હવેલીનું કાળોતરૂ આવરણ માઝા મૂકી રહ્યું હતું જંગલમાં પશુ-પંખીઓનો ઘોઘાટ ફેલાઈ ગયો હતો. હવેલીના એક બંધિયાર કમરામાં આલમ અને ઈલ્તજાએ જાણે પોતાનું અસ્તિત્વ ખોઈ નાખ્યું હતું. બંનેનાં શરીર પરવશ બની ગયેલાં.
ઈલ્તજાને પોતાના ચીરાએલા વસ્ત્રનું ભાન ન રહ્યુ.
એ આલમ તરફ ખેંચાતી ગઈ. આલમના શરીરમાં રહેલો નવાબ ખુશખુશાલ હતો.
"આ જાઓ શાહિન મેરે સીને સે લગ જાઓ. બહોત તરસા હું મેં તુમ્હારે લિયે..! "
ઈલ્તજાના શરીરમાં રહેલી શાહિનની આત્મા પોતાની લજાએલી નજરોને ઢાળી આલમને વીંટળાઈ વળી..
નવાબના પ્રસ્વેદની જાણીતી મહેક શાહિનની નાસિકાઓમાં પ્રવેશી ગઈ.
ઈલ્તજા અને આલમ માટે આવનારી ક્ષણો એમની જિંદગી બદલી દેવાની હતી જે વાતથી એ બંને સાવ અજાણ હતાં.
પરિસ્થિતિને આધીન બે શરીર એક થઇ ગયાં હતાં.
નવાબ શાહિનના ગાલ પર પોતાના હાથ પસવારી રહ્યો હતો. અને વારંવાર એના ગોરા ચહેરા પર ચુંબનોની જડી વરસાવી રહ્યો હતો
સીધી રીતે જોઈએ તો એક શરમ જનક ખેલ ભાઈ બહેનની જીંદગી સાથે કિસ્મત ખેલી રહી હતી.
"અબ હમ સાથ સાથ હી રહેંગે શાહીન..!"
નવાબે ઈલ્તજાના વાળની લટો સરખી કરતાં કહ્યું.
શાહીનનો હાથ પકડી નવાબ એને બહારની તરફ ચાલવા લાગ્યો..
ત્યારે પેલા કોફિનની અંદરથી કોઈનું રુદન સંભળાયુ.
"પ્લીઝ મુજે ભી બહાર લે ચલો.. મેને તુમ દોનો કી બહોત હેલ્પ કી હૈ..!"
કોફીની અંદરથી કોઈનો દબાયેલો અવાજ સંભળાયો. ગળગળા અવાજે કોઈ આજીજી કરી રહ્યું હતું.
નવાબ એ તરફ જરા પણ ધ્યાન આપ્યા વિના ઝડપથી શાહિનનો હાથ પકડી બહાર નીકળી ગયો.
"હમ ઈન દોનો કે શરીર મે હી રહેંગે..! કભી ભી આલમ-ઇલ્તજા કો ઇસ બાત કી ભનક નહી લગેગી...!"
હમારે સબસે બડે દુશ્મન કે બચ્ચે હમ દોનો કી કેદ મેં હમેશા રહેંગે.. વહી ઇનકી સજા હોગી...!
"દેખા કાજી સાબ.. અબ આપકો પૂરા મામલા સમજમે આ રહા હૈ ના..?"
ગોળાકાર આઈના પર લગાવેલા કાજળની પરત પર બદલાતાં દ્રશ્યો થંભી ગયાં ત્યારે મૌલાના એ કાજી સાહેબ ને પૂછેલુ..!
સબ કુછ સમજ ગયા હું મેં મૌલાના સાબ.. પૂરે પ્લાનિંગ કે સાથ દોનો આત્માએ ઇન ભાઈ બહેન કે શરીર પર હાવી હુઈ હૈ..!
ઈન આત્માઓ કો આપ હી કાબુ કર સકતે હો..! કિસી ભી મામૂલી ઈન્સાન કે બસ કી બાત નહી હૈ ક્યોકી હમને અપની નજરો સે જો મંજર દેખા હૈ ઉસકે બાદ ઈતના તો સમજ ગયા હું કી વો આત્માએ બહોત હી શક્તિશાલી હૈ કિતને ઈન્સાનો કી ઉન્હોને જાન લી હૈ ! વો ઈતની આસાની સે પીછા છોડેગી નહી..! બસ આપ હી ઉન બચ્ચો કે લિયે આખરી ઉમ્મિદ હો..!
અભી શ્યામ ઢલને મેં કાફી વકત બાકી હૈ..! ઉસસે પહેલે હમે અભી ભી કુછ જાનના બાકી હૈ..!
"હા મૌલાના સાબ... ઠાકુરસાહબ કે સાથ ઉન આત્માઓકી આખિર કયા દુશ્મની હૈ વો બાત મુજકો ભી કબસે પરેશાન કર રહી હૈ..!
"કુછ ન કુછ દુશ્મની તો હૈ વરના શાહજાદા ઓર ઉસકી મંગેતર કી આત્માએ બરસો તક કેદ મેં રહકર મૌકા ન તલાશતી...!
આઓ કાજીસાબ.. એક બાર ફિર હમ ઉનકી દુનિયા મેં વાપસ ચલતે હૈ..! જરા હમ ભી તો દેખે આખિર ક્યા હુઆ થા જિસકી વજહ સે શાહજાદા નવાબ ઔર શાહિન કી જાન ગઈ..?
એસા કોનસા "રાજ" હૈ જીસકો બચ્ચો કી આત્માઓ કે સાથ કેદ કરકે દફના દિયા ગયા..? બચ્ચો કી હત્યામેં આખિર કૌન કૌન શામિલ થા..? યે સબ જાનના જરૂરી હૈ..!
તભી હમ ઉસ આત્માઓ પર આસાની સે કાબુ કર પાયેંગે..!
ઠીક હૈ ફિર મૈ બૈઠ જાતા હું આપ વિધિ શુરુ કર દે..!
કાજી સાહેબ ફરી પાછા યથાસ્થિતિમાં ગોઠવાઈ ગયા. મૌલાનાએ પોતાની પાંપણો પર કાજળ લગાવ્યું. એ વુ જ કાજળ કાજી સાહેબની પાંપણો પર પણ લગાવી દીધું પછી ધીમે ધીમે આઈનાની પરત પર આંગળી ફેરવી.. લોબાનનો સુવાસિત ધૂપ સળગાવી આખા કમરાને ધુંવાડાથી ગોટવી દીધો.
મૌલાના અસબાબ રાંદેરીના મુખમાંથી પવિત્ર આયતોનો લય બધ્ધ મધુર ધ્વનિ આખા કમરામાં ગુંજવા લાગ્યો.
કાજી સાહેબ સ્થિતપ્રજ્ઞ નેત્રે આઈના ને તાકી રહ્યા હતા. એમના શ્વાસોની ગતિ બમણી થઈ ગઈ હતી. આયનામાં હવે પછી આવનારા દ્રશ્યો એક નવી જ કહાની કહેવાનાં હતાં.