Stephen Hawking and his predictions in Gujarati Magazine by Khajano Magazine books and stories PDF | સ્ટિફન હોકિંગ - ૨ : કેટલાંક રસપ્રદ તથ્યો

Featured Books
  • चाळीतले दिवस - भाग 6

    चाळीतले दिवस भाग 6   पुण्यात शिकायला येण्यापूर्वी गावाकडून म...

  • रहस्य - 2

    सकाळ होताच हरी त्याच्या सासू च्या घरी निघून गेला सोनू कडे, न...

  • नियती - भाग 27

    भाग 27️मोहित म्हणाला..."पण मालक....."त्याला बोलण्याच्या अगोद...

  • बॅडकमांड

    बॅड कमाण्ड

    कमांड-डॉसमध्ये काम करताना गोपूची नजर फिरून फिरून...

  • मुक्त व्हायचंय मला - भाग ११

    मुक्त व्हायचंय मला भाग ११वामागील भागावरून पुढे…मालतीचं बोलणं...

Categories
Share

સ્ટિફન હોકિંગ - ૨ : કેટલાંક રસપ્રદ તથ્યો

સ્ટિફન હોકિંગ ! હા, હા એ જ વૈજ્ઞાનિક જે કેટલાય વર્ષોથી વ્હીલચેર પર જ બેસીને એક અસાધ્ય બીમારીના માઠા પરિણામો ભોગવી રહ્યા હતા. હા, એ જ બ્રિટિશ વૈજ્ઞાનિક કે જેના બહુ ઉમદા ટી.વી. શો જેમ કે ‘બિગ-બેંગ થિયરી’ ને આપણે બહુ રસપૂર્વક નિહાળી ચૂક્યા છીએ. હા, એ જ સ્ટિફન હોકિંગ ! તેમના વિશેની કેટલીક રસપ્રદ વાતો પાછલા લેખમાં આપી ગયા. હવે જાણીએ તેમના વિશે થોડા તથ્યો અને તેમણે કરેલી કેટલીક ભવિષ્યવાણીઓ વિશે.

> કેટલાક facts એમના જીવન વિશે...

આમ તો એમનું આખું જીવન બહુ જ રોમાંચક રહ્યું છે, પણ તેમ છતાંય કેટલીક વાતો એમના વિશે જાણ્યા વગર ન રહી શકાય.

1) એમના જન્મની તારીખ 8 જાન્યુઆરી, 1942 વિશે એક રસપ્રદ સંયોગ એ છે કે મહાન વૈજ્ઞાનિક ગેલીલિયો ગેલીલી ના મૃત્યુના લગભગ 300 વર્ષ પછી સ્ટીફનનો જન્મ થયો હતો. એવું જ કંઈક એમના મૃત્યુ વિશે પણ છે: એમના મૃત્યુના દિવસે - 14 માર્ચના જ મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈનની 139મી જન્મ જયંતી હતી ! આમ દુનિયાના કોસ્મોલોજી ક્ષેત્રના 3 મહાન વૈજ્ઞાનિકો વચ્ચેનો આવો સંયોગ થયો જે અદ્દભૂત છે !

2) તેઓ શરૂઆતના અરસામાં ભણવામાં એટલા હોશિયાર ન હતા ! હા, મોટાભાગની મહાન વ્યકતિઓના જીવનમાં જોવા મળ્યું છે તેમ, પોતાની કલ્પનાઓથી દુનિયાને અચરજ પમાડનાર સ્ટીફન 8 વર્ષની ઉંમર સુધી તો બરોબર લખી કે વાંચી શકતા નહિ.

3) સ્ટીફને પહેલા લગ્ન 21 વર્ષની ઉંમરે કર્યા હતા. આ ઉપરાંત પહેલા લગ્ન નિષ્ફળ જતાં તેમણે બીજા લગ્ન પણ કર્યા હતા. તેમણે અને તેમની પુત્રી લ્યૂસી હોકિંગે સાથે મળીને નાના બાળકો વાંચી શકે એ માટે એક મનોરંજક વાર્તાની શ્રેણી – ‘GEORGE & BIG-BANG’ બહાર પાડેલી છે.

4) સ્ટીફન કેટલાક બહુ લોકપ્રિય નિવડેલા ટેલેવિઝિન શોમાં કામ કરી ચૂક્યા છે. જાણીને થોડી-ઘણી નવાઈ લાગશે, પણ તેઓ ‘Star trek: the next generation’ નામના શોમાં પોતાના જ હોલોગ્રામ તરીકે કામ કરી ચૂક્યા છે. આ ઉપરાંત BIG BANG- THEORY નામના શોમાં પણ સવાલ-જવાબ કરતા નજરે પડે છે. તેમને લગતા કાર્ટૂન પણ બનાવવામાં આવ્યા છે.

5) ઉપર કહ્યું એમ સ્ટીફને નાની ઉંમરે જ વાચા ગુમાવી દીધી હતી. આમ છતાં જેઓએ સ્ટીફનનો અવાજ સાંભળ્યો હશે એમને આ વાત જાણીને જરૂર નવાઈ લાગશે કે તો પછી તેઓ કેવી રીતે બોલી શકતા હતા !

