Nadi ferve vhen - 10 in Gujarati Fiction Stories by Vijay Shah books and stories PDF | નદી ફેરવે વહેણ્ - 10

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

નદી ફેરવે વહેણ્ - 10

નદી ફેરવે વહેણ્

વિજય શાહ

પ્રકરણ - ૧૦

જે પૂરક બળ હતું તેને તે પ્રતિસ્પર્ધક કેમ માનતો હતો.?

સેંટ લુઇ થી ફીનીક્ષ જ્યારે સંભવ ફ્લાય કરતો હતો ત્યારે તેને પહેલી વખત લાગ્યુ કે પપ્પા તેને બહુ ચાહે છે અને તેના પરાક્રમોથી વારંવાર દુઃખી થાય છે. તેને ફરિયાદ હતી કે પપ્પા જીઆની વાત વધુ માને છે અને તેથી શીલા મારો સંભવ કહીને પક્ષ લેતી હોય છે. તેની વિચાર ધારાએ વહેણ બદલ્યુ

આ ઉંમરે તેની સાથેના બધા કુટુંબ અને કામમાં સ્થિર થઇ ગયા હતા અને તે અસ્થિર આવકોમાં જીવતો હતો. તેનામાં રહેલ પુરુષ અહંમ જાગી ગયેલો હતો અને તેથી તે જુદા જુદા સ્તરે તેનુ ધાર્યુ કરતો પણ મમ્મીને કહેતો હું તું કહે છે તેમ કરુ છું

તે મહદ અંશે ગુગલ જ્ઞાન ઉપર વધુ માનતો અને તેથી જ ગુગલ જ્ઞાનનાં એક અમેરિકન કેસ ઉપર કે જેમા પતિએ પત્ની ને ચરિત્રહીન ચીતરીને સંતાન મેળવ્યુ ચાઇલ્ડ સપોર્ટ મેળવ્યો વાળી કહાણી આત્મ સાત કરી (અને સુર પપ્પા પણ હવે પૈસા આપતા નહોંતા તેથી) વકીલ જાતે બની કેસ તૈયાર કરતો હતો.

જૂડી એ પેપરો મંગાવ્યા તે મોકલવાને બદલે જીઆ નાં પેપરો મંગાવ્યા અને તે જોયા ત્યારે તો તેનો જીવ જ બળી ગયો..શીકાગોમાં તેનો પગાર વાર્ષિક ૬ આંકડામાં હતો. મકાન નાં હપ્તા હવે તેને ભરવા પડતા હતા તેથી ડોક્ટરનાં રોફ મારવા લીધેલ મકાન હવે પહોંચ બહાર લાગતુ હતુ.

સ્ટોક માર્કેટ પણ અથડાતુ રહેતુ હતુ તેથી હવે કોઇ એવી તકો મળતી નહોતી કે જે મોટા ગાળાનાં નફા આપે વળી બે ત્રણ તેના સોદા પણ ખોટા પડ્યા એટલે કેપીટલ ખુબ ઘસાઇ ગઇ. સંભવ વિચારતો કે હું મારી પોતાની જાતને બહુજ હોંશિયાર માનતો હતો પણ જેનું કામ જે કરે..તે ડે ટ્રેડીંગ કરતો પણ હવે મોટી એસેટ રહી નહોંતી.. પપ્પાએ જીઆનું બન્યા પછી તેમના એકાઉંટ્નો એક્સેસ લઇ લીધો હતો. કશું સીધુ પડતુ નહોંતુ તેથી બધા નકારાત્મક વિચારોનું કારણ જીઆ અને શીલા મમ્મી બનતા…હવે જીઆ તો સાંભળતી નહીં અને મમ્મી હવે ધીમે ધીમે બુઠ્ઠુ શસ્ત્ર બની રહ્યુ હતુ.અને હોસ્પીટલ અને દવાનાં ઘેરામાં ઘેરાયેલી મમ્મી સાથે વાત કરે તો શું કરે..કોર્ટની તારીખો નજીક આવી રહી હતી.

