એક નવી ગાડી જંગલ ના ચેક પોસ્ટ પર આવી ઉભી રહી. ગાડી માં નવા પરણેલા યુગલો હતા. લાગી રહ્યું હતું કે હમણા લગ્ન થયા હસે. જંગલમાં જવા માટે એન્ટ્રી પાસ લીધો. ગાડી જંગલ તરફ આગળ વધી.
અંદર જતા જંગલ ગાઢ આવવા લાગ્યું. રસ્તો સુનસાન હતો, કોઈ વાહન પસાર થઈ રહ્યું નહતું. ગાડી માં બંને પ્રેમ ની વાતો વાગોળતાં આગળ વધી રહ્યા હતા. લગભગ અગિયાર થયા હસે. તેનું મુકામ આવી ગયું હસે તેમ એક મંદિર પાસે ગાડી ઉભી રાખી. ગાડી માંથી ઉતર્યા ને મંદિર ની અંદર પ્રવેશ કર્યો. મંદિર માં કોઈ હતું નહીં. બહુ જૂનું મંદિર લાગી રહ્યું હતું.
મંદિર ની સાફ સફાઈ કરી ને દર્શન કર્યા. લાગતું હતું એવું કે પહેલી વાર અહીં આવી ચૂક્યા હસે. મંદિર પાળી પાસે વાતો કરવા લાગ્યા. વાતાવરણ એક દમ સુનસાન હતું ક્યાંક પક્ષી નો કલરવ હતો તો બાજુમાં વહેતી નદી ખળ ખળ વહેવા નો અવાજ આવી રહ્યો હતો. આહ્લાદક આ વાતાવરણ તે કપલ ને વધારે પ્રેમ નો અહેસાસ કરાવી રહ્યો હતો.
બપોર થયા બને કપલ લાવેલુ ભોજન આરોગ્યુ. આસાન પાથરી લાંબા થયા. ક્યારે ઉંધ આવી ગઈ તે ખબર ન રહી. જ્યારે જાગ્યા તો સાંજ ના ચાર વાગ્યા. ઝટ ઝટ ફ્રેશ થઈ ગાડી લઈ ત્યાં થી નીકાળી ગયા. સાંજ પહેલા ચેક પોસ્ટ પાસે પહોંચવા ની ઉતાવળ માં ગાડી ફાસ્ટ ચલાવતા હતા. થોડે દૂર ગયા હસે. અચાનક વળાંક કાબૂમાં ન આવ્યો ને ગાડી કાચા રસ્તા પર વહી ગઈ. ઢાળમાં ગાડી બંધ પડી ગઈ.
ગાડી માંથી બંને બહાર આવ્યા ને ગાડી ની ફરતે નજર કરી. પાછા ગાડી માં બેસી ઉપાડવાની કોશિશ કરી પણ નિષ્ફળ નીવડ્યા. આખરે થાકી તેવો બાજુ મોટો વડલો હતો ત્યાં બેસી ગયા. વડલા ની વડવાયુ એટલી મોટીઓ હતી કે થડ પણ છે કે નહીં તેવું લાગ્યું. સાંજ ઢળવા આવી. બંને વિચાર કરવા લાગ્યા શું કરવું. ફોન માં જોયું તો નેટવર્ક નહીં. અને ચેક પોસ્ટ સુધી જવું તે પણ મુશ્કેલ હતું.
આસન પાથારી વધ્યું હતું તે ભોજન કર્યું. આહ્લાદક આ વાતાવરણ થી તેવો ઊંઘી ગયા. બધું સાંત હતું. કોઈ જાનવર કે પક્ષી નો કલરવ નોતો. ઘનઘોર અંધારું હતું બસ થોડુ ચાંદ ની રોશની હતી.
મઘ્ય રાત્રી થઈ ધીરે ધીરે વડલા માંથી અવાજ આવવા લાગ્યો.
અરે... અમારી મદદ કરો
અમારી મદદ કરો.
અવાજ સંભાળી બને ઊભા થયા થોડા ગભરાયા થયો. શરીર મા થોડી ધ્રુજારી ઉપડી. સામે અવાજ આપ્યો. કોણ....
તમે કોણ..
તમે ગભરાસો નહીં અમે તમારી જેન પ્રેમી છીએ અને આ વડલા મા રહીએ છીએ.
હાથ માં લાકડી લીધી. તમે જે હોય બહાર આવો હું તમારાથી નથી બીતો. મન મા હે ભગવાન, હે ભગવાન થતું હતું.
તમે ડરો નહીં અમે તમને કઈ નહીં કરીએ. બસ તમે અમારી મદદ કરો. અમે અહીં બસો વરસ થી વાચનમાં જીવી રહ્યા છીએ.
ગભરાટ થી બને બોલ્યા કેવી મદદ ને કઈ રીતે મદદ કરીએ આ જંગલ માં. અમે અહીં હેરાન થયા છીએ. તેમાં તમે અમને અડધી રાતે હેરાન કરી રહ્યાં છો.
ગાડી તમારી અમે અહીં ખેંચી લાવ્યા છીએ અમને લાગ્યું તમે અમારી મદદ કરશો. મહેરબાની કરીને અમારી મદદ કરો અમે ભટકી રહ્યા છીએ અમારે મોક્ષ જોઈએ છે.
કેવી મદદ બોલો... અમને હેરાન તો નહીં કરોશો નહીં ને અમારી ગાડી ગભરાટ થી અવાજ નીકળ્યો. અમે તમને કઈ નહીં કરીએ પેલા અમારી વાત સાંભળો. જો તમને એમ થાય તો જ મદદ કરજો.
બસો વરસ પહેલાં અમે બને પ્રેમી હતા. અમારા પ્રેમ ને સમાજ સ્વીકારે તેમ ન હતું, એટલે અમે અમે ઘરે થી ભાગ્યા. અમારી પાછળ ગામ જનો હથિયાર લઈ પડ્યા. અમે અહીં ભાગી ને વડલા સુધી આવ્યા. તે બધા આવી ને અમને અહીં મારી નાખ્યા. અમારી લાસ ને જુદી કરી સળગાવી દીધી. અમારા લગ્ન નહોતા થયા એટલે અમે પ્રેત બની ભટકી રહ્યા છીએ. અમારે લગ્ન કરવા છે. તમે અમારી મદદ કરો.
અમે તમારી મદદ કરીએ પણ કઈ રીતે તમે કહો.
સાંભળો. તમે ડરતા નહી.
તમે અહીં અગ્નિ પ્રગટાવી સાર લાકડા ખોડી એક લાલ ચુંદડી અહીં રાખી દો બાકી અમે બધું કરી નાખી શુ. તમે અહીં શાંતિ થો ઊભા રહ્યો.
ત્યાં બંને પ્રેત પેલા કપલ ના શરીર મા પ્રવેશ્યા. લાકડા સળગી ઉઠયા. ચૂંદડી થી નાડાસેડી બાંધી ને સાત ફેરા ફર્યા. એક બીજા ગળે વળગી વડલા ને પગે લાગી પ્રેત ત્યાં થી લુપ્ત થઈ ગયું.
સવાર થયું બને જાગ્યા ત્યાં કઈ ન હતું બસ વડલો હતો. પક્ષી નો કલરવ હતો. સાંજે શું થયું હતું તે ભૂલી ગયા હતા.
ગાડી ચાલુ કરી તેવો ત્યાથી નીકાળી ગયા.
જીત ગજ્જર