પ્રેમવાસના
પ્રકરણ-6
વૈભવીએ લાડ કરતાં વ્હાલનાં વળે કહ્યું "વિભુ ફરીવાર આપણી સાથે આવી અઘટીત ઘટનાં જ ના થાય એવું માર્ગદર્શન મહારાજ પાસે લઇ લઇશું અને અહીં આવ્યાં પછી મને નિશ્ચિંત રક્ષણની અનૂભૂતિ થાય છે આવી નિશ્ચિંતતામાં પ્રેમ કરવાની પણ મજા આવે. આપણે આપણી પ્રેમતિથીની મસ્ત મદહોશ મંદુરજની આજે જ માણી લઇએ તારાં પ્રેમમાં પડ્યાં પછી હું સાવ પારદર્શી થઇ ગઇ છું મને કોઇ શરમ-સંકોચ કે કોઇ મર્યાદાની સીમા નડતી નથી બસ ફક્ત તારામાંજ સાવ જ પરોવાઇ ગઇ છું. અને તારી સાથે જન્મોનો પ્રેમ માણી લેવા માટે તત્પર છું ખૂબ માણું અને તને બધીજ રીતે સંપુર્ણ તૃપ્ત કરું એજ મારી ખેવનાં છે વિભુ.....
વૈભવે કહ્યું "બે જીવ સાચી રીતે પ્રેમમાં એકબીજાને સમર્પિત થાય પછી કોઇ મર્યાદા-સીમા નથી રહેતી અને આપણે વિચાર-વર્તન-વ્યવહારથી બધી જ રીતે પારદર્શી થઇ જઇએ છીએ પછી આપણો સાથ કે વિરહ આપણે કોઇ રીતે નકારાત્મા સ્પર્શી નથી શકતાં સદાય-પળ-પળ બસ એકમેકમાં ઓતપ્રોત રહી શકીએ છીએ. આજનાં આ અનુપમ દિવસનીજ હું રાહ જોઇ રહેલો મને લાગે છે કે બહુ સંવાદ થઇ ગયાં હવે આપણે... એમ કહીને એણે વૈભવીને ગાલ પર ચુંબન કર્યું.
વૈભવીએ પણ મદહોશીની હાલતમાં એણે વૈભવને છાતીએ ચૂમી લીધો. બંન્ને જણાં પર વાસનાની મદોહશી ધીમે ધીમે છવાઇ રહી હતી બીજા સંવાદ બંધ થયાં અને ચુંબનના અવાજ સંભળાઇ રહ્યાં હતાં. બહાર સાંજ ઢળી રહી હતી સુર્યનારાયણ ધરતીની આગોશમાં જાણે ડૂબી રહ્યાં હતાં અને પ્રેમનો કેશરીયો રંગ અવકાશમાં છવાઇ રહ્યો હતો.
વૈભવ અને વૈભવી સંપૂર્ણ વસ્ત્રવિહીન થઇ ગયાં હતાં અને માદકળાની માત્રા વધી ગઇ હતી બંન્ને જણાં એક બીજાનાં તનને મર્દન કરી રહેલાં ખૂબ પ્રેમ પ્રસરાવીને વળગી રહેલાં ચુંબનોનો વરસાદ વરસી રહેલો બંન્ને પ્રેમભીનાં થઇ રહેલાં તનની પરાકાષ્ઠા વાસનાની પૂર્તિ તરફ લઇ જઇ રહી હતી શ્વાસોનાં ધબકાર પુર ઝડપે વધી રહેલાં અને આવી પ્રેમતિથી ની ઉજવણી અંતિમ ટોચ પર હતી અને બંન્ને જણાં પ્રણય રંગમાં રંગાઇને પરમત્રુપ્તિનાં મહાસાગરમાં ડૂબી ગયાં.
વૈભવ અને વૈભવી ક્યાંય સુધી એકબીજામાં વીંટળાઇને પરમતૃપ્તિનાં સંતોષને વાગોળતાં સૂઇ રહ્યાં. આજે જાણે જન્મોજન્મની ભૂખ તીવ્ર તરસ સંતોષાઇ હોય તૃપ્ત થઇ હોય એવી અનુભૂતી થતી હતી બંન્ને જણાની આંખો અને હોઠ પર સંતોષનું સ્મિત હતું. બન્ને જણાં ખૂબજ આનંદમાં હતાં આજે જાણે ખુશીયોનો વસસાદ વરસેલો અને બંન્નેનાં જીવ સાથે શરીર પણ એક થઇ ગયાં.
વૈભવીએ કહ્યું મારાં વ્હાલાં વિભુ તું મારાં મનમસ્તિક અને હૃદયમાં સ્થાપિત જ હતો આજે મારાં શરીરમાં દોડતાં આ લોહીનાં કણ કણમાં તું દોડી રહેલો છે દરેક અણૂચક્ષુમાં મારાં સુવાં સુવાંમાં તારાં સ્પર્શનો એહસાસ તૃપ્તિ અને સંતોષ છે છતાંય હું આટલું પામ્યા પછી પણ તનેજ તારાં પ્રેમને તરસતી રહેવાની એટલી તારાં પ્રેમની ભૂખી છું.