ફીનીક્ષ એરપોર્ટ ઉપર મમ્મી આવી હતી. ઉદાસ અને સાવ નંખાઇ ગયેલી દેખાતી હતી. મમ્મી પણ હવે તેને તે ગુનેગાર હોય તેમ જોતી હતી..

હોસ્પીટલ પહોંચ્યા સુધી બેમાં થી એકે કશું ના બોલ્યા. ઓપરેશન હજી ચાલુ હતુ.. સંભવને જો પપ્પા બોલાવે તો જ તેમની પાસે જવું તેમ કહી આદત મુજબ શીલા એ નિઃસાસો નાખ્યો. જ્યારે આવો જીવ લેણ હુમલો આવે ત્યારે ભાન પડે કે પૈસા અહીંના અહીં રહેવાના છે.

તેને રડવુ આવતુ હતુ.. પપ્પાએ તો એમની સમજણ પ્રમાણે ડોક્ટર બનાવ્યો અને હું ડે ટ્રેડીંગ કરીને તેમના પૈસા ઘટાડવામાં પડ્યો છું..હોસ્પીટલનાં વેઇટીંગ રુમમાં મા દીકરો ઓપરેશન પતે તેની રાહ જોઇ રહ્યા હતા. તેની વિચાર ધારા તેને વારંવાર ભૂતકાળમાં લઇ જતી હતી

વકીલ સસ્તો શોધ્યો પણ તેને લાગ્યુ કે વકીલ જોઇ ગયો હતો કે કેસમાં કંઇ દમ નથી તેથી તેણે જુડીની પહેલી સમાધાનની વાત ના સ્વિકારી. તેને તો બસ લઢવું જ હતુ. ફીનીક્ષ પપ્પાજીએ દોષનાં ઘણા ટોપલા તેને માથે ઓઢાડ્યા. શીલા મમ્મી હવે ખપ પુરતુ બોલતી અને પેલો પુરુષ અહમ શીલા પાસે પહેલા જેવા રીસાવાનાં ત્રાગા કરતા તેને રોકતો..જીઆ શીકાગો ગયા બાદ દોઢ વર્ષે ત્રીજા સમન્સે તે શીકાગો કોર્ટમાં આવ્યો.

વકીલ તરીકે ગુગલ દેવનાં જ્ઞાનનાં આધારે ૨૨ આક્ષેપોમાંથી એક પણ આક્ષેપ તે પ્રુવ ના કરી શક્યો. છુટાછેડા થઇ ગયા પણ ધાર્યુ કશું જ ના થયુ. એટલો સંતોષ હતો કે જીઆને બદનામ કરી તેને વકિલનો મોટો ખર્ચો કરાવ્યો અને સોનીને મળવાનો વીઝીટેશન રાઇટ મેળવ્યો. અને ન ગમતો એક વધુ નાણાકીય બોજો ચાઇલ્ડ સપોર્ટ્નો લાગ્યો.. જે કદાચ સમાધાન ની વાત સ્વિકારી હોત તો ના આવત.અને મકાન જે હવે તેને જોઇતુ નહોંતુ તે જીઆની ક્રેડીટ બગાડવા હરાજીમાં મુક્યુ..અને જેટલા પૈસા તેને ચુસીને ભેગા કર્યા હતા તે બધા ખોઇને એપાર્ટ્મેંટમાં રહેવા જતો રહ્યો.

હવે કામ કરે તો જ છુટકો થાય તેમ હતુ..વેકેશન આખી જિંદગી ચાલવાનું નહોંતુ..

સોની એક માત્ર રાહત હતી શીલા મમ્મી આવે ત્યારે એક અઠવાડીયા માટે પહેલી વખત સોની સેંટ લુઇ આવી.

સોની તેની દરેક વાતો ધ્યાનથી સાંભળતી..સમજતી પણ ચાર વર્ષની સોની શું સમજે કે તેના પપ્પા કેમ શીકાગો તેની મમ્મી સાથે નથી..સુતેલી સોની ઉપર તેન બહુ જ વહાલ આવતુ.