આની પાછળનું કારણ પણ રસપ્રદ છે: પોતાનો અવાજ ગયા પછી પણ લોકોને એમની વાણી સાંભળવા મળે એ માટે ખાસ, કેમ્બ્રિજમાં એક સ્પીચ જનરેટિંગ મશીન બનાવાયું કે જેમાં સોફ્ટવેરના સહારે ઇલેક્ટ્રોનિક અવાજ બનાવી શકાતો. એટલે આ અવાજ સ્ટીફનનો ખુદનો તો ન જ હતો.

પણ એક ટીમે સાથે મળીને ઘણા-શબ્દો સાથે ભેગા કરીને એક ડિક્શનરી જેવી વસ્તુ બનાવી ! સ્ટીફનને આના માટે ગાલના અમુક સ્નાયુઓ જ હલાવા પડતા. આ સ્નાયુઓની હલનચલન સાથે સુમેળ બેસાડીને મશીન આપખુદ એક-એક શબ્દ અને છેવટે પૂરું વાક્ય બનાવી આપતા. આમ, સ્ટીફનને ટેકનોલોજીના સહારે ફરી વાચા મળી.

6) આગળ જણાવ્યું એ મશીન વિશે એક રસપ્રદ બાબત બીજી પણ છે: સ્ટીફન પોતે બ્રિટિશ હતા એટલે સ્વાભાવિક છે કે તેઓ બ્રિટિશ અંગ્રેજી જ બોલતા હોય. પણ જેઓ એમને સાંભળતા એમને તેમના અવાજમાં અમેરિકન અંગ્રેજીનો રણકાર સંભળાતો. કેમ કે એમના મશીનમાંથી જે અવાજ/ACCENT આવતો એ અમેરિકન અંગ્રેજીનો હતો. એટલે કેટલીક વાર લોકો એમને અમેરિકન સમજવાની ભૂલ કરી બેસતા.

જો કે આ અવાજને તેઓ પોતાની આગવી ઓળખ ગણતા એટલે આ અવાજ એમણે કોપી-રાઇટ કરાવેલો છે.

7) સ્ટીફનના જીવન પર કેટલીક ડોક્યુમેન્ટરી તેમજ ફિલ્મો પણ બનેલી છે જેમાંની એક સર્વશ્રેષ્ઠ નિવડેલી ફિલ્મ, જે યુનિવર્સલ પિક્ચર્સ એ બનાવેલી હતી જેનું નામ હતું – ‘THE THEORY OF EVRYTHING.’

8) સ્ટીફન શરતો લગાડવાના બહુ શોખીન હતા ! પણ જેવી-તેવી શરતો નહિ. ફક્ત વિજ્ઞાનને લગતી શરતો: જેમ કે એમણે એમના એક સાથી KIP THORNE ની સાથે મળીને તેમના જ બીજા સાથી JOHN PRESKILL જોડે શરત લગાવી.

શરતનો વિષય એ હતો કે સ્ટીફન અને તેમના એક સાથીનું એમ કહેવું હતું કે બ્લેકહોલ્સમાં જે માહિતી જાય છે એનો નાશ થઈ જાય છે, જયારે વિરોધી મિત્રનું એમ કહેવું હતું કે એવું થતું નથી.

આ શરતની જાણ છેક ઇ.સ. 1997માં દુનિયાને થઈ, પણ ઇ.સ. 2004માં સ્ટીફને પોતાની હાર સ્વીકારી. આથી, છેવટે જીતેલા મિત્ર PRESKILLને બેઝબોલ ભેટમાં મળ્યું. આ સિવાય પણ સ્ટીફન વખતોવખત શરત લગાવતા રહેતા.

9) સ્ટીફનને સંપૂર્ણપણે વિશ્વાસ હતો કે આપણી આજુબાજુ ALIENS નું અસ્તિત્વ છે !

તેમણે કરેલા લગભગ બધા કથનોમાં આ વાત તેમણે બેફામપણે કહી પણ છે. આટલા વિશાળ-બ્રહ્માંડમાં ફક્ત એક જ એવો ગ્રહ હોય કે જેમાં જીવસૃષ્ટિ હોય એવું માનવા તેઓ તૈયાર ન હતા. જો કે મોટા ભાગના કોસ્મોલોજિસ્ટ એવું જ માને છે કે આવું શક્ય હોઈ શકે. આ ઉપરાંત સ્ટીફને તો એવી પણ આગાહી કરી હતી કે પરગ્રહના વાસી જો આપણને મારી ન નાખે તો પણ વિવિધ ઉર્જાના સ્ત્રોત માટે આપણા પણ હુમલો જરૂર કરી શકે, ને જો આવું થાય તો બહુ મોટું સંકટ આવી પડે. આપણી હાલત એ અમેરિકન પ્રજા જેવી થાય કે જે પ્રજાનો વિનાશ કોલંબસના અમેરિકા ખંડ શોધાયા બાદ થયું હતું.

તેમના વિશે આટલું બધું જાણ્યા પછી, તેઓ જેમના કારણે ઓળખાય છે એ તેમની ભવિષ્યની આગાહીઓ વિશે તો જાણવું જ પડે. એમની બહુ વિવાદાસ્પદ નિવડેલી ભવિષ્યવાણીઓ વગર, એમના પર લખાયેલું ઓછું જ રહેવાનું ! જાણીશું આવતા લેખમાં - સ્ટિફન હોકિંગ - ૩: કેટલીક વિવાદાસ્પદ ભવિષ્યવાણીઓ.

(આ લેખને સચિત્ર અને કલરફૂલ પાનાં પર માણવા મુલાકાત લો: www.khajanogujratimagazine.wordpress.com)