશના નિર્દય વેપારીઓના હાથમાં પોતાના ગુલામોને કદી ન સોંપે. એટલે વિશ્વાસમાં મને વિશ્વાસમાં તેને પોતાના પતિની સાથે એ બાબતમાં વાત સુદ્ધાં નકરી. જ્યારે બીજી બાજુ આર્થર એમિલી આગળ વેપારીની સાથે થયેલી વાત ચીત શી રીતે મૂકવી એની મૂંઝવણ માં હતો .તેને મનમાં ઊંડે ઊંડે બીક હતીજ કે , એમિલી ને આ વાત થી ખુબ દુઃખ થશે અને ગુલામોને વેચવા દેસે નહિ . તેથી તેણે એમિલી ને એ અંગે. કશું કહ્યું નહીં . વળી સાંજે ગુલામીનો વેપારી આવશે એણે શો જવાબ આપવો એ પણ તેને સૂઝતું ન હતું.અને સાંજની વેળાએ બહાર ચાલી ગઈ!
સાંજની વેળાએ ઈલિઝા ઊંડા વિચારમાં ગરકાવ થઇ બેઠી હતી .એવામાં તેનો પતિ જીયોર્જ હેરિસ ત્યાં આવ્યો .પતિને ઉદાસીન જોઈને ઇલીઝાના પેટમાં ફાળ પડી ; કંઈ અજુગતું તો નહિ થયું હોય ને ?
તેણે શાંત અવાજે પૂછ્યું :” આજે તમે કેમ ઉદાસ બની ગયા છો ? જીમ ને પણ કેમ હસીને બોલાવતા નથી ? તમને શું થઇ ગયું છે ?” જિયોર્જ હેરિસ પાસેની બેઠક પર બેસી જઈને બોલ્યો :
“આપણા નસીબમાં સુખ જ ક્યાં છે ? જિમ ન હોત તો આપણે થોડાય સુખી હોત. આ અભાગિયા ના નસીબમાં સંતાન સુખ પણ ક્યાં લખેલું છે!”
ઇલીઝાં –“પણ તમે આવું બધું શું બોલો છો ?
જે થયું હોય એ સાફ સાફ કહોને? તમરા શેઠે તમને કશું કર્યું છે કે શું”?
*****
વાંચક મિત્રો આશા રાખું છું કે તમને આ કહાની વાંચીને મજા આવતી હશે

******વધુ આવતા અંક માં******