શીલા તેને બીજા લગ્ન ભારત જઇને કરીયે તે માટે મથતી પણ સંવાદ જાણતો હતો કે તે શક્ય નથી અને તે તૈયાર પણ નથી.

સોની પાસેથી જીઆની સક્રિયતા જાણતો અને તેને વારંવાર શરમ આવતી કે જે પૂરક બળ હતુ તેને તે પ્રતિસ્પર્ધક કેમ માનતો હતો.?તે ઘરે જ્યારે મિત્રોને બોલાવતી ત્યારે તે સખીઓના વરો સાથે મૈત્રી તે કરી શકતો નહોંતો. તે સુપીરીયારીટી કોમ્પ્લેક્ષ થી પીડાતો હતો અને જીઆ તેને વહેવારીક બનાવવા મથતી હતી

હોસ્પીટલમાંથી નર્સ બહાર આવી..ઓપરેશન પતવા આવ્યુ છે તેઓ સ્ટીચીઝ લે છે હજી હોંશમાં આવતા બે કલાક થશે. શીલાની બહેનો અને બનેવી આવી પહોંચ્યા હતા. શીલા હજી સંભવને જોઇને નિઃસાસા નાખતી હતી. ભારે હૈયે તે વેઇટીંગ રુમથી દુર જતો રહ્યો..હવે માસીઓ અને મમ્મીની રડારોળ ચાલશે અને ઘોંચ પરોણામાં સંભવ અને જીઆ પણ ચગશે. તેના રોતલ ચહેરા ઉપર પાણી છાંટ્યુ સહેજ ફ્રેશ થઇને તે બહાર નીકળ્યો

સોની ની પહેલી વર્ષગાંઠે ઘર સરસ આનંદોલ્લાસ્થી મહેંકતુ હતુ ત્યારે ઘરની ભીંતો બગડી જશે કહીને બધા ટાબરીયાને ઘરની બહાર ઠંડીમાં રમવા જવાનો આગ્રહ કરતો સંભવ હવે જીઆને વામણો લાગતો હતો. સંભવનું મન જે સ્વિકારી નહોંતુ શકતુ તે વાત હવે હ્ર્દય જોર જોર થી કહેતુ હતુ..જીઆ અને સોની તેની જિંદગીની સ્વર્ણ ઘડીઓ હતી. તેને ધાકમાં રાખવાની જરુર નહોંતી તેને વહાલથી સીંચવાની જરુર હતી.

તે તો કહેતી જ હતીકે તને નોકરી ના મળે તો કોઇક ધંધો કર..આ કોમ્પ્યુટર ઉપર મગજ ના બગાડ. ત્યારે મગજ્માં રાઇ ભરેલી કે તને શું સમજ પડે? ઇબે ઉપર સ્વીચો દબાવું એટલે ડોલરનો વરસાદ પડે છે..શેર બજારમાં માર્જીન ઉપર રમીને ખુબ જ નફો થાય ત્યારે મારે ડોક્ટરી કરીને શું કામ? જીઆ કહેતી તેં ૧૪ વર્ષ તાલિમ લીધી તે તાલિમનો ઉપયોગ તને કોઇ પણ જોખમ વિના પૈસા આપે છે.

સંવાદ નું અભિમાન ત્યારેય ફેણ ફુલાવીને બેઠેલા નાગ ની જેમ ડોલતુ અને કહે હું બીલો ડિગ્નીટી કામ નહીં કરુ. હું એમ ડી છું…

જીઆ તેને સમજાવવા મથતી કે વાસ્ત્વીકતામાં આવ. પણ સંભવ જેનું નામ.. તને શું સમજણ પડે? આખી જિંદગીથી આ ચાલતુ આવ્યુ છે અને ચાલશે.. હું જાણું છું અને સમજુ પણ છુ.. મને સમજાવવા નો પ્રયત્ન ના કર. તારી કોલેજ ડૉગ્રી અને મારી કોલેજ ડીગ્રીનાં વજનો જુદા છે. જીઆ કહેતી કે હા હું સમજુ છુ પણ તેનો ઉપયોગ કર.. આ ઇબે અને શેરબજાર આડ આવકો છે તેને મુખ્ય આવક્નો સ્ત્રોત ના કર. પણ હું સંભવ.. મને બધી સમજણ પડેનું “હું” પદ એટલું તીવ્ર કે સોની નાં જન્મ પછી જીઆએ કહેવાનુ છોડી દીધુ.

