આગળ જોયું કે ઓમ તળાવના પાણીમાં પોતાનું વિચિત્ર પ્રતિબિંબ જોઈ છે. તે આગળ વધે છે અને કમંડલ પાસે પહોંચે છે.કમંડલ મેળવવા માટે ભસ્મની જરુર હોવાથી તે અગ્નિમાં પ્રવેશે છે.
ઓમ મહાદેવનું નામ લઈને તેનું શરીર અગ્નિને સોંપી દે છે.
અગ્નિની જ્વાલા ઓમના શરીર ને તાપ આપે છે પણ ઓમને કંઈ હાનિ થતી નથી તેથી ઓમ આંખો ખોલે છે.
"અગ્નિની વચ્ચે ઊભો છું તો પણ મને કંઈ થતું કેમ નથી...?" ઓમ વિચારે છે.
અચાનક બધાં કમંડલ ભેગા થઈને એક બની જાય છે અને એક અવાજ સંભળાય છે :
" નિ:સ્વાર્થ ભાવના એ યક્ષીણી ની મદદ કરવા તમે તમારા દેહને અગ્નિ ને સોંપી દીધું.વગર કોઈ લાભે તમે આ અગ્નિમાં પ્રવેશવાની હિંમત બતાવી એ સામાન્ય બાબત નથી. આ તો માત્ર તમારી પરીક્ષા હતી આ અગ્નિનો તાપ તમને કોઇ નુકશાન નહીં પહોંચાડે."
આ અવાજ આવ્યા પછી કમંડલ પરથી નાગ જતો રહ્યો અને કમંડલ ઓમનાં હાથમાં આવી ગયું. અચાનક બંધ ગુફામાં જોરથી પવન ફૂંકાયો. પવન ને લીધે ઓમની આંખો બંધ થી ગઈ. થોડીવાર પછી પવન ફૂંકાતો બંધ થઈ ગયો.
ઓમ એ આંખ ખોલી અને સામે જોયું તો પેલો પર્વત હતો જયાં ઓમ એ તેની મનની શકિત થી રસ્તો બનાવ્યો હતો પણ હવે ત્યાં રસ્તો ન હતો.
ઓમ કમંડલ લઈને યક્ષીણીનાં જંગલ તરફ આગળ વધ્યો.યક્ષીણીનું વન આવે તે પહેલાં જ યક્ષીણી ઓમ સામે ઊભી રહી ગઈ.
"મારું કમંડલ મને આપી દે...ઓમ" યક્ષીણી એ કહ્યું.
"યક્ષીણી કંઈ અલગ કેમ લાગે છે , એનું વર્તન પણ જુદુ છે." ઓમ વિચાર કરે છે.
"હા, આપું છું પણ તમે મને કીધેલું કે આ કમંડલ હું લાવી આપું તો તમે પણ મને કંઈ આપશો." ઓમ એ કહ્યું.
"હા, પણ પહેલાં મને કમંડલ તો આપ, પછી તે જે માંગેલું તે આપીશ." યક્ષીણી એ વિચારીને કહયું.
"તું યક્ષીણી નથી , બોલ તું કોણ છે?" ઓમ એ ગુસ્સામાં કહ્યું.
યક્ષીણીનાં રુપમાં જે વ્યક્તિ હતી તેણે મંત્ર બોલવાનું શરૂ કર્યું.તેણે ઓમનાં હાથમાંથી કમંડલ લઈ લીધું અને યક્ષીણીનાં રુપમાં જ અદશ્ય થઈ ગયો. ઓમ ત્યાં જ બેહોશ થઈને પડી ગયો.
ઓમ હોંશમાં આવ્યો તેણે આંખો ખોલીને જોયું તો સામે યક્ષીણી, ગુરુમાં અને રઘુવીર હતાં.ઓમ ઊભો થયો તે યક્ષીણીનાં વૃક્ષ પાસે હતો.
"કમંડલ કયાં છે ઓમ?" યક્ષીણી એ પુછયું.
"કોઈ તમારું રુપ લઈને આવ્યું હતું તેણે મને મંત્રોથી બેહોશ કરીને કમંડલ લઈ ગયો." ઓમ એ કહ્યું.
"અવશ્ય એ જ હશે એની મનસા પુરી ન થવી જોઈએ નહીં તો.." ગુરુમાં એ કહ્યુ.
"કોણ હશે..., ગુરુમાં." ઓમ એ કહ્યું.
"એ જે વર્ષોથી પ્રતિક્ષા કરે છે યક્ષીણીની શકિતઓ હાસિલ કરવા...." ગુરુમાં એ કહ્યું.
"પણ દેવી, તમે તો કહયું હતું કે ભગવાન શિવ એ જણાવ્યું હતું કે જયાં સુધી તમે તમારા બ્રહ્મરંધ ભાગ પર ભસ્મ નહીં લગાવશો ત્યાં સુધી શકિત નહીં મળે." ઓમ એ કહ્યું.
"હા, એ તેની તંત્ર શકિતથી યક્ષીણીને કેદ કરી લેશે કેમકે યક્ષીણી પાસે હમણાં તેની શકિતઓ નથી અને પછી એની તંત્ર શકિત અને યક્ષીણીની શકિતઓ થી ત્રણ લોકમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરશે પછી તે અમર થઈ જશે." ગુરુમાં એ કહ્યું.
"તો હવે શું કરશું...?" ઓમ એ પુછયું.
"એને મૃત્યુ ને ઘાત ઉતારી કમંડલ લાવવું પડશે..." યક્ષી એ કહ્યું.
"પણ તેને મૃત્યુ આપવું સરળ નથી.એને સામાન્ય અઘોરી સમજવાની ભુલ નહીં કરતા , તે અઘોરીનાં રુપમાં એક રાક્ષસ છે.જે સરળતાથી મંત્રો દ્વારા તમને વશમાં કરી શકતો હોય તેની શકિતઓ નો અંદાજો લગાવો....! અઘોરી હતો ત્યારે તેણે ઘણી સાધના અને તપ કર્યું હતું અને તેનાં બદલે તેને વરદાન પણ મળ્યું હતું.પણ વરદાન મળતાં જ તેણે પોતાના રંગ બતાવવાના શરૂ કરી દીધા.અઘોરી છે એવું કહીને લોકોને પોતાની વાતમાં ફસાવતો અને પછી તેને મારી નાખી તેનું માંસ ખાતો હતો. જેમ તેની શકિતઓ વધી તેમ તેમ તેના દુષકૃત્ત્યો વધતાં જ રહયાં.હવે તે યક્ષીણીની શકિતઓ પર નજર રાખે છે." ગુરુમાં એ કહ્યુ.
"તો એને મૃત્યુ કેવી રીતે આપવું?" ઓમ એ પુછયું.
"જયારે એનાં તપથી ભગવાન શિવ પ્રસન્ન થયાં હતાં ત્યારે વરદાન માંગવા કહ્યું હતું ત્યારે અઘોરીએ વરદાનમાં અમરત્વ માંગ્યું હતું પણ મહાદેવએ તેને કહયું હતું કે અમરત્વ તો તું તારી ભકિતથી પણ મેળવી શકે છે પરંતુ હું તને વરદાન રુપે અમરત્વ નહીં આપું તું બીજું કંઈ માંગ..., ઘણું વિચાર કર્યા પછી તેણે એવું માંગ્યું કે જાણે એને અમરત્વ જ મળ્યું હોય." ગુરુમાં એ કહ્યુ.
"એવું તો શું માંગ્યું....ગુરુમાં?" ઓમ એ પુછયું.
ક્રમશ.......