વૈભવે કહ્યું "એય વૈભુ તને ખબર છે ? મને ઘણીવાર એવું થાય કે સ્વર્ગનું સુખ એટલે શું ? આજે જે મેં માણ્યું એજ સ્વર્ગનું સુખ હશે. તું જ મારી અપ્સરા હું જ તારો ઇન્દ્ર આજ આપણું સ્વર્ગ અને આજ સ્વર્ગીય આનંદ અને સુખ જે આપણે કાયમ જ માણ્યાં કરીશું તું જ મારું સ્વર્ગ છે તું જ અપ્સરા.
વૈભવીએ કહ્યું "ચલ જૂઠા... હું ક્યાં અપ્સરા જેવી સ્વરૂપવાન કે સુંદર છું હું સાવ સમાન્ય દેખાવની છોકરી છું મને ચણાનાં ઝાડ પર ના ચઢાવ હા હું પ્રેમ તને ખૂબજ સાચો પૂર્ણ પાત્રતાવાળો કરુ છું એમાં એક અંશ ઓછો નહીં જ.
વૈભવે કહ્યું "રૂપની પરીભાષા તું શું જાણે ? રૂપની પરીભાષામાં સુંદરતા જરૂરી છે પણ એ સુંદરતા માત્ર તન અને એનાં દેખાવની નથી એય મીઠી તારી સુંદરતા મારી આંખોમાં જો મારાં પ્રેમમાં દશ્યમાન તારી આકૃતિ જે તારું આ તનતો નાશવંત છે એક ખોળીયું માત્ર છે પણ દર જન્મે તન બદલાશે જીવ નહીં હું તારાં જીવની સુંદરતા કાયમ જોઉં છું એને પ્રેમ કરું છું શરીર આપણાં જીવને સાચવે સંભાળે છે સ્થાન આપ્યુ છે એનું જરૂર મહત્વ છે પણ એ શારીરિક સુખનું માત્ર માધ્યમ છે પણ હું તો તારી પૂર્ણ સુંદરતા માણું છું કે જે તારાં જીવમાં, પ્રેમમાં, પાત્રતા, વિશ્વાસમાં અને તારી લાગણોનાં આવેગમાં છે એને ઓળખું છું અને માણું છું મારાં માટે સુંદર ચ્હેરો નહીં સુંદર જીવ જ મહત્વનો છે.
વૈભવી થોડીવાર વૈભવને તાકી રહી. એ ક્યારની એને સાંભળી રહેલી એને વિચારી વાગોળી માણી રહેલી અને ખૂબ આનંદ થઇ રહેલો એને વૈભવનાં વિચાર એની સચ્ચાઇ સ્પર્શી ગયેલી પોતાની જાતને ધન્ય માની રહેલી એણે વૈભવને દીર્ધ ચુંબન આપીને એટલું જ કહ્યું "થેક્યુ સ્વીટું".
થોડીવાર શાંત રહીને એણે આંખો નચાવીને કહ્યું "વૈભવ મહારાજ તમારું જ્ઞાન પ્રવચન પુરુ થયું હોય તો આપણે ફ્રેશ થઇને કપડાં બદલીએ ? અને હજી મહારાજ પાસે પણ આપણે બેસવાનું છે. એમનું માર્ગદર્શન લેવાનું છે.
વૈભવ એનું ટીખળ સમજી ગયો પછી વૈભવીથી અળગા થઇ એને વ્હાલથી ચૂમી ભરીને કહ્યું "એય લૂચ્ચી તારી મજાક સમજું છું પણ હું તારી સાથે હોઉં કે ક્યારેય મારાં વિચાર તારી સાથે શેર કરું હું ખૂબ સાચું અને મારાં દિલથી કહુ છું જે માનું છું એજ કહું છું એમાં કંઇ ખોટું નથી.
વૈભવીએ કહ્યું એય મારા દિલ ખૂબજ વિશ્વાસ છે તારાં વિચાર-વર્તન અને સંસ્કાર ઉપર ક્યાંય ક્યારેય કોઈ ગેરસમજ ના કરતો ઓછું ના લાવતો બસ તારામાં જ હું સમાયેલી છું અને રહીશ પ્રોમીસ આઇ લવ યુ માય લવ એમ કહીને એણે ઉભા થઇને વૈભવને વળગીને કીસ લીધી.