સેંટ લુઇની ઇંડીયન કોમ્યુનીટી ગાઢી અને શીકાગોમાં કોઇ પ્રોગ્રામ આવે તેની અસરો સેંટ લૂઇ પર પડેજ.. અને તેવી એક ઘટના બની કે જેમાં ઈંડીયન ડાંસ સ્ટેજ પર થવાનાં હતા. તેની પ્રેક્ટીસ માટે તે જ્યારે જોડાઇ ત્યારે સંભવ સોની ને ના સાચવવી પડે તે માટે પહેલાતો નકારત્મક રીતે બહુ ઝઝુમ્યો..જીઆ તેના નકારાત્મક વલણ ને સમજતી પણ તેનો ભય ખોટો છે તે સાબિત કરવા સોનીને ડેકેરમાં બે કલાક વધારે રાખી જતી ત્યારે સંકુચીત મનોદશાનાં પતિદેવ ચોકી પહેરા માટે પ્રેક્ટીસ સ્થળે પહોંચી જતા. જીઆ મનોમન મલકાતી કે તેને મારી કેટલી કાળજી છે પણ જીઆ ત્યાંય ખોટી હતી.. માલીકીપણું કામ કરતુ હતુ. કાળજી નહીં.

શીલા મમ્મીનો માઉથપીસ તરીકે ઉપયોગ કરીને તે જીઆને દાબમાં રાખવા મથતો હતો. જીઆ કહેતી પણ ખરી સંભવ ખુલ્લા મને વાત કરો..આપણું દાંપત્ય છે તેમાં મમ્મી દ્વારા તમારા વિચારો આવે તે તમારી માનસીક સંકુચીતતા દર્શાવે છે.

રોજે રોજ ફોન ઉપર કોઇની સાથે લઢવાનુ અને મફતમાં કંઇક પડાવવાનુ એ રોજનું કામ. કાંતો ફ્રી એર માઇલ લેવાના ઈંટરનેટ ઉપર ડીલ શોધવાની અને ફ્રી ફૂડ ક્યાંછે તેવી જગ્યાઓએ જઇ ફ્રી ફુડ ખાવામાં દિવસ પસાર કરવાનો. અને સમય હોય તો બાઇકીંગ અને હાઇકીંગ પર જવાનું મુખ્ય કામ.જીઆ ને પણ બીઝી રાખવા બાઇક લાવી આપી કે જેથી શની કે રવિવારે થીયેટર કે હોટેલ નહીં પણ હાઇકિંગ અને બાઇકીંગ કરી શરીર ફીટ રાખવા કરવાનુ.

જીઆ સાથે લઢતો સંભવ બે વાતે ખુબ જ સ્પષ્ટ હતો એક નોકરી ના આઠ કલાક પછીના ૧૬ કલાક જીઆએ સંભવનું કહ્યું માનવાનુ અને કરવાનુ. જીઆ કહે એ સોળ કલાક્માં સોની અને તેને માટે થોડો સમય હોવો જોઇએને? વળી નોકરી કરીએ એટલે થોડુંક સોસીયલ રહેવુ જોઇએને?

સોનીનાં જન્મ પછી બે જણા જુદા રુમમાં રહેતા.. સુતા.. જ્યારે બાપ તરીકેનું હેત ઉભરાય ત્યારે એક બે કલાક બંને સાથે હોય..ત્યારેય જીઆની આંખો કહેતી આ સુખ પણ તારે તો ક્યાં જોઇતુ હતુ? મેં તારી પાસેથી બળજબરીથી લીધુ છે. અને જો એ બળજબરી ના કરી હોત તો તુ તો હજી પણ… આભાર માન કે મેં તને સોની આપી. અને હું સામે ક્યાં તારી પાસે દુનિયા માંગુ છુ? સહેજ તારી એકલતાની દુનિયામાં મને જગ્યા આપ! પત્ની તરીકે સ્થાન આપ .

છટ! એને હું મંદ બુધ્ધી માનતો હતો ખરેખર તો હું એ જોઇ જ નહોંતો શક્યો કે તે મંદ બુધ્ધી નહી વહેવાર બુધ્ધી હતી..અને હું મારી તેજ બુધ્ધી થકી તેને મંદ બુધ્ધી સમજ્યો તે વહેવાર બુધ્ધી પ્રમાણે ભુલ હતી.

સુરને હોંશ આવી ગયા પછી શીલા સંભવને અંદર લઇ ગઈ. પપ્પાની આંખો બંધ હતી.સંભવ પપ્પાની આ દશા જોઇ ના શક્યો. નાના બાળક્ની જેમતે ફુટ ફુટ રડી પડ્યો.

પપ્પાએ આંખ ખોલીને શીલા સામે જોયુ અને પછી સંભવ સામે જોયુ. એમની આંખોમાં ગુસ્સો અને હારી ગયાની લાગણીઓ સ્પષ્ટ દેખાતી હતી.સંભવે પપ્પાની સામે જોયુ પણ આંસુ ભરેલી આંખો ધુંધળા ચહેરા સિવાય કંઇ ના જોઇ શકી. સુરે તેનું માથુ બીજી તરફે ફેરવીને શીલાને ધીમે અવાજે કહ્યું “ આ અહીં કેમ છે? મને પૂરો જ કરી નાખવોછે?”

સંભવ “ પપ્પા” કહીને પગે પડી ગયો. શીલાની બહેનો ને બનેવીની વર્તણુંક વિચિત્ર લાગી. શીલાએ ગાડીની ચાવી સંભવને આપીને કહ્યું ઘરે જતો રહે..

“ પણ મોમ!”

“ જો તું અહીં રહીશ તો તેમને ફરીથી તકલીફ થશે. અને માસીઓને પણ સાથે લઇ જજે.”

“પણ મોમ!”

“ તને કહ્યુને હમણા તું જતો રહે બસ..પણ કે બણ કશું નહીં”

માસીઓને લઇને તે ઘરે પાછો જઇ રહ્યો હતો ત્યારે તેની અપેક્ષા વિરુધ્ધ માસીઓએ શીલાની ચિંતાઓજ કરી..આ ઉંમરે આટલો ભારે હાર્ટ એટેક.. શીલાનાં નસીબે બચી ગયા..વિગેરે વિગેરે.

બે એક કલાકે સાંજે સાડા સાતે શીલાનો ફોન આવ્યો..સુરની તબિયત ફરી બગડી છે.પણ ત્યાં ભીડ નથી કરવાની એટલે સુર પપ્પાએ તને બોલાવ્યો નથી. તેમનો વિમા એજંટ, બ્રોકર અને વકીલ સાથે વાતો કરીને તારો અને મારો ભાગ ધર્માદા કરી દેવાનું કહે છે.

“હેં?”

“હા. હું મથું છું પણ હજી મને પુરે પુરુ કળાયુ નથી”

“ પણ મમ્મી મારે પપ્પાને મળીને માફી માંગવી છે”

“ એ તો તને દેખશે તો વધુ ભડકશે એટલે અહીં આવવાની વાત તો કરીશ જ ના. હું તને બધી માહિતી આપતી રહીશ.”

“પણ મમ્મી અહીં એકલા ઘરે બેસી રહીશ તો હું ગાંડો થઇ જઇશ”

“ તને કહ્યુને હું ફોન કરીને માહિતી આપતી રહીશ.”

“ પણ પપ્પા આવું કેવી રીતે કરી શકે?”

“ એમના ઉપાર્જીત પૈસા છે. તે બધું જ કરી શકે. તે તેમનો અધિકાર છે.” ફોન મુકાઇ ગયો.