બંન્ને જણા પ્લંગમાં ગોઠણભર એક બીજા સામે વળગીને ઉભાં હતાં હજી પણ ચુંબનોની આપ લે ચાલુ હતી અને રૂમનાં દરવાજા બહાર કોઇનો પગરવ સંભળાયો. બંન્ને જણાં ચોકીને ગયા. વૈભવી બાથરૂમ તરફ દોડી અને વૈભવે કપડાં પહેરવાં માંડ્યા. વૈભવી બાથરૂમની બહાર કપડાં પ્હેરીને આવી સ્વસ્થ થયાં પછી વૈભવી ચેર પર બેસી ગઇ અને વૈભવે દરવાજો ખોલ્યો જોયું તો ત્યાં કોઇ જ નહોતું એણે થોડીવાર બ્હાર તરફ અને આજુબાજુ જોયું પણ કોઇ જ નહોતું. વૈભવી ફરીવાર ગભરાઇ ગઇ. એણે કહ્યું વૈભવ બરાબર જોને થોડું આગળ જોઇ લે કોણ છે કોઇનો પગરવ ચોક્કસ આપણે બંન્નેએ સાંભળ્યો છે જ. પ્લીઝ તું તપાસ કરને આમ મને ખૂબ ડર લાગે છે.
વૈભવ કહ્યું ઓકે તું અંદર જ રહેજે એમ કહીને બારણું ખાલી બંધ કરીને એણે થોડું આગળ વરન્ડા તરફ જઇને જોયું પણ કોઇ જ નહોતું પાછળ બગીચા તરફ પણ કોઇજ નહોતું ગુરુજીનો રૂમ બહારથી બંધ હતો બીજા રૂમ પણ બંધ હતાં મદન પણ ક્યાંય દેખાતો નહોતો. ચારેબાજુ પૂરી તપાસ કરીને પાછો રૂમમાં આવી ગયો. વૈભવી ડરની મારી ખુરશીમાં જાણે ધ્રૂજતી હતી. વૈભવે કહ્યું "કેમ શું થયું ? વૈભવીએ કહ્યું મને આવાં એહસાસથી ખૂબ ડર લાગે છે આમ મને એકલી મૂકીને ક્યાંય નહીં જવાનું તારે, મારો જીવ નીકળી જશે.
વૈભવે કહ્યું "પણ અહીં કોઇ જ નથી મેં બધે જ બરાબર જોયું છે વૈભવી કહે પણ કોઇનાં પગરવનો અવાજ આપણે બંન્નેએ સાંભળ્યો છે. વૈભવે કહ્યું "હા એ સાચું મેં પણ સાંભળ્યો છે. એની વે ચાલ વૈભવી બેગ બરાબર ચકાસી લે આપણે મહારાજ પાસે જઇએ અને પછી કોઇ રેસ્ટોરામાં જમીને ઘરે જઇએ ચાલ તૈયાર થઇ જા.
વૈભવીએ કહ્યું "ઓકે ચાલ હું તૈયાર જ છું પણ તારે છેક ઘરે સુધી મૂકવા આવવું પડશે આજે હું એકલી ક્યાંય નહીં જઉ અને મંમીને મળીને જજે.
વૈભવે કહ્યું "ઓકે ચાલ છેક ઘરે મૂકી જઇશ અને મંમી અને પપ્પા બંન્નેને મળીને જઇશ ઓકે. બેસ હવે ચાંપલા… પપ્પા ક્યાં છે તો તું મળવાનો ? તને ખબર નથી એ મીલીટ્રીમાં છે અને અત્યારે ડ્યુટી પર છે રીટાયર્ડ થવાનાં માત્ર 3 વર્ષ બાકી છે.
વૈભવે મજાકમાં કહ્યું "ચલ હવે મને બધી જ ખબર છે અને આર્મીમેનની દીકરી આટલી ડરપોક ? વૈભવી કહે આવી શક્તિઓ એવું નથી જોતી કે આ આર્મીમેનની દીકરી છે એ લોકોને તો ભોગવશ શરીર જ દેખાય છે આત્મા નહીં ચલ જઇશે હવે.
બંન્ને જણા એમનાં થેલાં લઇને નીકળ્યા અને આગળ મંદિર પાસે મહારાજ બેઠાં હતાં ત્યાં પહોચ્યાં ત્યાં મદન ભગવાનની આરતી બાજુમાં મૂકીને મહારાજને પ્રસાદ આપતો હતો.
પ્રકરણ -6 સમાપ્ત
વૈભવ વૈભવી પ્રેમરતિક્રીડા માણીને પ્રેમ સંવાદનાં વરસાદમાં વરસીને મહારાજ પાસે આવ્યા. હમણાં જ આરતી પુરી થઇ હતી મદન પ્રસાદ આપતો હતો. આગળ વૈભવ વૈભવી શું ચર્ચા કરશે મહારાજ સાથે ? સમાધાન મળશે ?
વાંચો પ્રકરણ-7 પ્રેમ વાંસના એક બદલો અધુરી તૃપ્તિનો