પહેલી વખત સંભવ ધ્રુજી ગયો…બાપા મરે અને વારસો મળે તેની રાહ જોયા કરી હતી.. બાપાને મારે માટે બહુ પ્રેમ છે અને આ અચાનક શું થયુ? બાપા તો બધો પૈસો ધર્માદા કરવાનું કહે છે..હું હવે કેવી રીતે જીવીશ?

તેને પહેલી વખત પોતે નિઃસહાય હોવાની લાગણી થઇ. શીલા મમ્મીને બહુ બનાવી..હવે આ મોટી ઉંમરે નોકરી કોણ આપશે? મમ્મીનો બે વાર ફોન આવ્યો. એજ રુખી સુકી વાતો અને હવે આપણું શું થશેની ચિંતાઓ..

તે રાતે તે મોડે સુધી સુઇ ના શક્યો..તેને ચિત્ર વિચિત્ર સ્વપ્નાઓ આવતા હતા. એ રણમાં નિઃસહાય દોડતો હતો..દોડતા દોડતા થાકી ગયો ત્યારે તેને દુર એક ઇજીપ્તનો પીરામીડ દેખાયો જેમાં સુર પપ્પાનો ચહેરો છે..તેની બીજી દિશામાં ગાઢા લીલા રંગનો દરિયો લહેરાય છે રણ ધીમે ધીમે લીલા દરિયાથી છલકાવા માંડ્યુ અને તે તેમાં ડુબતો જાય છે..પપ્પા પપ્પા કરતો તે બુમો મારે છે અને તેના વાળ ધોળા થતા જાય છે એ જેટલી ચીસો પાડે છે તેટલો પીરામીડ ઉંચો થતો જાય છે અને સુર પપ્પાનો ચહેરો ઝાંખો થતો જાય છે.

એક તબક્કે તે ચહેરામાંથી અંગારા નીકળવા માંડે છે અને તે ડરી જાય છે. પપ્પા આ ફટાકડા અને કોઠીનાં અંગારા છે દુર રાખો મને દઝાય છે. તે ઉઠવા જાય છે પણ લીલો દરીયો જાણે ગુંદરનો બન્યો હોય તેમ તેનાથી હલાતુ નથી ચલતુ નથી અને અંગારાનો મારો પપ્પા જાણી જોઇને તેના ઉપર ચલાવતા હોય તેને તેમ લાગ્યુ.

તેણે મમ્મીને બુમો મારી..તે જાણે આકાશમાંથી આવી પાંખ ફેલાવી તેના અંગારા રોકતી હોય તેવું તેને લાગ્યુ. થોડાક સમય પછી મમ્મી પણ મરી ગઇ અને પેલો ઇજીપ્તનાં પીરામીડ ઉપરનો ચહેરો પણ રાખ થઇ ધીમે ધીમે ઓગળી રહ્યો હતો..તેનાથી રડાતુ નહોંતુ પણ નજર સામે પપ્પા અને મમ્મી બંને જતા રહ્યા…

અડધી રાતે તે ઝબકીને જાગી ગયો…આખુ શરીર પરસેવે રેબઝેબ હતું.

તેને પહેલી વખત પપ્પા મમ્મીની જરુર સમજાઇ.

પપ્પાની ચિંતા સમજાઇ.તેના વિચારો તેને ખોખરો કરતા જ રહ્યા..તે પડખા બદલતો જ રહ્યો.. તેને પોતાની જાત ઉપર શરમ આવતી હતી.

તેણે મનથી નિર્ણય કરી લીધો કે પપ્પા સાથે તેમની પ્રેક્ટીસ સંભાળીશ અને જેટલો સમય છે તેટલો બાપાને સાચા મનથી ચાહીશ અને નહી સતાવુ..તેના મનની શાખ પુરતો હોય તેમ સવારનો પહોર ખુલ્યો

નીચે મમ્મીએ તેમને ગમતુ ભજન મુક્યુ હતુ..મેરે તો ગીરધર ગોપાલ ઓર ન દુજા કોઇ..એની આંખ ફરી ક્યારે મીંચાઇ ગઇ તેને પણ ના સમજાયુ

***